________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
પર
[ સમયસાર પ્રવચન સ્વસમય અને પરસમયનું ફરીથી થોડું વધારે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. આ ગાથામાં જીવ નામનો પદાર્થ સમય છે એ વાત સાત બોલથી પ્રથમ સિદ્ધ કરી છે. હવે તેમાં સ્વસમય અને પરસમયના પરિણમનની વાત કરે છે. ત્રણકાળ અને ત્રણલોકના દ્રવ્યગુણ-પર્યાયની સ્થિતિને –સ્વરૂપને કેવળજ્ઞાન એક સમયમાં પ્રકાશવાને સમર્થ છે. સર્વ પદાર્થોના ગુણો, પર્યાયો-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બધું એક સમયમાં કેવળજ્ઞાન પ્રકાશે છે. આવું કેવળજ્ઞાન પ્રગટ કરવાની અપેક્ષાએ સાધ્ય છે. તેને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિ છે. આ ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય રાગથી ભિન્ન પડી સ્વભાવની દષ્ટિ કરતાં થાય છે. આવા ભેદજ્ઞાનના બળ વડે જ્યારે આ જીવ દર્શનશાસ્વભાવમાં નિયતવૃત્તિરૂપ-નિશ્ચયરમણતારૂપ–ટકવારૂપ વર્તે છે, અથવા ત્રિકાળ ધ્રુવ જે આત્મતત્ત્વ તેની સાથે એકત્વગતપણે વર્તે છે-નિશ્ચય રત્નત્રયરૂપ પરિણતિથી વર્તે છે ત્યારે તે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત હોવાથી સ્વસમય એમ જાણવામાં આવે છે.
પહેલાં જે સમય કહ્યો તે દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત આત્મા સમજવો. અનાદિ દ્રવ્ય-ગુણ-પર્યાયવાળું જીવનું જ સ્વરૂપ છે તેનું સાત બોલથી વર્ણન કર્યું. એમાંથી ધ્યેયરૂપ આત્માની વાત અહીં કહે છે. દર્શનજ્ઞાન સ્વભાવે હોવારૂપ જે આત્મતત્ત્વ તેની સાથે એકત્વગતપણે વર્તે છે તે સમય છે. ધ્રુવસ્વરૂપ ભગવાન આત્મા તેની રુચિ તે સમ્યકદર્શન, તેનું જ્ઞાન તે જ્ઞાન, તેમાં સ્થિરતા તે ચારિત્ર. આવા રત્નત્રયપણે પરિણમવું તેને એકત્વગત થયો એમ કહેવામાં આવે છે. અહાહા ! રાગ વિનાનો એકલો થઈ ગયો. દયા, દાનના, રાગવિકલ્પની એકતાપણે પરિણમે અને જાણે તે પરસમય છે.
આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે છે એટલે એકપણાની શ્રદ્ધા, એકપણાનું જ્ઞાન અને એકપણામાં રમણતારૂપે વર્તે છે, ત્યારે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત હોવાથી સ્વસમય છે. પર્યાય સ્થિત થઇ છે દ્રવ્યમાં, પણ દ્રવ્ય પોતે પર્યાયમાં સ્થિત છે એમ કહ્યું છે. અહીં તો પરિણમનને સિદ્ધ કરવું છે ને? સ્વસમયના પરિણમનનું ધ્યેય તો ત્રિકાળી દ્રવ્ય છે, પણ અહીં પરિણમન બતાવીને તેને આત્મા કહેવામાં આવ્યો છે. રાગરૂપે પરિણમે તે અનાત્મા છે એમ સિદ્ધ કરવું છે.
લોકો બહારમાં રોકાઈ ગયા છે. એકેન્દ્રિયની દયા પાળવી, છ કાયના જીવોની રક્ષા કરવી, વગેરે. અરે ! આ તો તારી પોતાની દયા પાળવાની વાત ચાલે છે, બાપુ! તું જ્ઞાનદર્શનસ્વભાવનો પિંડ પરમાત્મા છો. એવું તારું ચૈતન્ય જીવન છે. નિશ્ચયથી ત્રિકાળ, એકરૂપ, શુદ્ધ, બુદ્ધ સ્વભાવ જે છે એવા પ્રાણથી જીવે તે જીવ છે. પ્રથમ
નીવો' શબ્દ છે ને? એ જીવની વ્યાખ્યા ચાલે છે. એવા શુદ્ધ જીવને અહીં ધ્યેય બનાવીને પરિણમના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com