Page #1
--------------------------------------------------------------------------
________________
इतिहास 10,803
{' \
1/4 ?
નિ વેદ ન
ાસિક મહામેધવાહન રાજા ખારવેલ ઇ. સ. પૂર્વે કામાં થઇ ગયેલ છે, તેમના વખતમાં કલિંગ કેટલું હતું અને તેના પુનરૂદ્ધાર માટે એમને કેટલા શ્રમ લેવા તું પૃથક્કરણ પૂર્વક આ ગ્રંથમાં વિદ્વાન લેખક બધુ રા. ઐતિહાસિક ગ્રંથાના અભ્યાસના ફળરૂપે બતાલખી અતિહાસિક સાહિત્યમાં એમણે સારા વધારે સુધી આ રાજા ખારવેલ બૌદ્ધ ધર્મના ઉપાસક હતા, એમ કેટલાકો માનતા હતા; પરંતુ શેાધખાળખાતાના અધિકારીઓએ શિલાલેખા ઉપરથી તપાસ કરી ખારવેલ જૈન રાજા હતા તેમ સિદ્ધ કર્યુ છે. વિશેષ તેના પુરાવા તરીકે આ સભા તરફથી પ્રાચીન જૈન લેખ સગ્રહ ભાગ ૧ àા હિ'દીમાં પ્રગટ થયેલ છે, જેના લેખક ઇતિહાસવેત્તા પ`ડિતવય શ્રી જિનવિજયજી છે.
આ ગ્રંથમાં ભાઇ સુશીલે જાણવા જેવી કેટલીક વિશેષ હકીકતે! આપેલી છે, તેથી જ આ લધુ ગ્રંથ હાવા છતાં ઐતિહાસિક સાહિત્યમાં અતિઉપયેાગી ગણાશે, એવી ઉમેદ છે. મહારાજા ખારવેલ જૈન હાવા ઉપરાંત કેવા સયેગામાં એમને દિવિજય કરવા બહાર આવવું પડયું, તેના ઐતિહાસિક પ્રમાણા આપી લેખક મહાશયે જૈન ઇતિહાસ ઉપર એવું અજવાળું પાડયું છે કે હિં દનેા ઇંતિહાસ લખનારને એક પ્રામાણિક-પ્રાચીન સાધન અમુક અંશે આથી ઉપલબ્ધ થયું છે.
રા. સુશીલભાઇની વિદ્વત્તા માટે એ મત છે જ નહિ. ઉપરનાં કારણેાથી અમારા માનવંતા ગ્રાહકેને ભેટ તરીકે આ ગ્રંથ આપવાને નિ ય કર્યાં છે. અમારા ગ્રાહકોને મનનપૂર્વક વાંચવા ભલામણ કરીએ છીએ.
-પ્રકાશક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
વિ જ ય દર્શન
S
૩૪
વિષય ભૂમિકા શિલાલેખનું વિવરણ: મૂળ-પ્રાકૃત શિલાલેખ » સંસ્કૃત છાયા » ગુજરાતી અનુવાદ: આમુખ બિંબિસારે મગધ-સામ્રાજ્યનું બી રોપ્યું. કલિંગને ભાગેલિક પરિચય મહાભારતના યુગમાં નંદયુગ
••• ચંદ્રગુપ્ત મૌર્ય ... કલિંગયુદ્ધથી અમંગળ આરંભાયું.. કલિંગ: કાચો પારો .... અશેકનું પૂર્વજીવન .. રાજાશ્રયનું પરિણામ ... કાં ભિખુ, કાં રાજકુંવર, કાં પાગલ સમ્રાટ સંપ્રતિ ... જીર્ણોધાર નહિં જોઈએ .... તામસિકતાનું છેદન યુવીર ધમવીર ભિખરાજ પટરાણી ધુસી . ••• દ્વાદશાંગીરક્ષક .. દેશની સ્વાધીનતા એ જ જીવનવ્રત.. करकंडू कलिगेषु કલિંગની રાજનૈતિક સ્થિતિ દેશસ્થિતિ .. ધર્મ અને સંસ્કૃતિ
૩૯
૪૪
૪૯
૫૫
૭૫
૯૧
૧૦૨
૧૧૨
૧૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
ભૂમિકા
પુરાતત્ત્વ અને પ્રાચીન ઇતિહાસના પંડિત ને અભ્યાસીઓ સિવાય, કલિંગ-ચક્રવતી મહામેઘવાહન મહારાજા ખારવેલનું નામ પણ બહુ ઓછા જણે સાંભળ્યું હશે. ભિખુરાજ ખારવેલ, જૈનધર્મના મહાન આશ્રયદાતા અને પ્રભાવક હતા. પણ જૈન સમાજમાં એ સમ્રાટ સંપ્રતિ કે ગુર્જરનરેશ કુમારપાળ જેટલી, મહારાજા ખારવેલની પ્રસિદ્ધિ નથી. પ્રાચીન સાહિત્યમાં કે શાસ્ત્રમંથમાં એમને નામોલ્લેખ પણ નથી. માત્ર હાથીગુફાવાળા શિલાલેખને અચાનક જ, લગભગ બે હજાર કરતાં પણ વધારે વર્ષને અંતે વાચા ફુટી અને મગધના શિથિલજુલ્મી સામ્રાજ્યને અંત આણનાર, બાહુબળે કલિંગ-સામ્રાજય ખડું કરનાર કલિંગ-ચક્રવર્તી ખારવેલની કીર્તિના બે ચાર સ્વર સંભળાયા.
હાથીગુફાવાળો શીલાલેખ પ્રથમ કયારે મળી આવ્યો અને એને અર્થ બેકારવામાં વિદ્વાનોને કેટલી મુશીબતે પડી તેમ ઈતિહાસના પ્રદેશમાં કેટલે ન પ્રકાશ પડે એ બધું શ્રી કાશિપ્રસાદ જય વાલના આ છેડે આપેલા એક લેખ ઉપરથી કઈક સમજાશે.
ઇતિહાસ કે પુરાતત્ત્વના પ્રદેશમાં કંઇ નવી શેધ કરવાને મેં દા નથી કર્યો. ખરું જોતાં તે પુરાતત્ત્વવેત્તાઓએ જે ચીલો મહામહેનતે તૈયાર કર્યો છે તે રસ્તેજ હું ચાલ્યો છું. પ્રાચીન ઇતિહાસના પટ ઉપર કલિંગ અને કલિંગાધિપતિનાં ચિત્રો યથામતિ દરવાજ મેં માત્ર પ્રયત્ન કર્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
મૌર્ય સમ્રાટ અશોકે કલિંગમાં ગુજારેલા સીતમની વાત ઈતિહાસના અભ્યાસીઓ જાણે છે. અશોકે પિતે જ કલિંગના સર્વનાશની વિગતે આપી છે. યુદ્ધો તે યુગેયુગમાં ઘણું લડાયાં છે. પણ કલિંગયુદ્ધ જે રાજકારણી યુગક્રાંતિની હવા વહાવી તેને લીધે ઇતિહાસમાં એક સીમાચિન્હ તરિકે ઓળખાવાનું સૌભાગ્ય તે મેળવી શકયું છે. મૌર્ય સામ્રાજ્ય, કલિંગવિજયના પાપથી નબળું બન્યું. સ્થિરતા અને સંકુચિતતાની દીવાલોમાં જેટલું સુખશીલ તેટલું જ એ શિથિલ થઇ ગયું. કલિંગ જે કે પાયમાલ થયું, પણ એ પાયમાલી તે ઉપરછલી હતી. પરાજયની રાખ નીચે કલિંગના અંતરમાં અસ્મિતા અને સ્વાતંત્ર્યપ્રેમના અંગાર ધીખતા હતા. એમાંથી જ કલિંગ–સામ્રાજ્યની, જતે દિવસે, ભારતવ્યાપી જવાળા પ્રકટી.
શહીદોની સમર્પણતા એ સર્વનાશ નથીઃ કલિંગયુદ્ધ એ અર્થગંભીર સંદેશ પ્ર . લાખ કલિંગવાસીઓ અશોકના સૈન્ય સાથે ઝૂઝતા ઘવાયા-ભરાયા અને છેક આશ્રયહીન બનેલાં કુટુંબોના કરૂણઆર્તનાદ સાંભળી અશક જેવા વિજેતાનું ગર્વથી ધબકતું કલેજું પણ કંપી ઉઠયું. આ દારૂણ યુદ્ધની હદયવિદારક અસર કલિંગના મોટા મહેલથી માંડી ઝુંપડીઓ સુધીમાં વ્યાપી ગઈ.
બહારની એ વિષાદછાયાને બાદ કરીને આજે જોઈએ છીએ તે કલિંગના એ પરાભવમાં આત્મ સમપર્ણતાને પ્રચ્છન્ન વિજય સમાએલો દેખાય છે. કલિંગની ખપી જવાની સામી છાતીની શહીદીએ કલિગના આત્માને જડતાની ઊંઘમાં પડતે બચાવી લીધો. અશે કે જે એવી ગણતરી કરી રાખી હતી કે આવી મેટી કતલ પછી કલિંગ કોઇ દિવસ પાછું ઉભું જ નહિ થાય તે ધારણું બેટી પડી. કલિંગ પિતાની ખુવારી જોઇને હતાશ કે નિર્વીર્ય ન બન્યુ. ભિખુરાજ ખારવેલના સમયમાં એ પુનઃ ખડું થયું. રાષ્ટ્રની ખાતર મરી ખૂટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
: ૫ :
નારાઓના આત્મબલિમાંથી કેવી છુપી તાકાતને પ્રવાહ ધસે છે તે જે કે અશક પિતે તે જોવા ન રહ્યો પણ એના વંશજોએ મૌર્ય સામ્રાજ્યના ભાગે એને પર મેળવ્યા.
કલિંગરાજ ખારવેલ માત્ર ધાર્મિક કે યુદ્ધવીર જ નહતા–એ જેટલો રસ અને ઉત્સવને ઉપાસક હતિ તેટલે જ રાષ્ટ્રીયતાને પણ અનન્ય આરાધક હતા. જેમણે નવાં સામ્રાજ્ય સ્થાપ્યાં, સબળ ધર્મસંપ્રદાયોને આશ્રય આપ્યા અને વિશેષમાં ઉત્તરાપથ અને દ્વીપાંતરમાં દિગવિજય ફરકાવ્યા તે બધા સમ્રાટે કરતાં આ ભિખુરાજ ખારવેલનું જીવન અનેક અંશે જુદું તરી આવતું જણાય છે.
પહેલી વાત તો એ છે કે એને પિતાના કચરાયેલા-છુંદાયેલા ઉઘાન જેવા નિપ્રાણ બનેલા પ્રાંતને ઉદ્ધાર કરવાનું હતું. સાધનહીને વૃદ્ધ પિતાના એ પુત્ર પાસે અંતરની ધગશ સિવાય બીજી કોઈ સ્કૂલ સંપત્તિ નહતી. અશોકના કલિંગવિજય પછી કલિંગને ફરી જાગૃત કરવાનું કામ મૃતદેહમાં નવી સંછવિની પૂરવા જેવું કઠિન હતું. કળથી અને બળથી કલિંગરાજે કામ લીધું. કલિંગના શિખરે ઉપર સામ્રાજ્યસત્તાને વાવટો ફરકાવવાનું વ્રત એણે જીવના જોખમે પણ પાળ્યું અને ઉજવ્યું !
ખારવેલનું બીજું નામ ભિખુરાજ છે. અંતરથી તે એ ભિખુ અર્થાત ત્યાગી અને સંયમી હતો એના ત્યાગ અને અને સંયમની સપાટી નીચે રસોલ્લાસ લહેરાત, ત્યાગ અને ઉલ્લાસની તાકાતે કલિંગની પ્રજાને નવજીવન અયું.
એક રાષ્ટ્રવીર તરીકે, પાયમાલ બનેલા પ્રાંતના પુનરુદ્ધારક તરીકે અને રસ તથા સંયમને પ્રમાણસર સમન્વય કરી જાણનાર એક રાજાધિરાજ તરીકે પણ ખારવેલ સંસ્મરણીય અને વંદનીય બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
નથી આ નર્યો ઈતિહાસ કે નથી નવું જીવનચરિત્ર. મૂળ હકીકતને, એટલે કે પ્રાયઃ નિર્વિવાદ મનાયેલી ઐતિહાસિક વિગતને વફાદાર રહીને ચરિત્ર અને ઇતિહાસનું મધ્યવર્તી આ સંકલન કર્યું છે. પણ વસ્તુત: અ સંકલન પણ નથી રહ્યું. વચ્ચે-વચ્ચે કલ્પનાવિહારને પણ આશ્રય લીધો છે. એટલે એને શું કહેવું એવી કોઈ ભાંજગડમાં પડવા કરતાં વાડ્મયના પ્રવાહમાં આ ફૂલ-પાંખડી વહેતી મૂકી દેવી એ જ ઠીક છે.
શ્રી હેમચંદ્ર રાયચૌધરીના “પેલીટીકલ હિસ્ટરી ઓફ ઈન્ડીઆ” ના પુસ્તકવાંચનમાંથી આ વિષયની પ્રથમ પ્રેરણા મળી અને તે પછી મૌર્ય સામ્રાજ્યને ઈતિહાસ (શ્રી સત્યકેતુ વિદ્યાલંકાર), પ્રાચીન જૈન લેખ સંગ્રહ (મુનિ જિનવિજય), વીર સંવત નિર્ણય અને જૈન કાલગણના (મુનિ કલ્યાણુવિજય), અને શ્રી કાશીપ્રસાદના કલિંગ ચકવર્તી ખારવેલ તથા પંડિત ગંગાધર સામત શર્મા-કવિબાળના પ્રાચીન કલિંગ-યા ખારવેલ વિગેરે ગ્રંથના આધાર લીધા છે. એટલે કે એ ગ્રંથ-લેખક મહાશયને પણ હું જાણું છું.
સુશીલ
R
//
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
કલિંગ-ચક્રવતી મહારાજા ખારવેલ
(શિલાલેખનું વિવરણ) [લે સ્વ વિદ્યામહોદધિશ્રીકાશપ્રસાદ જાયસ્વાલ એમ.એ.]
હિંદ-ઈતિહાસને પુનરૂદ્ધાર એક આશ્ચર્યજનક વસ્તુ છે. ગુપ્ત રાજાઓની વિગતે કોણ જાણતું હતું ? રાંદ્રગુપ્ત મૌર્યની કીરિ વિશાખાદત્તના સમય સુધી અને શું ભારતેશ્વરેની કહાણી કાલિદાસના સમય સુધી જીવંત રહી શકી, પણ એ પછીના ગ્રંથો દ્વારા આપણે આજે એમને ઓળખતા થયા છીએ. પરંતુ સમુદ્રગુપ્ત, કર્ણ કલચૂરી અને ખાલ–કે જે ચંદ્રગુપ્ત મૌર્ય તથા નેપોલીયન કરતાં જરા ય એ છે કે ઉતરતો ન હતો, એટલું જ નહિ બલકે એમના કરતાં કઈ કઈ અંશે ચડીયાતું હતું, તેનું નામ-નિશાન પણ આપણા ગ્રંથભંડારમાં નથી. એનો ઈતિહાસ, એના વખતમાં લખાયેલા સમસામયિક લેખ, પત્થર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
યા તે તામ્રપત્ર ઉપર અંકાયેલી પ્રશસ્તિઓ અથવા તે ચરિત્ર ઉપરથી જ તારવી શકાય છે. શિલાલેખ અને દાનપત્ર ઉપરથી ઈતિહાસના અંશે એકઠા કરવા એ પુરાતત્ત્વસંશોધકેની પુરાણી પરંપરા છે. રાજતરંગિણિકાર કલ્હણે કાશ્મીરનો ઈતિહાસ રચવામાં આજ સાધનને ઉપયોગ કર્યો હતે. કહણ પિતે એ વાત કબૂલ કરે છે. જૂના હિંદુ રાજાઓ અને જૂના પંડિત એ પરંપરાના પૂરા જાણકાર હોવા જોઈએ. એમ ન હોય તે ભૂમિદાન, કુંભદાન જેવા બહુ સામાન્ય અવસરે તેઓ લાંબા લાંબા ચરિત્રે તથા રાજવહીવટની વિગત શા સારૂ વર્ણવે ? મંદિરના શિખરે નીચે અથવા અસ્થિઓની સાથે સ્તૂપના તળીયે લેખને ભંડારી દેવાનું એમને કેમ સૂઝે? ઈતિહાસને લાંબી જિંદગી આપવાની એ એક કરામત હતી. અશેક તે સ્પષ્ટ શબ્દમાં કબૂલ કરે છે કે “દીર્ધાયુષી બનાવવા” “ ચિરસ્થિતિને સારૂ ” લેખેને પત્થર ઉપર કેતરાવ્યા છે.
શિલાલેખ વિગેરેમાં, તેઓ વૃતાંત તથા ચરિત્રોને લગભગ ઈતિહાસ-દષ્ટિએ આલેખતા. જેની તેમ નવી વાતને ટુંકામાં, કાવ્યરૂપે નહીં, તસ્વરૂપે, કહી નાખતા. 3. ફલીટ, આપણા શિલાલેખ-તામ્રલેખ વિગેરેનું આ વ. લેકન કરીને અભિપ્રાય આપે છે કે જૂના જમાનાના હિંદુઓમાં પણ ઈતિહાસ લખવાની કુશળતા હતી એમ આથી પુરવાર થાય છે. પૌરાણિક વાતે તથા કાવ્યવર્ણને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
: ૩ :
કરતાં આવા લેખની શૈલી કંઈક અને ખી છે. એ લેખોની રૂઢી અને પદ્ધત્તિ દસ્તાવેજી હોય છે. એમાં તેઓ પુરૂં નામ, ઠેકાણું તે આપે છે જ પણ પૂર્વજોની વંશાવળી, મિતિ, વાર, સંવત અને સાથે સાથે નાનાં-મોટાં કારણેની કેફીયત પણ રજૂ કરે છે.
આવા જેટલા જેટલા લેખો આજ સુધીમાં અહીં મળ્યા છે તેમાં કલિંગના ચક્રવર્તી રાજા ખારવેલને લેખ, જે હાથીગુંફા–લેખના નામથી પ્રસિદ્ધ છે, તે અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. મોના નાના નાના લેખને એક બાજુ રાખી મૂકીએ તે માત્ર મહારાજા અશકનો “ધર્મલિપિ ” શિલાલેખ એના કરતાં જૂને છે, છતાં ઐતિહાસિક ઘટનાએ અને જીવનચરિત્રને પત્થરના કલેવર ઉપર કેરી કાઢનારે, ભારતવર્ષનો આ સૌથી જૂને-પહેલવહેલો શિલાલેખ છે.
એરીસા( ઉત્કલ)ના ભુવનેશ્વર તીર્થ નજીક ખંડગિરિ, ઉદયગિરિ પર્વત ઉપરની એક પહોળી ગુફાને મથાળે તે લેખ કોતરાવે છે. પહાડને ચીરીને ઓસરીવાળા કેટલાક મકાને, જૈન મંદિર તથા જૈન સાધુઓને માટે મઠ જેવા ગુફા-ગૃહે અહીં પ્રાચીન કાળમાં બનેલા છે. પહાડમાંથી કેરી કાઢેલો એ જ એક મહેલ પણ છે. એ મકાને પિકીના કેટલાક ઉપર વિક્રમ સંવતના આરંભ પહેલાં ૨૦૦ વર્ષે લખાએલા લેખે છેઃ એ લેખો સંસ્કૃત
અક્ષર–જેને બ્રાહ્મી લિપિ કહેવામાં આવે છે તેમાં પ્રાકૃત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
:
ભાષાની અંદર કારેલા છે. એ સોને ‘શુક્ા ’અર્થાત્ શુક્કા જ કહેવામાં આવે છે. આવી એક, બે માળવાળી ગુફા, ( ખરૂં જોતાં તે મકાન ) ખારવેલની પટરાણીએ અનાવરાવી છે. અને એ લાકા “ પ્રાસાદ ”ના નામથી આળખતા. મહારાણીએ એ ગુફા “ સરમણુાં ”-( શ્રમણા ને માટે બનાવરાવી હતી. એમાં રાણીના માપનું નામ છે તેમ પતિ ખારવેલનુ નામ પણ છે. ખારવેલને એ લેખમાં “ કલિંગ ચક્રવર્તી ' કહ્યો છે. હાથીગુ'કાવાળા લેખમાં જે ઇતિહાસ આવ્યેા છે તે જોતાં તેા મહારાજા ખારવેલ ખરેખર ચક્રવર્તી જ હતા એમ સિદ્ધ થાય છે. એથી જ તે મે અંગ્રેજીમાં એને Emperor કહ્યો છે. પુરાવિદ્ડા. વિન્સેટ સ્મિથે પણ એ વાત મજુર રાખી છે.
હાથીશુક્ા નામ તે આધુનિક છે. એ શુક્ા કારીગરીવાળી હાવા છતાં કઢંગી લાગે છે. ઘણું કરીને ખારવેલ પહેલાં એ હશે, અને કાઇ પણ કારણે લેાકેામાં ખ્યાતિ તેમજ પ્રતિષ્ઠા મેળવી ચૂકી હશે, તેથી ખારવેલે એની ઉપર આ લાંખે!–પહાળેા લેખ ખેાદાવ્યા હશે. એ લેખ ઘણું ઠેકાણે ઘસાઇ ગયેા છે. કેટલીક પક્તિઓના આરભના ખાર અક્ષર, પત્થરની પેાપડી સાથે ઉખડી ગયા છે. સતત પાણીના મારાને લીધે કેટલેક ઠેકાણે અક્ષરા ઊડી જવા પામ્યા છે. કાઇકા અક્ષરના ઘાટ, ઘસારાને અંગે એવા બદલાઈ ગયા છે કે વાચકને ભ્રમ થયા વિના ના રહે. ટાંકણાથી કાતરેલા ભાગ કેટલા છે અને પાણી તથા ખીજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
કારણે ઘસાયેલો ભાગ કેટલું છે તે કળી શકાતું નથી. કાળ પત્થરને પણ ખાઈ ગયું છે અને એને લીધે મોટી ભ્રમજાળ ઊભી થવા પામી છે. અવતારી પુરૂષોની કીત્તિ પણ જાણે કે કાળથી સાંખી શકાતી નથી ! ખારવેલના ઈતિહાસની પણ એવી જ અવદશા થઈ છે. આશ્ચર્ય અને આનંદની વાત તો એટલી જ છે કે બબ્બે હજાર વર્ષ પછી પણ ગમે તેમ કરીને એ શિલા ટકી રહી છે અને સરસ્વતીના ઉપાસકેની તનતોડ મહેનતને પ્રતાપે એ પત્થરના મુંગાં વેણુ પણ કંઈક સમજાયાં છે- સદા મૌન રહેવાના સ્વભાવવાળ કાળ-બ્રહ્મ પણ બે શબ્દ બોલી નાખે છે.
ઇતિહાસ સંશોધકને ઓછામાંઓછાં ૧૦૦ વર્ષ થયાં આ લેખની ખબર હતી. પણ ઈ. સ. ૧૯૧૭ પહેલાં એ લેખ પૂરો વાંચી શકાતે નહીં. પાદરી અલીંગે સન ૧૮૨૫ માં એની ચર્ચા છેડી. પ્રિસેપ, જેણે પહેલવહેલા બ્રાહ્મી અક્ષરો એક સિક્કાની સહાયથી, (જે સીક્કાની ઉપર ગ્રીક અથવા ચૂનાની અને બ્રાહ્મી અક્ષરમાં છપાયેલાં નામ હતાં ) વાંચ્યા હતા તેણે આ લેખ અગડંબગડે ઊકે અને એ
જ અર્થ પણ બેસાર્યો. તે પછી ડાકટર રાજા રાજેદ્રલાલે ૧૮૮૦ માં બીજી વાર પાઠ તથા તેને અર્થ છપાવ્યા, અત્યાર સુધી રાજાનું નામ પણ પુરૂં ઊકેલી શકાયું નહોતું. જનરલ કનિંગહામે ખૂબ મહેનત કરીને, સન ૧૮૭૭ માં, એક પાઠ તૈયાર કર્યો. પણ એમાં એને સફળતા ન લાધી. સન ૧૮૮૫ માં ડાકટર પંડિત ભગવાનલાલ ઇંદ્રજીએ પહેલવહેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
વાર એક એ પાઠ પ્રકાશિત કર્યો કે જેથી લોકોને એ લેખનું મહત્વ ડુંઘણું સમજાયું. અત્યારલગી એ લેખની એકે પ્રતિકૃતિ હતી બહાર પડી. માત્ર આંખથી જોઈજોઈને એની નકલ ઉતારેલી. એ વખતે એમ મનાતું કે કાગળ દબાવવાથી એ લેખની છાપ બરાબર ન ઉઠે. લેખને ઘણો ભાગ વાંચી શકાતું નહતું અને જે વાંચી શકાતું હતું તેમાં પણ ભૂલે રહેતી. ૧૯૧૩માં, મેં મારા સાહિત્યસખા શ્રીયુત રાખાલદાસ બેનરજી પાસે એની એક પંક્તિ વંચાવી જોઈ. એ સંબંધી ચર્ચા પણ મેં મારા એક રાજ્યકાળ નિર્ણય સંબંધી લેખમાં કરી. આ ચર્ચા વાંચી પ્રસિદ્ધ ઇતિહાસશાસ્ત્રી વિમેંટ મિથે મને પૂરેપૂરો લેખ વાંચી જવા તથા છાપવા ભલામણ કરી. બેનરજી સાહેબને પણ એમણે એ મતલબને બીજે એક પત્ર લખે પટણા આવ્યા પછી, અને પટણામાં એક અનુસંધાન સમિતિ નીમાયા પછી મેં બિહારના લાટ સાહેબ સર એડવર્ડ ગેટને કહ્યું કે “ હાથીગુફાવાળા લેખની છાપ, ગમે તેમ કરીને પણ મેળવવી જોઈએ. ” સર એડવર્ડના લખવાથી પુરાતત્ત્વવિભાગના પંડિત રાખાલદાસ બેનરજી ખંડગિરિ ગયા. એમણે પોતે, મારા એક શિષ્ય ચિ. ડૉ. કાલિદાસ નાગની મદદથી બે છાપ ઘણું મહેનતે તૈયાર કરી. બેમાંથી એક મને મોકલી અને બીજી ડા. ટમ્સ( લંડન )ને રવાના કરી. કેટલાય મહિનાના રાતદિવસના એકધારા પ્રયત્ન, ચિંતન અને મનનને અંતે મેં એ લેખને પાઠ અને અર્થ બેસાડી, બિહાર-એરીસાની રીસર્ચ સોસાઈટી તરફથી પ્રકટ થતી પત્રિકામાં ૧૯૧૭માં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
: C:
પ્રકટ કર્યાં. છાપના પ્લેટ ચિત્ર પણ પ્રસિદ્ધ કર્યો.. એ પહેલાં એના છાપચિત્ર કાંઈ બહાર ન્હાતાં આવ્યાં. યુરેાપના ઐતિહાસિક પડિતાએ તથા પ્રેાફેસર જૈનમેન-અમેરિકાવાળાએ અને રાય હીરાલાલ બહાદુરે, શિલાલેખના પાઠ તથા વ્યાખ્યા વિષે ખૂબ ચર્ચા કરી મારા પ્રયત્ન ઉપર પ્રતિષ્ઠાની મહેાર આંકી દીધી. તે દરમિયાન, એક જ વર્ષોંની અંદર, મે' પોતે ખ’ગિરિ જઇને, પહાડી-ગુફા ઉપર પાલખ આંધીને, નીરાંતે બેસીને લેખના અક્ષરે અક્ષર ફરી વાર વાંચ્ચા અને બીજી વાર સુધારા-વધારા સાથે, સંસ્કૃત-છાપ સહિત, સ ંશોધિત કરેલા પાઠ, બિહાર-એરીસાની પત્રિકામાંચેાથા પુસ્તકમાં, પ્રકાશિત કર્યાં એટલુ છતાં શકાએ તે રહી જ હતી. એ શકાઓ દૂર કરવા, આખા લેખનું એક મીષુ' ( Cast ) વિલાયતી માટી ( Plaster of Paris )માં ઢાળવા મે સરકારને અરજ કરી. મીજી તૈયાર થાય તા હૈઠે હૈયે પાઠ વાંચી શકાય. આવું બીબું તૈયાર થાય તે પહેલાં, મને લાગ્યુ કે, ખીન્ને કોઇ લિપિના જાણકાર, પહાડ ઉપર ચડીને, મારા નવા પાઠને એક વાર સરખાવી જોવે તા બહુ ઠીક થાય. મારી છાપમાં ઘણા અક્ષરશ નહાતા આવી શકયા.
મારી અરજ સરકારે સાંભળી. શ્રી રાખાલદાસ બેનરજી, જેઓ ભારતના સર્વશ્રેષ્ઠ સરકારી લિપિજ્ઞ તરીકે પંકાયેલા હતા તેમને ખંડિગિર જવાના હુકમ થયા. સન ૧૯૧૯ માં અમે બન્ને જણા ત્યાં પહોંચ્યા. બન્નેએ મળીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
: ૮ :
પાઠ ફરી એક વાર તપાસી છે. આ વખતે મને ખારલના સમકાલીન એક યુનાની રાજાને નામે લેખ મળી આવે. આ બધી ધમાલ દરમિયાન, મેં જે માટીનું બીબું માગ્યું હતું તે પણ મળી ગયું. અને તેની સાથે કાગળ ઉપર આંકેલી થી છાપ સુદ્ધાં આવી ગઈ.
૧૯૨૪ માં મેં અને શ્રી રાખાલદાસે સાથે મળીને, ઉપરોક્ત છાપ સાથે અમારો પાઠ સરખાવી છે. જ્યાં
જ્યાં મતભેદ હતા તેનું પણ સમાધાન કરી લીધું. આ મહેનતનું પરિણામ, બીજા કેટલાંક કામકાજને અંગે, તરતમાં પ્રસિદ્ધ ન થઈ શકયું.
૧૯૨૭ માં એ પ્રકટ કરતાં પહેલાં બીબાની અને કાગજી છાપની ફરી પુનરાવૃત્તિ કરી ઈ. ૧૯૬૭ ના વસેંબર મહિનામાં એ પાઠ બિહારની પત્રિકામાં છપાવ્યું. છાપનું ચિત્ર પણ પ્રકટ કર્યું. એ રીતે ૧૦ વર્ષ પછી એ કામ માંડમાંડ પૂરું થઈ શકયું.
પં. નાથુરામ, મુનિ જિનવિજયજી વિગેરે જૈન પંડિતએ એવી સૂચના કરી કે આ લેખ તથા તેની વ્યાખ્યા મારે હિંદીમાં છપાવવી જોઈએ. કોઈકે વિશ્વવિદ્યાલયમાં, આ શિલાલેખવાળે મારો પાઠ, શિલાલેખ શીખવવાના પાઠ્યક્રમમાં સ્વીકારાયો હતો, તેથી જેને પંડિતની આજ્ઞા માથે ચડાવીને, તેમજ વિદ્યાર્થીઓને સરળતા મળે એવા હેતુથી કાશીની નાગરીપ્રચારિણું સભાની પત્રિકા માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
એક લેખ તૈયાર કર્યો. જેન તથા બીજા વિદ્વાને મારી ભૂલ સુધારશે અને મને સૂચના આપશે એવી મેં ઉમેદ રાખી.
શિલાલેખને ઊકેલ બહુ કઠિન વસ્તુ છે. પત્થર ઘસાઈ જવાથી, કાળના પ્રહારોને ભેગ બનવાથી કઠણાઈ પારવગરની વધી પડી છે. કેઈ પણ પ્રકારે મૂળ હકીકત ઉપર પ્રકાશ પડ જોઈએ. એ જ મારી એક માત્ર આકાંક્ષા છે.
શિલાલેખનું મહત્ત્વ : એમાંની મુખ્ય મુખ્ય હકીકત
આ શિલાલેખ એટલે બધે મહત્વનું છે કે વિનસેંટ મીથે, ભારતવર્ષને જે ઈતિહાસ લખ્યું હતું તેમાં સંપાદકને લખવું પડ્યું કે આ લેખ બહાર આવ્યા પછી એ ગ્રંથનું નવું સંસ્કરણ કરવું પડ્યું.
આજ પર્યત મળી આવેલા શિલાલેખમાં આ લેખ જૈન ધર્મના સંબંધમાં સૌથી પ્રાચીન છે. આ લેખ ઉપરથી આપણે એટલું જાણી શકીએ છીએ કે પાટલીપુત્રને નંદના સમયમાં ઉત્કલ અથવા કલિંગ દેશમાં વજન ધર્મને પ્રચાર હતું અને જિનની મૂત્તિઓ પૂજાતી હતી. કલિંગ-જિન નામની મૂત્તિ નંદરાજા ઓરીસામાંથી ઉપાડી ગયા હતા. ત્યારબાદ જ્યારે ખારવેલે મગધ ઉપર ચડાઈ કરી ત્યારે-સૈકાઓ વીત્યા પછી, એને બદલે લીધે–જિનભૂત્તિ પાછી કલિંગમાં આવી. અંગ-મગધની રાજસદ્ધિ પણ તેણે ઘણીખરી કલિંગભેગી કરી વાળી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
નંદે તે મગધમાં ઘણું થયા છે. એક નદે પિતાને સંવત્ ચલાવ્યું હતું. અલબેરૂનીએ ઈ. સ. ૧૦૩૦ની આસપાસ એ સંવત્ મથુરામાં ચાલતે સાંભળ્યો હતો. એક શિલાલેખમાં, ચાલુકય વિક્રમાદિત્ય છઠ્ઠાએ ઈ. સ. ૧૯૭૦ માં નંદસંવનો ઉલ્લેખ કર્યો છે. વિક્રમ સંવતમાં ૪૦૦ ઉમેરવાથી નંદ સંવત્ નીકળી આવે છે. મહાપદ્ય-મહાનંદ વિગેરે પહેલાં જે નંદવર્ધન નામને પહેલે નંદ થયે તેને જ સમય એથી સૂચવાય છે. ખારવેલના આ લેખમાં પણ નંદસંવત વ્યવહરાયે છે.
નંદ સંવના ૧૦૩જા વર્ષમાં એક નહેર ખોદાયાનું એમાં કહ્યું છે. આ નહેરને વધુ આગળ ખેદાવી ખારવેલે કલિંગની રાજધાની સુધી પહોંચાડી દીધી હતી. જેના નામને સંવત પ્રવર્તે એ નંદરાજ, ખારવેલના લેખને નંદરાજ છે એ સહેજે સમજી શકાય છે. બે ઠેકાણે એને ઈશારે મળે છે : એક તે સંવતના વિષયમાં અને બીજી વાર કલિંગ-જિનની મૂર્તિને મગધમાં ઉઠાવી ગયે તે અંગે. નંદરાજા પણ જૈન હોય એમ લાગે છે. નહીંતર એ જિન-મૂર્તિ કેમ લઈ જાય ?
ઈ. સ. પૂર્વે ૪૫૮ વર્ષ પહેલાના સમયમાં–વિકમ સંવત્ ૪૦૦ વર્ષ પૂર્વે રીસામાં જૈન ધર્મને એટલે બધે પ્રચાર હતું કે ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ ૭૫ વર્ષ બાદ ત્યાં જિનમૂર્તિને પ્રચાર થઈ ગયે. જેને સૂત્રમાં લખ્યું છે કે અમારા ભગવાન મહાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
કચ્છઃ
વીરસ્વામી એરીસામાં વિહર્યા હતા. ભગવાન મહાવીરના પિતાના એક મિત્ર ત્યાં રાજ્ય કરતા હોવાનું પણ કહ્યું છે.
આ શિલાલેખમાં પણ કહ્યું છે કે કુમારી પવતઅંડગિરિ ઉપર, જ્યાં આ લેખ છે ત્યાં ધર્મવિજયનું ચક પ્રવર્યું હતું. એને અર્થ એ છે કે ભગવાન મહાવીરે પતે ત્યાં ધર્મને ઉપદેશ કર્યો હતે, અથવા તે એમની પહેલાં કોઈ એક તીર્થકરે એ પ્રચાર કર્યો હશે. એ જ પર્વત ઉપર એક કાયનિષીદી-અર્થાત્ જૈન સ્તૂપ હતઃ જે સ્તૂપની અંદર કેઈ એક અહંતનાં અસ્થિ દાટ્યાં હતાં.
આ પર્વત ઉપર અનેક ગુફાઓ અને મંદિરે છેઃ પાર્શ્વનાથનાં ચિન્હ અને એમની પાદુકાઓ પણ છે. બ્રાહ્મી અક્ષરોમાં કોતરેલા કેટલાક લેખ, ખારવેલ અથવા તે એના પહેલાના સમયના છે. જૈન સાધુઓ ત્યાં રહેતા એ હકીકતને એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. આથી આટલું તે બરાબર સિદ્ધ થાય છે કે આ સ્થાન એક જૈન તીર્થ છે અને તે પણ બહુ પુરાતન છે. મરાઠાઓના રાજકાળમાં પણ જૈનોએ અહીં એક નવું મંદિર બંધાવ્યું હતું. યાત્રિકેએ નિર્માવેલા ઘણાખરા નાના નાના રતૂપ યા તે ચૈત્ય અહીં એક ઠેકાણે આવેલાં છે–જેને લેકે દેવસભા કહે છે.
ખારવેલે મગધ ઉપર બે વાર આક્રમણ કર્યું. એક વાર ગેરખગિરિને પહાદ્ધ કીલેં–જે આજે “બરાબરને પહાડ કહેવાય છે તે સર કર્યો અને રાજગૃહને ઘેરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
: ૨૨ :
તામાં પણ છે
કે પટણા(૩
લીધું. એ જ વખતે યવન રાજા દિમિત પટણું અથવા ગયાની તરફ માર માર કરતે ધસી આવતું હતું. ખાર. વેલની લડાયક તાકાતની વાત એના સાંભળવામાં આવી અને ત્યાંથી તે પાછે પગલે નાઠો. મથુરા પણ બચી ગયું. બીજી વાર ખારવેલે મગધરાજ બહસ્પતિમિત્રને પોતાના પગ પાસે નમાવ્યું. આ વખતે તે પાટલીપુત્રના સુગાંગેય મહેલ સુધી, હાથીઓની સવારી સાથે પહોંચી ગયો હતે.
યવનરાજની ચઢાઈ વાળી વાત પતંજલીએ પણ કહી છે; “ મળત્ યવન: સાત' અને ગાગ સંહિતામાં પણ લખ્યું છે કે દુષ્ટ, ભયંકર યવન મથુરા-સાથેતને સર કરતે થકે પટણા (કુસુમવુજ ) તરફ જશે અને લોકેને થથરાવી મૂકશે. આ શિલાલેખ ઉપરથી હવે આટલું સમજાય છે કે એ યવનરાજ દિમિત ( Demitrios) જ હોવો જોઈએ. યુનાની ઈતિહાસકારે કહે છે તેમ તે હિંદુસ્તાન છેડીને બખ (બેકટ્રીકા) તરફ પાછો ચાલ્યા ગયા હતે.
આ બનાવ ઈ. સ. પૂર્વેના ૧૭૫ મા વષને છે. પતંજલિને પણ એ જ સમય છે. એ વખતે મગધનો રાજા અને પતંજલિને યજમાન પુષ્યમિત્ર હતે-“પુષ્યમિત્ર યજ્ઞામ
પુષ્યમિત્ર પછી એને પુત્ર અગ્નિમિત્ર ભારતને સમ્રાટ થયા. એને પણ અમરકેષની એક ટીકામાં ચક્રવતી તરીકે ઓળખાવ્યું છે. અગ્નિમિત્રના સિક્કા બરાબર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
યાલેખ ઉ૫
Page #19
--------------------------------------------------------------------------
________________
બહસતિમિત્રના જેવા જ રૂપ અને એવાજ ઘાટના મળે છે. બહસતિમિત્રના સિકકા, અગ્નિમિત્રના સિક્કા પહેલાના ગણાય છે. બહસતિમિત્રને સગપણુ–સંબંધ અહિછત્ર રાજાઓ સાથે હતો. આ અહિછત્ર બ્રાહ્મણ હતા એમ કેસમ-પાસાને શિલાલેખ સાબિત કરે છે. મેં પુષ્યમિત્ર (જે શુંગવંશને બ્રાહ્મણ હત) અને બહસપતિમિત્રને એક જ માન્યા છે. પુષ્ય નક્ષત્રને સ્વામી બૃહસ્પતિ છે. મારી આ માનીનતા યુરેપના કેટલાક આગળ પડતા ઐતિહાસિકોને રૂચી છે.
બહસ્પતિમિત્ર મગધને રાજા હતે એ તે નક્કી છે. આ નામ પંડિત ભગવાનલાલ ઈંદ્રજી વિગેરેએ બહપતિ સાસિન વાંચેલું. એ પણ એક નામ છે એમ એમને ન્હોતું સમજાયું.
જૈન ગ્રંથમાં લખ્યું છે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમચમાં જૈન સાધુઓ અને પંડિતની એક પરિષદુ મળી હતી અને જે જૈન આગમ (અંગ) વિચ્છિન્ન થઈ ગયા હતા તેને પુનરૂદ્ધાર કર્યો. આ ઉદ્ધાર ઘણાખરા જૈન મંજુર નથી રાખતા. આ શિલાલેખમાં લખ્યું છે કે મૌર્યકાલમાં વિચ્છિન્ન થયેલા અંગ સિકના ચોથા ભાગને ખારવેલે પુનરૂદ્ધાર કર્યો.
જેનોની તપશ્ચર્યા સંબંધી વાત પણ આ લેખમાં છે. જીવ અને દેહ સંબંધી જૈન વિજ્ઞાનની વાતને પણ એમાં ઉલ્લેખ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
ખારવેલ ચેદિ વંશને હતો. કલિંગને પ્રથમ રાજવંશ નાશ પામી ચૂક હતો. અશોકે કલિંગ જીત્યા પછી ત્યાં પોતાને એક વાઈસરોય ( ઉપરાજ, કુમાર ) નીમી દીધું હતું. પણ બૃહસ્પતિમિત્રના સમય પહેલાં થોડા વખત ઉપર એક નવ રાજવંશ સ્થાપિત થઈ ગયે હતેએ જ રાજવંશની ત્રીજી પેઢીએ નૌજુવાન અને બહાદુર ખારવેલ થયા. ચેદી વંશને ઈશારે વેદમાં છે. તે બિરાર (વિદર્ભ)માં રહેતું. ત્યાંથી છત્રિસગઢ થઈને-મહાકેશલ થઈને, કલિંગ પહોંચી ગયો હશે. ખારવેલના સમયમાં પશ્ચિમમાં સાતકર્ણ મહારાજાનો રાજઅમલ ચાલતે. શિલાલેખમાં એના વંશનું નામ સાતવાહન લખ્યું છે. પ્રાકૃત અને સંસ્કૃત ગ્રંથો એને શાલવાહન કહે છે. સાતવાહનને પ્રથમ શિલાલેખ ઈ. સ. પૂર્વે ૨૦૦ વર્ષના અક્ષરોમાં અંકાયેલા નાનાઘાટ(નાસિક પ્રદેશોમાંથી મળે છે.
