________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮
[ સમયસાર પ્રવચન છરીથી ટુકડા થાય તેને દાવું કહે છે, અને સાકરનો ગાંગડો હોય તેનો ભુકો થાય તેને ભેદાવું કહે છે.
સર્વજ્ઞને “પરમ-પુરુષ' કહેવામાં આવે છે, એમ આત્મા વસ્તુપણે “પરમ પુરુષ” છે. અંદર આનંદનો નાથ પ્રભુ સચ્ચિદાનંદ-સ્વરૂપ એ “પરમ પુરુષ” છે. સર્વજ્ઞ પરમાત્મા બાધા રહિત “નિરાબાધ' છે. સર્વજ્ઞને બાધા કેવી ? ભગવાનનો સર્વજ્ઞ ઉપયોગ-તેનો કદી નાશ થતો નથી. અલિંગ-ગ્રહણના નવમા બોલમાં આવે છે કે ઉપયોગનું કદીય પરથી હરણ થઈ શકતું નથી. એમ આત્મા વસ્તુપણે “નિરાબાધ” છે. સર્વજ્ઞ પરમેશ્વર વીતરાગ અરિહંતદેવ “સિદ્ધ' છે, એમ ભગવાન આત્મા “સિદ્ધ' સ્વરૂપ છે; “તું છો સિદ્ધસ્વરૂપ”. સર્વજ્ઞ પરમેશ્વર એ સાચા “સત્યાત્મા” છે, કેમકે પર્યાયમાં સત્યાર્થપણું પ્રગટ થઈ ગયું છે. એમ દ્રવ્ય પોતે “સત્યાત્મા', સત્યાર્થ-બૃતાર્થ ત્રિકાળ છે. આ વાત સમયસાર ગાથા અગિયારમાં આવે છે.
સર્વજ્ઞ પરમેશ્વર પર્યાય “ચિદાનંદ” છે, એમ ભગવાન આત્મા શક્તિએ ચિદાનંદ” છે. ચિદાનંદ સ્વભાવ છે તો ચિદાનંદ પર્યાય પ્રગટ થાય છે. ઈષ્ટદેવ સર્વજ્ઞ” છે. આ આત્મા પણ સ્વભાવે “સર્વજ્ઞ છે. સર્વજ્ઞ પરમેશ્વર “વીતરાગ” છે, આ આત્મા પણ “વીતરાગ' સ્વરૂપ જ છે. દ્રવ્ય સ્વરૂપથી જ વીતરાગ-સ્વરૂપ છે જેમાંથી વીતરાગ પર્યાય પ્રગટ થાય છે. સર્વજ્ઞ પરમાત્મા “અહુર્તી” એટલે સર્વને પૂજનીય છે, પર્યાયમાં બધાને પૂજવા લાયક છે. એમ ભગવાન આત્મા પણ પૂજનીયઅર્હત્ ” છે. પૂજનાર પર્યાય છે, પૂજવા યોગ્ય ભગવાન આત્મા છે.
સર્વજ્ઞ પરમેશ્વર “જિન” છે, આ આત્મા પણ “જિન સ્વરૂપ” છે. જિન સ્વરૂપ જ પોતે છે. સર્વજ્ઞ પરમેશ્વર “આત” છે, એમ આત્મા પણ નિશ્ચયથી “આમ” છે. વીતરાગ પૂર્ણ હિતને માટે માનવા લાયક છે એમ આ આત્મા પણ હિતને માટે માનવા લાયક છે. સર્વજ્ઞદેવ “ભગવાન” છે. પરમેશ્વર સાક્ષાત્ કેવળજ્ઞાની બિરાજે છે એવો જ આ આત્મા શક્તિએ “ભગવાન” છે. સર્વજ્ઞ ભગવાન “કાર્ય સમયસાર” છે, તો આત્મા પોતે “કારણ સમયસાર” છે. ઈત્યાદિ હજારો નામો કહી શકાય છે.
ભગવાન કેવળજ્ઞાન પામે ત્યાં સમોસરણમાં ઈદ્રો આવીને એક હજાર આઠ નામોથી ભગવાનની સ્તુતિ કરે છે બનારસીદાસે તથા જિનસેનસ્વામીએ પણ આદિપુરાણમાં ૧૦૦૮ નામોથી ભગવાનની સ્તુતિ કરી છે. જેટલા નામ સર્વજ્ઞ વીતરાગને કહેવામાં આવે છે એટલાં જ નામ પર્યાયથી વ્યતિરિક્ત ભગવાન દ્રવ્યસ્વભાવને કહેવામાં આવે છે. જે નામ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com