________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
૧૬૯
વચન-કાયાના શુભયોગરૂપ પ્રવૃત્તિ હોય છે. અરહંતાદિ પંચપરમેષ્ઠીના ધ્યાનરૂપ પ્રવર્તન તથા એ રીતે પ્રવર્તનારાઓની સંગતિનો શુભભાવ હોય છે.
તથા વિશેષ જાણવા માટે શાસ્ત્રોના અભ્યાસ કરવાનો પણ ભાવ હોય છે. કળશટીકામાં ૧૩ મા કળશમાં કહ્યું છે કે –“કોઈ જાણશે કે દ્વાદશાંગજ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે. તેનું સમાધાન આમ છે કે દ્વાદશાંગજ્ઞાન પણ વિકલ્પ છે. તેમાં પણ એમ કહ્યું છે કે શુદ્ધાત્માનુભૂતિ મોક્ષમાર્ગ છે. તેથી શુદ્ધાત્માનુભૂતિ થતાં શાસ્ત્ર ભણવાની કાંઈ અટક (બંધન ) નથી.” સાંભળવાનો, વાંચવાનો, શાસ્ત્રના અભ્યાસનો, ઉપદેશ આદિનો વિકલ્પ આવે, પણ તે વડે શુદ્ધતા વધે છે એમ નથી. આ શુભભાવો આવે છે એમ પ્રવર્તવું એનો અર્થ એ કે એને યથાસ્થિત જાણવા. આઠમી ગાથામાં આવે છે કે -જ્યારે વ્યવહા૨-૫રમાર્થના માર્ગ પર સભ્યજ્ઞાનરૂપી મહારથને ચલાવનાર સારથી સમાન અન્ય કોઈ આચાર્ય અથવા તો ‘ આત્મા' શબ્દ કહેનાર પોતે જ વ્યવહા૨માર્ગમાં રહીને “દર્શન-જ્ઞાન-ચારિત્રને જે હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા છે” એમ ભેદ પાડીને સમજાવે છે. વ્યવહારમાં આવીને સમજાવે છે કે દર્શન-જ્ઞાનચારિત્રને હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા. આવો વ્યવહારનો ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે. પણ વ્યવહારનયના ઉપદેશમાં એમ ન સમજવું કે આત્મા પરદ્રવ્યની ક્રિયા કરી શકે છે. વળી એમ પણ ન સમજવું કે શુભભાવ કરવાથી આત્મા શુદ્ધતાને પામે છે. પરંતુ એમ સમજવું કે સાધકની અવસ્થામાં ભૂમિકાનુસાર આવા શુભભાવો આવ્યા વિના રહેતા નથી.
વ્યવહારનયને કંચિત્ અસત્યાર્થ કહેવામાં આવ્યો છે. ૧૧ મી ગાથામાં વ્યવહારને અભૂતાર્થ-અસત્યાર્થ કહ્યો છે ને? એ તો ગૌણ કરીને અસત્યાર્થ કહ્યો છે. શું શુભભાવ આદિ નથી? છે. અહીં અસદ્દભૂત વ્યવહારની વાત છે. તેને અસત્યાર્થ કહ્યો છે તેથી કોઈ તેને સર્વથા અસત્યાર્થ માનીને છોડી દે, શુભોપયોગરૂપ વ્યવહા૨ને જૂઠો જાણીને છોડી દે, અને શુદ્ધોપયોગની સાક્ષાત્ પ્રાપ્તિ તો થઈ નથી, તેથી તો પોતે અશુભોપયોગમાં આવી જશે, નીચે ઊતરી જશે. હિંસા, જૂઠ આદિ તથા ભોગ આદિ અશુભમાં ભ્રષ્ટ થઈ ગમે તેમ સ્વચ્છંદે પ્રવર્તશે તો નરકાદિ ગતિને અને પરંપરાએ નિગોદને પ્રાપ્ત થઈ સંસારમાં જ પરિભ્રમણ કરશે. શુદ્ધોપયોગની પ્રાપ્તિ થાય અને વ્યવહારને છોડે એ તો બરાબર છે. ખરેખર તો શુદ્ધોપયોગરૂપ વીતરાગદશા થઈ જાય ત્યાં વ્યવહાર સ્વયં છૂટી જાય છે, છોડવો પડતો નથી.
જ્યાં સુધી શુદ્ઘનયનો આશ્રય રહે છે ત્યાં સુધી પૂર્ણતાની પ્રાપ્તિ નથી એટલે કે કેવળજ્ઞાન નથી. ત્યાં સુધી વ્યવહાર આવે તે જાણેલો પ્રયોજનવાન છે. નીચલી દશામાં આવો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com