ખારવેલ એક વરસ દિગવિજય માટે નીકળતા તે બીજે વર્ષે મહેલે વિગેરે બનાવરાવતા, દાન દેતા અને પ્રજાહિતનાં બીજા કામમાં તલ્લીન રહેતા. બીજી ચઢાઈમાં એમને સફળતા મળી એટલે રાજસૂય કર્યો, વર્ષભરના કરવેરા માફ કર્યા અને બીજા પણ નવા હકક પ્રજાને આપ્યા. એમની આકર્માણ કરવાની શિલી ઘણું તેજીલી હતી. સમસ્ત ભારતવર્ષમાં, ઉત્તરાપથથી લઈ પાંડથ દેશ સુધીમાં એની વિજયજયંતિ ફરકી રહી. એમની સ્ત્રીએ,
ખારવેલને એક ચક્રવર્તી તરીકે જે પરિચય કરાવ્યું છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
તે યથાર્થ છે. કલિંગ પ્રાંતની અસ્મિતા એ વખતે એની છેલ્લી સીમાએ પહોંચી ચૂકી હતી. ખારવેલની રાણીએ “કલિંગના સાધુઓ” માટે એક પ્રાસાદ કેતરાવી કાઢો હતે. પિતાના પતિને વખતેવખત એ “કલિંગચકવર્તી” જ કહે છે. પોતાની જિનમૂત્તિને પણ એ “કલિંગ-જિન” કહે છે.
આશ્ચર્યની વાત છે કે જૈન ગ્રંથમાં ચેદીરાજ ખારવેલના નામને ઈશારે સરખે પણ નથી. પુરાણોમાં કેશલના જે “મેઘ” ઉપાધિધારીઓની વાત આવે છે તે કદાચ આ “મહામેઘવાહન ” ઉપાધિવાળા ખારવેલના વંશની હોય તે ના નહિ.
હિંદુ રાજાઓના સમયમાં આજના કરતાં પણ ઘણી સારી વસતી-ગણતરી થઈ શકતી. પશુ, ગોધન, પેદાશ વિગેરેના આંકડા પણ તૈયાર જ રહેતા એમ કોટિલીય
અર્થશાસ્ત્રના આધારે સમજાય છે. મેગાસ્થનીસે પણ પ્રજાના જન્મ-મરણના આંકડા, મૌના સમયમાં તૈયાર રહેતા હોવાનું જણાવ્યું છે. પંડિત ભગવાનલાલ ઇંદ્રજી એ હકીકત હેતા જાણતા; તેથી ખારવેલના પ્રથમ રાજ્યવર્ષના અહેવાલમાં જે વસતીગણતરી આપી છે તેને અર્થ ઊકેલી શક્યા નહીં. આજના રીસા કરતાં, કલિંગ ઘણું મોટુ હતું? આંધ્ર દેશ-તેલ નદી સુધી એના સીમાડા પહોંચતા હતા. કલિંગની વસતી, ખારવેલના પહેલા વર્ષમાં ૩૫ લાખની હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
::
એ ગણતરી કેટલી ચાક્કસ હતી તે જાણવાનુ` એક સાધન આપણી પાસે છે. લગભગ ૭૫, યા ૧૦૦ વર્ષ પહેલાં અશેાકે જ્યારે કલિંગમાં કાળા કેર વતાંયે ત્યારે એક લાખ દીવાન અન્યા અને દ્દઢ લાખ ઘાયલ થયામરાયા એવી મતલબના અશાકે પેાતે જ એક શિલાલેખમાં ઉર્દુગાર કહામ્યા છે. તેા પછી કલિંગની કુલ વસતી કેટલી હાવી ોઇએ ?
જમન યુદ્ધશાસ્ત્રીઓએ હિસાબી દૃષ્ટિએ એવા નિય કર્યો છે કે કુલ વસતીમાંથી સેંકડે પંદર જણ પેાતાના દેશની સ્વતંત્રતા માટે લડવા બહાર પડે છે. આ હિસાબે અશેાકના વખતમાં કલિગમાં ૩૮ લાખની વસતી હાવી જોઇએ. આ રીતે ખારવેલના સમયમાં ૩૫ લાખ મનુષ્યાની વસતી હશે.
શિલાલેખનું પ્રમાણ
શિલાલેખ ૧૫ ફુટથી સહેજ વધુ લાગે અને પાંચ ફુટથી સહેજ વધુ પહેાળા છે. ઘણા કારીગરાના ટાંકણા એની ઉપર ફરી ગયા હશે; કારણ કે અક્ષરા કઈ એક જ જાતના નથી.
લેખ ભાષા
ભાષા પાલીને બહુ મળતી આવે છે. એના પ્રત્યેાગા પણ જાતક તથા બૌદ્ધપિટકાને મળતા છે. શબ્દની છટા એમ બતાવે છે કે લેખના રચિયતા કાવ્યકુશળ હાવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
: ૨૭:
ઃ
જોઇએ. શબ્દો શુટેલા છે શૈલી સક્ષિસ છે, સૂત્રેની સાથે પણ સ્પર્ધા કરે એવી.
વૈદિક વિધિના નિર્દેશ
ખારવેલના મહારાજયાભિષેક વિધિપુરઃસર થયા હતે. એ એક વૈદિક વિધિ હતા. બૃહસ્પતિસૂત્રમાં લખ્યુ છે કે ૨૪ વર્ષની વય પછી રાજ્યાભિષેક થવા જોઇએ. આ શિલાલેખથી એ વિધિના નિર્દેશ મળે છે. ખારવેલ પાતે જૈન હાવાથી અશ્વમેધ નથી કર્યો, પશુ રાજસૂય યજ્ઞ કરીને તેણે પાતાનું સાર્વભૌમ પદ્મ જગતને જાહેર કર્યું" છે. એ જ લેખમાં પેાતાના ચેદિ વંશને રાષિ-કુલ વિનિઃસૃત કહ્યો છે. અગ્નિકુ'ડથી સજ્જિત મકાના બ્રાહ્મણાને દાનમાં આપ્યાના નિર્દેશ પણ છે. સેાનાના ઝાડ બનાવીને એ વખતે રાજાએ બ્રાહ્મણેાને આપતાં, એ મહાદાન ગણાતુ. ખારવેલે આવુ એક કલ્પવૃક્ષ બનાવીને દાનમાં દીધું હતું. એ દાનનું અનુસંધાન હેમાદ્રિના ચતુવગચિંતામણી( દાનખંડ )માં છે.
રાજા વેન અને શ્રી વમાન
ખારવેલને રાજા વેન સાથે સરખાવ્યેા છે. આ સરખામણી, ખારવેલના વિજયને આભારી છે. વેન રાજાએ આખી પૃથ્વી જીતી લીધી હાવાનુ` મનાય છે. વેન રાજાના શાસનકાળમાં કાયદા-કાનૂન ઘણુા સારા હતા. મનુસ્મૃતિ પણ એ વાતને અનુમાદન આપે છે. વેન રાજાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
:22:
નાતજાતનાં અને તેાડી નાખ્યાં, એ નિયમન બ્રાહ્મણેાને ન રૂચ્યુ.. એટલા જ સારૂ બ્રાહ્મણેાએ એના વિરાધ કર્યો હતા. પદ્મપુરાણમાં વેનને એક જૈન રાજા તરિકે ઓળખાવ્યા છે. જૈનોમાં વેન રાજાનો ભારે પ્રતિષ્ઠા હાવી જોઈએ એમ લાગે છે.
ભગવાન મહાવીરનું, બાળપણનું—પિતા માતાએ આપેલું, નામ વર્ધમાન હતું. એમના જન્મ સાથે જ, કુટુંબની ઋદ્ધિ-સમૃદ્ધિ ખૂબ ઉભરાવા લાગી તેથી એમનુ નામ વધુ માન પડી ગયું. ખારવેલની પ્રશસ્તિમાં “ વર્ધમાનસેસયો વૈનામિવિયો ’ એમ જે કહેવાયું છે તેમાં વમાન શ્લેષાત્મક હોય એમ લાગે છે. “ નાનપણમાં જે વધમાન હતા ( અથવા છે ) અને વિજયમાં જે વેન હતા ( અથવા છે. ) ” શ્રી મહાવીર સ્વામીનું નામ સમ-સામયિક હાવાનું આથી સિદ્ધ થાય છે. અહીં એટલુ કહી દેવુ જોઈએ કે આ શિલાલેખ જેટàા પુરાણા છે તેટલે કાઇ જૈન ગ્રંથ પુરાણા મળી શકયા નથી.
.
-
અંગ્રેજીમાં તે મે' આ શિલાલેખ સંબંધી ઘણી વાર વિવરણ લખ્યાં છે. લેાકભાષામાં, ટૂંકામાં આજે અહીં આટલું દિગ્દર્શન માત્ર કરાવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
श्री खारवेल प्रशस्ति
શ્રી કાશીપ્રસાદ યરવાલ વિગેરે વિદ્વાનોએ વર્ષોની મહેનતને પરિણામે હાથી ગુફવાળ ઉદ્દે મૂળ પ્રાકૃત પાઠ, સંસ્કૃત છાયા અને ગુજરાતી અનુવાદ.
[સંકેત મૂળ લેખમાં મુખ્ય શબ્દની પહેલાં થોડી જગ્યા મૂકી દીધી છે. એવા શબ્દો અહીં મેટા-કાળા અક્ષરમાં ઉતાર્યા છે. પૂર્ણવિરામ માટે પણ વેડી જગ્યા મુકી દીધી છે. એ સંકેત અહીં [i] એ રીતે બતાવ્યો છે.
ઘસાઈ ગએલા અક્ષરોને ચોકઠામાં મુક્યા છે. અને ઊડી ગએલા અક્ષરો..........એ રીતે સૂચવ્યા છે.]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
प्राकृत मूळपाठ પંક્તિ ૧ લી. ___नमो अराहतानं [1] नमो सवसिधानं [1] ऐरेन महाराजेन माहामेघवाहनेन चेतिराजवसवधनेन पसथसुमलखनेन चतुरंतलुठितगुनोपहितेन कलिंगाधिपतिना सिरि खारवेलेन
५ २७: ___पंदरसवसानि सिरि-कडार सरीरवता कीडिता कुमारकीडिका [I] ततो लेखरुपगणना-ववहार विधिविसारदेन सवविजावदातेन नववसानि योवरजं पसासितं [1] संपुणचतु-चीसति-वसो तदानि वधमान-सेसयो वेनाभिविजयो ततिये
___ कलिंगराजवंस-पुरिसयुगे माहारजामिसेचनं पापुनावि [1] अभिसितमतो च पधमे वसे वात विहत-गोपुर-पाकारनिवेसनं पटिसंरवारयति [1] कलिंगनगरिन] खबीरइसि-ताल-तडाग-पाडियो च बंधापयति [1] सवुयानपटिसंठपनं च
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
संस्कृत छाया
नमोऽर्हदभ्यः [1] नमः सर्वसिद्धेभ्यः [1] ऐलेन महाराजेन महामेघवाहनेन चेदिराजवंशवर्धनेन प्रशस्तशुभलक्षणेन चतुरन्तलुठितगुणोपहितेन कलिङ्गाधिपतिना श्रीक्षारवेलेन
।
पञ्चदशवर्षाणि श्रीकडारशरीरवता क्रीडिताः कुमारक्रीडाः [1] ततो लेख्यरूपगणनाव्यवहारविधिविशारदेन सर्वविद्यावदातेन नववर्षाणि यौवराज्यं प्रशासितम् [1] सम्पूर्ण चतुर्विशतिवर्षस्तदानीं वर्धमानशैशवो वेनाभिविजयस्तृतीये
कलिंगराजवंश-पुरुष-युगे महाराज्याभिषेचनं प्राप्नोति [I] अभिषिक्तमात्रश्च प्रथमे वर्षे वातविहतं गोपुरप्राकार-निवेशनं प्रतिसंस्कारयति [1] कलिङ्गनगर्याम् खिबीरर्षि' तल तडाग पालीश्च बन्धयति [1] सर्वोद्यान प्रतिसंस्थापनञ्च
१. ऋषि-क्षिचीरस्य तल्ल-तडागस्य
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
:२२ :
પંકિત ૪ થી
कारयति [1] पनतीसाहि सतस हसेहि पकतियो च रंजयति [1] दुतिये च बसे अचितयिता सातकणि पछिमदिसं हय गज नर रध बहुलं दंडं पठापयति [1] कहिवेनां गताय च सेनाय वितासितं मुसिकनगरं [1] ततिये पुन वसे
५ भी
गंधव वेदबुधो दंप नत गीत वादित संदसनाहि उसवसमाज-कारापनाहि च कीडापयति नगरिं [1] तथा चवुथे वसे विजाधराधिवासं अहतपुर्व कालिंगपुवराजनिवेसितं...... वितध मकुटसबिलमढिते च निखित छव
પંક્તિ છઠી:
-भिंगारे हित-रतन-सापतेथे सवरठिक भोजके पादे वंदापयति [1] पंचमे च दानी वसे नंदराज-ति-वस-सत
ओघाटितं तनसुलिय-वाटा पनाडि नगरं पवेस [य] ति [1] सो.......भिसितो च राजसुय [ ] संदस-यंतो सव-कर-वर्ण
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
: २३ :
कारयति [I] पञ्चत्रिंशद्भिः शतसहस्रैः प्रकृतीश्वर रञ्चयति [] द्वितीये च वर्षे अचिन्तयित्वा सातकर्णि पश्चिमदेशं हय गज नर रथ बहुलं दंण्डं प्रस्थापयति [] कृष्णवेणां गतया च सेनया वित्रासितं मूषिकनगरम् [1] तृतीये पुनर्वर्षे १. पञ्चत्रिंशच्छतसहस्रैः प्रकृतीः परिच्छिद्य परिगणय्य इत्येतदर्थे
तृतीया. २. दिक् शब्दः पालीप्राकृते विदेशार्थोऽपि
गान्धर्ववेदबुधो दम्प-नृत्त-गीतवादित्र-सन्दर्शनैरुत्सवसमानकारणैश्च क्रीडयति नगरीम् [1] तथा चतुर्थे वर्षे विद्याधराधिवासम् अहतपूर्वं कलिङ्ग-पूर्वराजनिवेशितं......वितथ–मकुटान् सार्धितबिलमांश्च निक्षिप्त-छत्र
१. डफ इति भाषायां ?
भङ्गारान् हृत-रत्न-स्वापतेयान् सर्वराष्ट्रिक भोजकान् पादावभिवादयते [1] पञ्चमे चेदानीं वर्षे नन्दराजस्य त्रिशत वर्षे अवघट्टितां तनसुलियवाटात् प्रणाली नगरं प्रवेशयति [1] सो (ऽपि
च वर्षे षष्ठे )ऽभिषिक्तश्च राजसूयं सन्दर्शयन् सर्व-कर-पणम् Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
:२४:
५जित ७ भी:
___ अनुगह अनेकानि सतसहसानि विसजति पोरं जानपदं [0] सतमं च वसं पसासतो विजिरघरव [] ति-घुसित-घरिनीस [-मतुकपद] पुंना (ति ? कुमार)......] अठमे च वसे महता सेना.......गोरधगिरि
પંક્તિ ૮ મી:
घातापयिता राजगहं उपपीडापयति [0] एतिनं च कमापदान-संनादेन संवित-सेन-वाहनोविपमुंचितु मधुरं अपयातो यवनराज डिमित..........मो] ? यछ ...पलव..
પંક્તિ ૯ મી.
कपरुखे हय-गज-रध-सह-यंते सवघरावास-परिवसने स-अगिण ठिया [0] सव-गहनं च कारयितुं बम्हणानं जाति परिहारं ददाति [0] अरहतो.............न....गिय
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
: २५ :
अनुग्रहाननेकान् शतसहस्रं विसृजति पौराय जानपदाय [1] सप्तमं च वर्षं प्रशासतो वज्जगृहवती घुषिता गृहिणी ( सन् मातृक
[1]
.......
पदं प्राप्नोति ? ) [ कुमारं ].... अष्टमे च वर्षे 'महता सेना....... गोरथ गिरिं
१. महता = महात्मा ? सेनाग्रमः न्तपदस्य विशेषणं वा.
घातयित्वा राजगृहमुपपीडयति [1] एतेषां च कर्मावदानसंनादेन संवीतसैन्य- वाहनो विप्रमोकं मथुरामपयातो यवनराजः डिमित. . [ मो ? ] २ यच्छति (वि)......
......................... .......
२. नवमे वर्षे इत्येतस्य मूलपाठो नष्टोन्तार्दताक्षरेषु.
कल्पवृक्षान् हयगजरथान् सयन्तृन् सर्वगृहावास - परिवसनानि
- साग्निष्ठिकानि [1] सर्वग्रहणं च कारयितुं ब्राह्मणानां जातिं परिहारं ददाति (1) अर्हत: .व. .न........ गिया ( ? )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
........ ......
Page #32
--------------------------------------------------------------------------
________________
પતિ ૧૦ સી:
. [क]. [. मान
[ति ] रा[ज]- संनिवासं महाविजयं पासादं कारयति अठतिसाय सतसहसेहि [] दसमे च वसे दंड संधी - साम - मयो भरध-वस - पठानं महि - जयनं ....... ति कारापयति.......[ निरितय ] उयातानं च मनि-रतना [ नि ] उपलभते [।]
१. 'मानव' वंयाय.
: २६
....
પતિ ૧૧ સી:
......मंड च अवराजनिवेसितं पीथुड गदभ - नंगलेन कासयति [f] जनस भावनं च तेरसवस-सतिक [] तु भिदति तमरदेहसंघातं [] बारसमे च वसे... हस... के. ज. सवसेहिवितासयति उतरापथ - राजानो ...
4
પતિ ૧૨ મી :
....... मगधानं च विपुलं भयं जनेतो हथी सुगंगीय [] पाययति [ ] मागधं च राजानं वहसतिमितं पादे वंदापयति [ ] नंदराज - नीतं च कालिंग - जिनं संनिवेसं .... ...गह -रतनान पडिहारे हि अंगमागध - वसुं च नेयाति [1]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
: २७ :
...[क] ... मानति (2) राजसन्निवास महाविजयं प्रासादं कारयति अष्टात्रिंशता शतसहस्रैः [1] दशमे च वर्षे दण्डसन्धि-- साममयों भारतवर्ष प्रस्थानं मही- जयनं .... ति कारयति ... .........( निरित्या ? ) उद्यातानां च मणिरत्नानि उपलभते [1]
'मण्डं--च अपराजनिवेशितं पृथुल --गर्दभ -- लाङ्गलेन कर्षयति जिनस्य दम्भापनं त्रयोदश वर्ष - शतिकं तु भिनत्ति तामर - देहसंघातम् [] द्वादशे च वर्षेभिः वित्रासयति उत्तरा - 'पथराजान्
१. एकादशे वर्षे इत्येतस्य मूलपाठो नष्टो गलितशिलायाम्
......
. मगधानाश्च विपुलम्भयं जनयन् हस्तिनः सुगाङ्गेयं प्रायति [ । ] मागधञ्च राजानं बृहस्पतिमित्रं पादावभिवादयते [1] नन्दराजनीतञ्च कालिङ्गजिनसन्निवेशं .. गृहरत्नानां प्रति
......
हारैराङ्ग - मागध - वसूनि च नाययति
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
: २८ :
पति १३ भी :
.......तु ["] जठरलिखिल - बरानि सिहरानि नीवेसयति सतवेसिकनं परिहारेन [] अभुतमछरियं च हथि - नावन परीपुरं सव-देन हय - हथी - रतना - [ मा ]निकं पंडराजा वेदानि अनेकानि मुतमणिरतनानि अहरापयति इध सतो
·
પતિ ૧૪ સી:
......
. सिनो वसीकरोति [] तेरसमे च वसे सुपवत - विजय- चक- कुमारी पवते अरहिते [ य१] प - खीण - संसितेहि कायनि सीदीयाय याप - आवकेहि राजभितिनि चिनवतानि वसासितानि [] पूजाय रत - उवास - खारवेल - सिरिना जीवदेह सिरिका परिखिता [1]
૧ પંકિતની નીચે બ્ય’” જેવા અક્ષર જણાય છે.
પતિ ૧૫ મી:
[सु] कति स मणसुविहितानं [ नुं ? ] च सत दिसानं (नुं ?) ञनिनं तपसि - इसिनं संघियनं [?] [3] अरहत निसीदिया समीपे पभारे वराकर-स मुथपिताहि अनेक योजना हिताहि प. सि. ओ... सिलाहि सिंहपथ - रानिसि [] घुडाय
निसयानि
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
:२९ :
........तुं जठरोल्लिखितानि वराणि शिखराणि निवेशयति शतवैशिकानां परिहारेण [1] अभूतमाश्चर्यञ्च हस्तिनावां पारिपूरम् सर्वदेयं हय-हस्ति--रत्न-माणिक्यं पाण्ड्यराजात् चेदानीमनेकानि मुक्तामणिरत्नानि आहारयति इह शक्तः [1]
...सिनो वशीकरोति [1] त्रयोदशे च वर्षे सुप्रवृत्त--विनयचक्रे कुमारी-पर्वतेऽहिते प्रक्षीण- संसृतिभ्यः कायिकनिषीद्यां यापज्ञापकेभ्यः राज-भृतीश्चीर्णव्रताः [ एव!] शासिताः [1] पूजायां रतोपासेन क्षारवेलेन श्रीमता जीव-देह-श्रीकता परीक्षिता [1]
१ यर-क्षीण इति वा.
....सुकृति-श्रमणानां सुविहितानां शतदिशानां तपस्विऋषीणां सद्धिनां [1] अर्हन्निषीद्याः समीपे प्रागभारे वराकरसमुत्थापिताभिरनेकयोजनाहृताभिः........शिलाभिः सिंहप्रस्थीयायै राज्यै. सिन्धुडायै नि:श्रयाणि
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
:३०:
પંડિત ૧૬ મો:
......घंटालक्तो' चतरे च वेडूरियगभे थंभे पतिठापयति []पान-तरिया सत-सहसेहि [] मुरियकाल वोछिनं च चोयठि
अंग-सतिकं तुरियं उपादयति [0] खेमराजा स वढराजा स भिखुराजा धमराजा पसंतो सुनंतो अनुभवंतो कलाणानि
१ अथवा घंटालीह
पति १७ भी:
.......गुण-विसेस-कुसलो सव-पासंड-पूजको सवदेवायतन संकारकारको [अ] पतिहत-चकि वाहिनिबलो चकधुरो गुतचको पवत-चको राजसि-बस-कुल विनिश्रितो महाविजयो राजा खारवेल सिरि
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
: ३१ :
..घण्टालत: [?], चतुरश्च च वैदूर्यगर्भान् स्तम्भान् प्रतिष्ठापयति [, ] पञ्चसप्तशतसहस्रैः [1] मौर्यकालव्यवच्छिन्नञ्च चतुःषष्टिकाङ्गसप्तिकं तुरीयमुत्पादयति [1] क्षेमराजः स वर्द्धराजः पश्यन् श्रृण्वन्ननुभवन् कल्याणानि
...गुण-विशेष-कुशलः सर्वपाषण्डपूजकः सर्व देवायतन -संस्कारकारक: (अ) प्रतिहतचक्रि-बाहिनी--बल: चक्रधुरोगुप्तचक्रः प्रवृत्त-चक्रो राजर्षिवंशकुलविनिःसृतो महाविजयो राजा क्षारवेलश्रीः
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી અનુવાદ
(૧) અરિહંતોને નમસ્કાર, સિદ્ધોને નમસ્કાર, ઐર (એલ ) મહારાજ, મહામેધવાહન (મહેદ્ર) ચેદિરાજ-વંશવધન, પ્રશસ્ત લક્ષણવાળા, ચારે દિશાઓમાં ફેલાયેલા ગુણવાળા, કલિંગાધિપતિ શ્રી ખારવેલે
(૨) પંદર વર્ષ, ગૌરવર્ણવાળા શરીરથી બાળક્રિડામાં વીતાવ્યાં. તે પછી લેખ્ય (સરકારી આશાપત્રિકા) રૂ૫ (ટેકશાળ ) ગણના (સરકારી મહેસુલની આવક તથા ખર્ચ) કાયદાકાનૂન (વહેવાર) અને ધર્મ( વિધિ, શાસ્ત્રોમાં વિશારદ બની, સર્વ વિદ્યાદાત (સર્વ વિદ્યામાં પારંગતતા પ્રાપ્ત કરી) યુવરાજપને વિષે નવ વર્ષ લગી શાસન કર્યું. પછી જ્યારે વીસ વર્ષ પૂરાં થયાં ત્યારે, નાનપણથી જ જે વર્ધમાન છે, અભિવિજ્યમાં વેનરાજા સમાન છે તેમને ત્રીજા
(૩) પુરૂષયુગમાં (ત્રીજી પેઢીએ) કલિંગના રાજવંશમાં મહારાજ્યાભિષેક થયે. અભિષેક પછી પ્રથમ (રાજ્ય) વર્ષમાં, ઝંઝાવાતથી પડી ગએલા (રાજધાનીના) કીલ્લા, દરવાજા વિગેરે સમરાવ્યા. કલિંગનગરી(રાજધાની)માં ઋષિ ખિવીરના તળાવ-નવાણના પાળા બંધાવ્યા. બધા બગીચાના પુનરૂદ્ધાર કર્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
: ૨૩ :
( ૪ ) ૪૫ લાખ જેટલી રૈયતને રાજી કરી. ખીજા વર્ષમાં સાતતિણ ( રાજા ) ની લેશમાત્ર પરવા કર્યાં વિના પશ્ચિમ દિશામાં, ઘેાડા, હાથી, પાયદલ તથા રથવાળી એક મેાટી સેના ચઢાઇ કરવા સારૂ રવાના કરી. કેન્દ્વમેના ( કૃષ્ણવેણા ) નદીને આરે આવેલી આ સેનાએ મૂષિક–નગરને થથરાવી દીધું. પછી ત્રીજા વર્ષમાં
( ૫ ) એમણે, ગંધ વેદના પડતા પાસે ડક, નૃત્ય, ગીત, વાત્રના સંદર્શોને ( જલસા ) કરાવ્યા અને ઉત્સવ, નાટક, મલ્લકુસ્તીના ખેલે ખેલાવી નગરીને હુલાવી-બહુલાવી. ચેાથા વર્ષ માં, વિદ્યાધરાવાસ કે જે કલિંગના પ્રથમના રાજાએ બંધાવ્યુ` હતુ”જે પહેલાં કાષ્ટ દિવસ નહેાતુ પડયુ ......( અહી" અક્ષરા ઊડી ગયા છે) જેના મુકુટ નકામા બની ગયા છે, જેના ખખતરના બન્ને ઈંડા તૂટી પડ્યા છે, જેના છત્ર વીંધાઇને ભાંગી પડ્યા છે,
( ૬ ) અને જેના ભૃંગાર એટલે કે સેાના-રૂપાનાં રાજચિહ્નો ઝુટવી લેવાયાં છે, જેનાં રહ્ન તથા ધન પડાવી લીધાં છે એવા બધા રાષ્ટ્રિક ભેાજા પાસે ચરણવદના કરાવી. હવે પાંચમા વર્ષે, નદ રાજના ૧૦૩ વર્ષે ( સંવતમાં ) નહેર ખાદાવી, તનસુલીય સડકને માગે થઈને રાજધાનીની અંદર લઇ આવ્યા. ( છઠ્ઠા વર્ષોંમાં) અભિશેક પછી, રાજસૂય જાહેર કરીને કરના બધાં નાણાં
( ૭ ) માક્ કર્યાં’. ધણા નવા હક્ક ( અનુગ્રહ ) લાખા શહેરીઆને અઠ્યા. સાતમા વર્ષમાં રાજશાસન કરતા ( ખારવેલે ) પેાતાની ગૃહિણી વધરવાળા કુળગળા ) ષિતા ( એ નામવાળા યા તા“ પ્રસિદ્ધ ” ) માતૃત્વની પદવીને પામી ( ! ) [ આ પાઠ અને એના અથ` પણ સ`દિ ધ છે.] આઠમા વર્ષોંમાં મહા...સેના...ગારગિરિ [ એ આજે બરાબર પહાડના નામથી ઓળખાય છે—જૂના વખ તના એ પહાડી કક્ષાની કીલ્લેબંધી આજે પણ મૌજુદ છે. ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
: ૨૪ : (૮) (ગોરખગિરિને ભેદી, રાજગૃહ ઉપર થાપે માર્યો. એની આ શૌર્ય–કહાણું સાંભળી યુનાની રજા ડિમિત, સેના અને ખાધાખોરાકી માંડમાંડ ભેગી કરીને, મથુરા છોડીને પાછે પગલે નાસી ગયો. નવમા વર્ષે એણે (ખારવેલે) દાન કર્યું પત્રો [પાનવાળા ]
(૯) કલ્પવૃક્ષનું [ સેનાનું કલ્પવૃક્ષ બનાવવામાં આવે છે. એને મહાદાનની કેટીમાં ગણવામાં આવ્યું છે. ] અને તે સાથે જોડા, હાથી, સારથીઓ સાથે રથ અને અગ્નિકુંડવાળી શાળાઓ તથા મકાનનાં પણ દાન દીધાં. એ દાન જેમણે સ્વીકાર્યા તેમને-બ્રાહ્મણોને જાગીરે પણ આપી. અહંતની
( ૧૦ ) ભવ્ય ઇમારત ( રાજસંનિવાસ)-મહાવિજય (નામ) પ્રાસાદ એમણે અડતાલીસ લાખ (પણ રૂપીયા) ખર્ચાને બંધાવ્યો. દસમે વર્ષે દંડસંધિ–સામ (નીતિ) ના જાણકાર [એવા ખારવેલે] પૃથ્વીતળ ઉપર વિજય વર્તાવવા ભારતવર્ષમાં પ્રસ્થાન કર્યું.............જેના ઉપર આક્રમણ કરી, એનાં મણિરત્ન લઈ લીધાં.
( ૧૧ ) [ અહીંથી લઈને બાકીની બધી પંક્તિઓના, બાર જેટલા આદિ અક્ષર, પત્થરના પિપડા સાથે ઉખડી ગયા છે. ] ( અગીયારમા વર્ષે) દુષ્ટ રાજાઓએ બંધાવેલા મંડપ તથા બજાર, મોટા ગધેડાઓને હળમાં જેડી, ખેડાવી નાખ્યાં. જિન (ભગવાન)ને ખેટ ડોળ દાખવતી, એકસતેર વર્ષ જૂની સીસાની મૂર્તિઓ તોડી નાખી. બારમા વર્ષમાં ઉત્તરાપથના રાજાઓ પાસે તબાહ કિરાવી.
(૧૨) મગધવાળાઓને ગભરાવી દેતા તેણે પોતાના હાથીઓ સુગાંગેય મહેલ ( મૂળ ચંદ્રગુપ્તનો મહેલ) પાસે ખડા કરી દીધા. ચગધના રાજા બૃહસ્પતિમિત્રને પિતાના પગમાં નમાવ્યો. તથા નંદShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
રાજા, જે કલિંગની જિનમૂર્તિ લઈ ગયો હતો તે તેમજ ગૃહરનો વગેરે પ્રતિહાર પાસેથી પડાવી, અંગ, મગધનું ધન હરી લીધું.
(૧૩) અંદરથી ઉપસાવેલા ( અથવા બંધાવેલા ) મેટા, સુંદર શિખર નિમવ્યાં. તે સાથે સે કારીગરોને જાગીરે આપી. અદભૂતઆશ્ચર્યકારક, હાથીઓ લાવવા-લઇ જવાના જહાજમાં ઘણા હાથી-ઘોડા, રત્ન, માણિક્ય જેવાં નજરાણું પાંચ રાજા તરફથી આવ્યાં (પછીને ભાગ બરાબર સમજાતો નથી.)
(૧૪)......સીએને વશ કર્યા. તેરમા વર્ષમાં, પૂજ્ય કુમારિપર્વત ઉપર [ જ્યાં આ લેખ છે તે અંડગિરિ- ઉદયગિરિ ! જ્યાં [ જૈન ધર્મનું ] વિજયચક્ર સુપ્રવૃત્ત છે, પ્રક્ષીણ સંસ્કૃતિ–જેના જન્મ-મૃત્યુની ઘટમાળ નાશ પામી છે, કાયનિષીદી [સ્તૂપ ] ઉપર રહેનારાઓ, પાપ-જ્ઞાપકે- પાપ બતાવનારાઓ ને માટે વ્રત પૂરા થયા પછી રાજભૂતિ કાયમ કરવામાં આવી–અર્થાત આજ્ઞા અપાઈ. પૂજામાં ઉપવાસ કરીને ખારલશ્રીએ જીવ અને દેહની પરીક્ષા કરી. [ જીવ–અજીવને બંધ પ્રાપ્ત કર્યો. ]
(૧૫) સુકૃતિ શ્રમણ સુવિહિત, સેંકડે દિશાઓના જ્ઞાની, તપસ્વી, ઋષી, સંઘી લોકોના......અહંતની નિષીદી પાસે, પહાડ ઉપર, સરસ ખાણમાંથી કાઢેલા, અનેક ચીજને ઉપરથી મંગાવેલા ....પત્યથી સિંહપ્રસ્થવાળી રાણું સિંધુલાને સારૂ નિશ્રય......
(૧૬)......ઘટયુક્ત [ ] અને વૈદુર્યથી શણગારેલા ચાર સ્તંભવાળું સ્થાપન કર્યું, ૭૫ લાખના ખર્ચે. મૌર્યયુગમાં વિછિન્ન ચોસઠ અધ્યાયવાળા અંગ સપ્તિકના ચોથા ભાગને ઉદ્ધાર કર્યો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
ઃ ૩૬ ઃ
આ ક્ષેમરાજના, વૃદ્ધિરાજના ભિક્ષુરાજ-ધર્મરાજે કલ્યાણાને જોતા, સાંભળતા અને અનુભવ કરતા ધર્મરાજે.
( ૧૭ ).........છે. ગુણવિશેષ કુશળ, સર્વ સંપ્રદાય વિષે સદ્ભાવ ધરાવનાર, સર્વ દેવમંદિરેશને સમરાવનાર, કાઈથી જેના રચ તથા સૈન્યને રાધ કરી શકાયેા નથી, ચક્રના રધર, (રાજ્યના નેતા ) ગુપ્ત ( રક્ષિત ) ચક્રવાળાં, પ્રવૃત્ત ચક્રવાળા, રાષિ વંશ-કુલનિઃસર્વ, મહાવિજય, રાજા ખારવેલશ્રી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
આમુખ
ભારતીય સાહિત્યનાં વિવિધ સ્વરૂપનું યથાર્થ દર્શન કરતાં "જણાશે કે ઈતિહાસ અને પુરાતત્વ એ અલ્પફુણુ ક્ષેત્ર ભારતવર્ષની અન્ય કલંકકથાઓમાં વિશેષ સ્વરૂપે ઉમેરે કરે છે. આર્યાવર્તની સંસ્કૃતિને કડીબંધ ઈતિહાસ તપાસવામાં આવે તે લાગશે કે હિંદમાં પ્રાચીન સમયમાં ઐતિહાસિક દષ્ટિનાં દર્શન જ થતાં નથી. અન્ય યુરેપીય દેશમાં એ દષ્ટિનો ઉદય બહુ વહેલે થયું હતું જ્યારે આપણે ત્યાં તે ઐતિહાસિક દષ્ટિની આછી રેખાએ બ્રિટિશ યુગની શરૂઆત પછી જ દષ્ટિગોચર થાય છે. આપણા પૌરાણિક સાહિત્ય, મૌર્યયુગથી શરૂ થએલી વંશાવળીની પ્રથા, પ્રબંધાત્મક કથાઓ વગેરેમાં ઐતિહાસિક સામગ્રીને સંભાર મળી આવે છે, પરંતુ ઐતિહાસિક દષ્ટિને બદલે કીર્તિની લાલસા અને જનરંજન એ પ્રધાન હેતુ એવી સામગ્રીમાં રાખવામાં આવ્યું. હોય એમ લાગે છે. ઇતિહાસનું શાસ્ત્રીય સ્વરૂપ તે બ્રિટીશના સંપર્કથી જ આપણને મળ્યું એમ સ્વીકારવામાં નાનપ નથી.
પંડિત ભગવાનલાલ ઈદ્રજી આપણું પુરાવિમાં સૌથી મોખરે આવે છે. ગુજરાતી સાહિત્યમાં માનવંતુ સ્થાન ધરાવનાર શ્રી બ. ક. ઠાકોર ગુજરાતી સાહિત્ય પરિષદની ૧૯૨૦ માં મળેલી બેઠકમાં ઈતિહાસ વિભાગના અધ્યક્ષસ્થાનેથી સાચું જ કહે છે કે –
ઇતિહાસની ઇમારત ચણું શકાય તે માટે જમીન સાફ કરવાની, પાયો પૂરવાની, ઈટ પાડવાની અને બીજા સાહિત્ય ખપમાં લઈ શકાય. એવા રૂપમાં તૈયાર કરવાની આવી અને આને મળતી સિક્કાશાસ્ત્ર, મૂર્તિશાસ્ત્ર, ઈમારતશાસ્ત્ર, ઉપસ્કરશાસ્ત્ર આદિ અનેક વિદ્યાઓ છે. તેમાંની ઘણીખરી, હિંદના પ્રાચીનકાળને લગતું જેટલું કાર્ય, જેટલી શાસ્ત્રીયતા અને સર્ગશક્તિથી ભગવાનલાલે કરી આપ્યું છે અને જેટલા મહત્વના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
નિર્ણો એમણે સ્થાપી આપીને સર્વમાન્ય બનાવ્યા છે, તેટલા એમના સમયના કે એમના પછીના આ વિદ્યાઓને લગતા કોઈપણ વિદ્વાને કરેલા નથી.”
પંડિત ભગવાનલાલ ઈદ્રજીએ પિતાના જીવનને અમૂલ્ય ભાગ ઐતિહાસિક સંશોધન પાછળજ ગાળ્યો અને સાથે સાથે એ દિશામાં પ્રગતિ ચાલુ રહે એવો વારસે મૂકી ગયા; જેને પરિણામે ડે. બુલ્ડર, અને જેમ્સ કેમ્પબેલ, . કર્ન અને ડે. રામકૃષ્ણ ગોપાલ ભાઠારકર,ડો.બર્જેસ અને ડે. કકિંચન જેવા એમના શિષ્યોએ એ પ્રવૃત્તિ ચાલુ રાખી.
- ભારતવર્ષનું સૌભાગ્ય છે કે ૫. જ્યચંદ્ર વિદ્યાલંકાર, છે. સત્યકેતુ વેદાલંકાર, સ્વ. કાશીપ્રસાદ જાયસ્વાલ, સુનીતિકુમાર ચેટર્જી, કાશીનાથ પાઠક, રાજેન્દ્રલાલ મિત્ર, જદુનાથ સરકાર, એસ. કૃષ્ણસ્વામી આયંગર વગેરે ગહન અભ્યાસીઓ હિંદના શાસ્ત્રીય ઇતિહાસ પાછળ ઝહેમત ઉઠાવી રહ્યા છે.
પરંતુ ઇતિહાસ એટલે ભૂતકાળમાં બનેલા બનાવની ક્રમબદ્ધ સાલવાર નોંધ અને પ્રસંગેનું શ્રેષ્ઠ વર્ણન માત્ર નથી. પ્રસંગે અને બનાવો તે ઇતિહાસનું હાડપિંજર છે. ઈતિહાસના એ બાહ્ય દેહમાં જીવન અર્પતું પ્રાણ તત્ત્વ તે ઇતિહાસકારની વિશાળ કલાભાવના અને સૌંદર્યદષ્ટિ છે. ઈતિહાસમાં અનર્ગળ, નવું સત્ય જ હોય, બીજું કંઈ નહિ, એ વિચારસરણ સામે તે કેઈથી વિરોધ કરી શકાય નહિ. પરંતુ અતિહાસિક સત્યને જરાપણ આંચ આવવા દીધા વિના કાવ્યત્વ નીંગળતી રસપ્રચુર શૈલી જે ઈતિહાસકારને સુસાધ્ય ન હોય તે સાક્ષાત ઈશ્વરના રચેલા
એવા શુષ્ક ઇતિહાસની સામે કોઈ દષ્ટિ પણ ફેકે નહિ. અતિહાસિક : સાહિત્ય અન્ય સાહિત્યસ્વરૂપે કરતાં એ સર્જાય છે તેનું કારણ પણ તેના આલેખામાં રહેલી આ મર્યાદામાં જ મુખ્યત્વે રહ્યું છે.
એતિહાસિક સર્જનનાં આવશ્યક તો વિશે વિચાર કરતાં - રીક રીસને ચાર લક્ષણ પર ભાર મૂકેલ છે. પ્રથમ તે પ્રાપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
: ૨૨ :
સામગ્રીમાં અવિશ્રાંત સંશોધન આવશ્યક છે. બીજું માનવજાતિની ઉત્ક્રાન્તિ અને વિકાસનું યથાતથ જ્ઞાન જોઈએ. ત્રીજું પ્રત્યેક કાળની વિભૂતિ અને પ્રધાન પ્રસંગે તથા એ યુગનાં વિવિધ બળે જાણી લેવા જેટલી વિચક્ષણ બુદ્ધિ જોઈએ. અને અંતમાં આ સર્વ સામગ્રી એકત્ર કર્યા પછી બહેશ ચિત્રકારની પેઠે તેનું વ્યવસ્થિત આલેખન જોઈએ.
હિંદનું અતિહાસિક મંડળ આ ઉંચા આદર્શને દૃષ્ટિ સમક્ષ રાખીને તપાસીએ તો બહુ નિરાશા થાય છે. મૌર્ય સમયના ભારતવર્ષની જાહેજલાલીનાં અદ્ભુત ચિત્રે ઇતિહાસમાં રજુ કરનાર વ્યક્તિઓ આપણે ત્યાં ગણીગાંઠી છે. એ યુગ વિશે જે અજ્ઞાન પ્રવર્તે છે એ ખરેખર શોકજનક પરિસ્થિતિ છે. “રેમન સામ્રાજ્યના પતન” નો આલેખક, ગિબન જેવો ઇતિહાસકાર ભારતમાતાને મળ્યો હોત તો લગભગ એક હજાર વર્ષ દરમિઆન પેનથી તુર્કસ્તાન અને સ્કોટલેંડથી સહરા સુધીના એતિહાસિક પ્રસંગે પિતાના વિશાળ માનસપટ પર કેન્દ્રિત કરીને, સાથે સાથે રેમના સામ્રાજ્યની અધોગતિ અને વિનાશનું આબેહુબ દર્શન કરાવનાર એ પ્રતિભાશીલ ઇતિહાસનવેશ મગધ સામ્રાજ્યનાં બીજ રેપનાર બિંબિસારથી શરૂઆત કરીને તે સામ્રાજ્યને સર્વાગ સંપૂર્ણ બનાવનાર અશોક સુધી અને તે પછી પણ એ સામ્રાજ્યના અંતકાળ સુધીમાં ભારતવર્ષનાં રાજકિય, ધાર્મિક અને સામાજિક જીવનમાં જે ભરતીઓટ આવેલ, તેની નોંધ લેતાં, એ સમભાવી ઈતિહાસકાર અદ્ભુત રોમાંચ અનુભવત.
સામ્રાજ્યવાદની જે લિસા આજે હિટલર કે મુસોલીની અથવા જાપાનના રાજ્યધૂરંધરની માનવતા ખૂંચવી રહી છે તેનું સંસ્કારી, સંયમી અને સુઘડ સ્વરૂપ પ્રાચીન હિંદના રાજવીઓની ચક્રવર્તી થવાની ભાવનામાં દૃષ્ટિગોચર થાય છે. આપણું પૌરાણિક સાહિત્યમાં જ માત્ર ચઠ-વર્તી રાજાઓને ઉલ્લેખ નથી. મૌર્ય સામ્રાજ્યની પહેલાં અને પછી પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
: ૪૦ :
એ ભાવનાને મૂર્તિમંત કરવાના કાડ સેવનારાઓની લાંબી હારમાળા છે. પરંતુ આ પૃથ્વીપતિની ચક્રવર્તી થવાની ભાવના સંયમશીલ હતી. એરિયનના કથન મુજબ ભારતવર્ષના ચક્રવર્તીએ સિન્ધુનદીને પેલે પાર સામ્રાજ્યવિસ્તારની લાલચ ન રાખતા.
“ A sense of justice, they say, prevented any Indian king from attempting conquest beyond the limits of India. '
Arrian, in "Cambridge History of India ભારતવર્ષની કીર્તિ કથા વિશ્વમાં ફેલાવનારાં આવાં સામ્રાજ્ય માંથી મૌર્ય સામ્રાજ્યના સુવર્ણયુગના સૃષ્ટા સમ્રાટ અશોકનું સ્થાન વિશ્વના ઇતિહાસવિદેાની દૃષ્ટિએ અનેાખુ છે. • The Outline of History' નામક શકવર્તી ગ્રંથના સર્જક એચ. જી. વેલ્સે વિશ્વના છ મહાન પુરૂષામાં અાકની ગણના કરી છે. સૃષ્ટિના વિશાળ પટ પર પોતાની આણ વર્તાવનાર મહાન વિજેતાએ સીઝર, સિકન્દર, નેપાલિઅનને બદલે ઇશુ, બુદ્ધ, એરિસ્ટોટલ, એકન, લિંકન એ પાંચ મહાપુરૂષોની સાથે વેલ્સે અશાકને સ્થાન આપ્યું તે પુર્ણ વિચાર પૂર્વક આપ્યું છે. - The Outline of History ' નાં ઉજ્જ્વળ પૃષ્ટોમાં અશાકની અમરગાથા વર્ણવતી પ`ક્તિઓ નીચે મુજબ છેઃ
99.
“ અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ વર્ષાંસુધી માનવ જાતની મૂળભૂત જરૂરીઆત પુરી પાડવા અશાર્ક મંથન કયુ`. ઇતિહાસનાં પૃષ્ઠ પર તરવરતા લાખા રાજવીએ નામદાર, ખુદાવિંદ, સરકાર, સમ્રાટ, શહેનશાહ વગેરે પદવીધારી છે પરંતુ અશેક એ સવથી જુદા પડી આવતા ઝળહળતા તારલે છે. વેાલ્ગાના વિશાળ પટથી જાપાનની સીમા પત હજુ પણ અશક માનનીય ગણાય છે. ચીન, ટીમેટ અને તેના સિદ્ધાંતા જેણે લગભગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
ઃ કર :
તજી દીધા છે એવા ભારતવર્ષમાં પણ અશાકની મહત્તા સચવાઇ રહી છે. વળી કાન્સ્ટેન્ટાઇન અથવા શામેનનુ નામ પણ જેમણે નહિ સાંભળ્યુ હાય તે આજે પણ અશોકની સ્મૃતિ ટકાવવામાં ગૌરવ લે છે.”
મૌય સામ્રાજ્યની અંતિમ રેખાનું ચિત્રણ કરનાર અશાકના જીવનમાં અજમ્ પલટા કરનારા મહાન પ્રસંગ તે કલિંગનું યુદ્ધ. એબિસિનીયાના નિર્દોષ, સાધનહીન હબસીએ પર પડેલા મુસેાલિનીના લેાખડી પંજો અસંખ્ય માનવીએની જીવનલીલાને સંકેલી ગયા તેમ શ્રમણો, બ્રાહ્મણા અને સાદું જીવન ગાળતા અન્ય માનવીઓના દેશમાંથી કિલઞના યુદ્ધમાં એક લાખ નવàાહીઆ યુવાનેએ ધરતીમાતાને ખાળે પોતાનાં શીશ ધરી અશાકની સામ્રાજ્ય પિપાસાને શાંત કરી.
પરંતુ કલિંગની સાધના, કલિંગનું તપ અને કલિંગમાં થયેલ ખૂનામરકી પર ખૂબ મચન અનુભવ્યા પછી અશાકની જીવન દૃષ્ટિ અદલાઈ ગઈ અને તેણે બૌદ્ધ ધર્મના સ્વીકાર કરી, તેના દેશ વિદેશ પ્રચાર કરવામાં પેાતાનું બાકીનુ જીવન પૂર્ણ કર્યું` એવી ઇતિહાસકારો નોંધ લે છે. કલિ’ગના એ ભિષણ સંહાર પછી હિંસાથી ત્રાસેલે અશેકના આત્મા પ્રાયશ્ચિતની પુનિત સરણીથી અહિંસા તરફ વળ્યા એમ ઘણાખરા તવારીખનવેશા માને છે.
શ્રી સુશીલ આ ગ્રંથમાં અશાકના જીવન પલટાનું જાદુ જ રહસ્ય આપે છે. મગધના પાયત પર અશાકના મોટા ભાઇ સુસીમને હક્ક હતા. પરંતુ તેનુ લેાહી રેડી રેડીને ચાર ચાર વર્ષ સુધી અનેક અથડામણમાં સમય પસાર કરીને મગધનું સિંહાસન અશોકે વિધિપૂર્વક પ્રાપ્ત કર્યું".—અશાકની રાજ્યપિપાસાનું એ પ્રથમ પગરણ હતું. પ્રસિધ્ધ ચિની મુસાફર હ્યુએનસંગે વર્ણવેલા અશાકસ્થાપિત નરકાગારમાં અશાક તે અનેક જીવંત વ્યક્તિના દેહની સાથે ક્રૂર રમત કરતા—એ અશાકના ઘાતકી સ્વભાવનુ યોગ્ય પ્રથ±રણ આપે છે. તેના ભેાજનાલયમાં અસ ખ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
: ૪૨ :
પશુ પક્ષીઓને વિના સંકોચે સંહાર કરવામાં આવતો. આમ અશોકના પૂર્વ જીવનની આવી અંધકારમય રેખાઓ આપીને શ્રી સુશીલ એમ સ્થાપિત કરે છે કે કલિંગના યુદ્ધ પછી અશોકનો જીવન પલટો તે માત્ર પશ્ચાત્તાપથી નહિ પરંતુ કલિંગવિજય પછી અશોકની છત્રછાયા નીચે દક્ષિણના છેડા પ્રદેશ સિવાય સાથે ભારતવર્ષ હેવાથી, એ વિશાળ સામ્રાજ્યને ટકાવી રાખવા ધર્મવિજય અનિવાર્ય (Inevitable ) હતો. સમાન કાનુન, સમાન રાજવહીવટ અને એક રાષ્ટ્રીથતા જમાવવા માટે સમ્રાટ અશોક પાસે ધર્મ સિવાય બીજો કોઈ ઇલાજ ન હોતે. શ્રી સુશીલે પિતાની આ નૂતન દષ્ટિ રજુ કરતાં કહ્યું છે કે –
“ખરેખર તો આ હદયપલટે જ નહતો. કલિંગનું યુદ્ધ સામ્રાજ્ય લિસાનું એક સ્મારક છે અને કલિંગના સંહાર માટેને સમ્રાટનો પશ્ચાત્તાપ સજપ્રકરણ મુસદ્દીગીરી છે. ધર્મવિજયની ભાવનારી, ધર્મી જનોને મૂરિષ્ઠત બનાવનારી વાત જ એ વખતે સામ્રાજ્યને ટકાવી રાખનારી મુખ્ય તાકાત હતી. તેથી જ તે સમ્રાટ અશોકે કલિંગવિજય પછી ધર્મવિજય સિવાય બીજો કોઇ મંત્ર નથી ઉચ્ચાર્યો.”
ઇતિહાસના અભ્યાસીઓ સમક્ષ રજુ થતી શ્રી સુશીલની આ નવી દષ્ટિ માત્ર તેની નવીનતાને અંગે જ મહત્ત્વનું સ્થાન ધરાવતી નથી. પરંતુ અશોકકાલીન સામ્રાજ્યસ્થિરતા માટે, રાજનીતિનું ઉત્કૃષ્ટ સ્વરૂપ, સામ્રાજ્યને દીર્ધાયુઃ અર્પવામાં કેટલે અંશે સફળ થાય છે તેનું પ્રથમ વખત જ અહીં દર્શન કરાવવામાં આવે છે. જુદા જુદા ઇતિહાસકારોએ અશોકના ધર્મવિજયનું રહસ્ય માત્ર બે આકસ્મિક પ્રસંગોનાં સાજનથી જ શોધી કાઢેલ; પરંતુ પ્રસ્તુત ગ્રંથમાં શ્રી સુશીલ ન જ ઉકેલ આપે છે અને તે ખરેખર વિચારણીય છે.
રાજનીતિને અર્વાચીન યુગમાં અદ્દભુત આકર્ષણ ધરાવતી કળાઓમાં સૌથી વધુ શાસ્ત્રીય સ્વરૂપે ખીલાવવા માટે પશ્ચિમના રાજધુરં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
: 82:
અથાગ પરિશ્રમ લઇ રહ્યા છે. આ યુગમાં તા સાહિત્ય, કળા, કેળવણી, ધર્મ, અર્થશાસ્ત્ર ઉપરાંત જીવનના અનેકવિધ ક્ષેત્રામાં સજ કારણના રંગા બહુ ઉંડાણમાં પેસી ગયા છે. માનવસંસ્કૃતિનું પારણું કાઇ વખતે ધર્મભાવનાને હીંચાળે છે, તે ક્રાઇ વખત કળાના સર્વોચ્ચ સર્જનને ઝુલાવે ફુલાવે છે. આ યુગની માનવસંસ્કૃતિને સદેશ તે રાજપ્રકરણી મુસદ્દીગીરી. આજે વિશ્વના જુદા જુદા રાષ્ટ્રોના રાજનીતિમા પ્રજાકીય રાજ્ય, સામ્યવાદ, ફેસીઝમ, નાઝીઝમ વગેરે વિધવિધ પ્રયાગા કરીને સામ્રાજ્યવિસ્તારની સ્પૃહાને સંતાખવા અવનવા માર્ગો અખત્યાર કરે છે. પેાતાનું સામ્રાજ્ય વ્યવસ્થિત રહે, તેમાં શાંતિ જળવાય તે માટે દરેક સામ્રાજ્યવાદી પ્રજા આજે પાતાના આશ્રિત પ્રદેશામાં શામ, દામ, દંડ અને ભેદની ચતુર્વિધ નીતિ અખત્યાર કરવા પાછળ અથાગ ઝહેમત ઉઠાવે છે. છતાં આજે તા સામ્રાજ્યવાદ સામે દરેક દેશના પેટાળમાં જ્વાળામુખીના ધીકતા રસ ઉકળી રહ્યો છે. કારણકે અત્યારે એ સામ્રાજ્યવાદના સંચાલક વૈજ્ઞાનિક શેાધાના આશ્રયે પેાતાનું સામ્રાજ્ય ટકાવી રાખવામાં અને સાથે સાથે વિશ્વશાંતિની વાત કરવામાં જ પેાતાની સાણાયમુદ્ધિ પરાકાષ્ટાએ પહોંચી જતી માને છે. પેાતાની આશ્રિત પ્રજાને જંગલી ગણી, પેાતાની સંસ્કૃતિની ભૂરકીથી મુગ્ધ કરી, એ પ્રજાને સ`સ્કારી બનાવવાનાં એઠાં નીચે સામ્રાજ્યપિપાસાને સતાનવાના અનેક અખતરાં આજે થઇ રહ્યા છે. પરંતુ ઇટાલી અને જ નીની ચડતી પડતીને કડીબધ ઇતિહાસ તપાસતાં જણાશે કે વર્તમાન યુગમાં સામ્રાજ્યવાદીની ઇમારત ક્રાઇ ચિરંજીવ તત્ત્વ પર ખધાએલ નથી. પરંતુ સૈકા સુધી મગધ સામ્રાજ્યની ઝળહળતી જ્યેાત ભારત વમાં ટકાવી રાખીને વિશ્વના ઇતિહાસકારોને આંજી નાખનાર સૌય સામ્રાજ્યના સુવર્ણ યુગના સર્જક અશાક માત્ર હિંદના રાજનીતિનેામાં -નહિ પણ સમસ્ત વિશ્વના રાજધુર ધરામાં સૌથી મેખરે આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________ : 4 : સમ્રાટ અશોક મગધના રાજસિંહાસને આવ્યો ત્યારે માત્ર કલિંગ, સિવાય દક્ષિણના થડા પ્રદેશો બાદ કરતાં સારાયે આર્યાવર્તમાં મૌર્ય સામ્રાજ્ય સ્થપાઈ ચૂકયું હતું. મગધની બાજુને જ એક વિશાળ પ્રદેશ સમૃદ્ધિમાં અને સાધનામાં કદાચ મૌર્ય સામ્રાજ્યની કીર્તિને ઝાંખય લગાડે અને તે દિવસે મૌર્ય સામ્રાજ્યના આંકડાને ઢીલા કરે એવી દહેશતથી, કેઈપણ સબળ કારણ વિના અશકે કલિંગને હત્યાકાંડ આદર્યો. શ્રમણ અને જૈન સ્થવિરેની એ પુનિત ભૂમિ અશોકે લોહીથી ખરડીને પિતાના સામ્રાજ્યની જંજીરથી જકડી લીધી. આ ભીષણ સંહારમાં કલિંગના એક લાખ માનવીઓનો સંહાર ચ. એ હત્યા કરવા પાછળ અશેકે પોતાની કેટલી શક્તિ વાપરી તેનું કંઈપણ માપ ઈતિહાસકારે નોંધી શક્યા નથી. પરંતુ એટલું તે સ્પષ્ટ જણાય છે કે કલિંગ જીતવામાં અશોકને ભય પણ ભારે થઈ પડી હશે. મહામહેનતે વિજય મળતાં પિતાની આબરૂ ટકી રહી છે પરથી પિતાની શક્તિનું માપ કાઢીને અશોકની દૂરદર્શી બુદ્ધિએ જોઈ લીધું કે મેળવેલો પ્રદેશ સુવ્યવસ્થિતપણે જાળવી રાખવામાં, માત્ર મગધ સામ્રાજ્યનું પશુબળ ઉપયોગી નહિ થાય. કલિંગવિજ્ય પછી ચાર વર્ષ સુધી અશેકે બીજી કંઈપણ પ્રવૃત્તિ હાથ ન ધરી. પરંતુ એ સમય દરમિઆન મૌર્ય સામ્રાજ્યની ઈમારતના સંરક્ષણ માટે વજથી પણ અભેદ્ય એ દુર્ગ રચવાને કિમિ તેણે શોધી કાઢ્યો અને તે અશકનો “ધર્મવિજય'. - અશોકને ધર્મવિજય” એ માત્ર અકબરશાહના “દિને-ઇલાહી' જેવી રેતીના કણ પર બાંધેલી ઇમારત નહોતી. સર્વ ધર્મનાં સારાં ત “દિને-ઈલાહી'માં સંગ્રહનાર સમ્રાટ અકબરની ધાર્મિક સહિ-- ષ્ણુતામાં રાજનીતિને અધૂરો અભ્યાસ હતે. હિન્દુ સંસ્કૃતિ અને - સભ્યતાને સ્વીકાર કર્યા સિવાય પોતાનું સામ્રાજ્ય નભી શકે એમ નથી એ તેની કુશાગ્ર બુદ્ધિએ જોઈ લીધું. પરંતુ અશકના જેટલી દૂરદેશી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
: ૪૧ :
કે વ્યાપક દઈન સ્વભાવતઃ જ તેનામાં ન હેાવાથી તેના જીવનકાળમાં જ એ “દિને—ઇલાહી ” ને દફનાવવાનુ કાળધર્મને યેાગ્ય લાગ્યું.
""
અશેકને ‘ ધ વિજય’ એ રાજશેત્રજ પર વ્યવસ્થિત ચલાવવામાં આવેલ પ્યાદું હતું. ઠેર ઠેર શિલાલેખા કાતરાવીને, ‘દેવાના પ્રિય ’ જેવું મનેાહર નામ ધારણ કરી, માનવતા માટે પુર્ણ હમદદી બતાવનારા અશોકના ઢંઢેરા ચાણાકય નીતિને અદ્ભુત વિજય સૂચવતાં હતા. પોતાની સામ્રાજ્યલિપ્સાને. કલિંગના હત્યાકાંડ પછી, પ્રાયશ્ચિત્તના અચળા નીચે ઢાંકી દઇ, ધાર્મિક સહિષ્ણુતાના આશ્રયે લખલૂટ ખર્ચ કરીને મૌર્ય સામ્રાજ્યને એવડા તાંતણે બાંધવાના કાડ હતા. બીજી તરફથી, કલિંગના યુદ્ધમાં અથાગ પરિશ્રમ પછી વિજય મેળવીને, થાકેલા અશાકને આરામની પણ જરૂર હતી.
મેં
>
કલિંગના સંહાર પછી અશાકનુ` મનેામંથન રજુ કરતા શ્રી ‘અનામી નિદ્રા માટે તરફડતા અશાકના મેાંમાં નીચેની ભાવપૂર્ણ પંક્તિએ મૂકે છેઃ “ મેં દેશની દોલત વેડછીને; હણ્યા યુવાને નવરાષ્ટ્ર સર્જા, રચી અશાંતિ, પ્રગતિય રાધી; શી યુદ્ધ અન્તે વરસિદ્ધિ સાધી ? ‘કલિંગ” જીત્યા પણ જીતતાં તેા, જીત્યા નહિ આત્મરિપુ મહાબલા; આ કવિકલ્પિત એ ભાવના જ અશેાકના ‘ ધર્મવિજય ' ના પાયામાં હાય તે। તો સંહાર પછી તુ જ અશોકના જીવનનું દૃષ્ટિબિંદુ બદલાઇ જવું જોઇએ. પરંતુ પેાતાના સામ્રાજ્યના પ્રત્યેક અાડા લેહચુંબકની શક્તિથી જરાપણ અળગા ન થાય અને પેાતાના થાકેલા દેહને પણ વિશ્રાંતિ મળે એવા નુસ્ખા શાધી કાઢવા માટે અશે કે કલિંગવિજય પછી ચાર વર્ષ આવી ચેાજના રચવા પાછળ ગાળ્યાં. ચાર ચાર વર્ષ સુધી બીજી કશી પ્રવૃત્તિ શરૂ કર્યા વિના જ, રાજનૈતિક દૂરંદેશી વાપરીને પુણ્ વિચારને અંતે અશોકે ‘ ધર્મવિજય ’ ને
* ઊર્મિ, ઓકટોબર ૧૯૩૮ “ સહારને અતે ’- અનામી ’
પ્રાણ-શી માનવતા વધેરી;
સ્થૂલ જીતે વસી સૂક્ષ્મ હાર”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
?
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
: ઇ : અભૂત અખતરે અજમાવ્યો. કલિંગ વિજય પછી અશકને આ માર્ગ સિવાય બીજો રસ્તો જ નહોતો. તેની રાજનીતિ અને વિચક્ષણ બુદ્ધિની આકરી કસોટીના આ સંગોમાં “ધર્મવિજય’ અનિવાર્ય હતો. સ્થળે સ્થળે શિલાલેખો દ્વારા પિતાની ઉચ્ચ વૃત્તિ દેખાડી અને ધર્મપ્રચાર માટે દેશવિદેશ બૌદ્ધ ભિક્ષુઓને મોકલવામાં પણ આ જ ધ્વનિ અંતર્ગત હતો. પિતાને સમસ્ત પ્રાણુ નિચોવી અને શેષ આયુષ્ય પર્યત સામ્રાજ્યને ટકાવી રાખવા માટે અશોકે પોતાના પુર્વજીવનની હિંસક વૃત્તિને ત્યાગ કર્યો અને સંયમી બન્યો.
અહિંસાના સિદ્ધાંત પર રચાએલ “ધર્મવિજય ' એ યુગમાં પણ ગાંધીજીના અહિંસાના શસ્ત્ર એટલે જ સચોટ અને વિજયી નીવડે અને વિશ્વની અન્ય પ્રજાએ અશોક પર મંત્રમુગ્ધ બને એ સ્વાભાવિક છે. આ રીતે શ્રી સુશીલની નૂતન દષ્ટિ મુજબ, પોતાના સામ્રાજ્યના સંરક્ષણ માટે અશકની ઉત્કૃષ્ટ કક્ષાની ચાણક્યબુદ્ધિએ જ વિશ્વના ઇતિહાસમાં અદ્વિતીય એવી ચેજના “ધર્મવિજય” દ્વારા ઘડી કાઢી. પૃથ્વીના પટ પર ભૂતકાળમાં ફેલાએલાં અને વર્તમાનકાળમાં દષ્ટિગોચર થતાં સામ્રાજ્યના રાજનીતિજ્ઞોને અહિંસા અને ધર્મના અન્ય સિદ્ધાંતમાં એટલી અચળ શ્રદ્ધા ન હોવાથી અશોકના જેવું ધીરગંભીર સાહસ કરવા કરતાં ધમકી, કાવાદાવા, જાસૂસી, વૈજ્ઞાનિક શોધખોળ, કેલકરાર ઠરાવો, વાટાઘાટ વગેરેમાં જ પોતાની બધી શક્તિ ખચી, પિતાનું સામ્રાજ્ય સ્થિર રાખવા પ્રયાસ કરે છે. આશેકના “ધર્મવિજય” પાછળ જે વિચારશીલ રાજનીતિ અને ચિરંતન તો છૂપાયાં છે તેને સૂક્ષ્મ અભ્યાસ કરવાને બદલે કલિંગયુદ્ધ અને અશોકને “ધર્મવિજય’ એ બે અકસ્માતને જોડી દઈને ઇતિહાસકારોએ એવી કલ્પના ઘડી કાઢી કે કલિંગના સંહાર પછી અશોકનો જીવનપલટે થયો. વસ્તુતઃ
શ્રી સુશીલની વિચારસરણી મુજબ તેમાં અશોકની સામ્રાજ્યલિસાના - સતિષ માટે અનિવાર્ય વિચક્ષણ ચાણક્યનીતિ જ હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
:
૭ :
“ કલિંગ–ચવ મહારાજા ખારવેલ” ને શિલાલેખ જે હાથી ગુફાલેખના નામથી પ્રસિદ્ધ છે તે વિશેના સ્વ. શ્રી કાશીપ્રસાદ જાય-- સ્વાલના વિસ્તૃત નિબંધ પરથી શ્રી સુશીલને આ ગ્રંથ લખવાની પ્રેરણા મળી હોય એમ લાગે છે. ગ્રંથકારે એ નિબંધને પણ આ પુસ્તકમાં મૂકેલ છે એ યોગ્ય જ છે.
ઓરીસાના ભુવનેશ્વર તીર્થ નજીક ખંડગિરિ, ઉદયગિરિ પર્વત ઉપરની એક પહોળી ગુફાને મથાળે હાથીગુફા લેખ કોતરાવેલ છે. આ શિલાલેખમાં પ્રથમ અહંન્ત તથા સિદ્ધોને નમસ્કાર કર્યો પછી સમ્રાટ ખારવેલના જન્મથી તેના મૃત્યુ સુધીમાં બનેલા ૩૮ વર્ષના બનાવોનું વર્ણન આપેલ છે. ૧૫ વર્ષ બાલ્યકાળમાં ગાળ્યાં પછી ૯ વર્ષ વિદ્યાભ્યાસ અને જૂદી જૂદી કળાઓનાં અધ્યયન પાછળ ખારવેલે પસાર કરેલ અને પછી ૨૪ વર્ષની ઉંમરે તે કલિંગની ગાદી પર બેઠે. પછીનાં ૧૩ વર્ષમાં તેણે કરેલાં કેપયોગી કામ વિશે વિસ્તારથી આ શિલાલેખમાં વર્ણન કરેલ છે. ગાદી પર બેઠા પછી બારમા વર્ષે ખારવેલે મગધપર ચડાઈ કરી પરંતુ મગધરાજ નાસી જવાથી, પ્રજાને હેરાન કર્યા વિના જ પાછો ફર્યો. ફરીથી બે ચડાઈ ખારવેલે મગધ પર કરીને પોતાની સત્તા ત્યાં સ્થાપી. વળી સકાઓ પૂર્વે કલિંગ–જિન નામની મૂર્તિ નંદરાજા રીસામાંથી ઉપાડી ગયો હતો તેજ મૂર્તિ મગધની ચડાઈ વખતે ખારવેલ કલિંગમાં પાછી લાવ્ય. એ પણ આ શિલાલેખ પરથી મળી આવતું હોવાથી જૈન ધર્મને ઉલ્લેખ કરતો સૌથી પ્રાચીન આ શિલાલેખ અગત્યને ગણાયો છે.
હાથીગુફાના આ શિલાલેખ અને તેની નજીકમાં જ પડેલા બીજા ત્રણ ટૂંકા લેખો વિશે વિસ્તૃત માહિતી આપતે એક ગ્રંથ આજથી બે દાયકા પહેલાં “પ્રાચીન જૈન લેખ સંગ્રહ” ને પ્રથમ ખંડ. સુપ્રસિદ્ધ પુરાતત્વવિદ મુનિ જિનવિજયજીએ સંપાદિત કરેલ, તેનું
વ્યવસ્થિત અને સંક્ષિપ્ત સ્વરૂપ તે આ ગ્રંથમાં જ પ્રથમ દેખા દે છે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
:
૮ :
મગધના સાત્રાજ્યનું બીજ પ્રથમ બિંબિસારે અંગદેશને પિતાના દેશમાં મેળવીને રેપ્યું, ત્યાંથી શ્રી સુશીલે આ ગ્રંથના પહેલા પ્રકરણની શરૂઆત કરી અને ત્યારપછી ચંદ્રગુપ્ત અને બિંદુસારના સમયમાં માત્ર કલિંગ સિવાય સારાયે ભારતવર્ષમાં મગધનો કે બજવા લાગ્યો તે વિશે વિસ્તારથી જણાવતી વખતે લેખકે ભારપૂર્વક જણાવ્યું છે કે શ્રમણ અને બ્રાહ્મણના રમણીય ઉદ્યાન–તપાવન સરખા કલિંગને સ્વતંત્ર રાખવામાં અશોકના પૂર્વજો ગૌરવ લેતા અને તેમાં તેમની રાજનીતિનું સૂક્ષ્મ દર્શન હતું. સામ્રાજ્યની લાલસામાં તણાઈને વિનાકારણે અશોકે કલિંગને હત્યાકાંડ છને મૌર્ય સામ્રાજ્યનું પતન નજીક આયું.
કલિંગને ભૌગોલિક પરિચય, મહાભારતના યુગમાં તેનું સ્થાન, ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં મગધની જાહોજલાલીને મધ્યાન્હ, કલિંગ યુદ્ધથી આરંભાએલ અમંગળ, કલિંગને કાચ પાર ન જીરવી શકનાર અશકની દશા, અશોકનું પૂર્વજીવન વગેરેનું વિસ્તૃત દર્શન કરાવનારાં પ્રકરણમાં લેખકને ઉંડો અભ્યાસ અને તેની રજુઆતમાં લેખકની રસદષ્ટિનું દર્શન થાય છે.
કાં ભીખુ, કાં રાજકુંવર અને કાં પાગલશિર્ષક પ્રકરણ aindior' History is more poetic than poetry સૂત્રને ચરિતાર્થ થતું આપણે જોઈએ છીએ. અશોકના મૃત્યુ પછી અમુક વર્ષો બાદ અશક્ત વારસદારોના હાથમાં મગધનું સામ્રાજ્ય આવતાં સર્વત્ર અશાંતિ, અવ્યવસ્થા અને અંધાધુંધી વ્યાપતાં, મગધનું રાજસિંહાસન ડેલતું હતું, તે વખતે કલિંગના રાજનગર તેષાલીમાં યૌવનની પ્રભાથી દેવકુમારની સ્મૃતિ કરાવતા રાજકુમાર ભિખુરાજ કુમાર પર્વતની ગુફામાં શ્રમ અને જન નિગ્રંથના સંગમાં પિતાના આંતરદેહને સાત્વિક બનાવતા, છતાં તોષાલીનાં ખંડેરનાં દર્શનથી વિષાદ અનુભવી, કલિંગના ઉજવળ ભૂતકાળનું પુનરૂત્થાન કરવાના કેડ સેવતો
એ યુવાન કેઈની દષ્ટિએ ભિખુ લાગતા તો કોઈને રાજકુંવરની પ્રતિભા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
તેના ભાલપ્રદેશમાં દેખાતી અને અન્યની દષ્ટિએ તે પાગલરૂપે પણ ભારત. ટૂંકમાં આ પ્રકરણમાં કલિંગ સમ્રાટે ખારવેલના સત્ત્વશીલ એજસનું પ્રથમ દર્શનજ મંત્રમુગ્ધ બનાવી દે છે. '' પછીનાં પ્રકરણમાં સમ્રાટ સંપ્રતિ તથા અન્ય મૌર્ય સમ્રાટ ની નિર્બળ કારકીર્દિની કલંકકથા અને ઉત્સવો વગેરેથી કલિંગની પ્રજામાં ઉલ્લાસ, શ્રદ્ધા અને આશા ઉપન્ન કરનાર મહારાજા ખારવેલ કેવા સંયેગમાં મગધપર અને ઉત્તર હિંદમાં પિતાનું સામ્રાજ્ય ફેલાવે છે તે વિશે વિસ્તારથી કહેવામાં આવ્યું છે. યુદ્ધ દરમિઆન ભટકતાં ભટકતાં વિજિર રાજકન્યા ઘુસી સાથે સમ્રાટ ખારવેલ પ્રણયબંધમાં કેવી રીતે સપડાય છે તેનું પણ મનહર વર્ણન લેખકે કરેલ છે.
ગ્રંથના અંતિમ પ્રકરણમાં ચક્રવર્તી બનેલા ખારવેલનાં બાર બાર વર્ષના સતત પ્રવાસ અને યુદ્ધ પછી રહેલ શેષ આયુષ્ય દરમિઆન એની ખ્યાતિના વિસ્તારનું વર્ણન અને એના વંશજોની આછી કારકીર્દિ જણુંવ્યા પછી કલિંગની રાજનૈતિક સ્થિતિ અને છેવટે નંદરાજાઓના શાસનકાળથી કેશરી રાજાઓના શાસન સુધીના લગભગ એક હજાર વર્ષોમાં કલિંગની પ્રજાની સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિ ઉપરાંત કળા ભાવનાને વિકાસ કે થયો હતો તે વિશે સ્પષ્ટતાથી અને સુરેખતાથી લેખકે જણાવેલ છે.
આ ગ્રંથનું સૂક્ષ્મ પ્રથક્કરણ કરતાં એક બીજું તત્વ એ તરી આવે છે કે મગધ સામ્રાજ્યને દીર્ધકાળ દરમિઆન મગધના રાજવીઓ પર બૌધ્ધ અને જૈન ધર્મને ખૂબ પ્રભાવ હતો. બિંબિસાર, ચંદ્રગુપ્ત, બિંદુસાર, અશોક વગેરેના રાજ્ય દરમિઆન ઉપરોક્ત બંને ધર્મોમાંથી કોઈ વખત જૈનધર્મ રાજધર્મ બનતે તે કોઈ વખત બૌદ્ધધર્મ બનતો અને કવચિત બંને ધર્મો તરફ સમતા રાખવામાં આવતી.
મૌર્ય સામ્રાજ્યની પરાકાષ્ટા એટલે કલિંગનું પતન અને કલિંગના સામ્રાજ્યને ઉદય એટલે મૌર્ય સામ્રાજ્યની અધોગતિ–માત્ર એટલું જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
: ૨૦ :
આ ગ્રંથમાંથી નથી મળતું. અહીં તો લેખક એમ પણ ઇતિહાસ દ્વારા પૂરવાર કરતા હોય એવું લાગે છે કે ત્યાગપ્રધાન શ્રમણ સંસ્કૃતિને રાજ્યાશ્રય મળતાં ધર્મને તેમજ રાજ્યનો વિનાશ પરસ્પરની શિથિલતાને અંગે થયે; જ્યારે બીજી તરફથી કલિંગને યુવરાજ યુગદ્રષ્ટા જૈન સ્થવિરની પ્રેરણાબળે સાચો રાજવી બને. જૈનધર્મીઓ ગૌરવ લઈ શકે એવી એક કથની સમ્રાટ ખારવેલની મગધ પરની પહેલી ચઢાઇનું વર્ણન કરતી વખતે શ્રી સુશીલે મને રંજક ઢબે મૂકી છે. મગધને ભીરૂ રાજવી ખારવેલના આગમનના સમાચાર સાંભળીને નાસી જાય છે તે વખતે જૈનધર્મી સમ્રાટ ખારવેલની સંસ્કારિતા અને સંયમી સુઘડતા અન્ય રાજાઓની પેઠે અઢળક ધન અને ભાલમિલ્કત મગધમાંથી લઈ જવાને બદલે રક્ષણહીન પ્રજાને પિતાને કોઈપણ સૈનિક નો સતાવે તે માટે ખૂબ સાવચેત બને છે અને સમ્રાટ ખારવેલ ગંગાના પુનિત પ્રવાહમાં પિતાના હાથીઓને માત્ર સ્નાન કરાવીને ચાલ્યો જાય છે.
સમ્રાટ ખારવેલની આ ઉદાત્ત રાજનીતિ પ્રત્યેક જૈનધર્મીને તેમજ અન્ય સંસ્કૃતિ પ્રેમીઓને રોમાંચ અનુભવાવે એવી છે. શ્રી સુશીલની સતત અધ્યયનશીલતા વર્ષોથી ગુજરાતને બંગાળી સાહિત્યને રસાસ્વાદ અર્પણ કરતી આવી છે. એવા જ ચિટ્વટભર્યા ઉંડા અભ્યાસને પરિણામે એમણે આ ગ્રંથદ્વારા ભારતવર્ષની તવારીખનું ભૂંસાઈ જતું એક ઉજજવળ પ્રકરણ પિતાની જ ઢબે, રોચક શૈલીમાં ગુજરાતી જનતા સમક્ષ મૂકીને આપણું અલ્પષ્ણુણ ઇતિહાસ ક્ષેત્રમાં એક પ્રાણવાન કૃતિને ઉમેરો કર્યો છે. તાઃ ૨૮-૨-૩૮
રતિલાલ ઉકાભાઈ પટેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
કલિંગનું યુદ્ધ
' યાને મહામે વાહન મહારાજા
ખારવેલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
( ૧ ) બિંબિસારે મગધ સામ્રાજ્યનું ખી રાખ્યું
મગધના મહારાજા ખંબિસાર અથવા શ્રેણિક બહુ ભલા માણસ હતા. રાજવૈભવ અને રાજપ્રપ`ચમાં રહેવા છતાં ભગવાન મહાવીર અને ગૌતમ બુદ્ધતા, અતી શકે એટલેા ગાઢ સમાગમ સાધવામાં એમણે કદી આળસ નથી કરી. એ પ્રતિસ્પર્ધી જેવા ગણાતા સંપ્રદાયામાં બન્ને સંપ્રદાયાના ચાહ મેળવવા, શાસનના મૂળ પુરુષાની અતિ આકરી શિસ્તમાંથી અણુિશુદ્ધ પાર ઉતરવુ એ ખાંડાની ધાર ઉપર ચાલવા જેવુ' દુષ્કર્ ગણાય છે. ભિ બિસાર ભગવાન મહાવીરના પરમ ભકત હતા અને આખર સુધી અનન્ય ઉપાસક રહી શકયા, ખીજી તરફ ગૌતમ બુદ્ધના પણ એ સ્નેહપાત્ર રહ્યા. બૌદ્ધ સાહિત્યમાં જેમ 'િખિસારના અસંખ્ય ગુણગાન મળે છે તેમ જૈન સાહિત્યે પણ મગધના આ મહારાજા શ્રેણિકની પુષ્કળ પ્રશસ્તિ લલકારી છે.
ધર્મ સાહિત્ય રચનારાએ તેા ધર્મના આશ્રયદાતાના યશ ગાય, પણ અત્યુક્તિ અને વધારે પડતા ઠઠારાને ધસી-ભૂસીને સા કરતા નર્યાં ઇતિહાસ-સ`શોધકેાએ પણ મહારાજા શ્રેણિકનુ સૌજન્ય એક અવાજે મજૂર રાખ્યું છે. અલબત્ત, એમના યુગની કેટલીક અતિ સ્વાભાવિક નબળાઇએથી એ પર નહીં જઇ શકયા હાય, અને કાઈ પણ ઇતિહાસ-અંકિત મહાપુરુષને યથાર્થભાવે એળખવા હોય તે તે તે સમયના યુગબળ, સંસ્કારપ્રવાહ સમજવા જ પડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
[ 8 ].
કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
મગધના રાજવી શ્રેણિક, એ દ્રષ્ટિએ, એટલે કે એમના સમયના અંધકાર-પટ ઉપર પણ બહુ તેજસ્વી પુરુષ દેખાય છે.
શ્રેણિકે જ મગધને મહાન બનાવ્યું. શ્રેણિકના પ્રતાપે મગધને આર્યત્વ મળ્યું. રઝળતી ટોળીઓના આશ્રયસ્થાન જેવું ગણાતું મગધ યાત્રાધામ બન્યું. ભગવાન મહાવીર અને મૈતમ બુદ્ધ પણ શ્રેણિકની ધર્મપરાયણતા અને સંસ્કાર તરફ આકર્ષાઇને વખતેવખત મગધની ભૂમિ તરફ વળતા. બીજા રાજાઓ જ્યારે યુદ્ધ અને સંધીથી ભાગ્યે જ નવરા થતા ત્યારે શ્રેણિક મોટે ભાગે ધર્મપુરૂષોના સ્વાગત અને ઉપદેશશ્રવણમાં તલ્લીન રહેતા. પણ એ ઉપરથી મગધરાજમાં યુદ્ધકૌશલ્ય કે રાજ્યની સીમા વધારવાની વૃત્તિ જ નહતી એમ ન કહી શકાય.
શ્રેણિક મહારાજાને એક વાર લિચ્છવીઓની સાથે ઝૂઝવું પડ્યું હતું. લિચ્છવી સરદારે કોઈથી ગાંજ્યા જાય નહિ એવા પાણીદાર હતા. શ્રેણિક મહારાજાએ એ ખડતલ સૈનિકોને સંપૂર્ણ સફળતાપૂર્વક સામનો કર્યો. બનતાં લગી, વગર કારણે સામે જઈને આક્રમણ કરવાની નીતિ એમણે નહોતી સ્વીકારી. પાડોશી રાજ્યો સાથે હળીમળીને રહેવું, નાના ગણતંત્રને પણ ન દુભવવા એમ તેઓ માનતા.
કોણ જાણે કેમ, પણ એક દિવસે શ્રેણિકે એ નીતિનું પહેલું જ સૂત્ર ભૂંસી નાખ્યું. મગધની સીમાને અડીને રહેલા અંગ-દેશ ઉપર આક્રમણ કર્યું. બિંબિસાર જેવા ભકિક રાજવીને એ કેમ ગમ્યું હશે તે નથી સમજાતું. પાડોશી–રાજ્યોને પ્રેમથી ચાહનારો આ પુરુષ, વગર કારણે, સામે ચાલીને આક્રમણ કરવાને કેમ પ્રેરાયો એને ખુલાસો હજી સુધી મળી શકી નથી. સંભવ છે કે અંગદેશ, ઘણે દુર્બળ બની ગયો હોય, એને એક સમર્થ સ્વામીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
બિંબિસારે મગધ સામ્રાજ્યનું બી રેપ્યું.
જરૂર હોય અને શ્રેણિકે સમય જોઇને મગધ ભેગું અંગ મેળવી દીધું હોય.
રાજમુકુટ કલગીથી શોભે તેમ સામ્રાજ્ય પણ નવાં નવાં સંસ્થાનેથી શોભે. પંખીઓનાં પીંછા ઉમેરવાથી મુકુટ જે સુશભિત બનતું હોય તો એકાદ મનોહર પંખી જોયા પછી એનું રંગબેરંગી પીંછ મેળવવાની કયા મુકુટધારીને વૃત્તિ ન થાય ? મહારાજ બિંબિસારના સંબંધમાં પણ કદાચ એમ જ બન્યું હશે. અંગ જેવું એક શાંત-સ્થિર પંખી વીંધી, એમણે પિતાના મગધના રાજમુકુટમાં એક નવું પીંછું ઉમેર્યું.
મગધ-સામ્રાજ્યનું અવિધિપૂર્વકનું ઘડતર એ રીતે આરંભાયું. અંગ” ના આક્રમણ અને પરાભવની સાથે જ મગધ–સામ્રાજ્યનું બી વવાયું. અંકુર જેવું મગધ–રાજ્ય ધીમે ધીમે ઘટાદાર વટવૃક્ષની જેમ વિસ્તરતું ચાલ્યું. મહારાજા બિંબિસારે પાયામાં પૂરેલા એક નાના પત્થર ઉપર મગધ–સામ્રાજ્યની ગગનભેદી ઈમારત ખડી થઈ ગઈ. અંગ ઉપર અધિકાર મેળવવાથી, મગધ મહાન સામ્રાજ્યના રૂપમાં પરિણમશે એવી તે મહારાજા બિંબિસારે કલ્પના પણ કદાચ નહીં કરી હોય.
મહારાજા બિંબિસારથી આરંભાયેલા આ સામ્રાજ્યવિસ્તારરૂપી મંદિરને માથે, સમ્રાટ અશોકે, કલિંગયુદ્ધને કહેર વર્તાવી છેલ્લે ઈંડું ચડાવ્યું. કલિંગયુદ્ધ સામ્રાજ્યવિસ્તારની છેલ્લી સાક્ષી અને મગધ–સામ્રાજ્યની પડતીના પ્રસ્તાવરૂપ બની રહ્યું.
શ્રેણિકને, અંગની સ્વાધીનતા ઝૂંટવી લેવાનું જેમ કોઈ ખાસ કારણ હતું, તેમ અશોકને પણ કલિંગમાં કાળો કહેર વર્તાવવાની મુદ્દલ જરૂર ન્હોતી. અંગે, મગધને કંઈ જ ગુન્હ હોત કર્યો.
શ્રેણિક જેવા ધર્મપરાયણ પાડોશીની હુંફમાં એ નીરાંતે-નિશ્ચિતપણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
[૬]
કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
પડયું હતું. અચાનક શ્રેણિકના હાથ સળવળ્યા. જેટલી સીફતથી, ચાકડે ચડેલો માટીને પીંડે કુંભાર-કારીગર ઉતારી લે તેટલી જ સફતથી શ્રેણિકે અંગને ઉતારી લીધું તો ખરું, પણ શરૂ થએલી સામ્રાજ્યવાદના ચક્રની ગતિને રોધ એ કરી શક્યો નહિ.
સામ્રાજ્ય–ચક્ર જેસર ચાલી રહ્યું. શિશુનાગ ગયા, નંદો ગયા, મૌર્યે આવ્યા. વચ્ચે ઘણું ઘણું આસમાની-સુલતાનીઓ થઈ ગઈ. પણ સામ્રાજ્યવાદનું ચક્ર તો ન ન વેગ મેળવી વીંઝાતું જ રહ્યું. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં, મગધ–સામ્રાજ્યની છેલી સીમાઓ અંકાઈ ચૂકી હતી. સમ્રાટ અશોક, એક સુવ્યવસ્થિત સામ્રાજ્યને વારસદાર બનીને જ જન્મ્યો હતો. ચંદ્રગુપ્ત પછી બિંદુસાર અને બિંદુસાર પછી અશોક મગધ સામ્રાજ્યને ભાગ્યવિધાતા બન્યો. ચંદ્રગુપ્ત બાહુબળથી મેળવેલું સામ્રાજ્ય હજી તો થાળે પડતું હતું. બિંદુસારના સમયમાં છૂટાછવાયા કેટલાક બળવાઓ થયેલા. તક્ષશીલાના એક તોફાનમાં બિંદુસારની હૈયાતી વખતે, કુમાર અશોકને ઠેઠ ઉત્તર હિંદના સીમાડા સુધી જવું પડયું હતું. યુવાન અશકને તક્ષશીલાને વિદ્રોહ શમાવવામાં કંઈ વધુ શ્રમ કરવાની જરૂર હતી પડી.
રાજદંડ હાથમાં લીધા પછી અશોકે કલિંગ-યુદ્ધનું રણશીંગુ $યું. કલિંગમાં, કલિંગની પ્રજાએ કંઈ વિદ્રોહ જગાવ્યો હતો ? કલિંગ કદિકને મગધ ઉપર ચડી આવશે એવી અશકને બીક રહેતી હતી? કલિંગે એવો તે શું અપરાધ કર્યો હતો ? ઉત્તરમાં વૈતરણું, દક્ષિણમાં મહેદ્રગિરિ, પશ્ચિમમાં અમરકંટક વીંધીને જતા સામ્રાજ્યના સીમાડાઓ અશોકને નાના લાગતા હતા? અને કલિંગ તે પ્રમાણે, બ્રાહ્મણ, તપસ્વીઓ અને અસંખ્ય તપોવનોથી ઉભરાતો પ્રદેશ હતો ! અશોકને એવી તે કેવી સુધા લાગી, એવી તે કેવી તૃષ્ણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
ખિખિસારે મગધ સામ્રાજ્યનું બી રાખ્યું.
[ s ]
જાગી કે નિરુપદ્રવ એવા કલિંગના લેાહીથી આવા દેશને પણ પ્રિય– અશાકને પેાતાના હાથ ટ્રંગવા પડ્યા ?
ચંદ્રગુપ્ત પાતે કંઇ ઓછા યુદ્ધકૂશળ ન્હાતા મગધ-સામ્રાજ્યને સાચા પ્રભાવક અને પુરસ્કર્તા એ જ હતા. પણુ ચંદ્રગુપ્તે કલિંગની આબરૂ ઉપર હાથ ન નાખ્યા. અશાકના પિતા બિંદુસાર પણ પેાતાના પિતાની નીતિને અનુસર્યાં. કલિંગ તા એક તપાવન હતુ શ્રમણા અને બ્રાહ્મણેાનું રમણીય ઉદ્યાન હતું. કલિંગ સ્વતંત્ર રહે, સામ્રાજ્યથી અલિપ્ત રહે એમાં જ સામ્રાજ્યની અને કલિંગની શેાભા છે એમ કદાચ અશાકના એ પૂર્વ પુરુષાએ માન્યુ હશે. એટલે તે એમણે કલિંગને ન છ ંછેડયું. એમના કાંડામાં, કલિંગને જીતવાની પુરી તાકાત હોવા છતાં, કલિંગની સ્વતંત્રતામાં જ એમણે પેાતાના સામ્રાજ્યનુ ગૌરવ જોયું.
અરોાક યુવાન હતા. તક્ષશીલામાં એક વાર અણુધાર્યાં વિજય મેળવીને આબ્યા હતા. પેાતાના સગા ભાઇએ સાથે લડીને, એમને જેર કરી ચૂક્યા હતા. રાજતંત્રમાં સિદ્ધાંત કે ભાવનાવાદ ન ચાલે એમ પણ, સભવ છે કે, એણે માની લીધું હાય. ગમે તેમ હોય, પણ ખિખિસારે, શરૂઆતમાં વગર કારણે અંગ ઉપર આક્રમણુ કરી, મગધ–સામ્રાજ્યને પાયે। રાખે। તેમ અશાર્ક પણ કલિંગ સામે યુદ્ધના મેરચે। માંડી, મગધ–સામ્રાજ્યને એટલું બધુ ભારેખમ અનાવી દીધું કે મગધસામ્રાજ્ય પોતે જ પેાતાના ભાર ઉપાડી શકે એવી સ્થિતિમાં ન રહ્યું.
રાજ્યા વચ્ચે યુદ્ધ થાય, પરસ્પરમાં આક્રમણ થાય એ બધું તે કાળને માટે બહુ આશ્ચર્ય જનક ન્હોતુ. પણુ સમ્રાટ અશાક જ્યારે પેાતાના શિલાલેખા વિગેરેમાં પેાતાને પરમ ધર્મ પરાયણ રાજવી તરિકે ઓળખાવે છે, પેાતાના અધિકારીઓને ધર્મ અને નીતિના ઉપદેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
[ ૮ ].
કલિંગનું યુદ્ધ ચાને મહામેધવાહન મહારાજ ખારવેલ.
આપે છે તથા સામ્રાજ્યમાં વસતા પ્રજાજનોને શાંતિ તથા અહિં. સાના સૂત્રો જણાવે છે ત્યારે અશકે આદરેલું કલિંગ યુદ્ધ ખરેખર આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી દે છે. આવા ધર્મી—નીતિપરાયણ, સંત-સાધુએ-શ્રમણે અને તપસ્વીઓને શ્રદ્ધાળુ અનુરાગી અશોક, મહાભારતના યુદ્ધનું સ્મરણ કરાવે એવું નિર્દય વર્તન કલિંગમાં કેમ ચલાવી શક્યો હશે ?
કલિંગના યુદ્ધ પછી તરત જ અશકનો હદય–પલટો થાય છે. શિલાલેખોમાં આ હદયપલટાને ઘણું મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. કલિંગના કરુણસંહારની વિગતે અશકે પોતે જ આ શિલાલેખમાં રજૂ કરી છે. આ વર્ણન વાંચતાં એમ લાગે કે સમ્રાટ અશોકની વતી સમ્રાટના કોઈ ખાસ પ્રતિનિધિએ જ જાણે અજાણતાં આ કર કતલ ચલાવી હોય અને એની જાણ થતાં જ સમ્રાટ અશે કે, શિલાલેખે કે તરાવી, સામ્રાજ્યની પ્રજાને સદાને માટે ગઈગુજરી ભૂલી જવાને આગ્રહ કર્યો હોય. કલિંગના ખૂનખાર યુદ્ધ પછી અશોકના અંતરમાંથી પશ્ચાત્તાપના ઉણ નિઃશ્વાસ નીકળી પડ્યા એમ કહેવા કરતાં, પશ્ચાત્તાપ જેવી કોઈ ભૂમિકાની શોધમાં ભમતા સમ્રાટને કલિંગના યુદ્ધનું એકાદ કરુણ, વાસ્તવિક નાટક ભજવી બતાવવાની અભિલાષા જાગી હશે એમ કહેવું વધુ સંગત લાગે છે.
ખરેખર તે એ હૃદય-પલટ જ નહોતા. કલિંગનું યુદ્ધ સમ્રાજ્યલિસાનું એક સ્મારક છે અને કલિંગના સંહાર માટેનો સમ્રાટનો પશ્ચાત્તાપ રાજપ્રકરણ મુસદ્દીગીરી છે. ધર્મવિજયની
ભાવનારી, ધર્મી જનને મૂચ્છિત બનાવનારી વાત જ એ વખતે સામ્રાજ્યને ટકાવી રાખનારી એક મુખ્ય તાકાત હતી. તેથી જ તો સમ્રાટ અશોકે કલિંગવિજય પછી ધર્મવિજય સિવાય બીજો કોઈ મંત્ર નથી ઉચ્ચાર્યો. તામીલ રાષ્ટ્ર, આ સમ્રાટની પકડમાં ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
બિંબિસારે મગધ સામ્રાજ્યનું બી રોપ્યું.
[ ૯ ]
આવી શકયા, કારણ કે મગધમાં રહીને, દક્ષિણમાં દૂ—દૂર સુધી ધાક બેસાડવી એ સામાન્ય વાત હેતી. કલિંગ પછી દક્ષિણના રાષ્ટ્ર તરફ આ સામ્રાજ્યવાદીની દષ્ટિ જ નહીં ગઈ હોય એમ માની લેવાનું નથી. પણ એ રાષ્ટ્રો લેવા જતાં એની જે કીમત ભરવી પડે તેનો વિચાર કરતાં સમ્રાટ અશેકને થોડી ગભરામણ નહીં થઈ હોય.
કેટલાક કહે છે કે કલિંગવિજય પછી અશકના માથે ધર્મનું ભૂત ચડી બેઠું. પણ એ વાત ગલત છે. સમાન કાનૂન, સમાન રાજવહીવટ અને એકરાષ્ટ્રીયતા જમાવવા માટે સમ્રાટ અશોક પાસે ધર્મ સિવાય બીજો કોઈ ઈલાજ જ નહોતો. ધર્મ અને ભૂતદયાની વાતમાં એક પ્રકારની મોહિની રહેલી છે એમ અશોકે બરાબર જાણે લીધેલું હોવું જોઈએ. પ્રચલિત ધર્મોના સમર્થ પ્રચારકોને સારે આશ્રય આપવાથી સામ્રાજ્યની સ્થિતિ આબાદ જળવાઈ રહેશે એ સૂત્ર, એણે ગમે તેની પાસે પણ બરાબર ગેખી રાખ્યું હશે.
આહારને પચાવવા માટે શ્રમની જેટલી જરૂર છે તેટલી જ આરામની પણ જરૂર રહે છે. ધર્મવિજય એ અશોકને આરામ હતું. જે થવાનું હતું તે થઈ ગયું, બનવા કાળ બની ગયું, હવે ભૂતકાળની વાત સંભારીને નકામું લેહી બાળવાની શી જરૂર છે એમ પ્રજા માનતી થાય અને આખરે સમ્રાટ અશોક જે એક દેવપમ રાજા પિતાને માથે છે એવા આશ્વાસનમાં પ્રજા રાચતી થાય તે પછી સામ્રાજ્યના પાયામાં કોઈ દિવસે પણ લૂણે ન લાગે. કલિંગવિજય પછીના અશોકના વ્યવહારમાં આવી જ કોઈ રાજપ્રકરણ કુનેહ રહેલી છે.
પણ એ કુનેહ, કંઈ કામ ન આવી. પચાસ-સાઠ વર્ષની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
[ ૧૦ ]
કલિંગનુ યુદ્ધ ચાને મહામેધવાહન મહારાજ ખારવેલ.
અંદર કલિંગવિજયના પ્રત્યાધાત પાછા કલિંગમાંથી જ શરૂ થયેા. મગધસામ્રાજ્યના પેટમાં કલિંગ પત્થર જેવું બની રહ્યું. સામ્રાજ્યની પેટપીડા અસહ્ય બની. પરાભવ પામેલા રાષ્ટ્રના કાજળધેરા શ્યામ વાદળમાં, વીજળીને પ્રકાશ, ક્રાણુ જાણે કયાંથી પણ અચાનક ઊતરી આવે છે. કલિંગવાસીઓ, કલિંગની છાતી ઉપર પડેલા પ્રહારાને ભૂલી શકયા નહીં. કલિંગે એક એવા પુરુષ પેદા કર્યો કે જેણે બબ્બે વાર મગધને રાજ્યું: મગધને સામ્રાજ્યમદ ગાળી નાખ્યા. એ પુરુષનું નામ મહામેધવાહન મહારાજા ખારવેલ. પરાભવ પામેલા કલિંગ દેશને આ પુનરુદ્ધારક એક જૈન રાજવી હતા. ઇતિહાસ પણ કેવા અકસ્માત કરે છે ? મગધ સામ્રાજ્યના પાયા રાપનાર બિ’બિસાર–શ્રેણિક, બૌદ્ધ તેમ જ જૈન શાસન ઉભયના લાડીલા પુરુષ હતા; મગધસામ્રાજ્યને છેલ્લી સીમાએ પહોંચાડનાર ચંદ્રગુપ્ત મા, દિગંબર જૈન સમાજની માનીનતા પ્રમાણે ચુસ્ત જૈન હતા. કલિંગવિજય કરનાર અશોક, ઔદ્ સંધના આગેવાન હતા, જ્યારે કલિંગમાંથી આરંભ થયેલા પ્રત્યાધાતના પુરસ્કર્તા–કલિંગના ઉદ્દારક રગેરગમાં રંગાયેàા એક પાકા જૈન પુરુષ હતા.
પણ આ કલિંગ કયાં આવ્યું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
(૨)
ભાગેલિક પરિચય ઘણું જૂના કાળમાં વૈભવ અને વીરતાને વરેલા આ કલિંગ દેશના ઉલ્લેખ મળે છે. એ વખતે કલિંગ સામાન્ય રીતે ત્રણ વિભાગમાં વહેચાયેલું હશે. દક્ષિણ કલિંગ, ઉત્તર કલિંગ, મુખ્ય કલિંગ અથવા મધ્ય કલિંગ એવા એના ભેદ પડ્યા છે. ઉત્તર કલિંગ એટલે ઉત્કલ દેશ. રધુવંશમાંની આ પંકિતઓ –
स तीवा कपिशां सैन्यैद्धद्विरद सेतुभिः उत्कला दर्शितपथः कलिंगाभिमुखो ययौ
ઉપરથી કલિંગ અને ઉત્કલને જુદા જુદા દેશે તરિકે પણ કેટલાકે ઓળખાવે છે. ઉડ અથવા આજકાલ જેને ઓરીસા કહેવામાં આવે છે તે એનાથી જુદો હવે જોઈએ. દિવિજય પ્રકાશમાં –
औड़देशादुत्तरे व कलिंगो विश्रुतो भुवि तद्राज्यं भौमकेशस्य सर्वलोकेषु विश्रुतम् ઉડ્ડથી ઉત્તરમાં કલિંગને જુદો પાડીને બતાવ્યું છે.
લિનીએ પણ પિતાના અહેવાલમાં ત્રણ કલિંગને ઉલ્લેખ કર્યો છે. એણે ઓરીસાના પશ્ચિમ તરફના ભાગને કલિંગ માની લીધું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
[ ૧૨ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામે વાહન મહારાન ખારવેલ.
આજે જેને ઓરીસા અથવા ઉત્કલ કહેવામાં આવે છે તેટલા પૂરત જ ઉત્તર કલિંગ, જૂના કાળમાં નહોતું. આજના કરતાં ઘણે વિસ્તૃત હતા. રાજપ્રકરણ દૃષ્ટિએ કલિંગના ત્રણ ભૌગોલિક ભેદો પડી ગયા હતા. જેમકે, વંશધારા નદીના કિનારાથી માંડી, દક્ષિણમાં વહેતી ગોદાવરી નદી સુધીને પ્રદેશ દક્ષિણ કલિંગ યા મુખ્ય કલિંગ તરિકે ઓળખાતો. કલિંગપત્તન અથવા કલિંગ પાટણપુરી એ એની રાજધાની હતી. ઋષિકુલ્યા નદીથી, વંશધારા સુધીનો પ્રદેશ અધ્યકલિંગ ગણાતે અને એનું મુખ્ય શહેર સમાપપુરી-જેને આજે જૌગઢ કહેવામાં આવે છે તે હતું. કેટલાક આજના સમપૅઢાને એની જૂની રાજધાનીનું શહેર માને છે. ઋષિમુલ્યા નદીથી માંડી, ઉત્તરમાં ગંગા નદી સુધીને પ્રદેશ ઉત્તર કોલિંગ અથવા ઉત્કલ દેશ ગણતે. ગંગાના કિનારામાં વર્તમાન સિંહભૂમિ, મેદિનીપુર અને બાંકરા જીલ્લાને પણ સમાવેશ થઈ જ. વર્તમાન ભુવનેશ્વરની પાસે આવેલા ખંડગિરિ અને ધૌલીની વચ્ચે આવેલા “એક પસ્તર” યા તિસાલી” એનું મુખ્ય ધામ હતું. - રાજપ્રકરણ દષ્ટિએ કલિંગના આવા ત્રણ વિભાગો પડ્યા છતાં એ વિભાગે હમેશાં એકબીજાથી અલગ રહેતા એમ માનવાનું નથી. કોઈ કોઈ વાર એ જુદા પડી જતા અને પાછા એકત્ર પણ થઈ જતા. ઇતિહાસમાં આ ત્રણે ભાગેને કલિંગ અથવા ત્રિકલિંગનું જ નામ મળ્યું છે.
પિરાણિક કથા તે એવી છે કે સુદ્યુમ્ન રાજાને ત્રણ પુત્ર હતા. ગયા, ઉત્કલ અને વિનિતાશ્વઃ એ ત્રણે પુત્રો યથાક્રમે બિહાર, ઉત્કલ અને પશ્ચિમના ખંડમાં રાજ્ય કરતા. આ ઉપરથી ગયા અને ઉત્કલ બહુ નજીક-એક જ સીમાડે હોવા જોઈએ એમ લાગે છે. ગયાસુર નામના એક ઉપાખ્યાનમાં એવી હકીકત મળે છે કે ગયાસુર નામને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
ભેગેલિક પરિચય.
[ ૧૩ ]
એક રાક્ષસ હતો. એનું માથું ગયામાં અને રાજપુરમાં એનું પેટ અથવા નાભિ રહેતા. આ રૂપક ઉપરથી પણ ગયાથી માંડી ગોદાવરી સુધીને પ્રદેશ ઉત્કલ નામે ઓળખાતું હોય, જાપુર એને મધ્ય ભાગ હોય, અને ઉત્કલદેશ કઈ કઈ વાર કલિંગથી છૂટો પડી જતો હોય એમ જણાય છે. વખત જતાં કલિંગના રાજાઓ બળવાન બનતા ચાલ્યા. એમણે પોતાના બાહુબળથી કલિંગેકલ જેવું એક વિરાટ રાજ્ય ખડું કરી દીધું હોય એ સંભવ છે. પછી વખત જતાં ઉત્સલ રાજાઓના વધતા જતા પ્રતાપ પાસે કલિંગ નામ થોડા વખતને માટે ભૂંસાઈ ગયું હોય–ભૂલાઈ ગયું હોય અને આ દેશ ઉત્કલના નામથી ઓળખાતું હોય એમ બને. ઉત્કલના રાજાઓ પોતાને “ત્રિકલિંગાધિપતિ ” માનતા અને એ ઉપાધિમાં પિતાનું ગૌરવ ગણતા.
આ ઉત્કલ અથવા કલિંગ રાજ્યની સીમા ઉત્તરમાં ગંગા, તથા ગયાથી માંડી દક્ષિણમાં ગોદાવરી સુધી પહોંચતી; પૂર્વમાં બંગાળને સાગર અને પશ્ચિમમાં મહારાષ્ટ્રીઓથી વસેલે અસ્મક દેશ હતો. મેખલની ડુંગરમાળા, અમરકંટકની પર્વતશ્રેણુ, ગાંડવાના રાજ્ય અને મેખલ પ્રદેશ, જેની અંદર મધ્ય પ્રદેશમાં આવેલા સિંરગુજા, ચશપુર, ઉદયપુર વિગેરે સમાઈ જતા, એટલે કે મધ્ય પ્રદેશસ્થિત છત્તીસગઢની અંદરથી વહેતી મહા નદીનું ઉદ્ગમસ્થાન સિહાવા. સિંહપુર અને એની નિકટના શ્રીપુર (રાજિમ) અને શિવરીનારાયણ આદિ પ્રદેશ તથા સિંહભૂમિ, બાંકડા અને મેદનીપુર જીલ્લો, પ્રાચીન તામ્રલિપ્ત રાજ્યની સાથે કલિંગ અથવા ઉત્કલમાં સમાઈ જતા.
ઈતિહાસને એ પ્રારંભકાળ હતો. પ્રાથમિક જાતિઓ, સંસ્કૃતિના આઘાત–પ્રત્યાઘાત પામતી હજી તે ઘડાઈ રહી હતી.
એ વખતે, એટલે કે પ્રથમાવસ્થામાં ઉડૂ અથવા એરીસા જેવો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
[ ૧૪ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામે વાહન મહારાજ ખારવેલ.
કોઈ એક દેશ હેત–માત્ર ઉડૂ નામની એક જાતિ હતી, કલિંગના પશ્ચિમ ભાગમાં એ રહેતી. એ પહેલી આર્ય ટોળી હતી. પણ પછી, કલિંગના આદિ નિવાસીઓની અંદર તેઓ ભળી ગયા. દક્ષિણ દ્રાવિડીઓ પણ એમની અંદર સેળભેળ થઈ ગયા. બીજા આર્યોની સરખામણીમાં આ ટેળીઓ ઉતરતી ગણાઈ ગઈ, કારણ કે એમણે આદિ નિવાસીઓની સાથે લોહીનો સંબંધ બાંધી લીધો હતો. એટલા સારૂ જ મનુ મહારાજાએ આ ઉદ્ર જાતિને પતિત ક્ષત્રિય જાતિ માની લીધી હશે.
આર્યોના નવા સમૂહો આવતા ગયા તેમ તેમ આ જૂના ઉોને ખસી જવાની-નવી જાતિને જગ્યા કરી આપવાની ફરજ પડી. એ લેકે ખસતાં હસતાં પહાડી પ્રદેશોની અંદર ભરાઈ ગયા. પછી બહુ કાળાંતરે આ આખો યે પ્રદેશ ઉડ્રદેશના નામથી ઓળખાવા લાગ્યો. પતિત ગણવા છતાં આ ઉડૂ લોકો રૂરૂંવે ક્ષાત્રતેજવાળા હતા. યુદ્ધવિદ્યા એમને ગળથુથીમાં જ ઉતરતી. આજે પણ કેટલાક દેશી રજવાડાઓમાં આ લેકે જ સીપાઈગીરીને ધધો કરે છે.
આર્યો કરતાં અનાર્યોમાં સામ્રાજ્ય ઊભું કરવાની કંઈક વધુ યોગ્યતા તેમ જ ઉત્કંઠા દેખાઈ આવી છે. મગધ–સામ્રાજ્ય એ ભારતવર્ષનું આદિ– જૂનામાં જૂનું સામ્રાજ્ય હતું. અહીં પણ અનાર્યોની જ વિશેષતા હતી. જરાસંધ અને કૃષ્ણ વચ્ચેને વિરોધ મહાભારતમાં સ્પષ્ટપણે વર્ણવ્યો છે. જરાસંધ, આ અનાર્ય જાતિઓને જ અગ્રણું હતો. એણે ઘણા રાજાઓને કારાગારમાં પૂરી દીધા હતા અને પ્રજાની ઇચ્છાથી ચાલતા સંઘત ઉપર પણ પિતાને પંજે વિસ્તાર્યો હતે. વૃષ્ણિયોનું રાજતંત્ર, એ વખતે સૌથી અધિક શક્તિશાળી ગણતું. શ્રી કૃષ્ણ એ વૃષ્ણુિના સંચાલક હતા. જરાસંધે એમને એાછા નથી પજવ્યા. અનાર્ય કહીને આર્યોએ જેમની મશ્કરી કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
ભેગેલિક પરિચય.
[ ૧૫ ]
છે, અવગણના કરી છે તેમણે જ આર્યોના બધા પ્રકારના મદ ભાંગી નાખ્યા છે. જરાસંધના છેલ્લા હુમલાથી છિન્નભિન્ન બનેલા આર્યોવૃષ્ણુિઓને દ્વારકા ભેગું થઈ જવું પડયું હતું.
ઉ પણ ભલે અડધા અનાર્ય ગણુયા હેય. પણ બીજી કોઈ જાતિ કરતાં સ્વમાન કે શક્તિમાં એ ઉતરતા નહેતા. પિતાના રાજાઓને વિષે અનાર્ય જાતિ કંઈક વધુ વફાદાર હોય છે. ઉડોની વફાદારી આજે પણ એમના નાચ ગાન ઉત્સવ વિગેરેમાં પ્રકટ થાય છે. ગંગવંશીય રાજાઓના વખતમાં ઉડુ કે મોટે ભાગે સેનામાં દાખલ થતા. ત્રણ-ત્રણ વર્ષ સુધી માથા પટકવા છતાં મુસલમાને આ ઉ સૈનિકે સામે ફાવી શક્યા ન હતા. અને મુસલમાનેએ જ આ ઉ લેકોને લીધે એરીસા નામ પાડ્યું હોય એમ લાગે છે.
ઉત્કલના ઇતિહાસમાં દક્ષિણ કેશલ નામનું એક રાજ્ય દેખાય છે. કોશલ રાજ્ય, કલિંગ જેટલું પુરાતન નથી એમ કેટલાકે કહે છે. કૌશલ રાજ્યને બૌદ્ધ યુગમાં ખૂબ પ્રસિદ્ધિ મળી ગઈ. કલિંગ એ વખતના મેટાં રાજ્યના નામ આડે છૂપાઈ ગયું. પણ કેશલ અને કલિંગના રાજ્યોને પરસ્પરમાં ઘણું જૂના સમયથી નિકટનો સંબંધ રહ્યો હોય એમ કહેવાય છે. દક્ષિણ કેશલ, ઉત્કલ કેશલના નામથી કોઈ વાર એાળખાયું છે. કેશલ અને ઉત્કલને પહેલેથી જ મીઠો સંબંધ રહ્યો છે.
કેશલ રાજયની રાજધાની, પહેલાં વધુ નદીને કિનારે ચાંદા જીલ્લામાં હોવી જોઈએ. કેશલ બદલાતું બદલાતું આખરે આજના છત્તીસગઢમાં પરિણમ્યું હોય એમ લાગે છે. ઈ. સ. ની પાંચમી શતાબ્દિમાં કેશલ રાજાએ ઉત્કલના સિંહાસન ઉપર આરૂઢ થયા
અને કેશલનું સ્વતંત્ર અસ્તિત્વ માત્ર ઈતિહાસના પાને જ રહી ગયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
[ ૧૬ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામે વાહન મહારાજ ખારવેલ
ઉત્કલ દેશ ઉપર થઈને યુગબળના અનેક વાવટાળ પસાર થઈ ગયા છે. ઘસાતું–ભૂંસાતું, કાયા પલટતું એરીસા આજે જે નકશા ઉપર દેખાય છે તેની ઉત્તરે સુવર્ણરેખા નદી, મેદિનીપુર અને ધવલભૂમિ આવી રહેલાં છે. પશ્ચિમમાં સિંહભૂમિ, અને મધ્ય પ્રદેશ, દક્ષિણમાં ગંજામ છલ્લો અને પૂર્વમાં બંગાળાને સાગર છે. એનું ક્ષેત્રફળ ૪૧૭૮૨ વર્ગ માઈલ છે અને વસતીની સંખ્યા ૮૭૭૬૦૪૫ જેટલી છે.
ઉત્કલ-દેશ વન–જંગલ, પહાડે, નદીઓથી ભરચક છે. પર્વ તમાંથી વહેતી નદીઓ જે કાંપ ઠલવે છે તેને લીધે સમતલ ભૂમિ ઉપરના ખેતરે ફલદ્રપ બને છે. દરિયા પાસેને પ્રદેશ મોટે ભાગે રેતીથી છવાયેલો છે.
કુદરતી સૌંદર્યનું તે આ એક લીલાક્ષેત્ર છે એમ કહીએ તે ચાલે. જેને સંસાર ઉપરના સુંદરમાં સુંદર દો કહેવામાં આવે છે તેમાંના ઘણાખરા દો આ ભૂમિમાં વધતા-ઓછા પ્રમાણમાં મળી શકે છે. લાંબી અને ઊંચી પર્વતશ્રેણુઓ, લાંબી અને પહેલી જળભરપૂર નદીઓ, ગાઢ અરણ્ય, વિશાળ મેદાને, અહોનિશ ગુંજતાં જળપ્રવાહો અને હરિયાળા ખેતરોથી આંખને આરામ આપતા પ્રદેશેની અહીં ખોટ નથી. સ્વચ્છ સરેવરેની સાથે ઉના પાણુના કરાઓ પણ ઉકલ દેશમાં છે. પ્રકૃતિનું બહુ લાડક્વાયું સંતાન હોય તેમ ઉત્કલને કુદરતે અનેક રીતે નવાયું છે.
ઊચાદુર્ભેદ્ય પહાડો, દુસ્તર નદી-નાળાઓ અને અને લીધે વિદેશી હુમલાખોરો, ઉત્કલથી આઘે ને આઘે જ રહ્યા છે. જેટલી સહેલાઇથી બીજા દેશોને રંજાડ્યા છે તેટલી સહેલાઈથી તેમણે ઉત્કલની ભૂમિ ઉપર અત્યાચાર નથી કર્યા. ભારતવર્ષમાં વિદેશી
એના આક્રમણ ઉતરવા લાગ્યા ત્યારે પણ ઉત્કલ એની કુદરતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
ભાગાલિક પરિચય.
[ ૧૭ ]
ઊંચી દીવાલાને લીધે ધણા લાંબા વખત સુધી સહીસલામત રહી શકયું હતું. આવા શાંત, સુરક્ષિત પ્રદેશમાં કળા, શિલ્પ, સાહિત્યને સારૂં ક્રીડાંગણુ મળી જાય એ સ્વાભાવિક છે. ઉત્કલના પ્રાચીન મદિરા અને સાહિત્ય ગ્રંથામાં ઉત્કલની પુરાણી જાહેાજલાલીનાં અનેક અવશેષ પડ્યાં છે.
હીરા, પત્થર, કાલસા, સેના તથા લેઢાની ખાણા પણ ઉત્કલમાં ઘણી મળી આવી છે. ઉત્કલ સ્વતઃસ’પૂર્ણ છે. ભારતવર્ષના ખીજા બધા અગા કરતાં આ ભાગ ઉપર પ્રકૃતિને કંઈક વધુ પક્ષપાત હાય એવી કલ્પના સ્ફુર્યાં વિના ન રહે. ઉકલને જાણે કે, ખીજા રાજ્યાના વધતા ખળ-પરાક્રમની કંઇ જ પરવા નથી. એને કાઇને લૂટી લેવાની, ડ્યૂટી લેવાની કઇ જ જરૂર નથી. ઉત્કલને આંગણે કલ્પવૃક્ષ ખીલે છે. મ્હારના જો એને ઉપદ્રવ ન કરે તે સથા આત્મસ'તુષ્ટ રહી શકે એવી એની સ્થિતિ છે.
આવે। સુખી, શાંત, પ્રકૃતિએ કરીને રમણીય અને સ`સ્કારે કરીને ભદ્રિક દેશ પણ જો છંછેડાયા હાય તો મગધ–સામ્રાજ્યની શક્તિને પણ મહાત કરી શકે—વિના કારણે લાખા મનુષ્યોના રક્તનું ખપ્પર ભરી દેનાર સમ્રાટની સત્તાને ઉખેડી નાંખી પાતાની પ્રાંતિય અસ્મિતા પુરવાર કરી શકેઃ એ બધું આપણે હવે પછી જોશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
(૩) મહાભારતના યુગમાં
ગવેદમાં કલિંગ નામના દેશને ઉલ્લેખ છે. રામાયણમાં
ઉડ, કલિંગ અને ઉત્કલ એ ત્રણેને નિર્દેશ કરવામાં આવ્યો છે. એ ઉપરથી રામાયણના સમય પૂર્વે ઉઝ કે કલિંગમાં આવીને રહ્યા હશે એમ જણાય છે. ઉરૂ કે મૂળ આર્ય હેવા છતાં, આદિ નિવાસીઓ સાથેના ઘણા લાંબા સમયના વસવાટને લીધે એમનામાં ધર્મ તથા સભ્યતાનું ઘણું વિચિત્ર સંમિશ્રણ થયું હશે. મનુએ એમને સંસ્કારપતિત માન્યા હોય તે એમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. મહાભારતમાં ઉ રાજાએ, પાંડવોને હાથીદાંત ભેટમાં મોકલ્યા હોય એવું સૂચન છે. યજ્ઞ અને હિંસાત્મક બલિદાનની પ્રથાઓ જ્યારે પ્રચલિત હતી ત્યારે આ ઉડો, બાળકનાં બલિદાન દેતાં અને એ રિવાજ અંગ્રેજી સલતનતની સ્થાપના થઈ ત્યાં સુધી શેડે–ઘણે અશે પ્રચલિત હતું એમ કેટલાક કહે છે
કૌર અને પાંડ વચ્ચે જે મોટું યુદ્ધ થયેલું તેમાં કલિંગની સેના કૌરવના પક્ષે રહેલી સ્થિતિ એવી હતી કે સમસ્ત ભારતવર્ષના રાજવીઓને આ યુદ્ધમાં એક યા બીજા પક્ષમાં જોડાવું જ જોઈએ. કલિંગે કૌરને સહકાર આપ્યો, એ વખતે કલિંગના રાજા શ્રેતાયુ અથવા કૃતાયુધે પિતાના બહાદૂર પુત્ર, ભાનુમાન, કેતુમાન તથા શુકદેવને સાથે લઈ ભીમની સાથે ભારે તુમુલ યુદ્ધ કર્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
મહાભારતના યુગમાં.
[૧૯]
કલિંગે આ લડાઈમાં સાઠ હજાર રથ તથા પર્વતની સાથે સ્પર્ધા કરે એવા દસ હજાર હાથીઓ ઉતાર્યા હતા.
સેનાનાયક ભીમની આગળ રહીને જે સુભટોએ રણ ખેલ્યા છે તેમાં કલિંગના રાજપુત્ર મુખ્ય હતા. ધૃષ્ટદ્યુમ્નનું, દ્રોણના ભારામાંથી રક્ષણ કરવા ભીમે, એમ કહેવાય છે કે, એકી સાથે સાત બાણ છોડ્યા હતા. દ્રોણને શિરે જીવનું જોખમ છે એમ જોઈને કલિંગ રાજપુત્રો, તત્કાળ ભીમની તરફ દેડ્યા. એ પછી કલિંગના રાજા અને ભીમની વચ્ચે ઘર સંગ્રામ જામે. એ સંગ્રામને જગત ક્ષયકર ” જેવું વિશેષણ લગાડવામાં આવ્યું છે.
ભીમને ચેદિ સૈન્યની સારી સહાય હતી. એમની સામે કલિંગના સુભટ વીરે ખડા હતા. કલિંગના સુભટ રાજકુમાર કેતુભાને પિતાના સૈન્ય સાથે, પર્વત ઉપરથી પાણીનો પ્રવાહ છૂટે તેમ યાહેમ કરીને ધસારે કર્યો. ચેદિ સૈન્ય પોતાના આગેવાનને રખડાવી, મેદાનમાંથી નાસી છૂટયું. સૈનિકમાં ભંગાણ પડતાં ભીમ એકલે હાથે લડી રહ્યો. કેતુમાનની મદદે, થેડી વારે મૃતાયુ અને શુકદેવ પણ આવી પહોંચ્યા. મુશળધાર વૃષ્ટિ વરસે તેમ એમણે ભીમ ઉપર ઉપરાછાપરી તીરને વરસાદ વરસાવ્યો. શુકદેવના બાણથી ભીમના રથના ઘોડા ઘવાયા–જમીન ઉપર ઢળી પડ્યા. ભીમે રથમાંથી ઉતરી ગદાયુદ્ધ આરંભ્ય. ગદાપ્રહારમાં ભીમની સામે ટકી રહેવું મુશ્કેલ હતું. શુકદેવ અને એને સારથી, ભીમની ગદાથી મૃત્યુ પામ્યા. શ્રુતાયુ પિતાના પુત્રનો ઘાત નીહાળી, વાઘની જેમ છંછેડાયે. એણે ભીમ ઉપર તીરની વર્ષા કરી, ચારે કેરથી ઘેરી લીધું. ભીમની ગભરામણને પાર ન રહ્યો. ગદા અત્યારે નકામી હતી. એણે હાથમાં તલવાર લીધી. રાજા શ્રેતાયુના તીરને તલવારથી છેદતો ભીમ ક્યાં સુધી વ્યાકુળભાવે લડ્યો.
શ્રેતાયુને સહાય કરવા, ભાનુમાન પણ આવી પહોંચ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
[ ૨૦ ]
કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
ભાનુમાન તીરવિદ્યામાં ખૂબ કૂશળ હતા. ભીમની આંખ આગળ અંધકાર વ્યાપી રહ્યો. આ કલિંગ રાજકુમારના દાવપેચમાંથી છટકવાનું ભીમને અશક્ય લાગ્યું. આખરે બીજો કોઈ ઉપાય ન સૂઝવાથી ભીમ, સાહસપૂર્વક ભાનુમાનના હાથી તરફ દેડ્યો. ભીમના આઘાતથી ઘવાયેલે હાથી તથા ભાનુમાન પણ મૂચ્છિત બની ધરતી ઉપર ઢળી પડયા. ફરી એ ઊભા થઈ શક્યા નહીં. અત્યાસુધીમાં, બન્ને પક્ષેમાં એટલા સૈનિકે હણાઈ ચૂક્યા હતા કે મુડદાએના મોટા ગંજ ખડકાઈ ગયા હતા.
શ્રેતાયુએ પિતાના બે પુત્રોને રણમાં છેલ્લી પથારી કરતા પ્રત્યક્ષ જોયા અને તેણે મરવા કે મારવાનો છેલ્લો ભિષણ નિશ્ચય કરી વાળ્યો. ક્રોધથી ધુંવાકુંવા બનેલા આ મહારથીઓ એકી સાથે નવ ધારદાર તીર ભીમ તરફ છોડ્યા. ભીમ બાણથી વીંધાઈને પૃથ્વી ઉપર પછડાય. સારા ભાગ્યે અશોક નામના સારથીએ આ દેખાવ જે. તે એકદમ પિતાના રથને દેડાવતે, ભીમ પાસે પહોંચી ગયો. મહામુશ્કેલીએ ભીમ, ધરતી ઉપરથી ઊઠી, રથમાં બેઠે. ફરી ઘમસાણ આરંભાયું. શ્રુતાયુએ તો આ પાર કે પેલે પાર જવાનો નિર્ણય કયારાએ કરી વાળ્યો હતો.
આખરે કૌરવ–પક્ષને નાશ તે નિર્માયેલો જ હતો. કલિંગના રાજા શ્રેતાયુ, અને એને કુમાર કેતુમાન વીરગતિને પામ્યા. કેતુમાનના બે અંગરક્ષકો પણ એમની સાથે જ યુદ્ધશયામાં સૂતા. પિતાના રાજા અને કુમારને પ્રત્યક્ષ ભરતાં જોઈને પણ કલિંગની સેના નિરાશ ન બની. જાણે વેરને બદલો વાળવા માગતી હોય તેમ એ સેના, પિતાના સ્વામીના મૃત્યુ પછી પણ હથેલીમાં માથું રાખી ઝઝૂમી. કલિંગ–સૈન્યને માર ભીમને અસહ્ય થઈ પડ્યો. ફરી
એક વાર એને પિતાના રથમાંથી નીચે ઉતરવું પડ્યું. અકShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
મહાભારતના યુગમાં.
[ ૨૧ ]
ળાએલા ભીમે, આખરે ઉપરાઉપરી ગદાના પ્રહાર કરી ૨૭૦૦ જેટલા કલિંગ-સૈનિકને અચેત બનાવી દીધા.
મહાભારત એટલે જ સંહારની છેલ્લી સીમા. કલિંગના પણ ઘણા હાથી, ઘોડા તથા સુભટના સમૂહ આ યુદ્ધમાં નાશ પામ્યા. ધષ્ટદ્યુમ્ન અને સાત્યકિ ની સહાય આવી પહોંચતા ભીમનો બચાવ થયો. સાત્મકી જેવા મહારથીઓ પણ કલિંગ સેનાની વીરતા અને અડગતાની સ્તુતિ કરી છે.
રામાયણના કથન પ્રમાણે રામ પણ વનવાસ વખતે અહીંથી પસાર થયા હતા. કલિંગના ઘણું ક્ષેત્રે શ્રી રામના પાદરેથી તથા સ્નાનથી પવિત્ર થયેલા મનાય છે. દંડકારણ્યના નામથી પ્રસિદ્ધ પામેલું તપવન અહીં જ હતું. મહારાજા રઘુ પણ દિવિજયને અર્થે ઉત્કલ અથવા કલિંગમાં થઈને ગયા હતા.
વાણિજ્યના વિષયમાં પણ કલિંગ, બીજા કોઈ દેશની અપેક્ષાએ ઉતરતું નહોતું. મહાભારતના સભાપર્વમાં ઉડ રાજાઓએ પાંડને હાથીદાંતની ભેટ મેકલ્યાનો પ્રસંગ છે. કલિંગમાં હાથીઓની સંખ્યા કુદરતી રીતે જ ઘણું મટી હતી. હાથીઓ મોટા પ્રમાણમાં હેય તે દેશ, દુશ્મનની સામે સફળ૫ણે સામને કરી શકે. કલિંગમાં હાથી અને હાથીદાંતને ઘણું મોટા પ્રમાણમાં વેપાર ચાલતો હતો. કલિંગના બે વેપારી-પુત્રે, ૫૦૦ જેટલા ગાડા હાથીદાંતના ભરીને વેચવા માટે દેશાવર જતા હતા ત્યાં તેમને ગૌતમબુદ્ધના દર્શન થયા અને એમને ઉપદેશ સાંભળી ભિક્ષુસંઘમાં ભળી ગયા એવી એક કથા છે. કલિંગ દેશ આ ઉપરથી વાણિજ્યકુશળ હોય એમ લાગે છે.
નદીઓ મારફત હિંદના વ્યાપાર એ યુગમાં ચાલતા. કલિંગમાં નાની–મોટી ઘણી નદીઓ છે-વ્યાપારના આ બધા માર્ગોથી કલિંગમાં લક્ષ્મી ઠલવાતી. મોટા સમુદ્રો પણ કલિંગના વેપારીઓ ઓળંગતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
[ ૨૨ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામેધવાહન મહારાજ ખારવે
શ્રમયુગમાં કલિંગના ધણા સાહસિક વેપારી સમુદ્રમાર્ગે દૂરદૂરના ટાપુઓમાં જતા.
કલિંગની ભૌગાલિક તેમજ સાંસ્કારિક સ્થિતિ ઘણી ઉન્નત હતી. ખીજા પાડેાશી રાજ્યેાની જેમ કલિ ંગે, સામ્રાજ્યવાદના માહ નથી રાખ્યા. લશ્કરી બળ ધરાવવા છતાં એણે પ્રથમથી જ પેાતાની શાંતિ અને સ્વાધીનતાને જ પ્રિય ગણી છે. જે કાળમાં મત્સ્યન્યાય પ્રચલિત હતા—બળવાન ખીજાને ગળી જાય એ સામાન્ય જીવનસૂત્ર બની રહ્યું હતુ તે વખતે પણ કલિંગ એ લેાભથી નિપ રહી શકયું હતું.
સંસ્કારથી શાભિત, વ્યાપારવાણિજ્યથી મ`ડિત અને તપરવીઆથી વિભૂષિત કલિંગને માટે એ જ ચિત હતુ. પ્રકૃતિએ પેાતે જ એને બધી રીતે પરિપૂર્ણ બનાવ્યુ હતુ. પ્રતિસ્પર્ધી અને મદેાન્મત્ત પાડાથી રાજ્યેાની પણ કલિંગની સંયમી સ્થિતિ જો આંખ ઠરતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
(૪) નયુગ
કુલિંગરાજ ખારવેલના એક શિલાલેખમાં, કલિંગે મગધ ઉપર મેળવેલા વિજયનુ* આ પ્રમાણે વર્ણન કરવામાં આવ્યુ છેઃ
“ વારસમ ૬ સે....સૈહિ વિસાયંતિ ઉત્તરાપથરાजानो... मगधानं च विपुलं भयं जनतो हथिसु गंगाय पाययति ( 1 ) मागधं च राजानं वहसतिमितं पादे ચંદ્રાતિ (1) જ્ઞાનનીત ૨ જાહિ—નિન—સંનિવેશ गहरतनान पडिहारेहि अंगमागाधवसुं च नेयाति ( । ) "
બારમે વરસે કલિંગરાજ મહામેધવાહન ખારવેલે ઉત્તરદેશના રાજાઓને ભયભીત બનાવી મૂકયા. મગધના નિવાસીએ ઉપર ધાક એસારવા એણે પેાતાના હાથીઓને ગંગાનદીનું જળપાન કરાવ્યું. મગધરાજ બૃહસ્પતિમિત્રને એણે પગ પાસે ઝૂકાવ્યેા. અને નંરાજા લિંગની જે જિનમૂર્ત્તિ ઉપાડી ગયે। હતા તે તેમ જ ખીજા, ગૃહરત્નાની સાથે અંગ–મગધનું ઘણુંખરું ધન પ્રતિહારે। મારફત કલિંગ ભેગુ કરી વાળ્યું.
એક નંદરાજા-મહાપદ્મનઃ અથવા નવને લિંગ ઉપર આક્રમણ કરી, કલિંગમાંથી એક જિન–મૂર્ત્તિ મગધમાં આણી હતી અને મહારાજા ખારવેલે બૃહસ્પતિમિત્રને હરાવી એજ મૂર્તિ પુનઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
[ ૨૪ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામેધવાહન મહારાન્ન ખારવેલ,
કલિ’ગમાં સ્થાપી હતી એ વાત નિર્વિવાદપણે સૌ કોઇએ સ્વીકારી છે. આ નાઁદ રાજાએ કાણુ હતા ?
બિ બિસાર શિશુનાગવંશના હતા. એ વંશના હાથમાંથી મગધની રાજસત્તા સરતી સરતી દાના હાથમાં ગઈ. નવશ વિષે બ્રાહ્મણસત્તા જરા વક્રદષ્ટિએ જોતી હોય એમ કેટલાક પુરાણાનાં ઉલ્લેખ ઉપરથી જણાય છે. આ પુરાણુ રચિયતાએ નવા રાજાએ તા ન્હાતા ઉપજાવી શકતા, પણુ રાજાઓને પ્રતિષ્ઠા અપાવવી કે એમને હલકા પાડવા એ બન્ને કામેા વગરસ કાચે કરી શકતા. નંદરાજાએ પરાક્રમી હતા, સારા ધનસંચય પણ ધરાવતા, પરંતુ પુરાણકારાના કહેવા પ્રમાણે એ બહુ હલકા વશના હતા. રાજવંશ ક્ષત્રીઓના જ હાવા જોઇએ, એમ પહેલા મનાતું. આ નંદવંશે ક્ષાત્રવ`શને નાશ કર્યાં. શૂદ્ર ભૂપાલાને માટે રસ્તા સાફ કરી આપ્યા. પુરાણાના અભિપ્રાય પ્રમાણે નંદવંશના આરંભ સાથે હડહડતી કળિકાળ બેઠે.
નદ રાજવંશને ઉતારી પાડવાનું એક જ મુખ્ય કારણ લાગે છે. સબળ ગણાતી બ્રાહ્મણસત્તા નંદરાજ્યમાં ખૂબ જ ક્ષીણુ બનતી જતી હતી. શિશુનાગવંશના સમયથી એ સત્તા ઉપર પ્રહારો તા થયા જ કરતા, પણુ વચ્ચે વચ્ચે થાડા આશ્રય પણ મળી જતો. નંદના સમયમાં એટલે આશ્રય મળતા પણુ બંધ થયા અને જેને બ્રાહ્મણુસત્તા માટે મુદ્લ પક્ષપાત ન હોય તે કુલીન કે પ્રતિષ્ઠિત વંશના ક્રમ હાઇ શકે ? નંદવંશ, એટલા માટે જ “ શુદ્ધાગૌદ્ભવ ’ ગણાઇ ગયા.
બ્રાહ્મણ-પુરાણેને નંદવંશનું નામ નથી ગમતું, બૌદ્ધ સાહિત્યમાં નંદવંશ વિષે ધણા ગાઢાળા કરી દેવામાં આવ્યા છે. બૌદ્ લેખકાને નવંશના સીધા પરિચય નથી રહ્યો. સાંભળેલી ઊડતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
ન યુગ.
[ ૨૫ ]
વાતા ઉપર જ એમણે આધાર રાખ્યા છે. જૈન સાહિત્યમાં નંદવંશ વિશે ઘેાડી, પણ કસેાટીમાં ટકી રહે એવી હકીકતા મળે છે. નંદ– રાજાઓએ નિર્માવેલા સ્તૂપના અને સ્તૂપાની અંદર ભંડારેલી સુવર્ણ રાશિની વાત “ દીપમાળાકલ્પ ”માં આવે છે. પુષ્પમિત્ર જે બૌદ્ધો અને જૈનાના પાકે દુશ્મન હતા તેણે આ સ્તૂપે। સુવર્ણની લાલચે ખેાદાવી નાખ્યા હતા.
નંદરાજાએ જૈન હતા—શ્રદ્ધાળુ શ્રાવક જેવા નહિ હોય તા પણ જૈનત્વ વિષે સદ્ભાવ તા જરૂર ધરાવતા હશે. આવા એક નંદ રાજાએ શા માટે કલિંગ ઉપર ચઢાઇ કરી ? ખીજું કઇં નહિ, જૈન મૂર્ત્તિ લઇ જવાનું એને શું કારણ હશે ? કાષ્ઠ જૈનને એ શાભે ? યુદ્ધને એ યુગની એક સામાન્ય મહામારી લેખીએ તે ચાલે. યુદ્ધને અંતે લૂટકાટ પણ એટલી જ સ્વાભાવિક ગણાતી હશે એમ માનીએ. પણ એક જૈન રાજા, બીજા રાજ્યમાંથી જિનમૂર્તિ ઉપાડી જાય એ વાતના મેળ નથી બેસતા. કલિંગમાં મગધના આ આક્રમણ્ વખતે જૈનશાસનને સારા પ્રભાવ હશે, મંદિશ અને મૂર્ત્તિઓથી સમૃદ્ધ હશે એ તે। દેખીતી વાત છે.
વીતભયનગરના રાજા ઉદાયન અને અવંતીના રાજા 'પ્રદ્યોત વચ્ચે પણ જિનમૂર્ત્તિને અંગે એક વાર ભારે સંગ્રામ થયેલે. જિનમૂર્તિઓનુ “ ચમત્કારીપણું ” માટે ભાગે આમાં જવાબદાર હશે. મૂર્ત્તિ માત્ર પૂજાને અર્થે કે નિળ ભાવશુદ્ધિને અર્થે જ હાઇ શકે એ માન્યતા યથાર્થ સ્વરૂપમાં નહિ સમજાઇ હોય એમ પણ બને. મૂર્તિના પ્રભાવે, શાસનદેવા એ દેશનુ સ’રક્ષણ કરવા બંધાયેલા રહે છે એવી જનસમુદાયની પાકી શ્રદ્ધા બંધાઇ ગઇ હશે. મૂર્તિનું અપહરણ દેશનું મેટામાં મેટું દુર્ભાગ્ય મનાતું. કલિંગને શિરે, નંદરાજાના સમયમાં એ કલક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
[ ૨૬ ]
કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
ચોંટયું. એ કલંકની વેદના, સૈકાઓ વીતવા છતાં કલિંગ નહેતું ભૂલી શકયું.
નદયુગના આ પ્રથમ આક્રમણે કલિંગને માથે એક અપમાન લાદવા સિવાય બીજું કંઈ ખાસ નુકશાન કર્યું હોય એમ નથી. લાગતું. એ વખતે મગધ સામ્રાજ્યવિસ્તાર ચાલુ હતો. પણ એક રાજ્યને પરાભવ કર્યા પછી, તળીયાઝાટક રાજપલટો થવો જ જોઈએ એમ નહેતું મનાતું. કલિંગ, મગધની માત્ર નામની તાબેદારી સ્વીકારી લીધી હશે.
નંદ રાજાઓના સમયમાં કલિંગ નબળું બન્યું હતું. મૂર્તિનું અપહરણ, કલિંગની એ વખતની સામાન્ય નબળાઈ સૂચવે છે. રાષ્ટ્રધ્વજનું અપમાન જેમ કેઈ સ્વતંત્ર રાષ્ટ્ર સહન કરી શકતું નથી–એનો બદલે લે છે ત્યારે જ જંપે છે તેમ મૂર્તિનું અપહરણ કલિંગની પ્રજાના દિલમાં શલ્યની જેમ ખૂંચતું હોવું જોઈએ. વર્ષો વીતવા છતાં એ વેદના વિસારે ન પડી. ખારવેલના પ્રથમ આક્રમણની સાથે એ અપમાનને કલિંગ–રાષ્ટ્ર બદલો લીધે.
મહાપદ્મનંદે કલિંગથી આગળ વધી દક્ષિણમાં પિતાની સત્તા જમાવી હતી. એટલે કલિંગ તે માત્ર માર્ગમાં જ આવતું હતું. મગધ સામ્રાજ્યને નંદયુગમાં ખૂબ વિસ્તાર મળી ગયે. નંદના સૈનિકે, ઘોડેસ્વારે, હાથીઓ અને રથનાં, પરદેશી મુસાફરોએ જે વર્ણને આપ્યાં છે તે જોતાં પ્રથમ નંદરાજા ઘણે શક્તિશાલી હે જોઈએ. મગધ સામ્રાજ્ય એ માત્ર સ્વપ્નની વસ્તુ નથી, પણ વાસ્તવિકતા છે એમ મહાપદ્મનંદ બરાબર જોઈ શક્યો હતો. સૈન્યવૃદ્ધિ, સમાન માપ–લ અને દ્રવ્યસંગ્રહની દષ્ટિએ આ નંદવંશને મૂળ પુરુષ આજના યુગના કેાઈ સર–મુખત્યાર જેવો જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
ન યુગ.
[ ૨૭ ]
ન યુગની સમાપ્તિ સાથે મૌર્ય યુગ આરંભાય છે. પરદેશીઓના આક્રમણુ, ચામાસાના વાદળની જેમ ઉપરાઉપરી ઘેરાય છે, વરસીને પાછા વીંખાઇ જાય છે. મગધ–સામ્રાજ્યના વિસ્તારમાં કષ્ટ અવનવા રંગા પૂરાય છે, દરિયા અને ડુંગરાથી વીંટળાયેલા દેશમાં, દૂરદૂરના પ્રકાશ અને પ્રવાહ એચીંતા ઠલવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
(૫) ચદ્રગુપ્ત માય
ન યુગને મગધ–સામ્રાજ્યના ઉધ્યયુગ કહી શકાય. મૌર્યયુગમાં મગધ–સામ્રાજ્યના સૂર્ય મધ્યાન્હ આવ્યેા. કૈાશલ, અવન્તિ, વત્સ, કાશી અને અંગ તે મગધના અધિકારમાં હતા જ, ચંદ્રગુપ્ત– મૌર્યે પશ્ચિમના ઘણાખરા પ્રદેશેા સામ્રાજ્યમાં મેળવી, મગધ–સામ્રા જ્યને અતુલ વ્યક્તિત્વ આપ્યું. એ સમય સંક્રાંતિના હતા. ઉત્તરમાંથી ધનલે લુપી–રાજ્યલે।ભી પરદેશીઓનાં ટાળાં ભારતની ધરતીને ખુંદવા ઉપડી ચૂકયા હતા. રાજા માત્ર રાજ્યને ભાગવી જ જાણતા. રાજ્યે। હતાં પણ શાસનને નામે તે। શૂન્યતા જ વર્તતી. શાસન જેવી કાષ્ઠ વસ્તુ ન હેાય ત્યાં સુશાસનની આશા કાણુ રાખે ?
સત્તામાં આવતા અને અદૃશ્ય બનતા રાજ્યવશેાની એક મેટી ચેાપાટ ખેલાઇ રહી હતી. અંદર–અંદરના વિગ્રહે અને ઉપરથી ઊતરી આવતા હુમલાખારાના અત્યાચારાથી પ્રજા ત્રાય ત્રાય પોકારી રહી હતી. ચંદ્રગુપ્ત મૌર્ય અને એના વિચક્ષણ મંત્રી ચાણકયે એ પરિસ્થિતિ જોઇ લીધી. મગધનું સિંહાસન હરતગત કરવામાં, નાના ઊંડે ઊંડે ઉતરી ગએલાં મૂળ ઉખેડવામાં ચંદ્રગુપ્તમૌયને અને ચાણાકયને પણ કંઇ એછી મહેનત ન્હોતી કરવી પડી. રાજ રાજ નવા કાવાદાવા ખેલાતા. નવી સાગઠીએ મંડાતી. ચાણકયને અને ચદ્રગુપ્તને ભાગ્યદેવીએ જ સહાય કરી. બન્ને બુદ્ધિશાલી અને ખળ શાલી હતા. ન દવંશના રાજકુવા અને એમના અમાત્યવર્ગ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
ચંદ્રગુપ્ત મૌર્ય
[ ૨૯ ].
એમનાથી ઓછો ઉતરે એ હેતે. મૌર્યપુત્રના પાસા સવળા પડ્યા-નંદપુત્રના છેલ્લા છેલ્લા પાસા અવળા પડ્યા.
મહાવંશમાં આ રાજ્યક્રાંતિને ઉલ્લેખ છેઃ “સીમા– પ્રાંતમાંથી ચાણક્ય અને ચંદ્રગુપ્ત સસન્ય કૂચ આદરી. નગરે અને ગામને તાબે કરતા તેઓ આગળ વધ્યા. લાગ જોઈને એમણે પાટલીપુત્ર (મગધની રાજધાની) ઉપર હૂમલો કર્યો. ધનનંદ મરાયો. ચંદ્રગુપ્ત મગધન માલેક બન્યો.” મુદ્રારાક્ષસ પણ એ જ વાતની સાક્ષી પૂરે છેઃ
“રાક્ષસ–સખે, ચંદ્રગુપ્ત પાટલીપુત્રમાં પ્રવેશી શું કર્યું ? મને પહેલેથી માંડીને વાત કર. મેં જે મારા મોકલ્યા હતા, ચંદ્રગુપ્તનું કાસળ કાઢવા, એમણે શું કર્યું ?”
વિરાધગુપ્ત–પહેલેથી જ કહું. ચાણકયે પોતાની બુદ્ધિશક્તિથી શક, યવન, કિરાત, કંબજ, પારસીક, બાહિક વિગેરેની એક જબરજરત સેના એકઠી કરી રાખી હતી. સમુદ્રમાંથી પ્રલયકાળનું તોફાન ઊઠે તેમ એ સેનાએ પાટલીપુત્રને ઘેરી લીધું.”
ચંદ્રગુપ્ત મૌર્યને અધ્યવસાય અને ઉદ્યમ જોતાં સામ્રાજ્યને એ એક સ્વપ્નદ્રષ્ટા હોય એમ લાગે છે. ભારતને એ પ્રથમ–સર્વસમ્મત સમ્રાટ બન્યું. અમાત્ય રાક્ષસ જેવા નંદપક્ષના હિતૈષીઓને પણ એ પિતાના બનાવી શકો. નાના–મેટા રાષ્ટ્ર મગધમાં ભેળવવા ઉપરાંત ગણરાજ્ય અને સ્વતંત્ર પ્રદેશને પણ એણે સામ્રાજ્યના ઉદરમાં સમાવી દીધા. સ્મિથ જેવા પ્રસિદ્ધ ઇતિહાસશાસ્ત્રીને પણ કબૂલ કરવું પડયું છે કે બે હજાર કરતાં પણ વધારે વર્ષો પહેલાં મૌર્યસમ્રાટ ચંદ્રગુપ્ત મગધ–સામ્રાજ્યને એની સ્વાભાવિક–વૈજ્ઞાનિક સીમાએ પહોંચાડી દીધું. સાળમી--સત્તરમી સદીના મેગલ સમ્રાટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
[ ૩૦ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામેધવાહન મહારાજ ખારવેલ.
જે નહતા કરી શક્યા અને વીસમી સદીની અંગ્રેજી સલ્તનત પણ જે વૈજ્ઞાનિક સીમાઓ બાંધવા વ્યર્થ-નિષ્ફળ પ્રયાસો કરી નિરાશ બની છે તે, સમ્રાટ ચંદ્રગુપ્ત પોતાની કુનેહ અને લશ્કરીબળથી સિદ્ધ કરી બતાવ્યું.
સમ્રાટની પોતાની શકિત કરતાં પણ ઘણી પ્રબળ એવી એક બીજી શક્તિ, પ્રજાશક્તિ રહેલી છે અને જેને પ્રતિરોધ સબળ અને વિરાટ સેના પણ ન કરી શકે તે શક્તિ, પ્રજાશકિતઃ એ સૂત્ર પણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પહેલવહેલું સ્વીકારાયું. પ્રતિજો: સર્વ દોરેઃ રીયન પ્રજાને પ્રકોપ, બીજા બધા પ્રકેપ કરતાં ચડી જાય. કૌટિલ્યના પ્રતાપે ચંદ્રગુપ્ત એ મંત્ર શીખે. એણે તો એટલે સુધી સંભળાવ્યું કે “રાજા ન હોય તેથી શું થઈ ગયું ? પ્રજાની સ્થિતિ સારી હોય તે રાજા વિના પણ ચલાવી લેવાય-મનાયરમણિ प्रकृतिसम्पदं राज्यं नीयते ।
રાજ કે સમ્રાટને વિષે જ જ્યારે રાષ્ટ્ર કે સામ્રાજ્યની સત્તા કેંદ્રિત થઈ જતી હોય તે વખતે રાજા કે સમ્રાટને “દાનમાત્ર” કહેવો એ પણ કૌટિલ્ય જેવા રાજનીતિવિશારદથી જ બની શકે. રાજા માત્ર રાજ્યની શોભા વધારનાર છે, એ શક્તિસ્વરૂપ નથી. રાજાની શક્તિ એની રૈયત અને મંત્રીઓની શુદ્ધબુદ્ધિની સલાહ જ છે. રાજા એ પ્રજાની સંપત્તિ છે. એને સ્વતંત્ર ઈચ્છા કે એની સ્વતંત્ર સ્થિતિ નથી હોતી. કૌટિલ્ય જ ચંદ્રગુપ્તને શીખવ્યું: “ શિષ્ય જેમ ગુની આજ્ઞા માને, પુત્ર પિતાની સલાહ સાંભળે, નેકર શેઠની આજ્ઞા પાળે તેમ રાજાએ પણ મંત્રીની આજ્ઞા પાળવી જોઈએ.” ચંદ્રગુપ્ત મૌર્યના શાસનવિધાનમાં એ સૂત્રે મૂર્તિમંત બનતા દેખાય છે.
ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં રાજશાસનનું વિધિપૂર્વક ઘડતર થયું. મંત્રીઓની સમિતિ અનિવાર્ય બનીઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
ચંદ્રગુપ્ત મૌર્ય.
૩૧ ]
प्रजासुखे सुखं राज्यः प्रजानां च हिते हितम् । नात्मप्रियं हितं राज्ञः प्रजानां तु प्रियं हितम् ।।
પ્રજાના સુખમાં જ રાજ્યનું સુખ સમાયેલું છે. રાજાને ગમી જાય એટલે એ વસ્તુ હિતકારક જ હોય એમ નથી માની લેવાનું. પ્રજાને પ્રિય થાય એ જ હિતકારક હોઈ શકે. રાજશાસનનું એ ચેય ચંદ્રગુપ્ત મૌર્યે મંજૂર રાખ્યું અને મંત્રી, સેનાપતિ, દંડનાયક, દુર્ગપાળ વિગેરેની વ્યવસ્થિતજના કરી. એ યોજના એટલી વિસ્તૃત છે કે અહીં તેનું દિગદર્શન કરાવવા જતાં ઘણું લંબાણ કરવું પડે. ટૂંકામાં, ચંદ્રગુપ્ત મૌર્યનું શાસનવિધાન સુશાસન અને સ્વરાજ્યનું મધ્યવર્તી હતું એમ કહીએ તો ચાલે.
બાર વર્ષના ઉપરાઉપરી દુકાળની જે કથા આપણામાં બારદુકાળીના નામે પ્રચલિત છે તે ઘટના પણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં જ બનેલી હોવી જોઈએ. આવા દુકાળ વધતા-ઓછા પ્રમાણમાં પડતા હોવાથી ચંદ્રગુપ્ત ઠેકઠેકાણે મોટી નદીઓના પ્રવાહ આડે બંધ બાંધી તળાવ સરેવરે નિર્માણ કરવાની યોજના કરી હતી. શાસનવ્યવસ્થામાં એક સિંચનવિભાગને પણ સ્થાન હતું. ગિરનારનું સુદર્શન તળાવ એ જ વાતની સાક્ષી પૂરે છે. એ વખતે ચંગુદ્રાના પ્રતિનિધિ તરિકે પુષ્પગુપ્ત નામને શાસક સૌરાષ્ટ્રમાં રહેતે. ચંદ્રગુપ્તના આદેશ પ્રમાણે એણે આ તળાવ નિમેંલું. અશોકના સમયમાં, એમાંથી કેટલીક નહેરે કાઢવામાં આવી હતી. રાજશાસનમાં લોકહિતને કેટલું અગ્રગણ્ય સ્થાન મળતું તેનું એ એક ઉદાહરણ છે.
શ્રીયુત વિ. એ. સ્મિથ કહે છે કે પહેલાં ચંદ્રગુપ્ત મૌર્ય જનહોય એમ હું હેત માની શકતો, પણ હવે મને લાગે છે કે એમાં સત્યાંશ છે. ચંદ્રગુપ્ત છેલ્લે છેલ્લે રાજ્યનો ત્યાગ કરી મુનિપણની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
[ ૩૨ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
દીક્ષા અંગીકાર કરી હતી. દિગંબર જૈન સાહિત્યમાં એ વિષે ખૂબ ચર્ચા થઈ ગઈ છે. અશોકના પૌત્રનું નામ પણ ચંદ્રગુપ્ત હતું. આવા એક જ નામને લીધે ઈતિહાસમાં ઘણી સમસ્યાઓ ઊભી થવા પામી છે. પણ આપણે અહીં એ વિવાદમાં નહીં ઉતરીએ
ચંદ્રગુપ્તની પછી બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. પુરાણમાં એના અનેક નામે છેકોઈએ એને ભદ્રસાર કહ્યો છે તો કેઈએ એને અમિત્રઘાત કહ્યો છે. પરિશિષ્ટ પર્વમાં લખ્યું છે કે ચાણક્યને એમ લાગ્યું કે મહારાજા ચંદ્રગુપ્ત રોજ રોજ થોડું ઝેર પચાવવાને અભ્યાસ પાડવો જોઈએ, તેથી તેણે આહારમાં ઝેર મેળવીને ચંદ્રગુપ્તને ખવરાવવા માંડ્યું. એક દિવસે પટરાણુ પિતા મહારાજા સાથે જોજન કરવા બેઠી. એને ઝેરને મહાવરો હેત તેથી તેની ઉપર ઝેરની કાતીલ અસર થઈ. એ મરવા પડી. પટરાણી બેજવી હતી. ચાણકયે શસ્ત્રક્રિયાની સહાયથી ભરતી માતાના ઉદરમાંથી પુત્રને બચાવી લીધો. ઝેરનું એક ટીપું, બાળકના મસ્તક ઉપર ચેટયું હતું તેથી ચાણકયે તેનું નામ બિંદુસાર રાખ્યું.
બિંદુસારના સમયમાં કઈ પ્રસિદ્ધ ઘટના બનવા પામી હેય એમ નથી લાગતું. શાસનવ્યવસ્થાને, ચંદ્રગુપ્ત ચીલે પાડેલે રથ સ્વાભાવિક ગતિએ ચાલ્યો જતો હતો. તારાનાથ નામના ટીબેટી લેખક કહે છે કે બિંદુસારે ચાણક્યની મદદથી સોળ રાજ્ય જીત્યા હતા. અને એ રાજ્યના રાજવી તથા મંત્રીઓને મારી એણે મગધની સીમાઓ ઠેઠ દરિયા સુધી પહોંચાડી હતી. પરંતુ આ વિજયને કઈ ઐતિહાસિક આધાર નથી. ઉત્તર હિંદ તો મગધ-સામ્રાજ્યમાં કયારનું યે સમાઈ ગયું હતું. દક્ષિણને પ્રદેશ ઘણેખર બાકી હતો. બિંદુસારે દક્ષિણ ભારત તરફ મીટ માંડી. એમ કહેવાય છે કે બિંદુસાર દક્ષિણના દિગ્ગવિજયમાં વિજયશ્રી મેળવી શકો. આ વિજયમાં કયાંઈ પણ કલિંગનું નામ નથી આવતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
ન યુગ.
[ ૩૩ ]
બિંદુસારના સમયમાં લિંગમાં અને તક્ષશિલામાં વિદ્રોહ ઊઠયાનું કહેવાય છે. તક્ષશિલામાં તાંદુસારે પેાતાના પુત્રઅશાકકુમારને મેકલી વિદ્રોહ શાંત પાડ્યો હતા. પણ કલિંગમાં શું બન્યું તે વિષયમાં ઐતિહાસિક સાક્ષીએ સંપૂર્ણ મૌન સેવે છે. એને અ એટલે જ કે ચ'દ્રગુપ્ત અને બિંદુસાર જેવા મગધ– સમ્રાટના સમયમાં કલિંગ પાતાની આંતરિક સ્વાધીનતા જાળવી રહ્યું હતું. નદયુગમાં જ માત્ર એક વાર શ્રી ઋષભદેવ ભગવાનની મૂર્તિ લિંગમાંથી ઉપડી ગઇ હતી. એ પછી પહેલું યા છેલ્લું ભિષણ આક્રમણ કલિંગ ઉપર અશોકે કર્યું.
3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
(8) scial y en 247*3149 2417'Suly
Political History of Ancient Indiaમાં શ્રી હેમચંદ્ર રાયચૌધરી કહે છે –
An account of the Kalinga war and its effects is given in Rock Edict XIII. We have already seen that Kaling formed a part of the Magadhan dominions in the time of the Nandas. Why was it necessary for Ashoka to reconquer it.? The question admits of only one answer, viz., that Kalinga severed its connection with Magadh after the fall of Nandas. If the story of a general revolt in the time of Bindusara be correct then it is not unlikely that Kalinga, like Taxila, threw off the allegiance of Magadha during the reign of Bindusara. It appears, however, from Pliny who probably based his account on the Indica of Megasthenes, that Kalinga was already an independent Kingdom in the time of Chandragupta. In that case there can be no question of a revolt in the time of Bindusara.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
કલિંગ યુદ્ધથી અમંગળ આરંભાયું
[ ૩૫ ]
–કલિંગયુદ્ધની વિગત અને એનું પરિણામ, અશોકની તેરમી શિલાલિપિમાં મળે છે. નંદયુગમાં કલિંગ, મગધ-સામ્રાજ્યનું એક અંગ હતું એમ આપણે જોઈ ગયા. અશોકને એ ફરી વાર જીતવાની શી જરૂર પડી? એને એક જ જવાબ સંભવે છે, અને તે એ કે નંદવંશની સમાપ્તિ સાથે જ એણે મગધ-સામ્રાજ્ય સાથે પિતાને સંબંધ તોડી નાખ્યો હશે. બિંદુસારના સમયમાં કલિગે બળવો કર્યો હશે એ વાત જે માનીએ તે બિંદુસારના શાસનકાળમાં, તક્ષશિલાની જેમ કલિગે પણ મગધ સામ્રાજ્યનું ઘંસારું ફગાવી દીધું હોય એ સંભવિત છે. છતાં લીની, જેણે ઘણું કરીને મેગસ્થનીસના અહેવાલ ઉપર આધાર રાખ્યો છે તે કહે છે કે ચંદ્રગુપ્તના વખતમાં જ કલિંગ સંપૂર્ણ સ્વાતંત્ર્ય ભોગવતું હતું. એ વાત ખરી હોય તે બિંદુસારના સમયમાં કલિંગે બળવો કર્યો હતે એ સવાલ જ ઉપસ્થિત નથી થતો.
નંદવંશના રાજાએ કલિંગ ઉપર હુમલો કર્યો હતો, પણ એ ઉપરથી કલિંગ મગધના સામ્રાજ્યમાં ભળી ગયું હતું એમ ન કહી શકાય. નંદયુગના રાજાઓ બહુ બહુ તે થેડી–ઘણું લૂંટફાટ કરી જાય, ભારે ખંડણ લઈ જાય અથવા કલિંગના વિષયમાં બન્યું તેમ એકાદ મૂર્તિ કે રાજ્યના ગૌરવચિહસ્વરૂપ ગણાતી ચીજવસ્તુઓ લઈ જાય, પણ કાયમને માટે કલિંગને પિતાની એડી નીચે દબાવી રાખે એ એમને માટે અશક્ય હતું. નંદયુગમાં એમ જ બન્યું હતું. કલિંગ લૂંટાયું હતું પણ એણે પિતાની સ્વાધીનતા ન્હોતી ગુમાવી. કલિંગે પરાજય પામવા છતાં ગુલામીખત તું લખી આપ્યું. મગધને નંદવંશ દૂરના રાજ્યોને જાળવી શકે એવી એની સ્થિતિ જ હતી.
બિંદુસારના સમયમાં પણ તક્ષશિલામાં બળવો થયે હતો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
[ ૩૬ ]
કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
અને યુવરાજ અશોકના પગલાં થતાં જ એ ઉભરે શમી ગયે હતો. કલિંગમાં એવી કોઈ ઘટના બનવા જ નથી પામી. ચંદ્રગુપ્ત મૌર્ય જેવો વિજેતા અને વ્યવસ્થાપક પણ કલિંગની સ્વાધીનતા ઉપર ત્રાપ મારી શકો નથી. એક માત્ર અશોકને જ, કેણ જાણે કેમ, પણ એવી મતિ સૂઝી.
અશકે કલિંગ જીત્યું તે ખરું, પણ મૌર્ય સામ્રાજ્યનું અમંગળ તે જ ઘડીથી શરૂ થયું. કલિંગના વિજય સાથે જ ભગધ–સામ્રાજ્યના મૂળમાં સડે પેઠે. છેલ્લું તરણું ઉંટની કેડ ભાંગી નાંખે છે એ કહેવત પ્રમાણે મગધ સામ્રાજ્યની કેડ કલિંગના ભારથી ભાંગી ગઈ. કલિંગ, પ્રાચીન સામ્રાજ્યની ચડતી-પડતીનું એક સીમાચિનહ બની રહ્યું. અંગ-દેશ, એહી કર્યા પછી મગધની શક્તિને જે જુવાળ ચઢતો દેખાય છે તે કલિંગદેશના વિજય પછી પાછો વળે છે. અંગવિજય અને કલિંગવિજય વચ્ચેના કાળમાં શાંતિ તથા પ્રગતિના અંકુરો ફળતા–ફાલતા દેખાય છે. પણ અશોકે વર્તાવેલા કલિંગના કાળા કેર પછી મગધ–સામ્રાજ્ય જાણે વૃદ્ધ બની જાય છે. એની બધી શક્તિ અને ઉમંગ હણાઈ જાય છે. શ્રીયુત રાયચૌધરી કહે છે: મગધને, કલિંગવિજય પછી કંઈ કરવાપણું જ નથી રહેતું. દિવિજયને યુગ પૂરે થાય છે. ધર્મવિજયને જમાને, તે દિવસથી શરૂ થાય છે.
કલિંગયુદ્ધ, ભારતીય ઇતિહાસમાં એક સીમાસ્તંભ છે. એક તે કલિંગને પ્રદેશ પહાડે-નદી-નાળાઓ અને જંગલોથી ભરપૂર છે. હાથીઓ પણ બીજા કરતાં અહીં વધુ પ્રમાણમાં હોય છે. ખડતલ કલિંગવાસીઓ ટાઢતડકે વેઠવામાં પણ કેઈથી ગાંજ્યા જતા નથી. મગધની પાડોશમાં આવું એક બળવાન રાજ્ય હોય તો મગધને એની હુંફ રહે. એવી હુંફની ખાતર જ અશોકની પહેલાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
કલિંગ યુદ્ધથી અમંગળ આરંભાયું.
[ ૩૭ ]
મૌર્ય સમ્રાટોએ કલિંગ સાથેને પાડોશી સંબંધ બરાબર સાચવી રાખ્યા હશે. અશેકને એ વાત ન રૂચી. સામ્રાજ્યની લગામ હાથમાં આવતાં જ અશકે આંધળુકિયાં કર્યો અને કલિંગ ઉપર આક્રમણ કર્યું એવું કંઈ જ નથી. પહેલેથી જ દેશે જીતવાની પ્રવૃત્તિમાં એ પડ્યો હતો. કલિંગને વારે છેલ્લો આવ્યો. પણ કલિંગવિજયને પરિણામે અશકને ભારે કીમત ભરવી પડી. શ્રીરાયચૌધરી કહે છે તેમઃ Magadh learnt to her cost what a powerful Kalinga meant, in the time of Kharvela.
કલિંગની કતલ જોયા પછી અશોકનું દિલ એકદમ દ્રવી નીકળ્યું, લડવાનું મૂકી દીધું અને પાકે ધર્માત્મા બની ગયે એમ કેટલાક કહે છે. પણ એ વાત માનવા જેવી નથી. કલિંગ પછી બીજે ક્યો દેશ જીત એ અશોકથી નથી સમજાતું-દેશ જીતીને નવી ઉપાધિ ઉભી કરવાથી, કદાચને મેળવેલી મૂડી પણ ખોઈ બેસીશું એવી એને દહેશત લાગી હશે. ગમે તેમ બન્યું હોય, પરંતુ કલિંગના યુદ્ધ પછી ઘણું લાંબા સમય સુધી એના અંતઃપ્રદેશમાં મોટું મને મંથન ચાલે છે. શ્રી સત્યકેતુ વિદ્યાલંકાર કહે છેઃ
“ મગધને મુકુટ માથે મૂક્યા પછી આઠમે વર્ષે અશોકે કલિંગ દેશ જીત્યો હતો. આ સંગ્રામમાં જે હિંસા થઈ તેથી કરીને એને બહુ ભારે પશ્ચાત્તાપ થયો એમ એ પોતે જ કહે છે. એ ઉપરથી ઘણુંખરા વિદ્વાનોએ એવી કલ્પના કરી છે કે કલિંગવિજય પછી તરત જ-કલિંગયુદ્ધની હિંસાને પરિણામે એણે બૌદ્ધધર્મને સ્વીકાર કર્યો, એટલે કે એનામાં ધર્મના અંકુર ફુટયા, એ અંકુર વખત જતાં મહાન વૃક્ષરૂપે પરિણમ્યા. પણ આ અભિપ્રાય બરાબર નથી લાગત. કલિંગ ઉપર વિજય મેળવ્યા પછી ઘણા લાંબા સમય સુધી અશોકે ધર્મપ્રચારને અંગે કંઈ જ નથી કર્યું. ચાર વરસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
[ ૩૮ ]
કલિંગનુ યુદ્ધ ચાને મહામેધવાહન મહારાજ ખારવેલ.
તા એના મન ઉપર એવી કોઈ અસર નથી દેખાતી. કલિ’ગવિજય પછીના ચાર વરસ દરમિયાન એણે ધર્મ તરફ કંઇ ખાસ લક્ષ નથી આપ્યું. કલિ'ગ–યુદ્ધના પશ્ચાત્તાપ દાખવતા લેખ પણ એણે કલિંગ યુદ્ધ પછી તરતજ નથી લખાવ્યેા.
99
કલિં'ગ યુદ્ધ એ કારણ હતું અને ધર્મપ્રચાર કાર્ય હતું એ પ્રકારના કાર્ય કારણ સંબંધ અહીં નિષ્ફળ બને છે. કલિંગનુ યુદ્ધ અશાકના જીવનનુ આખરી યુદ્ધ હતું. કલિંગનો વિજય, મગધ સામ્રાજ્યના છેલ્લા વિજય હતા. એટલે જ અશાકને હવે ધમ સૂઝયો અતિશય ક્રૂરતા પછી એ દયાળુ બન્યા એમ તા નહિ પણ સામ્રાજ્યને અકબંધ રાખવા એણે ધવિજયને આશ્રય લીધે. સામ્રાજ્યની ભૂખ સાધ્યા પછી, શાંતિ અને ધર્મની જપમાળ એણે ફેરવવા માંડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
(૭) કલિંગઃ કાચો મારે અશોકને વારસામાં જે સામ્રાજ્ય મળ્યું તે ઉત્તરમાં હિમાલયની ગગનભેદી પર્વતશ્રેણીથી માંડી દક્ષિણમાં ઘણે દૂર સુધી ફેલાયેલું હતું. પૂર્વમાં બંગાળની ખાડીથી પશ્ચિમમાં હિંદુકુશ સુધી વિસ્તરેલું હતું. એટલું છતાં સમ્રાટ અશોકને એથી સંતોષ ન થયો. રાજ્યાભિષેક પછીના આઠમે વર્ષે એણે કલિંગની બહાર, સ્વતંત્ર અને ભદ્રિક પ્રકૃત્તિવાળા પ્રજા સામે વગર કારણે યુદ્ધને પડકાર કર્યો. કલિંગની પ્રજા એવા યુદ્ધ માટે તૈયાર નહતી. લડવાની વૃત્તિ કે સામગ્રી નહતી એમ નહિ, પણ મગધના સમ્રાટને આવી અવળી બુદ્ધિ સૂઝશે એમ એ પ્રજાએ નહેતું ધાર્યું. છતાં પોતાની સ્વાધીનતા. જાળવવા કલિંગવાસીઓ તૈયાર થયા. અશોકે પોતે પોતાના મુખથી કલિંગનાં સંહારનું જે વર્ણન કર્યું છે તે જ એમ બતાવે છે કે કલિંગની પ્રજાએ ભરવા–મારવાને આખરી નિર્ણય કરી લીધું હતું. મગધ–સામ્રજ્યનું ખપ્પર કલિંગના રક્તથી ઉભરાવી દીધું. લડી શકે એવા એકે એક પુરુષે આ યુદ્ધમાં પોતાના પ્રાણુનું બલિદાન દઈ દીધું. કલિંગ પેતે બહેળું સૈન્ય ધરાવતું એવા કેટલાક ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. સાગરકિનારે વસતી આ પ્રજા સાહસિકતામાં પણ કઈ અંશે ઉતરતી હૈતી, છતાં સમ્રાટ અશોકની લેજના અને સંન્યસંખ્યા પાસે કલિંગ હાર્ડ: કલિંગના વીરપુષે મરી ખૂટયા, ગુલામે તરિકે પકડાયા-વેચાયા. શહેરો અને ગામડાઓમાં હાહાકાર વતી ગયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
[ ૪૦ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
સમ્રાટ અશોકના પિતાના જ શબ્દોમાં કલિંગયુદ્ધની પાયમાલીનું વર્ણન વાંચીએ:
રાજ્યાભિષેકના આઠમા વર્ષ પછી દેવતાઓને પ્રિય એવા પ્રિયદર્શી રાજાએ કલિંગ દેશ છે. આ સંગ્રામમાં દઢ લાખ
મનુષ્ય પકડાયા, એક લાખ મનુષ્ય મરાયા અને એથી પણ “ઘણું વધારે માણસો (રોગ તથા મહામારી વિગેરેને લીધે)
મૃત્યુના મેંમાં પડયા. કલિંગ જીત્યા પછી પ્રિયદર્શીને ઘણે “પશ્ચાત્તાપ થયો. જે દેશ પહેલાં કોઈ વાર ન છતા હોય તેને “જીતતાં પુષ્કળ મનુષ્યની હિંસા કરવી પડે છે–પુષ્કળ મનુષ્યોને “પકડવા પડે છે. પ્રિયદર્શીને આથી ઘણું દુઃખ તથા ખેદ થયે છે. “વધારે દુખ તે એટલા માટે થયું છે કે એમાં ઘણું શ્રમણો “તથા બ્રાહ્મણ હશે, બીજા સમુદાયના પણ ઘણું અનુયાયીઓ “હશે. માતાપિતાની સેવા કરનારા, બ્રાહ્મણની ભક્તિ કરનારા, “ગુરુની ઉપાસના કરનારા તથા પિતાના મિત્રો, ઓળખીતા– પારખીતાઓને મદદ કરનારા, નેકરની સાથે સારે સંબંધ રાખનારાઓ પણ ઘણું હશે. આવા દઢ અને ભક્તિભાવવાળા “ઘણું સજજનો આ યુદ્ધમાં ભરી ખૂટ્યા હશે અથવા તે વિખૂટા “પડી ગયા હશે. યુદ્ધના સંહારમાંથી બચી ગયેલા એવા કેટલાયને “પોતાના મિત્રો, પરિચિતો, સહાયક તથા સંબંધીઓનાં દુઃખ “જેઈ, સ્નેહને લીધે બહુ લાગી આવતું હશે. દરેકને કોઈ કોઈ “પ્રકારે આવા યુદ્ધમાં સહન કરવું પડે છે તેથી પ્રિયદર્શીને બહુ “ દુઃખ થયું છે. એવો કોઈ દેશ નથી કે જ્યાં શ્રમણ તથા “બ્રાહ્મણે અને બીજા અનેક સંપ્રદાયો ન હોય. કલિંગમાં એક
શતાશ કે સહસ્ત્રાંશ ભાગ જેટલો નાશ હવે પ્રિયદર્શીને ભારે “દુઃખના હેતુ રૂપ બનશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
કલિંગ: કાચ પારે.
[ ૪૧ ]
કલિંગને સંહાર વિષેને સમ્રાટ અશોકને જ આ એકરાર છે. જે સમયમાં વસ્તીપત્રક હેતાં તેમ અંદાજ સિવાય મૃતદેહની સંખ્યા મુકરર કરવાનું કોઈ સારું સાધન ન હતું તે કાળની આ વાત છે. એટલે અશોકના પિતાના અંદાજ કરતાં પણ કલિંગને સંહાર ઘણે વધુ ભયંકર હોઈ શકે. યુદ્ધના કેદી તરિકે પકડાયેલા માણસની સંખ્યા પણ એ જ પ્રમાણે ઘણું વધારે સંભવે છે. બાધાભારે કહીએ તે કલિંગના આ અકારણુ યુદ્ધમાં કલિંગના પુષ્કળ સંતાને અને કુટુંબ નાશ પામ્યા. કલિંગને શિરે એ અણધારી આફત હતી. સબળ શ્રમણ-બ્રાહ્મણ ઉપરાંત વૃદ્ધો, અશકત, બાળકો અને અબળાઓએ પણ આ યુદ્ધને સંભારી અહોનિશ અસંખ્ય ઉષ્ણ ની:શ્વાસ નાખ્યા હશે.
કલિંગવાસીઓનાં સંતપ્ત હદય ડાં શાંત અને સ્થિર બને એ માટે સમ્રાટ અશોકે કલિંગમાં સમ્રાટના પ્રતિનિધિ તરિકે પિતાના એક કુમારની નીમણુક કરી. યુદ્ધ પછી પણ અશોક કલિંગને ભૂલી શક્યો નથી. કલિંગની ખુવારીના કરુણ ચિત્રો એની આંખ આગળ અહેનિશ તરવરી રહેતા હોય એમ જણાય છે. ઊંડે ઊંડે એના મનમાં એવો ભય અથવા એવી આશંકા પણ જરૂર રહેતી હશે કે કલિંગ એક દિવસે આ પાપનું પ્રાયશ્ચિત કરાવ્યા વિના નહિં જંપે. રખેને પિતાને કોઈ અધિકારી કલિંગની ભૂમિ ઉપર ન અત્યાચાર કરે—કલિંગના જખમ ઉપર ખાર ભૂસે, એવી સતત ચિંતા સમ્રાટને રહે છે. એટલે જ એ કલિંગને બની શકે તેટલું વ્યવસ્થિત, સુરક્ષિત અને શાંત રાખવા માગે છે. એક બીજા શિલાલેખમાં એ કહે છેઃ
“ તુષાલી નગરી(કલિંગની રાજધાની)ના નાના–મેટા સૂબાઓને–અમલદારને હું કહેવા માંગુ છું કે જે હજાર માણસો ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
[ ૪૨ ]
કલિંગનું યુદ્ધ યાને મહામેધવાહન મહારાજ ખારવે
અધિકાર ચલાવવા મેં તમને નીમ્યા છે તેમનામાં હું સ્નેહપાત્ર રહું એવું વર્તન રાખજો. બધા પ્રજાજને મારા પુત્રા છે. સૌનું હિત ચાય અને સૌને સુખ ઉપજે, સૌનુ ઐહિક તથા પારલૌકિક કલ્યાણ થાય એવી જ મારી ઇચ્છા છે. નગરના શાસકને હું કહુ છુ કે કોઈ પણ માણુસને નકામા દંડ ન થાય—કાઇને નકામું બંધાવું ન પડે, એ વાતનું ખાસ લક્ષ રાખજો. મારી ઈચ્છા પ્રમાણે બધું ચાલે છે કે નહિં તેની તપાસ કરવા હું દર પાંચ પાંચ વરસે એક નમ્ર, ક્રોધ રહિત અને દયાળુ માણસને માકલીશ.”
પણ અશાકને એના અધિકારીએ બરાબર ઓળખતા હશે. તેઓ કહેતા કે આ કલિંગને જેમ પિંજરનું પંખી બનાવ્યું તેમ કલિ ́ગની આસપાસ ખીજી ઘણી રવતંત્ર જાતિઓ વસે છે તેમને આપણા સામ્રાજ્યના ઉદરમાં હામી દઇએ તે શું ખાટુ છે? અશાક એને જવાબ આપતાઃ “ એ બધુ હમણાં ભૂલી જજોઃ નવા યુદ્ધ વિષે શબ્દ સરખા પણુ કોઇ ઉચ્ચારશે। મા ! કલિંગના જ એક ખીજા શિલાલેખમાં એવા અર્થની ઘેાડી હકીકત મળે છે.
99
“ નજીકની હદમાં વસતી જાતિઓને જીતી લેવા વિષે મારે શું અભિપ્રાય છે તે તમે જાણવા માગતા હૈ। તા હું કહુ છું કે એ જાતિઓ મારાથી ભયભીત ન રહે, મારામાં વિશ્વાસ મૂકતી થાય, હું એમને સુખી બનાવીશ-દુઃખ નહિં આપું એવી ભાવના એમનામાં પેદા કરજો. એમને એટલી ખાત્રી કરાવી દેજો કે રાજા તા એમની સાથે હંમેશ ખની શકશે ત્યાં સુધી ક્ષમાભાવથી જ વશે. રાજા પિતાના સ્થાને છે. એવી એમની શ્રદ્ધા થવી જોઇએ.
77
સમ્રાટ અશોકની આ અધ્યાત્મભરી વાણી ઉપર ધણાં વિદ્વાનાએ તેાત્રા રચ્યા છે—અશાકનાં યશગાન ગાતાં થાકતા જ ન હેાય એવા પણુ ધણા રાજપ્રકરણી પુરુષા છે. પરંતુ વગર કારણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
કલિંગ: કાચો પારો.
[૪૩]
જેણે કલિંગના લાખ માણસેના રક્તમાં પોતાના હાથ રંગ્યા– કલિંગની પુણ્યભૂમિ જેવા તપવનને જેણે એક વિરાટ સ્મશાન બનાવ્યું તે કલિંગવાસીનું હૃદય જે બેલી શકતું હોય છે તેમાંથી અગાર જ ઝરે.
કલિંગવિજય, મગધસમ્રાટને માટે કાચ પારે હતે. એ વિજય ક્યારે કુટી નીકળશે એની ચિંતામાં ને ચિંતામાં જ અશક આટલું પચ્ચે પાળી રહ્યો હતો. ધર્મ, દયા, ક્ષમા એ બધી આધ્યાત્મિક સામગ્રીને, અશોક તે માત્ર અંગ ઉપરના લેપ જે જ ઉપયોગ કરી રહ્યો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
(૮) અશકનું પૂર્વજીવન
કલિંગનું એ યુદ્ધ અને સમ્રાટ અશોકની એ રક્ત-1ષા માત્ર અકસ્માત નહિં હોય? કલિંગવિજય પહેલાના સમ્રાટ અશોકના જીવનમાંથી જ એને જવાબ મેળવીએ.
મહાવંશૌદ્ધ ગ્રંથ કહે છે “રાજા બિંદુસારને સોળ રાણીઓ હતીઃ સે જેટલા પુત્ર હતા. સુમન સૌથી મેટ અને તિષ્ય સૌથી નાનો હતો. અશે કે પિતાના વિમાતાના પુત્રને મારી મગધની ગાદી પડાવી લીધી.”
દીપવંશ” અને “મહાશ એ બન્ને ગ્રંથનું સમન્વય કરતા શ્રી. સ્મિથ કહે છે કે “તિષ્ય અને અશોક સહેદર હતા. બિંદુસારે અશોકને શાસનપ્રબંધને અર્થે દૂરના એક પ્રાંતમાં મેક હતે. એટલામાં બિંદુસાર મૃત્યુશધ્યા ભોગવે છે એવી અશકને બાતમી મળી. તરત જ પાટલીપુત્ર તરફ એણે પ્રયાણ કર્યું. રાજધાનીમાં આવીને, બિંદુસારના સૌથી મોટા કુંવર-સુમનને ઘાત કર્યો. માત્ર નાના ભાઈ તિષ્યને રહેવા દીધે.”
“દિવ્યાવદાનમાં અશોકના જન્મ અને અંતઃપુરમાં ચાલતા કાવાદાવા વિષે ઘણી વિગતે સંગ્રહી છે. દિવ્યાવદાન પ્રમાણે–
અશકની માતા એક બ્રાહ્મણ કન્યા હતી. એ ઘણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
અશાકનું પૂર્વજીવન.
[ ૪૫ ]
દર્શનીયા', “પ્રાસાદિકા’ અને ‘જનપદકલ્યાણું' હતી, તેથી એને પિતાએ બિંદુસારના અંતઃપુરમાં મેકલી. બીજી રાણુઓ આ કન્યાનું રૂપ-લાવણ્ય જોઈ લેવાઈ ગઈ. એમને એમ થયું કે જે રાજા
આ બ્રાહ્મણ—કન્યાને એક વાર જોઈ જશે તે પછી બીજી રાણીઓનાં માન ઘટી જશે. રાજાની નજરે ન ચડે એટલા માટે એને એવું કામ સોંપ્યું કે રાજા સૂતા હોય ત્યારે માત્ર માથા પાસે બેસી, રાજાના વાળ એળે. અચાનક એક દિવસે રાજાજી જાગ્યા અને
આ દર્શનીયા, પ્રાસાદિકા અને જનપદકલ્યાણ યુવતીને જોઈ મેહ પામ્યા. પણ એ હંમેશાં વાળ ઓળતી હોવાથી, રખેને હજામની પુત્રી હોય એવી રાજાને શંકા થઈ. બ્રાહ્મણ પુત્રીએ પોતે જ એ શંકાનું સમાધાન કર્યું.”
એનાથી બિંદુસારને જે પુત્ર થયે તેનું નામ અશક.
અશોક ઉપર એના પિતાને બહુ પ્રેમ હતો. એ “દુસ્પર્શગાત્ર હતિ. સામ્રાજ્યમાં ક્યાંઈ બળવો થાય તે બિંદુસાર બનતાં સુધી અશોકને જ ધકેલતો. સુસીમ નામના સૌથી મોટા પુત્ર વિષે રાજાને પક્ષપાત હત–મગધને મુકુટ સુસીમને સાથે જ મૂકાવાને હતે. અશોક એ રમત સમજી ગયો. તેણે યુક્તિપ્રયુક્તિ કરીને સુસીમને કાટે ઉખેડીને ફેંકી દીધે.
અશોકને ૯૮–૯૯ જેટલા ભાઈઓ હતા એ વાતમાં અલબત્ત અતિશયોકિત હોઈ શકે. પણ એને બીજા ભાઈઓ હતા અને ભાઈઓના પ્રેત ઉપર પગ માંડીને જ મગધના સિંહાસન સુધી પહોંચ્યો હતો એ વિષે શંકાને સ્થાન નથી. રાજની લગામ હાથમાં લેવા છતાં અશાકને વિધિપૂર્વક રાજ્યાભિષેક થઈ શક નથીરાજ્યાભિષેક થતાં ચાર વરસ નીકળી જાય છે. એ જ બતાવે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
( ૪૧ ]
કલિંગનું યુદ્ધ યાને મહામેધવાહન મહારાજ ખારવેલ.
કે અશોકને રાજસત્તા મેળવતાં ઘણું ઊંડી ખટપટમાંથી પસાર થવું પડયું હતું–પિતાના ભાઈઓના ભેગે એણે સામ્રાજ્યને મુકુટ મેળવ્યો હતો.
પ્રસિદ્ધ ચીની મુસાફર હ્યુનસેંગે, અશેકે નિમેલા એક નરકાગારનું વર્ણન આપ્યું છે. માણસને પીડા આપવાની– રીબાવી રીબાવીને મારવાની બધી તરકીબ અહીં શેાધાતી અને તેને અમલ પણ થતું. ચીભડા ને તરબૂચની જેમ જ માનવ દેહ અહીં શેકાતા –તળાતા અને રહેસાતા. ધાતુઓના ધગધગતા રસ અહીં હંમેશ તૈયાર રહેતા. ભૂલેચૂકે પણ જે કઈ આ નરકાગારમાં આવી ચડે તે જીવતા દેજખની આ યંત્રણમાંથી એ કઈ કાળે પણ બચી શકે નહીં. પહેલાં તે અશોક પિતે જીવતા મનુષ્યોના દેહની સાથે કર રમત કરતા પણ પછી જ્યારે એને કહેવામાં આવ્યું કે રાજાએ પતે ઊઠીને આવા હલકા ધંધા નહી કરવા જોઈએ ત્યારે તેણે ચંડગિરિક નામના એક કસાઈની આ નરકાગારના અધ્યક્ષ તરીકે નીમણૂક કરી. આ ચંડગિરિક પશુ- પ્રાણુઓને અને માણસોને રીબાતા-તરફડતા જોઈ ખૂબ જ અનુભવતે. બીજાના ત્રાસ એ જ એને ખરે આનંદ હતો. એણે પિતાના માતાપિતાને વધ કરતાં પણ પાછું વાળીને નહોતું જોયું.
અશોકની એક આજ્ઞા ન માની તેથી ૫૦૦ જેટલા મંત્રીઓને એક જ વખતે-એક જ સ્થાને તરવારના ઝાટકાથી ઉડાડી મુક્યા એવી મતલબની એક વાત દિવ્યાવદાનમાં છે. તેમ જ એક પરિચારિકાએ અશક-વૃક્ષના થડાં પાન તેડ્યાં તેથી જીવતી બાળી મૂકી. કારણ એટલું જ કે પોતાનું નામ પણ અશોક અને વૃક્ષનું નામ પણ
અશકઃ અશોક સામે કોઈથી પણ આંગળી ઊંચી કેમ કરાય? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
અશોકનું પૂર્વજીવન.
[ ૪૭ ]
પાશ્ચાત્ય ઇતિહાસ-લેખકોએ પણ એટલું તો સ્વીકાર્યું છે કે પહેલાં અશોક ઘણે ઘાતકી હત–સ્વછંદી અને ઉદ્ધત પણ હતો. પરંતુ બૌદ્ધ ગ્રંથમાં વર્ણવેલી ઘણીખરી હકીકતને તેઓ રંગ-રોગાન જેવી ગણી, અમાન્યની કોટીમાં મૂકે છે.
કલિંગ-યુદ્ધ સમ્રાટ અશોકની મનોવૃત્તિ બદલી નાખી હશે -હદયપલટ ઉપજાવ્યો હશે એ વાતની સામે ભલે આપણે વધે ન લઈએ, પણ એમાં એનું રાજનૈતિક ડહાપણું નહીં હોય એમ કેમ કહેવાય?
સહરાના રણમાં ભૂલા પડીને રઝળતા–પાશુપાણું ઝંખતા મુસાફરને કોઈ પાણીની અને ટાઢા છાયાની વાત કરે તો તે હર્ષથી પ્રફુલ્લિત થયા વિના ન રહે. શાંતિ, ક્ષમા, ધર્મની વાતમાં પણ એવીજ મોહિની ભરી છે. રોજે રોજની રાજક્રાંતિએ, ખુનામરકીઓ અને જુલમની ઝડીઓથી થાકીને નિરાશ બની ગએલી પ્રજાને જ્યારે કોઈ એવી વાતે ઊંચે સાદે–પર્વતના શિખરે ઊભો રહીને સંભળાવે ત્યારે પ્રજા પણ મેઘદર્શન જોઈ નાચી ઉઠતા મયુરની જેમ કેકારવ કરી મૂકે એ અસંભવિત નથી. અશોકની શિલાલિપિમાં આલેખાયેલાં અભય વચને, યુદ્ધ-વિગ્રહની અશાંતિમાં ફફડતા જીને એ વખતે એટલા જ આશિર્વાદરૂ૫ લાગ્યાં હશે. આવાં અભયવચનમાં, સર્વસત્તાધીશ સમ્રાટની કોઈ ચાલબાજી હોય એમ કદાચ કઈ કહે તે પણ એ વખતે ન મનાય.
પ્રજાને શાંતિ જોઈતી હતી, સુશાસન જોઇતું હતું, સંરક્ષણ અને સ્વાતંત્ર્ય જોઈતું હતું તે બધું અશકે મુક્તકંઠે-ઉદાર હાથે આપ્યું. મૌર્ય સામ્રાજ્યના સમ્રાટ-અશોકમાં પ્રજાએ કોઈ દેવાંશી અવતારની કલ્પના કરી. જનહિતના છૂટાછવાયા છતાં પદ્ધShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
[ ૪૮ ]
કલિંગનુ' યુદ્ધ ચાને મહામેધવાહન મહારાજ ખારવેલ,
તિસરના પ્રયત્નાએ અશોકના પૂર્વજીવન ઉપર વિસ્મૃતિના પડદા પાડી નાખ્યા.
પ્રજાની પ્રીતિ, ભક્તિ અને શ્રદ્દા સિવાય સામ્રાજ્ય સ્થિર ન થઇ શકે એમ સમજનાર સમ્રાટ અશોકે ધર્મ અને ધર્મપ્રચારની ઉપયોગિતા અને અસરકારકતા પણ ખરાખર જોઇ લીધી. ધર્મ – સંપ્રદાયના અગ્રણીઓએ અશેાકના નામે અસખ્ય સ્તંત્રનીઅવતારણા કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
(૭) રાજાશયનું પરિણામ બે મહતી સેનાઓની મધ્યમાં પોતાને આવી ભરાયેલો જોઇને અર્જુનનાં ગાત્ર કંપ્યાં હતાં-મેમમાંથી પસીને છૂટ હતો. એણે એને વૈરાગ્યને રંગ તે ઘણય લગાવ્યો, પણ શ્રી કૃષ્ણ વૈરાગ્યની વાણીમાં છુપાઈ રહેલું અર્જુનનું હદયદૌર્બલ્ય જોઈ લીધું. કલિંગવિજયમાંથી પાછા ફરેલા સમ્રાટ અશોકને જે કંઈ શ્રી કૃષ્ણ ભેટયા હતા તે એને આ ધર્મવિજયની વાણી પ્રચારને જોઇને કહેત કે “હે અશોક ! કલિંગના ઉદ્યાનમાં મુડદાઓના ઢગ ખડક્યા પછી તું ધર્મ, શાંતિ, ક્ષમાના જે સૂત્ર અને સિદ્ધાતે ઉચ્ચરી રહ્યો છે તેમાં સામ્રાજ્યવાદના સમર્થન સિવાય બીજું શું બન્યું છે? તારે તારું મૌર્ય સામ્રાજ્ય ટકાવી રાખવું છે એટલે જ તને શાંતિ અને વિરાગનું અવલંબન ગમે છે. ચોર-લૂંટારા અને શિકારીઓ પણ બીજાનું સર્વસ્વ પડાવી લીધા પછી શાંતિ અને ક્ષમા જ છે છે. તારા અંતરતમ મનભાવનું પૃથક્કરણ કરી લેશે તે તેને પણ એમ જ લાગશે.”
સમ્રાટ અશોકને એવી સીધી અને સાચી વાત સંભળાવના કેઈ ન મળ્યું. એની આસપાસ જે શમણે–સંસારત્યાગીએ અને ધર્મપ્રચારક હતા તેઓ પણ ઘણા વખતથી આવા જ ધર્મના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
[ પ
].
કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાવ ખારવેલ
થાંભલાની શોધમાં હતા. ધર્મને સુદઢ રાજ્યાશ્રય મળે તો પછી સંપ્રદાયના પાયામાં સીસાને રસ રેડાય અને સામ્રાજ્યને ધર્મને સહકાર મળી જાય તો સામ્રાજ્ય ફરતી સરસ કિલ્લેબંદી બની જાય. આવી ખુલ્લી સરતથી નહીં, પણ અણલખ્યા કરારેથી આવું એક સંધીપત્ર તૈયાર થયું. અશકે ધર્મપ્રચારનું ચક્ર ફરીથી ગતિમાં મૂકયુંઃ ધર્માચાર્યોએ એને પોતાથી બની શકે તેટલો વેગ આપ્યો. રાજપ્રકરણ કુનેહને આ વારીપ્રવાહ ધર્મવિજયના ક્યારામાં ઠલાવાવા લાગ્યો. ધર્મ ખીલ્યો, પણ બીજી તરફ મગધ સામ્રાજ્યરૂપી વટવૃક્ષનાં મૂળ સૂકાવાં લાગ્યાં.
મૌર્ય સામ્રાજ્ય જે લોકકલ્યાણ સાધતું હોય અને ભિક્ષુઓ જે એને ઉત્તેજન આપતા હોય તે એમાં ખોટું શું છે? પહેલી વાત તે એ જ છે કે સામ્રાજ્યવાદ અને લોકકલ્યાણ પરસ્પરવિરોધી છે. સામ્રાજ્ય એટલે કે એક વ્યક્તિને કેંદ્રમાં રાખી, લોકસમૂહની બુદ્ધિને પાંગળી કરી મૂકના તંત્ર, ખાબોચીયા જેવું જ બંધિયાર બની જાય છે. એને ઉત્તેજન આપનારાઓ પણ એક યા બીજે પ્રકારે પિતાનું વર્ચસ્વ ગુમાવી બેસે છે. શાંત અને સ્થિર સામ્રાજ્ય ગમે તેટલું મહાન હોય તે પણ ચરબીથી ફુલી ગયેલા દેહની જેમ એની અપંગતા અનિવાર્ય છે. અને એવી કોઈ ખરાબી નથી કે જેને રાજાશ્રય પાળી-પોષીને ન ઉછેરે.
કલિંગયુદ્ધ પછી ધર્મવિજયની લગનીમાં શેકે બૌદ્ધધર્મને રાજ્યાશ્રિત બનાવ્યું. એ પહેલાં રાજ્યને, કઈ ધર્મને આશ્રય જ હેતે એમ કહેવાને અહીં આશય નથી. રાજાઓને આશ્રય થેડા સમયને માટે, થોડે ઘણે અંશે પહેલાં મળી જતો. અશોકે એ સ્થિતિ બદલાવી નાખી. બૌદ્ધધર્મના પ્રચાર અર્થે હજારો ભિખુઓ સુખ–આરામથી હરીફરી શકે તથા રહી શકે એટલા માટે ઠેકઠેકાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
રાજશ્રયનું પરિણામ.
[૫૧ ]
દેશભરમાં મેટી સંખ્યામાં વિહારે ખડા થઈ ગયા. જેમને ત્યાગ, વિરાગ કે લોકકલ્યાણની બહુ પરવા ન હતી એવાઓ પણ સારા રાજ્યાશ્રયથી લોભાઈ ભિખુઓની સંખ્યામાં વૃદ્ધિ કરી રહ્યા.
અશોકના અનુકરણમાં બીજાં નાનાં-મેટાં રાજાઓએ પણ આવા વિહારને ઉત્તેજન આપ્યું. પુરાણું ઉલ્લેખો તે એટલે સુધી કહે છે કે ૮૦ થી ૯૦ હજાર જેટલા વિહારે, અશોકના સમયમાં ઉભરાઈ નીકળ્યા.
ત્યાગપ્રધાન સંસ્કૃતિની પ્રથમની પ્રેરણું તો કયારની ય મંદ પડી ગઈ હતી. શ્રી ગૌતમ બુદ્ધના નિર્વાણ પછી એમના ભિમ્મુએમાં થોડી વધુ છૂટછાટ લેવાની શિથિલતા પ્રવેશી ચૂકી હતી. કેટલાકે તે છડેચોક કહેતા કે ગૌતમ બુદ્ધની હૈયાતીમાં આપણે કષ્ટ સહેવામાં બાકી નથી રાખી. હવે શા માટે એવાં નકામાં દુઃખ વેઠવાં? વકીલ કાયદાની બારીકીઓ શોધે તેમ આ ભિખુઓએ પણ સખ્ત નિયમ અને શિસ્તપાલનના દુર્ભેદ્ય દુર્ગમાં બારીઓ તેમજ બારણુઓ શોધીને ઉઘાડી નાખ્યાં. અશોકના આશ્રય–પ્રતાપે ભિમ્મુઓની સત્તા અને સ્વચ્છંદને અપૂર્વ અનુકૂળતા મળી ગઈ
અસંખ્ય વિહાર અસ્તિત્વમાં આવ્યા, તેમ ભિખ્ખઓમાં આગેવાની મેળવવાની લાલસા પણ જન્મી. એક જણ બીજાથી બહુ મહાન અને પ્રભાવશાળી છે, ચમત્કારિક છે એવી છાપ પાડવાના કેડ વૃદ્ધિ પામ્યા. આથી હરિફાઈ વધી પડે એ સ્વાભાવિક છે. પાછળથી ભિખુઓની એ સ્પર્ધા એમના અનુયાયીઓમાં પણ આવી હશે. ભિખુઓ મોટા જાગીરદાર જેવા બન્યા. ગમે તેમ કરીને રાજાઓની ખુશામત કરવી અને પોતાનાં વૈભવ–આરામ–પ્રભાવ જાળવી રાખવા એ પ્રકારની, ત્યાગી તપસ્વી અને લોકસેવકને ન છાજે એવી દૂષિત મનોવૃતિ ભિક્ષુસંઘમાં મહામારીની જેમ જ પ્રસરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
[ ૫૨ ]
કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
ગઈ. સામ્રાજ્ય અને રાજાશ્રિત ધર્મ બન્ને, એક બીજાની પાછળ અધોગતિ તરફ તણાયા.
રાજાશ્રયે, જનસેવક જેવા આ ભિખુઓને જુલમગાર પણ બનાવ્યા. એક તરફ સામ્રાજ્યનું ધોંસરું અને બીજી તરફ આ ભિખુઓનું દેસ એમ બે ધુંસરાં પ્રજાના ગળે ભરાઈ ગયાં. ભિખુઓની વિરુદ્ધ નાના મોટા બંડ ઊઠેલા હોવાની હકીકત પણ મળે છે. આ બંડની સામે ટકી રહેવા ભિખુઓને રાજ્યની મદદ માંગવી પડી હતી. વૈદિક એટલે કે બ્રાહ્મણે વિગેરે, જે પિતાના વધારેપડતા ક્રિયાકાંડના ભારને લીધે અપ્રિય બન્યા હતા તેની જેમ જ આ ભિખુઓ પણ અશકના સમયમાં ખૂબ પરિગ્રહી, સ્વચ્છેદી, વિલાસી બનવાથી પ્રજામાં અકારા થઈ પડ્યા.
અશેકને જે વખતે અહીં અમલ ચાલતો હતો તે જ વખતે ચીનમાં પણ એના જેવી જ આકાંક્ષાઓ ધરાવતા એક સમ્રાટના વિચિત્ર વહેવારની કેટલીક હકીકત મળે છે. પંડિત જવાહરલાલ નેહરુના શબ્દમાં જ એ સાભળીએ:
“ચૌ નામના પ્રાચીન અને શક્તિહીન રાજવંશને હટાવી એક સરદારે રાજસત્તા ઝુંટવી લીધી ત્યારથી ચિન નામના રાજવંશને આરંભ થયેદ-ચિન રાજવંશ ઉપરથી જ ચીન દેશનું નામ પડયું. આ રાજવંશ અશોકને સમકાલીન છે.
પ્રથમના ચિન રાજવંશના ત્રણ રાજાઓ બહુ ન ટક્યા. પણ એમની પછી જે ચોથો રાજા આવ્યો તે એક વિલક્ષણ પુરુષ હતો. એનું નામ તે હતું વાંગ ચાંગ: પણ એણે પિતાનું જૂનું નામ બદલીને નવું નામ રાખ્યું. નવા નામનો અર્થ એ થાય છે કે “ચીનને પહેલે સમ્રાટ.”
એને પિતાના યુગનું ભારે અભિમાન હતું. જૂનવાણમાં એને મુલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
રાજશ્રયનું પરિણામ.
[ ૫૩ ]
શ્રદ્ધા કે પ્રીતિ ન હતી. એ હદયથી એમ ઈચ્છતો કે લકે જૂનવાણીને જે ભૂલી જાય અને હું જ ખરે શહેનશાહ છું–ઇતિહાસનો આરંભ જ મારા સમયથી થાય છે એમ આ બધા માણસે માનવા લાગે તે પછી ક્યાંય કોઈ પ્રકારની કઠણાઈ ન રહે. બબે હજાર વર્ષ થયાં રાજાઓની મોટી જમાત ઉતરી આવી છે એ વાત તેને સાંભળવી જ નહોતી ગમતી. એ જૂના રાજાઓનાં નામ સુદ્ધાં પણ કોઈ ન સંભારે, માત્ર પ્રથમ સમ્રાટ તરિકે પિતાનું નામ જ અહોનિશ ગુંજતું રહે એવી એની એક માત્ર અભિલાષા હતી. રાજાઓ અને સમ્રાટેની સાથે બીજા કોઈ મેટા પુરુષો થયા હોય તે એમનાં નામ અને ચિન્હ પણ ભૂંસી નાખવાની એણે કેડ બાંધી. તેણે ફરમાન છેડયું કે જે જે ગ્રંથમાં પ્રાચીન કાલની હકીકત હોય તે બધાં પુસ્તક ખાસ કરીને ઈતિહાસના પુસ્તકે બાળીને ભસ્મ કરી નાખવાં.”
એ આજ્ઞાના અનુસંધાનમાં જ એણે એક બીજો એવો આદેશ છો કે “જૂના વખતની વાતે જે કઈ રસભરી વાણીમાં લલકારીને વર્ણવશે તે તેને શૂળીની સજા વેઠવી પડશે.” કહેવાય છે કે ઘણુ પંડિત, જૂનવાણું રીતરિવાજની વાત કરતા પકડાયા અને આ પ્રથમ સમ્રાટે તેમનાં શિરચ્છેદ પણ કર્યા. જૂનાં ગ્રંથે જેમણે જેમણે છુપાવવાના પ્રયત્નો કર્યા અને પ્રથમ સમ્રાટના ગુપ્તચરેથી પકડાયા તેમને એણે જીવતા દફનાવી દીધા. ઈતિહાસમાં માત્ર પિતાનું એકલાનું જ નામ ઝળકી ઉઠે એવી દુરાશા સેવનાર આ નૃપતિએ પ્રજા ઉપર ઘણા અત્યાચાર કર્યા. એનું પરિણામ એ આવ્યું કે પચાસ વરસની અંદર જ એ રાજવંશનું નિકંદન નીકળી ગયું. ચીનના સમ્રાટેમાં ઓછામાં ઓછા સમય જે કોઈએ રાજઅમલ કર્યો હોય તો તે આ વશે. જે રાજવંશ ચિરસ્થાયી સહિસલામત અને શાશ્વત બનવા માંગતો હતો તેના જ ફાળે આ મોટામાં મોટું દુર્દેવ આવ્યું !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
[ ૫૪ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામેધવાહન મહારાજ ખારવેલ.
ભારતના આ મૌ`સમ્રાટ અને ચીનના ઉપરાત પ્રથમ સમ્રાટ, જાણે પેાતાના કાળના મેટા પ્રતિનિધિએ હાય એમ લાગે છે. બન્નેની કાર્ય પદ્ધત્તિ ભિન્ન ભિન્ન હતી, પણ ધ્યેય તેા એક જ હતુ. અશાર્ક પેાતાનું નામ ફેરવી, દેવાને પ્રિય એવા પ્રિયદર્શી રાખ્યું હતું. ચીની સમ્રાટે પણ ચીનના પ્રથમ સમ્રાટનુ નામ પેાતાને માટે પસંદ કર્યુ હતુ. એકે ધર્મની મદદથી પેાતાના સામ્રાજ્યની સ્થિરતા વાંછી તે। બીજાએ પ્રાચીન હકીકતના ઉચ્છેદમાત્રથી સામ્રાજ્યની સહિસલામતી કલ્પી. મૌસમ્રાટે મોટાં મંદિરે અને સ્તૂપે ઊભાં કરી એક પ્રકારની મેાહિની આંજી તે। ચીનના આ પ્રથમ સમ્રાટે જગતની એક અદ્ભૂતતા જેવી જંગી દીવાલ ચણાવી, પ્રજાને મંત્રમુગ્ધ બનાવી દીધી. અન્ને એકહથ્વી સત્તાના ઉપાસક હતા. બન્ને શક્તિશાલી હતા. એક જ વખતે, ચીન અને ભારતવર્ષ જેવા એ મેટા રાષ્ટ્રામાં કેંદ્રિત સામ્રાજ્યસત્તાના જૂદી જૂદી પદ્ધત્તિના
અખતરા ચાલતા હતા.
અશાકના અખતરા પણ નિષ્ફળ ગયા. પુદ્ગળને સ્વભાવ છે કે સડવુ–પડવું ને વિખેરાઇ જવું, તેમ આ મગધ સામ્રાજ્ય રૂપી વિરાટ પુદ્ગલ પણ સડી જઇને ખરી જઇને વીખરાવા લાગ્યું. ધવિજયની આખી ચેાજના અવ્યવહારુ હશે, રાજપ્રકરણી કુનેહની સતત ચલાયમાન ધરતી ઉપર એના પાયા પડ્યા હશે કે કલિંગસહારનાં પાપ, મગધને જતે દિવસે આડે આવ્યાં હશે, તે નિશ્ચયપૂર્વક કહેવુ' મુશ્કેલ છે. સમ્રાટ અશોક્ના અવસાન પછી તરત જ મૌ સામ્રાજ્ય માંદું પડયું. દૂર-દૂરના પ્રાંતા સામ્રાજ્યની ધુંસરીમાંથી છૂટી સ્વતંત્ર બન્યા. ૫૦-૬૦ વરસની અંદર જ, પરાધીન અનેલા કલિંગે પુનઃ પેાતાના સ્વાતંત્ર્ય નિર્ધાના ધ્વજ ક્રૂકાવ્યા!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
(૮) કાં ભીમ્મુ, કાં રાજકુંવર અને કાં પાગલ !
જે દિવસેામાં મગધની રાજધાનીમાં ઠેકઠેકાણે અંધાધુંધી વ્યાપી રહી હતી–મગધનું રાજસ`હાસન ધરતીક`પના જેવા અણધાર્યાં આંચકા અનુભવતુ હતું તે દિવસેામાં કલિંગના મુખ્ય શહેર તેાષાલીમાં, તેાષાલીવાસીએ ખરે મધ્યાન્હ એક દેવકુમાર જેવા કાંતિમાન તપસ્વી યુવાનને ધરી ધરીને નિહાળવા છતાં જાણે તૃપ્તિ જ ન પામતા હોય તેમ તેની સામે કત્યાંઈ સુધી જોઇ રહેતા. સવારમાં સૂર્યના ઉદય થાય તે પહેલાં, લેાકેાની નજર ચૂકવી આ યુવાન, સૌંદર્યના આવાસસ્થાન જેવા કુમારપČત–ખંડિગિરની ગુફ્રામાં પહોંચી જતા, ખપેારે જ્યારે એ ત્યાંથી પાછે! વળતા ત્યારે ખનતાં લગી એ જ માગે થઇને જતા. એના પગની મંદ ગતિ જોતાં કુમાર-પર્વતની ગુફ્રા એને જાણે ખે'ચી રાખતી હેાય અને એ ખેચાણને તેાડી, આ યુવાન ધીમે પગલે પેાતાના નિવાસ ભણી ન છૂટકે જ જતા હોય એમ લાગે, એના સ્વચ્છ—બહુમૂલ્ય ઉત્તરીય ઉપરથી, એનાવિન્યાસ અને સુખકાંતિ ઉપરથી એ કાઈ રાજકુમાર હોવા જોઇએ. પણ રાજકુમાર આટલા દીન—નત્ર-સરળ હોઇ શકે ? કાં કાષ્ઠ ભિખ્ખુ, કાં કાષ્ઠ ત્યજાયેલા રાજપુત્ર અને નહિતર કાષ્ઠ પાગલ જ એ હાવા જોઈએ !
ચાલતાં ચાલતાં એની નજર રસ્તા ઉપરના એક ખંડિયેર ઉપર પડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
[૫૬ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
છે. યુવાન ઘડીભર થંભી જાય છે. ખંડિયેર જોતાં એની આંખમાં ઉકળાટ ઉભરાય છે. છૂટાછવાયા વેરાયેલા ખંડિયેરના મલિન પત્થર જોઈ ત્યાં એક કાળે માટે મહેલ હેવાની તેને કલ્પના આવે છે. વર્તમાન ભૂલી જઈ, ભૂતકાળના ભોંયરામાં તે દષ્ટિપાત કરે છે. ત્યાં ભયંકર ભૂતાવળ નાચતી એ જોઈ રહે છે અને એક દીર્ઘ નિઃશ્વાસ નાખી આગળ વધે છે. રાહદારીઓ, યુવકની આ સ્થિતિ જોઈ આશ્ચર્ય પામે છે. અજાણ્યા પ્રવાસીઓ જાણવા માગે છેઃ “આ કેણુ છે? એને ચિત્તભ્રમ તો નહિ હોય ?”
ઊગતી અવસ્થામાં આ યુવાન આવો પાગલ કાં દેખાય છે ? તેષાલીના ભાંગ્યા–તૂટ્યા કીલ્લામાં જોવા જેવું શું હશે? આ પાગલ
જેવો માનવી, ઈષ્ટદેવને નયન ભરીને નિરખતો હોય તેમ પગ પાસે પડેલા પથ્થરાનું ધ્યાન ધરત શા માટે ઊભો રહેતો હશે? એને ઘણેખરે સમય કુમાર–પર્વતમાં વસતા નિગ્રંથ મુનિરાજે, બૌદ્ધ ભિખ્ખઓ અને આજીવિક સંપ્રદાયના સાધુઓના સમાગમમાં વ્યતીત થાય છે. નિગ્રંથ-જૈન મુનિઓ તરફ એ કંઈક વધુ આકર્ષણ ધરાવે છે. સાધુઓ અને રાજવંશીઓ વચ્ચે વસતે આ યુવાન, આસપાસની દુનિયા કરતાં જુદી જ સૃષ્ટિમાં વિહરતો હોય એવો વિલક્ષણ કેમ દેખાય છે?
આ જ તેષાલીની શેરીઓમાં, વાઘ, વરૂ અને દિપડાના ટોળા જેવા અશોકના અર્ધજંગલી સીપાઈઓ જ્યારે ઊતરી પડ્યા હશે ત્યારે ભયભીત બનેલા અને મૃત્યુની વેદના વેઠતા કેટલા કલીગવાસીઓ આ-રૌદ્ર સ્વરે કકળી ઉઠ્યા હશે? આજે પણ આ યુવાન આ શેરીઓમાંથી એવાં છુપાં આક્રંદ નીકળતાં સાંભળે છે. હજારો-લાખો શહેરીઓને પશુની જેમ જ બાંધીને લઈ જતા એ નીહાળે છે. કલિંગના ઉપવનમાં, નિર્દોષ પંખીઓની જેમ વસતા આ નિરપરાધ માનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
માં ભિખ્ખુ, કાં રાજકુંવર અને કાં પાગલ !
[ ૫૭ ]
વીએ પરદેશના બજારામાં ગુલામેાની જેમ વેચાયા હશેઃ ખીજા ક્રાઈ દેશ ઉપર નહિ, કલિંગ ઉપર જ આવા અત્યાચાર ગુજારવાનુ અશે!કને શું કારણ મળ્યું ? કલિ ગવાસીઓ નિરુપદ્રવ, ક્રિયાપરાયણુ અને વૃદ્ધો તથા શ્રમણ-બ્રાહ્મણેાના ઉપાસક હતા એટલા જ સારુ અશેકને પેાતાના સિપાઇઓનું પાશવબળ અહીં અજમાવી લેવાનુ સૂઝયું હશે ? આવા આવા અનેક વિચારાના તરંગ ઉપર તણાતા-ધડીક ઊભા રહી જતા આ તેજસ્વી યુવાન, પેાતાના ધરના એક એરડામાં કરતા હેાય તેમ તેાષાલીના રાજમાર્ગ ઉપર થઈને ચાલ્યેા જાય છે.
યુવાનના પિતા વૃદ્ધ થયા છે. એનામાં પૂરું' ચાલવાની પણ હવે તાકાત નથી રહી. પેાતાના પુત્રની આવી વિચિત્ર રીતભાત જોઈ તે ઘણી વાર મુંઝાય છે. કાઇ કાઇ વાર કુમારપ`તમાં નિધ મુનિ પાસે જઇ અંતરના ઉભરા ઠેલવી પેાતાના પુત્રનું ભવિષ્યમાં શું થશે તે જાણવા માગે છે. નિમ્ર મુનિ ખીજું તે શું કહે ? પણ આ યુવાનનાં લક્ષણુ તથા સંસ્કાર વિષે નિર્દેશ કરી કાંએ માટા ચક્રવર્તી અને કાં એ મેટે। આચાય થવા જોઇએ એવા પેાતાનેા નિણ્ય સંભળાવે છે.
ચક્રવર્તીત્વ અને આચાર્યંત્વની વિમાસણમાં પડેલા એ વૃદ્ધ પિતા પુરુષને થાડા વધુ પ્રકાશ આપવા એ એમ પણ કહે છેઃ એ બન્ને એક જ ઢાલની એ બાજુએ છે. બન્ને તપસ્વીએ છે—અને લેક હિતના સાધક છે; પ્રકાર અને તરતમતાના ભેદ ભલે રહ્યા. પેાતાના પુત્રના સબ્ધમાં આવી આશાભરી ભવિષ્યવાણી સાંભળી વૃદ્દ પિતા પ્રફુલ્લિત બને છે.
તેષાલીના આ યુવાનને આવે! ખડતલ, સહૃદય બનાવવામાં કુમાર--ગુફાવાસી નિત્ર થતા પણ કઈ એછે! હિસ્સા નથી. કલિંગ એ માત્ર પર્વ અને અરણ્યાથી આચ્છાદિત એવા ભૂમિભાગ જ નથી. એની સાથે પ્રત્યેક કલિંગવાસીને પ્રાણના જીવંત સંબંધ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
[ ૫૮ ]
કલિંગનું યુદ્ધ યાને મહામેધવાહન મહારાજ ખારવેલ,
કલિંગની સ્વતંત્રતા અને કલિંગને વૈભવ, કલિંગની અસ્મિતા અને કલિંગની પ્રતિષ્ઠામાં જ કલિંગની ખરી ધર્મસાધના, પુરુષાર્થ તથા પ્રતાપ છેઃ નિથ મુનિના મુખથી નિઝરતી એ વાણી આ યુવાન રાજ રાજ પીએ છે; રાજ રાજ પીવા છતાં પણ અતૃપ્ત જ રહે છે.
ધર્મગુરુના સહવાસમાં દિવસના ઘણાખરા સમય વ્યતીત કરનાર આ યુવાન વારંવાર જૂના ખડિયેરા, પડી ગયેલા છીલ્લા અને સુકાઇ ગયેલી નહેરના કાંઠા ઉપર શા સારુ ભમતા હશે, તે કલિંગવાસીઓમાંથી ભાગ્યે જ કાઇક સમજે છે. ખરેખર જો એ વીતરાગતાની સાધના કરતા હાય તા પછી આવી સ્થૂલ-દુન્યવી વસ્તુઓ પ્રત્યેના એના મેા છેક ઊડી જવા જોઇએ. અને આ મૃત દેહ જેવા પુરાણાં અવશેષામાં એવુ' તે શું છે કે જે એને મંત્રમુગ્ધ બનાવી દે છે?
એ યુવાનનું નામ ભિખ્ખુરાજ છે. વૃદ્ધ, અશક્ત પિતાને આ પુત્ર, વમાનને વીસરી માત્ર ભૂતકાળ અને ભવિષ્યકાળની સૃષ્ટિમાં વિહરતા આ યુવાન સર્વ રીતે ભિખ્ખુ જ બનવાને નિર્માયા હતા. સારા ગુરૂના એની ઉપર સ્નેહાભિષેક ન થયેા હાત તા કદાચ ભિખ્ખુના સંધમાં ભળી જતે કચારના ચે ભૂલાઇ ગયે! હાત. જે પરિષહા વેઠવા તૈયાર છે, દુ:ખ કે યંત્રણામાત્રને, સામે જઇને પડકાર કરવા જેટલેા ઉલ્લાસ અનુભવે છે, મહેલે। અને ઉદ્યાનેા કરતાં પણુ પર્વતની ગુએ અને નિર્જન અરણ્યામાં જેના સાચા આનંદ સમાયેા છે તે, ભિખ્ખુંસધમાં પ્રવેશી યથાર્થ ભિખ્ખુરાજ ન બને તે બીજું શું કરે?
પણ એના ગુરૂએ જ એને એ માર્ગે જતા વાર્યાં. એમને લાગ્યું કે કલિંગને આ યુવાન. એક દિવસે માતૃભૂમિ-કલિંગને ઉદ્દાર કરશે. રાજમુકુટ પહેરવા છતાં આ યુવાન અંતરથી ખરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
કાં ભિખ્ખુ, કાં રાજકુંવર અને કાં પાગલ !
[ પ ]
તપસ્વી અને લે।હિતૈષી બની શકશે. કલિંગ મૈયાના અંતરતળમાં જુગજૂના જે લૈંડા જખમા પડ્યા છે, કલિંગ મૈયાના વસ્ત્રઆભૂષણ જેવા કિલ્લા-નહેર વિગેરેની જે દુર્દશા થઇ છે, તેને ખરા પ્રતિકાર અને પુનરૂદ્ધાર આ ભિખ્ખુંરાજ જ કરી શકશે. ગુરૂએ એના લલાટલેખ વાંચ્યા. એમને ખાત્રી થઇ, કે આ યુવાન અસ`ખ્ય શ્વેતીયા માણસાની જેમ માત્ર જન્મીને મરી જવા માટે જ નથી અવતર્યાં. લેાકેાત્તર પુરૂષાના કાફલામાંથી ભૂલા પડી, કલિંગની ભૂમિ ઉપર આવી ચડનાર આ સંસ્કારી યુવાન, કોઈ એક મહાન ધ્યેયની સિદ્ધિ અર્થે જ જીવવાના છે. ગુરૂએ એને કહેલું:
“વત્સ, નિઃસકાચપણું રાજા બનજે, પણ અંતરથી તા ભિખ્ખુંરાજ જ રહેજે ! કલિંગને સ્વતંત્ર અને સુખી કરવા માટે જ તારૂં નિર્માણુ છે.”
એ ભિખ્ખુંરાજ-ઉછરતી વયમાં પાગલ જેવા દેખાતા યુવાન, વખત જતાં ત્રિકલિંગાધિપતિ-મહામેધવાહન ખારવેલ ” ના નામથી પ્રસિદ્ધ થશે..
66
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
(૯) સમ્રાટ સંમતિ
કલિંગ જે વખતે મગધની બેડીઓ તેડીને ફેંકી દેવા તલપાપડ થઈ રહ્યું હતું તે વખતે મગધને માથે માઠી દશાના ગ્રહ બેસી ચૂક્યા હતા. મગધ સામ્રાજ્યની શક્તિને પ્રત્યાઘાત શરૂ થઈ ગયો હતે.
મૌર્યસત્તાની નૌકા મધદરીએ ઝોલા ખાતી હતી. તે વખતે મહારાજા સંપ્રતિએ એનું સુકાન હાથમાં લીધું. જિન સાહિત્યે આ સંપ્રતિ રાજાને ઘણું ઉચ્ચ સ્થાન આપ્યું છે. મૂર્તિઓ અને મંદિરના એ યુગપ્રવર્તક હતા એમ કહીએ તે ચાલે. મહારાજા સંપ્રતિએ ઘણી જિનમૂર્તિઓ અને ઘણાં જિનમંદિર નિમ્યાં છે. સ્તૂપે અને શિલાલેખેને સ્થાને ભવ્ય પ્રાસાદે અને મનહર મૂર્તિઓને પ્રચાર મહારાજા સંપ્રતિના યુગમાં વધુ સરળ અને શક્ય બન્યું. પ્રાચીન જૈન સાહિત્યમાં મૌર્ય-મહારાજા સંપ્રતિની આ ધર્મપ્રભાવના અતિ ઉજવલ અક્ષરે આલેખાઈ છે. રાજકારણી કુશળતા એ ઉજવળ અક્ષરો પાસે સાવ ઝાંખી પડી જવા પામી છે.
અશોકના સંતાનોની સંખ્યા નિશ્ચિત નથી. પણ કુણાલ અને મહેક એ બે પુત્રોનાં નામ છે ઇતિહાસમાં આપણે ઘણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ સંપ્રતિ.
[ ૬૧ ]
વાર સાંભળીએ છીએ. મહેકે બૌદ્ધધર્મના પ્રચાર અર્થે રાજવૈભવનો ત્યાગ કર્યો હતો અને કુણાલ એની એક વિમાતાના પ્રપંચનો ભોગ બનવાથી યુવાવસ્થામાં જ ચક્ષુ:ઈદ્રિય ખેાઈ બેઠે હતો. કુણાલને એક પુત્ર હતો અને તે જ આ જૈન સાહિત્યમાં યશસ્વી બની ગયેલા મહારાજા સંપ્રતિ.
સમ્રાટ અશોકને સંપ્રતિ મેટા અવલંબનરૂપ હતા. કુણુલથી તો કંઇ કામ થઈ શકે એમ હતું જ નહીં, તેથી અશકે, પૌત્ર સંપ્રતિમાં રાજપ્રકરણ દક્ષતાના સંસ્કાર સીંચ્યા. દિવ્યાવદાન કહે છે તેમ સમ્રાટ અશોકની હૈયાતીમાં જ સામ્રાજ્યનો સુકાની વસ્તુતઃ સંપ્રતિ જ હતો.
અશોકને જ્યારે એમ લાગ્યું કે પોતે હવે બહુ દિવસ જીવી શકે એમ નથી ત્યારે તેણે રાજભંડાર લગભગ લૂંટાવી દેવાને નિશ્ચય કર્યો. કરોડો રૂપીયા એણે સંધારામ પાછળ ખરચવા માંડ્યા. સંપ્રતિને, રાજભંડારનાં ખાલી તળીયાં જ રહી જશે, એવી બીક લાગી અને પૂરતા ધનસંગ્રહ ન હોય તો આટલું મોટું સામ્રાજ્ય કાચી ઘડીમાં ભાંગીને ભૂકો થઈ જાય એમ પણ તે જોઈ શકે. તેણે પિતામહ-અશોકની આ ઉડાઉગીરી સામે સ્પષ્ટ શબ્દોમાં વિરોધ કર્યો. સંપ્રતિએ જ રાજભંડારને વેડફી જતો બચાવી લીધે. આથી અશકને ભારે આઘાત લાગેલો. પિતાની લાચાર દશા જોઈ અશકે અશુપાત પણ કરેલો, એમ કહેવાય છે.
એ પછી જ્યારે અશોકના આસને કુલ બેઠે ત્યારે પણ રાજધુરાને ભાર તે સંપ્રતિની જ કાંધે હતો. યુગબળ મૌર્ય સામ્રાજ્યની વિરૂદ્ધ હતું-કેંદ્રિય સત્તાના દિવસો ભરાઈ ચૂક્યા હતા. આંધ્ર અને કાશ્મીર, એટલે કે મગધથી બહુ દૂર પડી ગયેલા પ્રાંત કુણાલના સમયમાં જ મગધથી છૂટા પડી ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
[ ૬૨ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામેધવાહન મહારાજ ખારવેલ.
કુણાલ પછી મગધસામ્રાજ્યના મુકુટ સ`પ્રતિને માથે સુકાવા જોઇતા હતા, પણ સ`પ્રતિને બલે દશરથને શિરે કળશ ઢોળાયા. દશરથ બન્ધુપાલિતના નામથી મેક્રટે ભાગે એળખાય છે. ખંધુ એટલે સંપ્રતિ ઃ સંપ્રતિના આધાર અને સ ંપ્રતિના અવલંબને એ લગભગ આઠ વરસ સુધી નામને સમ્રાટ રહી શકયા.
શરથના સમયમાં પ્રત્યાધાતના મેાટાં મેાજા એ ઉછળવા લાગ્યાં. સંપ્રતિ જેવા સુકાનીના હાથ પણ આ વખતે શ્રમિત બનતા જાય છે. માટા વિદ્રોહ કે આકસ્મિક ઝ ંઝાવાત જેવું કપ્ત નથી દેખાતું, પણ સગ્રાસ કરવા, કિનારાના બધન અને મર્યાદાને આળગવા મથતા મેાજા, જૂની રેખાઓને ભૂ'સી આગળ જતા જણાય છે.
શરથના મૃત્યુ પછી આંતર અને બાહ્ય અન્ને વ્યવસ્થાને ભાર સંપ્રતિ–મહારાજાને માથે આવી પડે છે. મગધ-સામ્રાજ્યની સત્તાને દુળ બનાવે એવી ક્રાઇ વિશેષ ઘટના સÖપ્રતિના સમયમાં અનવા પામી નથી. બાકી અસતેષ અને અશાંતિનાં જે છૂપા પ્રવાહ। છેક નીચેના થામાં વહી રહ્યા હતા તેના વાટ સંભળાય છે.
સંપ્રતિ મહારાજા રી એક વાર શાકના ધર્મરાજ્યની પુનરાવૃત્તિ શરૂ કરે છે. અશાકે જે બૌદ્ધ ધર્મના પ્રચાર અર્થે કર્યું. તેનું જ અનુકરણ સંપ્રતિએ જૈન ધર્મના વિષયમાં કર્યું. અનાય ગણાતા દેશમાં સંપ્રતિએ ઉપદેશકે મેકલ્યા. સેનામાંથી સંસ્કારી સૈનિકાને તારવી જૈન ધર્મના પ્રચાર અર્થે જુદી જુદી દિશામાં રવાના કર્યાં, ગરીમા અને અતિથિએ માટે એણે ભેજનાલયેા પણ ખાતાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ સંપ્રતિ
[ ૬૩ ]
ક્ષય-રાગથી પીડાતા દર્દી જેવા મૌય સામ્રાજ્યને આ ઉપચારાએ પ્રારંભમાં થોડા લાભ કરી આપ્યા. કદાચ એની વધુ સ્થાયી અસર પણ થઇ શકી હાત, પરંતુ દૈવવશાત્ સંપ્રતિના સમયમાં ખાર વર્ષના ભયંકર દુષ્કાળે દેખાવ દીધા. સપાટીની નીચે જે અસ્વસ્થતાને અગ્નિ ધુંધવાઇ રહ્યો હતા તે હવે એકદમ સળગી ઉઠે એવી પિરિથિત આવી પહેાંચી. મહારાજા સંપ્રતિના જૈન પ્રભાવનાના મનેરથ, દીપકની છેલ્લી શીખાની જેમ ઝબકીને અતહિત થઇ ગયા.
સંપ્રતિ જેવા કુશળ અને શ્રદ્ધાળુના સામ્રાજ્યરક્ષાના બધા પ્રયત્ના ઉપર, એના જ સતાનેાએ અંદર અંદર લડી ધૂળ વાળી દીધી. શાલીક અને એના મેાટા ભાઇ વચ્ચે કલહ થયા. શાલીક મેટા ભાઇને મારી મગધના સિંહાસન ઉપર ખેઠા. આ ગૃહકલેશની મૌ સામ્રાજ્ય ઉપર બહુ ખરાબ અસર થઇ. ગ્રીક લેાકેાના હુમલા પણુ શાલીકના સમયમાં જ શરૂ થયા.
શાલીકની પછી દેવવર્મા અને શતધનુષ, નાટકના પાત્રની જેમ આવીને પાટલીપુત્રની ર’ગભૂમિ ઉપરથી અદૃશ્ય થઇ જાય છે. છેલ્લા મૌર્ય નૃપતિ બ્રહદ્રથને, એના પેાતાને જ સેનાપતિ પુષ્યમિત્ર, પગમાં ખૂંચતાં કાંટાની જેમ ઉખાડીને ફેંકી દે છે. મૌર્ય-સામ્રાજ્ય ઉપર અહીં છેલ્લા પડદો પડે છે. પાટલીપુત્રની કે મગધની પ્રજાને જાણે કે આ રાજપલટા સાથે કંઈ નીસ્બત જ ન હોય એમ દેખાય છે. સામ્રાજ્ય જેવી મેાટી નૌકા જ્યારે તળીયે ગરકાવ થતી હશે— સામ્રાજ્યના એક સેનાપતિ પેાતે જ્યારે એને જળસમાધિ આપતા હશે, ત્યારે પાટલીપુત્રની પ્રજા છેક નિશ્ચિંત બનીને બેસી નહિ રહી હાય. પરન્તુ માટે ભાગે તે। રૈયત એક ‘ સ્વામી ' જ વાંછતી હતી.એક સ્વામી જતાં બીજે સારે। સ્વામી મળી જશે એ પ્રકારની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
[ ૬૪ ]
કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
કંઈક ઊંડી આશા પણ રાખતી હશે. માનવીના આયુષની જેમ સામ્રાજ્યના આયુષ વિષે પણ મગધની પ્રજાએ એ વખતે તત્ત્વજ્ઞાનની કંઇ નવી યુક્તિ-પરંપરાઓ ઉપજાવી કાઢી હશે.
પુષ્યમિત્રે આવતાંની સાથે જ ઉપાડો લીધો. હિંસાત્મક યજ્ઞયાગને પુનરુદ્ધાર કરવા એણે મોટા પાયા ઉપર રાજસૂય યજ્ઞ આરંભે. રાજ્યાશ્રિત શ્રમણના ઊંડા મૂળ ઉખેડીને ફેંકી દેવા એણે ઉપરાઉપરી આઘાત કરવા માંડ્યા.
પુષ્યમિત્રે ઘણું બૌદ્ધ તથા જૈન ધર્મારામે જમીનસ્ત કરી નાખ્યા. એ ઉપરાંત બૌદ્ધ શ્રમણ તથા જૈન સાધુનું મસ્તક કાપીને
જે કઈ હાજર કરે તેને તેણે એક સુવર્ણમુદ્રા આપવાનું જાહેર કર્યું. વૈદિક ધર્મપ્રચાર અર્થે શ્રમણે અને સાધુઓની વિડંબના કરવામાં એણે કોઈ પ્રકારની કચાશ રાખી હોય એમ નથી જણાતું. પુષ્યમિત્રના આવા ઝનૂનને લીધે, સમ્રાટ અશક અને મહારાજા સંપ્રતિના સમયમાં ફાલેલાકુલેલા બૌદ્ધ તથા જૈન ધર્મારામે તથા ધર્મનાયકોને કેટલી ભયંકર યાતનાઓમાંથી પસાર થવું પડ્યું હશે તેની કલ્પના થઈ શકશે. આ પુષ્યમિત્રના જુલમે જ જૈન સંધને મગધ છોડીને આસપાસના બીજા પ્રદેશમાં જવાની ફરજ પાડી.
અચળ અડગ લાગતે રાજાશ્રય કેટલો ક્ષણિક હોઈ શકે છે તેનું ભાન શ્રમણ સંઘને પુષ્યમિત્રના શાસને કરાવ્યું. એક વ્યક્તિની કૃપાના આધારે જીવતી ધર્મ સંસ્થાઓ, પુષ્યમિત્ર જેવા ઝનૂનીને એક જ ઝપાટે લાગતા હચમચી ઊઠી. શ્રમણે પાસેથી એ રાજાએ સેના-રૂપાની મુદ્રામાં “કર' યા તે દંડ વસુલ કર્યાની વાત પણ આવે છે. એ એમ સૂચવે છે કે બૌદ્ધ તથા જૈન નૃપતિઓના સમયમાં
જેમણે જેમણે પ્રકટ યા તે અપ્રકટપણે પરિગ્રહને સંચય કર્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ સંપ્રતિ.
[ ૬૫ ]
હશે તેમની પાસેથી પુષ્યમિત્રે વ્યાજ શીખે મૂળ રકમ વસુલ કરવાને નિશ્ચય કરેલો હોવો જોઈએ. સ્તૂપના પાયામાં પણ જ્યાં જ્યાં સુવર્ણ દ્રવ્ય હેવાને સંભવ દેખાય ત્યાં ત્યાં પુષ્યમિત્રે એ સ્તૂપના પાયા ખોદાવી નાખ્યાની હકીકત મળે છે.
મગધના આ જુલમની નાનામાં નાની વિગત પણ પાસેના કલિંગમાં પહોંચતી. કોઈ કોઈ વાર અતિશયોક્તિના રૂપ-રંગ પણ ધરતી હશે. બૌદ્ધ તથા જન શ્રમણની વિડંબનાની અનેક વાતે સાંભળ્યા પછી, કલિંગના યુવરાજ ભિખુરાજના મનમાં કેવી વ્યથા થતી હશે ? ભિખુરાજ શ્રમણ અને સાધુઓને ભક્ત હતા–એમની પાસેથી જ એ ઘણું ઘણું વિદ્યાઓ તથા કલાઓ શીખ્યો હતે. શ્રમણો અને સાધુઓ પાસે જ જીવનના અમૂલ્ય દિવસે એણે ગાળ્યા હતા. મગધમાં ભારે અંધાધુંધી વ્યાપી છે, પુષ્યમિત્રે જૈન તથા બૌદ્ધ સાધુઓને પજવવા માંડ્યા છે અને તે ઉપરાંત અંદર-અંદરના કલેશ-કંકાસને લીધે મગધની સત્તા શિથિલ બની છે એ બધું ધ્યાનપૂર્વક તે સાંભળતો. માત્ર કુતુહળની ખાતર નહિ, યોજનાની દૃષ્ટિએએક હિસાબીને છાજે એવી એકસાઈ સાથે તે આ બધું સાંભળતોકેવળ સાંભળી જ રહેતો. મગધના જુલમને બદલો લેવાની હજી એનામાં પૂરી આત્મશ્રદ્ધા હતી જાગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) છાઁદ્વાર નહિ જોઇએ !
વર્ષાઋતુની એક સાંઝે, યુવરાજ ભિખ્ખુરાજ, ખડગિરિની એક ચુકામાં, શ્રમણગુરૂની સમિપે બેઠા હતા. ભિખ્ખુરાજને હાથીના ખૂબ શોખ હતા. એ જ એનુ' મુખ્ય વાહન હતું. હાથીને કેળવવામાં અને ખેલાવવામાં એને બહુ મેાજ પડતી. મધ્યાહ્ને એ જ્યારે ખ'ગિરિ પાસે આવેલે ત્યારે પણ મેધ સમા શ્યામ અને હવામાં ખૂલતા વાદળ જેવી ગતિવાળા હાથીની અંબાડીમાં જ બેઠા હતા. પર્વતની તળેટીમાં હાથી, પર્વતના એક ખીજા જોડીદારની જેમ, ભિખ્ખુરાજની રાહ જોતા ઉભા હતા.
ભિખ્ખુરાજ, તેાષાલીમાં પાછા ફરવાની તૈયારી કરતા હતા એટલામાં જ આકાશમાં અણધારી આંધી ચડી આવી. સામસામી દિશામાંથી ધસી આવતા અને પરસ્પરને મ્હાત કરવા મથતા પર્વનના વેગે ભયંકર વટાળ પેદા કર્યાં. ઘડી-એ ઘડી પહેલાં જ્યાં ઉકળાટ વ્યાપ્યા હતા ત્યાં વૃક્ષો અને શિખરાને કપાવતા ચક્રાકાર વાયુવેગે પેાતાનુ સામ્રાજ્ય સ્થાપી દીધું. સાગર–તીરે વસતા કલિ’ગવાસીઓને આવા તાકાન અથવા ઝંઝાવાત સાવ અજાણ્યાં નહેાતાં. પણ આજની આ આંધી તા જુદા જ પ્રકારની હતી. પ્રલયનાં બધાં લક્ષણા સાથે કલિંગ ઉપર એણે આક્રમણ કયુ` હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
જીર્ણોદ્ધાર નહિ જોઈએ
[ ૧૭ ]
ભિખુરાજ અને શ્રમણ ઘડીક વાર ગુફાના દ્વારમાં જઈને ઊભા રહ્યા. પણ ઉપરાઉપરી લાગતા પવનના આંચકાને લીધે ત્યાં તેઓ વધુ વખત ઊભા રહી શક્યા નહીં. ખંડગિરિ આ કદાચ મૂળમાંથી હલી ઉઠશે એવી એમને આશંકા ઉપજી.
યુવરાજ ભિખુરાજના સુકુમાર વદન ઉપર આ આંધીએ વિષાદની પ્લાન રેખાઓ આંકી. પણ ઉડતી ધૂળે જે આવરણ રચ્યું હતું તેને લીધે શમણુગુરૂ, ભિખુરાજની ગમગીની જોઈ શક્યા નહીં. એટલામાં વીંઝાતા વાયુના એક પ્રબળ આંચકા સાથે, પર્વત ઉપરનું એકાદ શિખર નીચે ગબડી પડતું હોય એવું ભારે ગર્જન સંભળાયું. ભિખુરાજના દિલમાંથી વેદનાનો એક ઊડે નિઃશ્વાસ અજાણતાં જ નીકળી પડયો. પવનના સુસવાટામાં પણ શ્રમણદેવથી એ નિઃશ્વાસ અને નિઃશ્વાસમાંથી નીતરતી વેદના છૂપી ન રહી શકી.
ભિખુરાજને ક્રોધ કે વિષાદમાં ડૂબેલા ભાગ્યે જ કોઈએ જોયા કે સાંભળ્યા હશે. પ્રકૃતિને આ લાડીલે અને પ્રકૃતિની વિચિત્રતામાં અનહદ રસાસ્વાદ લેતે આ યુવરાજ સામાન્ય શેકદુઃખના પ્રસંગમાં પ્રાયઃ નિર્લેપ જેવો જ રહે. દુઃખ અને કષ્ટ એણે ઘણું વેઠયાં હતાં, એટલે તે અનાયાસે મળતાં સુખને સન્માનપૂર્વક એ પાછા વાળી શકતો. સંગીત, ચિત્ર, શિલ્પ અને સાહિત્યને આ ભકતા, અણધારી આંધીને લીધે એકાએક ઉદ્વિગ્ન બને એ અશકય હતું.
કાનને લીધે વખતસર મહેલમાં જવાનું નહિ બની શકે એટલા માટે એ દિલગીર બ હશે? એમ પણ હેતું. મહેલમાં તો એ ન છૂટકે જ જત અને ન–છૂટકે જ રહેતો. વૃદ્ધ પિતાના નેહદુર્બળ હૈયાને રીઝવવા એ રાજવૈભવના રંગમાં થોડાં
આંગળાં કવચિત બળતો. બાકી તો મનથી એ વિરાગી સામે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામેઘવાહન મહારાજ ખારવેલ
હતો. આંધીને લીધે મોડું થશે એ પ્રકારની વિહળતા ભિમ્મુરાજને અંગે અસંભવિત હતી.
શ્રમણગુરૂ એની વિહળતા સમજી ગયા. આસમાનને પૃથ્વી ઉપર તૂટતું જે યુવાન જોઈ શકે તેના દિલમાંથી એક સામાન્ય પથ્થરના પછડાટે આટલી દર્દભરી આહ કેમ પ્રકટાવી તે એક માત્ર શ્રમણગુરૂ જ કહી શકે. ભિખુરાજે અને શ્રમણ-બનેએ એ ગરવ સાંભળ્યો હતે.
મૃત્યુની શાંતિમાં પ્રાણશક્તિ ભરતા હોય તેમ શ્રમણે કહ્યું : તેષાલીના જીર્ણ દુર્ગની છેલ્લી દીવાલ પણ પડી ભાંગી ! ” પડવું, ભૂકકા થવું અને નાશ પામવું એ બધું જાણે કે રજની રમત હેય એવી સામાન્ય ઢબે શ્રમણે આ શબ્દો ઉચ્ચાર્યા.
મને પણ એમ જ લાગ્યું.”-ભિખુરાજે અનુમાનમાં સમ્મતિ આપી.
ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ એ તો સંસારને સનાતન ક્રમ છે. અને પુરાણ કીલ્લાનાં કેટલાંને હવે ઉપયોગ પણ શું હતું?” ધંધવાતા છાણમાં જાળવીને ફૂંક મારતા હોય તેમ શ્રમણે એ શબ્દ ઉચ્ચાર્યા.
આજે ભલે એને કંઈ ઉપયોગ ન હોય, પણ એ નકામા હતા અને નાશ પામવાને ગ્ય હતા એમ કેમ કહી શકાય?”ભિમ્મુરાજના ચહેરા ઉપર સંતપ્ત લેહીનું તેજ છવાયું.
કલિંગ આજે સ્વતંત્ર નથી, મગધનું સ્વામીત્વ એને માથે છે એટલે કલિંગના પાટનગરને કીલ્લો હોય કે ન હેવ એ બધું સરખું જ છે એ એ કથનને અર્થ ભિખુરાજે અવધાર્યો. કલિંગને અંગે આવો હળવો ઉચ્ચાર ભિખુરાજને ન ગમે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
જીર્ણોદ્ધાર નહિ જોઇએ !
[ ૬૯ ]
તેથી જ તે। એના સદા સ્મિતભર્યાં મુખ ઉપર ઉકળાટ ઉભરાયા હતા.
“ કીલ્લાનાં જર્જરિત ભીંતડાં ઉપયાગી હતાં અને પવનનું આ તાકાન નિરુપયેાગી છે ? જો જાના ભીંતડાં ઉપયાગનાં હાત તા આંધી એને હાથ પણ ન અડાડત, કાટને વધુ મજબૂતી આપીને આ તફાન વિદાય થઈ જાત. પ્રકૃતિની ભિષણ લીલામાં પણ કઈંક ડે! અ હાય છે.” શ્રમણ આચાર્યના એ ગંભીર શબ્દોએ ભિખ્ખુરાજને વિચારમાં નાખી દીધે।.
કલિંગના કીલ્લા નકામા હતા તેથી તે છઠ્ઠું અન્યા અને પ્રકૃતિએ પેાતે જ પવનના આંચકા મારી પાડી નાખ્યા એ વાત ભિખ્ખુરાજ માનવા તૈયાર ન હતા. શ્રમણ-આચાર્યના ખુલાસાથી પણ મૂળ ગુંચ ન ઊકેલા.
“ કીલ્લાના પુનરુદ્ધારની જ હું રાહ જોતા હતા. પુનરુદ્ધારની યેાજના હાથ ધરૂ તે પહેલાં તે। એનાં રહ્યાંસહ્યાં અવશેષ પણુ આ આંધીએ ઉડાડી દીધાં. ” યુવરાજે ઊંડા ખેદ સાથે મનની વ્યથા વવી.
“ કલિંગ કે કલિંગના કિલ્લા માત્ર જીર્ણોદ્ધાર કે પુનરૂદ્વાર નથી માગતા. પ્રકૃતિને પણ એ ઈષ્ટ નથી. કલિંગમાં જે દિવસે સ્વમાન જાગશે-એના પુણ્યપ્રકાપ પ્રજળશે તે દિવસે કલિંગના કીલ્લે એ સ્વતંત્ર સામ્રાજ્યને કિલ્લે। હશેઃ મગધની સાથે સ્પર્ધા ખેલતા, પેાતાના જ બળ અને સામર્થ્ય ઉપર એ મુસ્તાક હશે. કલિંગ જો નવેસરથી પેાતાના કાટ–કલ્લા ન બાંધી શકે, અને માત્ર થીગડા જ ઇ શકે તે! કલિંગ હજી અર્ધજાગૃત છે એમ જ લેખાય. યુવરાજ ! જૂના-જીણું દુર્ગોમાં તમારા કેટલા મેાહ હતા એ હું જાણુ હ્યુ. એ મેાહ ઊડાડવા અને કલિંગના કિલ્લા કોઇ ખડિયા રાજાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
[ ૭૦ ].
કલિંગનું યુદ્ધ ચાને મહામે વાહન મહારાજ ખારવેલ.
કીલ્લો નથી, પણ એક નવા બાહુબળ ધરાવતા સમર્થ સમ્રાટને દુર્ગ છે એવી પ્રતિષ્ઠા એને મળે એટલા સારુ જ આ આંધીને ઉદ્ભવ છે. હજી પણ તમારો મેહ જૂના કીલ્લા, જૂની નહેરો અને જૂના ખંડિયેરે ઉપરથી નથી ઉતર્યો. કલિંગ આજ નવસર્જન માગે છે. ભયંકર વાવંટોળ અને તોફાનમાં માત્ર વિનાશ નથી હેત-વિનાશને પગલે પગલે સર્જન જે ન આવી પહોંચે તે એના જેવી દીનતા અને દુર્ભાગ્ય આ જગતમાં બીજું કાઈ ન હોઈ શકે.”
પ્રકારાંતરે શ્રમણે યુવરાજ ભિખુને આવતી કાલના સ્વાધીન કલીંગનું સ્વરૂપ સમજાવ્યું. કલિંગે અધકચરા ઈલાજોને તીલાંજલી આપી નવેસરથી-મૂળમાંથી જ નવરચના આરંભવી જોઇએ. જીણું અવશેષો ઉપર અશ્રુપાત માત્ર કર્યા કરવાથી કે લળી લળીને એને પગે લાગવાથી કંઈ જ વળવાનું નથી, એમ એના મન ઉપર ઠસાવ્યું.
આંધીનું તેફાન થેડી વારે શમી ગયું. ભિખુરાજના અંતરમાં પણ એ દિવસે નો પ્રકાશ પડે. તોષાલીના દુર્ગને, વિધિપૂર્વકના રાજ્યાભિષેક સાથે જ એણે નવેસરથી ઉદ્ધાર કર્યો. કલિંગના આત્મરક્ષણ અર્થે જ્યાં જ્યાં નવાં બાંધકામ કરવાનાં હતાં ત્યાં ત્યાં તેણે અધિકારીઓ મકલી, લશ્કરી દષ્ટિએ બધી વ્યવસ્થા કરી વાળી. પૂરાઈ ગએલી ખાઈઓ અને નહેરેને પણ એક બે વર્ષની અંદર એણે સજીવ કરી દીધી. કરમાયેલા વૃક્ષને નવા અંકુર આવતાં હોય તેમ ભિખુરાજે, રાજ્યાભિષેક પછી કલિંગની રગે રગે નવજીવન સીંચું દીધું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
(૧૧) તામસિકતાનુ છેદન
લક્ષ્મી અને વૈભવ કાષ્ટનાં પણ કાંઈ એકધારાં કૈં ચિરસ્થાયી નથી રહ્યાં. રાજાઓના રાજવૈભવ અને લક્ષ્મીવાના વિલાસ હંમેશા પૃથ્વીના ગેાળાધની જેમ ક્રૂરતા જ રહે છે. રાજાથી માંડી રંક સુધીના અને પ'ડિતથી માંડી પાગલ સુધીના સૌ એ સત્ય સમજે છે.
છતાં ઐશ્વર્યશાલીઓની ધનસ'પત્તિ જ્યારે અદશ્ય અને છે પેટ ભરવાનાં પણ સાંસાં પડે છે ત્યારે પણ એમને ઐશ્વય ને ચેાડે-ધણા 'ભ કર્યાં વિના નથી ચાલતું. ગરાળાની કપાઈ ગએલી પૂછડીની જેમ એમને ધણી વાર તડફડીયાં મારવાં પડે છે. શ્રીમ'તાઈ અને દીનતા વચ્ચેની આ અધકચરી અવસ્થા અહુ દુઃખદ હાય છે. ગરાળાની કપાયેલી પૂછડી નથી. જેમ ચેતનની સાથે સબંધ રાખી શકતી તેમ નથી જડ જગતને વિષય તત્કાળ બની શકતી. કપાયા પછી ઘણી વાર સુધી એની ચેતના તરફડીયા મારી આખરે શાંત થઇ જાય છે.
લક્ષ્મીવ’ત અને વૈભવસ્વામીની જ માત્ર આવી દુર્દશા થાય છે એમ કઈ જ નથી. ત્યાગ, વિરાગ, સયમ અને તપશ્ચર્યાના આદર્શમાં માનનારા સ`સ્કારસ્વામીઓની પણ કોઇ કમનસીબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
પળામાં એવી જ દુર્દશા થાય છે. કલિંગ, સમ્રાટ અશોકની છેલ્લી કતલ પછી એવી જ અવસ્થાને ભોગ થઈ પડ્યું હતું. ધન વૈભવ અને જન્મભૂમિની સ્વતંત્રતામાંથી સ્વતઃ જન્મતા ત્યાગ વિરાગને સ્થાને, છેલ્લા પચાસ-સાઠ વરસના ગાળામાં દાંભિકતા અને કૃત્રિમ ઉદાસીનતા ચોરની જેમ છુપે પગલે આવીને કલિંગવાસીઓના હૈયામાં બેસી ગઈ હતી. સામર્થ્ય અને ઉલ્લાસ હણાઈ ગયા હતા, અને કાયરતા તથા નિરાશાને ઉજળા નામથી ઓળખવાની પ્રથા પડી ગઈ હતી. વૈભવની સ્વાભાવિક મુખકાંતિ જેવો ત્યાગ-વિરાગ પરવારી બેઠો હતોઃ બેટ-દેખાવપૂરતો-શાસ્ત્રીય વાણીના પટમાં વીંટળાયેલો દંભ વધુ ને વધુ દમૂળ બનતો જતો હતો. આ પ્રકારનો દંભ કોઈ પણ પ્રજાના જીવનમાં છુપા જીવલેણ ઝેર જેવો જ વિધાતક થઈ પડે છે. કલિંગાધિપતિને એ વાત વખતસર સમજાઈ
બાળવયમાં ભિખુરાજે સંગીતની તાલીમ લીધી હતી. તાલ, લય અને રસોલ્લાસની શક્તિ એ રાજકુંવરથી અજાણ હતી. પ્રજાજીવનમાં એ પ્રકારની તાકાત પ્રકટાવવા, ભિખુરાજે કલિંગના ઉદ્યાનમાં વાર-તહેવારે મેટા ઉત્સવો ઉજવવા માંડયા.
કલિંગ પિતાની સ્વાધીનતા અને પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરવા માગતું હતું. દંભ કે વીરતાની કેવળ વાતોથી એ સિદ્ધ થઈ શકે એમ નહતું. વિરતા પ્રકટાવવા માટે, સૌ પહેલાં ઉલ્લાસ અને પ્રમોદભાવ કેળવાવા જોઈએ. સામુદાયિક ઉત્સવના ઉપક્રમ સિવાય એ લગભગ અસંભવિત હતું.
ખાસ કરીને પૂર્ણિમાના દિવસે, કલિંગના મુખ્ય શહેરની નજીક એવા કૌમુદી ઉત્સવ ઉજવાતા. સ્ત્રી, પુરૂષ, પ્રૌઢ અને બાળકોનાં ટોળાં આ ઉદ્યાનેમાં જામતાં. ભિખુરાજ જેવ, ત્રિકલિંગાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
તામસિક્તાનું છેદન
[ ૭૩ ]
ધિપતિના નામથી ઓળખાતે, પ્રજાના પિતા જે લેખાતે પતિ પિતે પણ આ ઉત્સવ સમારંભમાં સૌની સાથે એક મામુલી માણસની જેમ ભળી જતે. સમાન શીલવાળી મંડળીઓના ઉછળતા આનંદ-કલ્લોલ જોઈ એ ખૂબ રાચતો. રાજવી ભિખુરાજ પોતે પિતાના સાથીઓની વચ્ચે બેસી, માથા ઉપરના મુકુટને ભાર અળગે કરી, વિવિધ તંતુવાદ્યની સાથે સુરમાં સુર મીલાવી રાગ રાગિણી આલાપતે ત્યારે કલિંગવાસીઓ સંસારની વાસ્તવિકતા ભૂલી જઈ, જાણે કોઈ કીન્નરે કે ગાંધર્વોના નગર ઉદ્યાનમાં આવી ચડ્યા હોય એવો આનંદાતિરેક અનુભવતા. રાજા અને રૈયત વચ્ચેના ભેદ એ પળે ભુંસાઈ જતા. કલિંગનું ઉદ્યાન, સાક્ષાત નંદનવનની સ્પર્ધા કરતું.
સંગીતની સાથે ચિત્ર અને બીજી કળા-કારીગરીના સરસ નમૂનાઓ અહીં જોવા મળતા. યુવક અને યુવતીઓ પિતાના ચિત્રો, ગાન અને નૃત્યનાં સ્વછંદ છતાં નિર્મળ રસઝરણુ મુક્તભાવે અહીં વહાવતાં. ભિખુરાજ પિતે કવચિત છદ્મવેષ લઈ, ઉત્સવની માદક્તા માણવા પ્રજાજની અંદર ભળી એમની આકાંક્ષાઓ અને અભિલાષાઓ કાનોકાન સાંભળતા. વિરાગ અને ત્યાગની વાતાએ જે દંભ, નિરાશા અને ઉદાસીનતાનો પરિવાર પેદા કર્યો હતો તેને બદલે આવા ઉત્સવને લીધે રસની મસ્તી અને પ્રાણને ધસમસતો વેગ આવતો એણે જે.
અરધી સદીના તામસિકતાના થર, સતત આનંદેત્સવના તાપમાં પીગળીને પાણી પાણી થઈ ગયા. ઉત્સના રસ પી-પીને કલિંગની અસ્મિતા પણ વધુ વ્યાપક અને તેજસ્વી બની. દેશના ઉત્સવમાં ચકચૂર બનનારી પ્રજા જ એક દિવસે કલિંગની આબરૂને ખાતર પિતાનાં લીલાં મસ્તક ધરી દઈ શકશે એવી ભિખુરાજને
હવે પૂરી શ્રદ્ધા બંધાઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાજ ખારવેલ
મૌર્યયુગ અને નંદયુગમાં પણ ઉત્સવ હતા. પણ એ ઉત્સ મોટે ભાગે તે સામ્રાજ્યવાદના તાંડવનૃત્યનું જ અનુકરણ કરતા. સમ્રાટ એક યા બીજે બહાને લક્ષ્મીની રેલ વહાવી પ્રજાની આંખમાં ઘેનનું આંજણ આંજી શકતા. મગધ-સામ્રાજ્યના ઉત્સવમાં કલિંગ જેવા પરાજિત દેશની પ્રજાને રસ પણ શું હોય? ગરીબનું સર્વસ્વ પડાવી લઇ, દીવાળી ઉજવનાર તાલેવંતના જેવા જ એ ઉત્સવ હતા.
અશોકની પછી એ ઉત્સવોના પ્રાણ પરવારી ચૂક્યા હતા. ભિખુરાજે, કલિંગને પુરાણી મુચ્છમાંથી જગાડવા, આત્મશ્રદ્ધા
આડે આવી ગએલાં આવરણો ફેડવાં ઉત્સવોને પુનરુદ્ધાર કર્યો. ભિખુરાજ પિતે જે આ સમારંભમાં સાચા દિલથી ભાગ ન લઈ શકતો હોત તો કદાચ કલિંગને હજી બીજે અર્થે સિકે ખર્ચ પડત. ભિખુરાજને શિરે, કલિંગને માત્ર જાગૃત કરવાની જ ફરજ નહોતી આવી પડી, કલિંગના લોહીમાં જે દાંભિક્તા અને તામસિકતાની અશુદ્ધિ ભરી હતી તે પણ વિવિધ પચ્ચેપચારવડે નિવારવાની હતી.
પૂર્વના બીજા કોઈ સમ્રાટ કરતાં, ભિખુરાજ આ ઉત્સવને બહુ મૂલ્યમાન ગણે છે. બીજી ઘણું ઘણી વાતો શિલાલેખમાં કહેનાર
અશેકને, નાચ ગાન નૃત્ય વિષે કંઈ ખાસ કહેવા જેવું નથી. ભિખુરાજ ખારવેલ તે રાજવહીવટનો અથવા તે કલિંગના પુનરુદ્ધારને એ એક અતિ આવશ્યક વિષય હોય તેમ એ ઉત્સવસમારંભને સંભારે છે. “તે ગંધર્વ વિદ્યામાં ઘણે નિપુણ હતે. નૃત્ય-ગીત તથા વાજીંત્રના સંદર્શને તમાસાએવડે ઉત્સવ–સભારંભ કરાવી નગરીને ખૂબ પ્રસન્ન કરી.” ખારવેલે કોતરાવેલા શિલાલેખોમાં એવી હકીકત સ્પષ્ટ આકારમાં મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
(૧૨) યુવીર, ધર્મવીર ભિખુરાજ
દક્ષિણ કોશલની પશ્ચિમે-કલિંગના સીમાડે, ઉત્તર-પશ્ચિમ દિશામાં મૂષિક નામને એક દેશ હતે. મૂષિકે કલિંગવાસીઓને ત્રાંસી નજરથી જોતા-કલિંગના વેપારીઓ વિગેરેની વખતોવખત અવગણના કરતા. એક દિવસ એ હતું કે કલિંગને માથે કઈ ધણી ધરી હતું. પણ ખારવેલના રાજ્યાભિષેક પછી એ સ્થિતિ છેક પલટાઈ ગઈ હતી. કલિંગના એક વેપારીનું અપમાન, કલિંગપતિ પતે કલિંગ સમસ્તનું અપમાન સમજતા. ખારવેલને જ્યારે એમ કહેવામાં આવ્યું કે મૂષિકમાંથી જતા-આવતા કલિંગના વેપારીઓ પાસેથી મૂષિકે ભારેમાં ભારે દાણ માગે છે અને જો સહેજ પણ આનાકાની કરવામાં આવે છે તે મૂષિકે જુલમ ગુજારવામાં પાછું વાળને નથી જોતા, ત્યારે એ પાડોશીને પજવનારા મૂષિકેને પહેલી તકે સીધા દેર કરવા જ જોઇએ એમ ખારવેલને લાગ્યું.
મૌર્ય સામ્રાજ્યના પાટનગર ઉપર આક્રમણ કરવાનાં-મૌર્ય સત્તાને એના પાપનું પ્રાયશ્ચિત કરાવવાનાં સ્વપ્ન એ નીહાળી રહ્યો હત તે જ વખતે ભિખુરાજ-ખાવેલને આ મૂષિક જેવા એક સામાન્ય શત્રુ ઉપર હુમલે લઈ જવાની ફરજ પડી. કલિંગ, આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
[ GF ]
કલિંગનું યુદ્ધ ચાને મહામેધવાહન મહારાજ ખારવેલ.
વખતે કાઇ પણ પ્રકારના સંગ્રામ માટે કટિબદ્દ હતું. કલિંગની તલ પછી જે જડતા-ઉદાસીનતા એક મહામારીની જેમ બધે અડ્ડો જમાવીને બેઠી હતી તે કત્યારનીયે વિદાયગીરી લઇ ચૂકી હતી. થોડા જ વખતમાં મહારાજા ખારવેલે કલિંગમાં નવચેતનનેા પ્રવાહ વહાવી દીધા હતા. સૈનિકોની હવે કલિંગને ખેાટ ન્હોતી. તેમ સગ્રામમાં આવશ્યક એવા હાથી ઘેાડા પણ પુષ્કળ પ્રમાણમાં હતા.
મૂષિકાને પાંસરા કરવા એ ખારવેલને માટે મુશ્કેલ ન્હોતુ. પણુ કાણુ જાણે કેમ, મૂષિકના સીધા રસ્તા મૂકીને એણે આંધ્રમાંથી પેાતાની ફાજ લઈ જવાને નિશ્ચય કર્યાં. આંધ્રનેા રાજા સાતકર્ણી એક શક્તિશાલી રાજા હતા. કલિંગની ભરતીમાં કદાચ પેાતે પણ તણાઈ જશે એવી એને ખીક લાગી. એણે અણુધારી રીતે ખારવેલના વિરોધ કર્યો–પેાતાની હદમાંથી સીધી રીતે નહિં જવા દેવાની મક્કમતા બતાવી.
પછી તા મૂષિકાની સાથે સ’ગ્રામ થાય તે પહેલાં જ ખારવેલને, આંધ્રના રાજા સાતકર્ણી સાથે ઝૂઝવુ પડયું. એ યુદ્ધમાં સાતકીના ગ ગળી ગયા. વિજયના મદથી ઉન્મત્ત બનેલી કલિંગની સેનાએ મૂષિકાને સરહદમાંથી હાંકી કાઢ્યા. મૂષિકાને પ્રદેશ કલિંગમાં ભળી ગયે'; મૂષિકા પણ માત્ર ઇતિહાસના પાને જ જીવી રહ્યા.
રાષ્ટિક અને ભાજક રાજાએની સાથે પણ ખારવેલને અથડામણુમાં આવવું પડયું હતું. આ બન્ને દેશો આંધ્રની પાસે પશ્ચિમ તથા ઉત્તર-પશ્ચિમમાં હતા. આજનું મહારાષ્ટ્ર એ વખતે રાષ્ટ્રિક તરીકે ઓળખાતુ હાય અને આજનું બિહાર ભેાજક-રાજ્ય હાય એવું અનુમાન કરવામાં આવ્યું છે. ખારવેલ જ્યારે સાતકી સાથે લડતા હતા ત્યારે એ અને દેશએ આંધ્રના સાતકર્ણીને સીધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
યુદ્ધવીર, ધમવીર ભિખુરાજ
[૭૭]
યા તે આડકતરી ચડી મદદ પહોંચાડી હતી. પિતાની સાથે મિત્રભાવે નહિં વર્તનાર રાષ્ટ્રિકે અને ભોજકોને, ખારવેલે જીત્યા તે ખરા, પણ એ બન્ને દેશને કલિંગમાં ભેળવી દેવાને બદલે અલગ જ રહેવા દીધા–માત્ર એમની પાસે કલિંગનું સાર્વભૌમત્વ સ્વીકારાવ્યું.
પાંચ દેશના વિજયની અને પાંચ-રાજવી સાથે મૈત્રી સંબંધ યોજ્યાની વાત પણ ખારવેલના ઈતિહાસમાં મળે છે. એ પછી એણે વ્યાપારીઓના સંધની સાથે જાવા-બાલી આદિ ટાપુઓમાં પણ પિતાનો વિજયધ્વજ ફરકાવ્યો હોય એવાં પ્રમાણે લાધે છે.
કલિંગની પશ્ચિમ તથા દક્ષિણ તરફનાં ઘણાખરા નાનાં મેટાં રાજ્યને પોતાની તાકાતનો પરિચય આપી, ખારવેલે મગધ ઉપર આક્રમણ કરવાની તૈયારી કરી, મગધ આજે પિતાની પૂર્વ-પ્રતિષ્ઠા ઉપર જ જીવતું હતું. પ્રથમથી જ મગધની ધાક એટલી બધી હતી કે એની સામે સૈન્ય લઈને લડવા જવાની આજ સુધીમાં કેઇની હિમ્મત હોતી ચાલી. સૌને મનમાં એટલી ખાત્રી હતી કે સાધારણ સાધનસંપન્ન કે બળવાનથી મગધને જીતી શકાય નહીં. મગધની સત્તાના મૂળ ઘણું ઊંડા ઉતરી ગયાં હતાં. સામ્રાજ્યના વૃક્ષના થડાં પાન ખરે અથવા તે વૃક્ષ થોડું હલી ઊઠે, તેથી કરીને મગધ-સામ્રાજ્યનું આખું વૃક્ષ મૂળમાંથી ઢીલું પડે-જમીન ઉપર ઢળી પડે એવી દુરાશા તે કોઈ જ હેતું રાખતું. પુષ્યમિત્રે અશ્વમેધ યજ્ઞ કરી, ઉત્તર-દક્ષિણ હિંદમાં પોતાનું ચક્રવર્તીત્વ સ્થાપિત કર્યું હતું. સામ્રાજ્યના ભીતરમાં ગમે તેટલો અસંતોષ હોય, પણ એનો બહારનો દમામ તે કોઈ પણ શત્રુને આંજી નાખે એવો હતો.
મગધને પુષ્યમિત્ર પિતે પણ સેનાપતિમાંથી નરપતિ બન્યો હતે. યુદ્ધ કે બળવાને કેમ પહોંચી વળવું એ વિદ્યા તે એને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
કલિંગનું યુદ્ધ યાને મહામેધવાહન મહારાજ ખારવેલ.
માતાના દૂધની સાથે જ મળી હતી. ગ્રીક સમ્રાટ ડિમેટ્ટીઅસ તથા મેલેંડર જેવાને સસૈન્ય પરાસ્ત કરનાર પુષ્યમિત્રની કીર્તિકહાણું લોકજીભે દિગદિગંતમાં પ્રસરી ચૂકી હતી. આવા મગધસમ્રાટ ઉપર આક્રમણ લઈ જવાનું સ્વપ્ન, માત્ર ખારવેલ જેવો સ્વપ્નદર્શ જ એવી શકે.
પાટલીપુત્રની પાસે કોઈ શત્રુ અચાનક આવી પહોંચે નહિં એટલા માટે વચ્ચે ગોરખગિરિને એક મોટે કલ્યો બાંધવામાં આવ્યો હતે. ખારવેલે પાટલીપુત્રના રાજમહેલ ઉપર ત્રાપ મારવા ઉતાવળ તે બહુ કરી, પણ ગેરગિરિ પાસે એને થોડા સમય સુધી રેકાઈ રહેવું પડ્યું. છેટાનાગપુરના રસ્તે જ ખારવેલની સવારી મગધ તરફ વળી હતી. ગોરખગિરિ ઓળંગતા એને થોડી વાર લાગી. એટલામાં પુષ્યમિત્ર, ખારવેલના સસૈન્ય ધસારાની વાત સાંભળી, પાટલીપુત્ર છોડીને નાસી જવાનો નિશ્ચય કર્યો. ખારવેલ જ્યારે દુર્ભેદ્ય જેવા મનાતા ગેરખગિરિના કીલ્લાને સર કરી પાટલીપુત્ર પાસે આવ્યા ત્યારે પુષ્યમિત્ર, પાટલીપુત્રને, અરક્ષિત રહેવા દઈ-દુશ્મનની દયા ઉપર છોડી ત્યાંથી નાસીને મથુરામાં ભરાઈ બેઠે હતે. ખારવેલને આ વખતને દાવ નિષ્ફળ ગયો.
હોત તે ખારવેલ, જૂના વૈરનો બદલો વાળી લેત. જુગજૂની ઋદ્ધિ સમૃદ્ધિવંતી પાટલીપુત્ર-નગરી એ લૂંટાવત. અશકે કલિંગમાં જે કેર વર્તાવ્યો હતો તેની પુનરાવૃત્તિ પણ એ કરી શકત, પરંતુ ખારવેલ અનાથ જેવી બનેલી આ નગરીમાં પગ મૂકવાની નિર્દય હિમ્મત કરી શકતા નથી. પુષ્યમિત્રની પાછળ મથુરા સુધી દોડવામાં પણ એને નાનપ લાગે છે. પાટલીપુત્રના
દરવાજા સુધી પહોંચેલા સૈન્યને એ પોતે પાછું વાળે છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
યુદ્ધવીર, ધમવીર ભિખુરાજ
[ ૭૯ ]
પિતાના આત્મીય જેવા વહાલા હાથીઓને, પાટલીપુત્રની પાસે થઈને વહેતી ગંગા નદીમાં ખૂબ જળક્રિડા કરાવી, કલિંગમાં પ્રત્યાગમન કરે છે.
ખારવેલ ખાલી હાથે પાછો વળે છે. પણ એનાં બળ-વીર્ય અને સાત્વિક વૃત્તિની કીર્તિકહાણું દેશભરમાં વ્યાપી જાય છે. એના હાથીઓની મોટી સંખ્યા જોઇને મગધવાસીઓ ગભરાય છે. કલિંગને આ ધીર-ઉદાર નરપતિ કઈ એક દિવસે મગધની પાસે હાર કબૂલાવશે એવી સૌ કોઈના દિલમાં બીક વ્યાપે છે.
પાટલીપુત્ર લુંટવું જોતું તે પછી ખારવેલે આટલો નકામો શ્રમ કાં લીધે હશે ? જીતવું અને લૂંટવું એ બન્ને શબ્દો એકજ અર્થમાં વપરાતા. લૂટફાટ વગરની છત નકામી ગણાતી. કલિંગ સમ્રાટ ખારવેલ પાટલીપુત્રના ઉધાડા દરવાજા આગળથી પાછો વળ્યો, ભય-ત્રાસથી ધ્રુજતા પાટલીપુત્રનાં અસંખ્ય નર-નારીઓને અભયદાન આપી, માત્ર ગંગાના પ્રવાહમાં પોતાના હાથીઓને ધમારી પાછો વળ્યો, તેથી પાટલીપુત્રમાં અને આસપાસ સર્વત્ર ભારે આશ્ચર્ય વ્યાપ્યું. કલિંગવાસીઓ તો પિતાના સમ્રાટની સાવિક વૃત્તિથી પરિચિત હતા.
કલિંગની સેનાને કોઇ સૈનિક, જીતના નિશાન ચડ્યા પછી પણ પરાજિત પ્રજાને ન સતાવે એવી ખારવેલે સાવચેતી રાખી હતી. દુશ્મનને દંડ દેવો પડે તો દેવો, પણ નિર્દોષની સતામણું એ સાંખી શકતો નહીં. કલિંગમાં અશકે એક દિવસે ચલાવેલી કતલ આવે વખતે એની આંખ આગળ ખડી થતી. ઉપરાઉપરી શબના ખડકાયેલા ઢગલા અને રાત્રીના અંધકારમાં ત્યાં નાચતી ભૂતાવળનાં દ્રષ્ય એના
અંતરમાં અનુકંપા ઉપજાવતાં. સંભવ છે કે મગધની રાજધાનીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
[ ૮૦ ]
કલિંગનુ યુદ્ધ ચાને મહામેધવાહન મહારાજ ખારવેલ
પાટલીપુત્ર ઉપરના આ વિજય પ્રસ ંગે, એને પેાતાના પુરાણા કૅલિ ગનાં દુઃખ-દર્દ યાદ આવ્યાં હોય અને પાટલીપુત્રના પાદરેથી જ પાછા વળવાની એને સ્વયંસ્ફુરણા જાગી હાય.
પછી એ વરસ જેટલા વખતમાં ખારવેલે, આખાયે ઉત્તરાપથની ધરતીને ધ્રુજાવી દેવાની તૈયારી કરી વાળા. મગધ ઉપર કલિ‘ગને વિજયધ્વજ ફરકાવવામાં એને કંઈ વધુ પુરૂષાર્થ કરવેશ પડે એમ ન્હાતુ. એટલે મગધના વારા આ વખતે એણે છેલ્લા રાખ્યા. કિલ`ગમાંથી જ ઉત્તર તરફ—પંજાબ આદિ દેશેા જીતવા એણે મંગળ મુક્તે કૂચ આદરી.
છેટાનાગપુરને માર્ગ આ વખતે ખારવેલે પસંદ ન કર્યાં. એને બદલે મહાનદીને કીનારે કીનારે ઉત્તર-પશ્ચિમ તરફ પ્રયાણુ કર્યું”. ઉત્તર–પશ્ચિમના સીમાન્ત રાજ્યે ઉપર એણે અણુધાર્યાં હૂમલા કર્યાં. આશ્ચર્યની વાત એ છે કે ખારવેલ સામે લડી લેવા જેટલી હિમ્મત ઉત્તરાપથના કાઈ રાજવીએ બતાવી હેાય એવા કેાઇ ઉલ્લેખ નથી મળતા. વિજય ઉપર વિજય મેળવતા ખારવેલ, એક ચક્રવર્તીને છાજે એવા ગૌરવ સાથે સમરત ઉતરાપથ ઉપર ઘુમી વળ્યા. પત ઉપરથી જોસબંધ ધસી આવતા પુરની જેમ ખારવેલ આખરે મગધ ઉપર આક્રમણ કરે છે.
પુષ્યમિત્ર આ વખતે સપડાઇ જાય છે. નાસવાની અનુકુળતા એને મળી શકતી નથી. ખારવેલનાં હિતદળે પાટલીપુત્રને ચેાતતરફથી ઘેરી લીધું હતું.
પ્રાચીન ભારતીય ઇતિહાસમાં મગધ–સામ્રાજ્યની એ પહેલી હાર હતી. અજેય ગણાતું મગધ-સામ્રાજય આજે પહેલીવાર રીત સરના પરાભવ પામ્યું. એકવાર કલિંગ-સમ્રાટે પેાતાના હાથીઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
ચુવીર, ધર્મવીર ભિખ્ખુરાજ
[a]
પાટલીપુત્રની પાસે ગંગા નદીમાં ડૅચેાક સ્નાન કરાવ્યું હતું તે પછી ખીજી વાર કાઇ કારણસર ખારવેલે મગધ ઉપર ખીજું આક્રમણ કર્યાની હકીકત કાઇ કાઇ સ`શેાધકે કહી છે, પણ એનુ કંઇ ખાસ પરિણામ આવ્યું હાય એમ નથી જણાતું. બીજી વાર આક્રમણ કર્યું હોય તે આ ત્રીજી વારના આક્રમણમાં ખારવેલે પુષ્યમિત્રને જિંદગીભર ન ભૂલાય એવી શીકત આપી.
આ છેલ્લા યુદ્ધમાં પુષ્યમિત્ર કલિંગ–સેનાના હાથમાં અદિવાન અનેલે। હાવા જોઇએ. ‘મળધં ચ રાગનું વહુ ટિલાસિત્તા પાયે વાવયત્તિ' -મગધના રાજાને સખ્ત શીક્ષા કરીને ખારવેલે પોતાના પગ પાસે નમાવ્યે. શિલાલિપિમાં જ એવા સ્પષ્ટ અહેવાલ મળે છે.
આ છેલ્લી સવારીમાં મગધની પ્રજાને ભારે ત્રાસ થયા હશે. ધણું કરીને એ ત્રાસ શારીરિક કે આર્થિક હોવાને બદલે માનસિક જ હાવા જોઈએ. ખારવેલના સૈનિકાએ જો પાટલીપુત્રને લૂટયું હત તા એ હકીકતના ઉલ્લેખ, હાથીગુકાવાળા શિલાલેખમાં જરૂર મળત. મગધની રૈયત ભયભીત બની હતી એ વાત એમાં છુપાવવામાં નથી આવી. પણુ મગધની રાજધાનીને આ પહેલવહેલે પરાજય હતા એ હકીકત તરફ્ લક્ષ આપતાં એ ત્રાસ પણ સમજી શકાય છે. સંભવ છે કે પુષ્યમિત્રના રાજભડાર લૂટાયા હાય અને એમાંથી ખારવેલને યુદ્ધના ખર્ચના ઘણાખરા બન્ને મળી ગયા હોય. કલિંગના જૂના વૈરને સંભારી ખારવેલે મગધના નિર્દોષ શહેરીએ ઉપર જાલમ કર્યાં હોત તેા, અશેાકની જેમ ખારવેલે પણ પેાતાની શીલાલિપિમાં એને પરાક્રમનું રૂપ આપી તેનું છટાદાર વણૅન કર્યું હોત.
મગધ–વિજયના એક ચિરસ્મરણીય સ્મારક તરિકે કલિંગસમ્રાટે પાટલીપુત્રમાંથી એક જિનમૂત્તિ ઉપાડી જવાનું પસંદ કર્યું.
}
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
[ ૮૨ ]
કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાજ ખારવેલ
નંદવંશને છેલ્લો રાજવી આ મૂર્તિ, કલિંગમાંથી જ, કલિંગની ઇચ્છા વિરૂદ્ધ અહીં મગધમાં લઈ આવ્યો હતો. એ મૂર્તિ શ્રી આદિનાથ પ્રભુની હતી. સમ્રાટ ખારવેલે ફરી કલિંગમાં એની પ્રતિષ્ઠા કરી. એક ભવ્ય જિનમંદિર બનાવવાની અને ખૂબ સમારોહ સાથે પ્રતિષ્ઠા-ઉત્સવ કર્યાની વાત પણ એ શિલાલેખમાં છે.
અશોકના મારથી મૂછિત બનેલું કલિંગ મહામે વાહન સમ્રાટ ભિખુરાજની સારવારને લીધે ફરી એક વાર ઊભું થયું. સામ્રાજ્યના એક ખંડિયા રાજ્ય તરિકે ઓળખાતા કલિંગે, સમસ્ત ઉત્તરાપથ અને દક્ષિણ પ્રદેશ ઉપર પિતાની હકુમતની વિરાટ પાંખ છાઈ દીધી. ગ્લાનિ અને ઔદાસિન્ય દેઈ નાખીને સમ્રાટ ખારવેલે કલિંગને એક સમૃદ્ધ ઉદ્યાનના રૂપમાં પરિણમાવ્યું. લગભગ બાર વર્ષ જેટલો લાંબો વખત દિગ્વિજયમાં અને કલિંગની પુનર્ધટનામાં જ ખારવેલે ગાળે છે.
શ્રી કેશવ હ. ધ્રુવ આ સમ્રાટ ખારવેલના વિષયમાં કહે છેઃ “ એ યુવીર હતો તેમ દાનવીર અને ધર્મવીર
પણ હતો. તેણે અભુત અપૂર્વ હસ્તિદાનથી રાજગૃહમાં “રાષભદેવ ભગવાનની પ્રતિષ્ઠાને ઉત્સવ ઉજવ્યો હતો. “ગાદીએ આવ્યાને બીજે વરસે તેણે વિદર્ભ અને મહારાષ્ટ્રમાં “જૈન ધર્મ પ્રચારવા પ્રયત્ન કર્યા હતા. તેરમે વરસે સર્વ દિશાના જ્ઞાનવૃદ્ધ અને વૃદ્ધ નિગ્રંથ શ્રમણને કુમારિકા“પર્વત નોતર્યા હતા. (અર્થાત એક નિગ્રંથ-પરિષદ ભરી “હતી.) તે ત્રિવિધ સમ્યફવથી ભિખુરાજનું, સ્વધર્મના “રક્ષણથી ગુતચકનું અને સર્વસિદ્ધિથી મહાવિજયનું બિરૂદ “ધરાવતો હતો. કુશળ શિલ્પીઓને હાથે તેણે અનેક જિનાલયો “બંધાવ્યાં હતાં. પંડે ચુસ્ત જેન હોવા છતાં તેના પછી “થયેલા સ્થાણીશ્વરના ચક્રવર્તી હર્ષની પેઠે તે અન્ય ધર્મને પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
યુદ્ધવીર, ધર્મવીર ભિખ્ખરાજ
[ ૮૭ ]
“પ્રપૂજક હતું. તેણે બ્રાહ્મણને પુષ્કળ અહિથી સંતળ્યા હતા. “હેમાદ્રિના દાનખંડમાં પાંચમા અધ્યાયમાં સોનાના કલ્પવૃક્ષનું “જે દાન કર્યું છે તે પણ તેણે આપ્યું હતું. કલિંગ-નગરીને પાણી “પૂરું પાડવા તેણે નહેર ખોદાવી હતી. પુરવાસીની સગવડ સારૂ “શીતલસર નામે તળાવ હતું તેની ચારે કેર તેણે પાળ બંધાવી “હતી અને પ્રજાના સુખને માટે જાહેર બાગ પણ કરાવ્યો હતે. “નંદરાજાના બંધાવેલા, ત્રણ વરસ પાણી પહોંચે, એવા નંદસરની
પાળમાં ઝાંપાવાળા ગરનાળાં મૂકી તેણે તેને ખેતીના કામમાં “વપરાતું કર્યું હતું. તેની ઉદારતા અને હિતબુદ્ધિને લાભ એકલા “રાજનગરને જ નહીં, સારા કલિંગ દેશને તેણે અનેક રીતે આપ્યો “હ. તેના રક્ષણ નીચે વસતી પ્રજા સ્વચક્ર અને પરચકના “ભયથી રહિત હતી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
(૧૩) પટરાણી ઘુસી બાર-બાર વર્ષ લગી દિગ્વિજયની ધૂનમાં રહેલા મહારાજા ખારવેલને વિવાહને વિચાર કરવા જેટલું પણ અવકાશ નહે. ઉત્તરાપથના દેશને છતતે, આજે જેને ભારતવર્ષની સરહદ કહેવામાં આવે છે તે પહાડી પ્રદેશમાં એ પહોંચી ગયો હતો. અહીંની ડુંગરાળ ભૂમિમાં એક દિવસે તે માર્ગ ભૂલ્યો. છાવણીની શોધમાં ભમતે સમ્રાટ અચાનક સિંધુના કિનારે જઈ ચડ્યો. એ વખતે વિજિ-રાજકન્યા ધુસી, પેતાની કેટલીક સખીઓ સાથે ત્યાં બેઠી હતી. ધુસીએ, યોદ્ધાના વેશમાં આવતા આ પરદેશી યુવાનને જોયો. પ્રથમ દષ્ટિએ જ એણે નેહાવેગ અનુભવ્યા. અપરિચિત કન્યાઓને અહીં એકાંતમાં બેઠેલી જોઇ, ખારવેલ તરત જ ત્યાંથી પાછો વળે. રાતે પૂછવાનું પણ ખારવેલને ઠીક ન લાગ્યું, ધુસી અને બીજી કન્યાઓ આશ્ચર્યમુગ્ધ બની આ પરદેશી મુસાફરની પીઠ તરફ જ્યાં લગી જોઈ રહી.
ધસી વિજિલની રાજકન્યા હતી. સિકંદરના એક સેનાપતિએ વિજિરના રાજાને યુદ્ધમાં દગાથી હરાવ્યો હતે. વિજિરની રાજકન્યા પિતાના પિતાના એક મિત્ર-કૃષક દેશના રાજા ગ્રામીણને આશ્રયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
પટરાણું ધુસી
[ ૮૫ છે.
આવીને રહી હતી. ગ્રામીણ પણ હવે વૃદ્ધ બન્યો હતો. ઘુસીને યોગ્ય પાત્ર નહીં મળી શકવાથી તે મેટી ઉમર થવા છતાં કુંવારી જ રહી હતી.
માતાપિતાની ગોદ ગુમાવી બેઠેલી ધુસીએ ઊંચી ગિરિગુફાઓ અને ગાઢ અરણ્યના ખોળા ખૂંદવા માંડ્યા. કૃષકને એક પુત્ર નહોતે. ઘુસીને એણે પુત્રવત્ ઉછેરવા માંડી. ધુસી પણ પિતે એક રાજકન્યા છે અને અંતઃપુરમાં જ રહેવાને સજાએલી છે એ વાત ભૂલી ગઈ. દુર્ગમ વન–જંગલના વિકટ રાહ અને હિંસક પશુ-પ્રાણુઓ એના રેજના સંગાથી બન્યાં. હાથમાં તીર-કામઠું લઈ એ આખો દિવસ અરણ્યમાં ફર્યા કરતી. કન્યાને ઉચિત એવા સુકુમાર સૌંદર્યથી એ રીતે જો કે એ વંચિત બની, પણ એના વિકસિત અંગેપાંગ અને એની નિર્ભયતા નીરખનારને કન્યાના બાહ્યવેષમાં ખરેખર તે એક યુવાનને જ આત્મા બંદીવાન બન્યો છે એમ લાગ્યા વિના ન રહે. પુરૂષનાં વસ્ત્ર પહેર્યા હોય તો ધુસી રાજકુંવરની ભ્રાંતિ કરાવે.
છાવણને માર્ગ ભૂલેલો ખારવેલ મેડે મોડે મુકામે પહેએ. રાજા કૃષકને એક દૂત ખારવેલની રાહ જોતો ત્યાં ઊભો હતે. તેણે મહારાજાને જોતાં જ પાસે આવીને અભિવાદનપૂર્વક કહ્યું:
આ પાતાલ નગરીને કૃષકરાજ કહેવરાવે છે કે તેઓ પોતાની સેના આપની મદદમાં મોકલવાને તૈયાર છે. બાકી તો તેઓ પોતે એટલા બધા વૃદ્ધ છે કે જાતે આવીને આપની સાથે સમરાંગણમાં ઊભા રહી શકે એમ નથી.”
પણ એકાદ સારે સેનાપતિ તો કૃષકરાજે મે કલો જ જોઈએ.” કૃષક–રાજની સેનામાં એમને પિતાને એક સેનાપતિ હેય તે એ સૈન્યનું યાચિત સંચાલન કરે એવા હેતુથી ખારવેલે રાજાને સ્થાને રાજાના વિશ્વાસપાત્ર સેનાપતિની માગણું કરી . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
[ ૮૬ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામેધવાહન મહારાજ ખારવેલ.
દૂતે કૃષકરાજને એ હકીકત જણાવી. કૃષકરાજ પેતે પણ એ જ મુંઝવણમાં હતા. ખારવેલની દિવિજયયાત્રાને એમણે ખરા હૃદયથી અભિનંદી હતી. સીકંદરના જે પરદેશી સેનાપતિએ આ દેશની ભૂમિને કબજો કરીને બેસી ગયા હતા તેમને પહેલી તકે નસાડવા જ જોઇએ એમ તે માનતા. આ પરદેશીએ શાસન કે રાજવ્યવસ્થા મૂળભૂત સિદ્ધાંતાથી પણ અજ્ઞાન હતા. પશુખલમાંથી જ રાજવ્યવસ્થાના જન્મવી જોઇએ એમ તે માનતા. રૈયતને ગમે તે પ્રકારે લૂટવી, અને જે કંઇ–ધન-ધાન્ય કે દાસ-દાસીએ મળે તે પરદેશમાં ધકેલી દેવાં એ સિવાય એમને બીજો કાઈ હેતુ ન હતા. આ જુલમને જલદી અંત આવતા હાય અને ખારવેલ જેવા વીર પુરુષને યશ મળતા હાય તે। તેએ પેાતાથી બનતી સર્વ પ્રકારની સહાય કરવાને કૃષકરાજ તૈયાર હતા.
સીના પિતા વિજિર–રાજ પણ એ પરદેશી ટાળાના જ અત્યાચારના ભાગ બન્યા હતા. સિંહપથ એ વિજિરનું રાજધાનીનુ શહેર હતુ. સિંહપથના રાજમહેલમાં સીએ બાલ્યાવસ્થાના ઘણા સુખી દીવસે। વીતાવ્યા હતા. અચાનક એક દિવસે પરદેશીએના ૫જો એ શહેર ઉપર પડ્યો. રાજા-રાણીને નિરૂપાયે નાસી જવાની ક્રૂજ પડી. ઘુસીને કૃષકરાજને આશ્રય લેવા પડ્યો.
કૃષકરાજને બહુ જ ચિતામગ્ન સ્થિતિમાં જોઇ ધુસી સ્હેજ આશ્ચય પામી. સીના આગ્રહથી કૃષકરાજે ખુલાસા કર્યાં: કલિંગપતિ મારવેલ દિગ્વિજય વર્તાવતા આજે એ દિવસથી આપણી ભૂમિમાં છાવણી નાખીને પડ્યો છે. પરદેશીઓને નસાડવા અને ભારતવર્ષના રાજવીઓને એકછત્ર નીચે આણુવા એ એના ઉદ્દેશ છે. આપણુ સૈન્ય તા એની સહાયમાં મેાકલીશું', પણ સારા સેનાપતિ તરિક કેાની નીમણુક કરવી એ એક મોટા પ્રશ્ન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
પટરાણું ધુસી
[ ૮૭ ]
| સિંધુના કિનારે એકલવાયે રઝળતે સવાર ધુસીને યાદ આવ્યું. એ દ્ધાના વેષમાં ખારવેલ પિતે જ હેવો જોઈએ એવું અનુમાન ક્યું'. ખારવેલને જોતાં જ પ્રથમ દર્શને એ મેહ પામી હતી. ઘુસીને નિષ્કપ અંતરતલમાં એ મને મંથન પહેલવહેલું જ હતું.
માત્ર પ્રણએ જે ધુસીના દિલમાં સર્વોપરિ સત્તા જમાવી હત તે કૃષકરાજ પાસે ઊભેલી આ યુવતી કન્યા લજજાની અનિવાર્ય ગુંગલામણ અત્યારે અનુભવતઃ ખારવેલની સેનામાં, કૃષકરાજના એક સેનાપતિ તરિકે જવાની પિતાની ઉત્સુક્તા ખુલ્લી ન પડી જાય એવી સાવચેતી પણ કદાચ રાખવી પડત.
પણ ખારવેલ અત્યારે પોતાના પિતાના દુશ્મનને આ દેશમાંથી નસાડવા જતો હતો. સિંહપથને માથે જે માઠી ગ્રહદશા બેઠી હતી તેમાંથી સિંહપથને બચાવવા એ જતો હતો. યુસી જે આવે વખતે પોતાના પિતાના સહાયકને પડખે ઊભી ન રહે તો પછી એની વિદ્યા, કળા, કૂશળતા કયે દિવસે કામે આવવાની હતી ? જરાય સંકેચ રાખ્યા વિના ધુસીએ કહી દીધું: “સેનાનાયક તરિકે હું જ કૃષકસેના સાથે જઈશ.”
કૃષકરાજે ઘુસીના પ્રસ્તાવ સામે વાંધે ન લીધો. એ ઘુસીના સંસ્કાર, શિક્ષણ તથા કૌશલ્યથી પરિચિત હતો. પિતાનું વૈર પ્રકારાંતરે પણ જે પુત્રી લઈ શકતી હોય, વધુ કંઈ નહીં, થોડે ઘણો સહકાર આપી શક્તી હોય, તે પણ ધુસી જેવી કાબેલ કન્યાને માટે એ ઉચિત જ છે એમ એને લાગ્યું.
ખારવેલની સાથે જ કૂચ કરતી ઘુસી વિજિરની રાજધાનીસિંહપથ પાસે આવી પહોંચી. સિંહપથને રાજવી દીત્તમ (ડેમેટ્રીઅસ) ખારવેલની સવારીના સમાચાર જાણી ચૂકયો હતો. પગલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
[ ૮૮ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામેધવાહન મહારાજ ખારવેલ.
પગલે વિજયનાદ ગજવતા ખારવેલ સાથે યુદ્ધમાં ઉતરવા એ તૈયાર નહેાતા. દીત્તમે યુદ્ધને બન્ને સધીની વિષ્ટ ચલાવી. ખારવેલને પણ એટલું જ જોઇતુ` હતુ`. દ્વીત્તમ પેાતે ખારવેલનું સ્વાગત કરવા સામે આવ્યું. ભારે સન્માન સાથે ખારવેલને એ પેાતાના મહેલમાં લઇ ગયેા.
દીત્તમ દગાખાર છે. એ વાતને જેટલેા ઘુસીને અનુભવ હતા તેટલે ખારવેલના સૈન્યમાં, ખીજા કોઇને ન હતા. સિંહપથના મહેલમાં દ્વીત્તમ જ સીના પિતા-માતા સાથે ગે! ખેલ્યેા હતેા, એ એ હકીકતને ઘણા વર્ષો થયા છતાં, ધુસી ભૂલી શકી ન હતી. આજે એ જ ટ્વીત્તમ ખારવેલની સાથે એવી મૂડી રમત નહીં રમે એની શી ખાત્રી ?
સિંહપથના રાજમહેલમાં પગ મૂકતાં જ સીએ ખારવેલના એક અંગરક્ષક તિરકેની બધી જવાબદારી કાઇ ન જાણે તેમ પેાતાને માથે લઇ લીધી. પેાતાની સાથે સૈન્યના જે માણસા હતાં તેમાંના કેટલાક ખાસ વિશ્વાસુએને પણ એણે સાવચેત બનાવી દીધા. દિવસ આખા શાંતિ અને આનંદમાં પસાર થયે. કલિંગના અને ખીજા મિત્ર!ના સૈનિકા પણ નિશ્ચિતપણે આરામ તથા આનંદ ભાગવતા હતા. એક માત્ર સી, મહારાજા ખારવેલને લગીરે શા ન આવે એવી રીતે એની ચેક કરતી ઉદ્વિગ્ન જેવી કરતી હતી.
મધ્ય રાત્રિએ જ્યારે આખા ચે સમુદાય નિદ્રાના ધેનમાં પડ્યો હતેા તે વખતે સીએ, કેટલાક માણસેાને છુપે પગલે ખારવેલના નિદ્રાભવન તરફ આવતા જોયા. દીત્તમના જ મેાકલેલા એ માણસે હાવા જોઇએ એ વિષેસીને કઇ સંદેહ ન રહ્યો. ખારવેલને જગાડવા કે એકલે પડે આ મારાએની સાથે લડી લેવું એવી દ્વિધામાં સપડાયેલી ધુસીએ મહેલની ખીજી દિશામાંથી આગના ભડકા ઊઠતા નીહાળ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
પટરાણી ઘુસી
[ ૮૯ ]
ધુસીએ તત્કાળ દેડી જઈ, મહારાજા ખારવેલને જાગૃત કર્યા. એક ઘડીને પણ જે વિલંબ થાય તે કાં કલિંગપતિ આગના ભડકામાં લપેટાઈ જાય અને નાસવા જાય તે મારાઓના હાથમાં સપડાઈ જાય. એક તરફ ભારાઓની સાથે ઝૂઝવા ઉત્સુકતા ધરાવતી ધુસીએ બીજી તરફ મહારાજા ખારવેલને મહેલમાંથી એકદમ નાસી છૂટવાની સૂચના દઈ દીધી. સંધીની વષ્ટિ ચલાવનાર દીરમનું આ એક ભયંકર કાવતરૂ હતું, એમ ખારવેલ પોતે પણ તરત જ સમજી ગયા. એટલામાં તો ધુસીના બીજા સેબતીઓ ત્યાં આવી ચડ્યા. દીરમની આખી કપટજાળ ખુલ્લી પડી ગઈ.
ઘુસીની જાગૃતિ અને સાવધતાએ ખારવેલને બચાવી લીધે. પણ દીરમના છુપાઈ રહેલા માણસોએ, ઉંઘમાંથી એકદમ ઝબકી ઉઠેલા નિશસ્ત્ર જેવા આ ખાલ ઉપર જે પ્રહાર કર્યા તેને લીધે ખારવેલને આ અજાણ્યા પ્રદેશમાં થેડે વધુ વખત રેકાઈ રહેવું પડયું. ઘવાયેલા ખારવેલની સેવા-સુશ્રષાને બધે ભાર એક માત્ર ધસીએ જ ઉપાડી લીધા હતા. ધુસીની સેવાના પ્રતાપે ખારવેલ ફરી પિતાનું આરોગ્ય મેળવી શકો. દીરમને પદભ્રષ્ટ કરી તેણે ઘુસીના ભાઈને એ પ્રદેશ સે .
આ એક જ ઘટનાએ ખારવેલને ઘુસીને સંપૂર્ણ પરિચય કરાવી દીધું. પૂર્વભવનાં પુણ્ય જાણે ઘુસીની આકૃતિ ધરીને આવ્યાં હોય એમ એને થયું. એ પછી ખારવેલે ધુસીની સાથે ગાંધર્વવિધિથી લગ્ન કર્યા. ઘુસી કલિંગપતિ ખારવેલની પટરાણું બની.
વૈકુંઠ ગુફાની એક ભીંતમાં, માત્ર અઢી લીંટીઓને એક લેખ મળી આવ્યો છે તેમાં આ પટરાણુ યુસીએ પિતાને થડે
પરિચય કરાવ્યો છેઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
[ ૯૦ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
(१) अरहंत पसादानं कलिंगानं समनानं लेनं
कारितं राजिनो लालकस (२) हथिसाहानं पपोतस धुतुना कलिगच
( कवटिसिरि खा) वेलेस (૩) સામણિના ક્રાતિં–
આહંત ધર્મના, કલિંગ દેશના સાધુઓને માટે એક લયન (એટલે કે સાધુઓને રહેવા માટેની ગુફા) કરવામાં આવ્યું. હસ્તિસાહના પ્રપૌત્ર લાલકની પુત્રી, ચક્રવર્તી કલિંગના રાજા ખારવેલની પટરાણીએ તે કરાવ્યું.
==
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
(૧૪) દ્વાદશાંગીરક્ષક સમસ્ત ભારતવર્ષમાં, અને ભારતવર્ષથી પણ દૂર દૂર રહેલા જાવા-સુમાત્રા અને બાલી જેવા દ્વીપમાં કલિંગની યશગાથા જુદા જુદા સ્વરૂપે પ્રચાર પામી. કલિંગની હતાશ અને શ્રદ્ધાન્ય બનેલી પ્રજાના અંતરમાં ઉલ્લાસ, રસિકતા અને આત્મવિશ્વાસની તિ જગાવનાર મહારાજા ખારવેલની ખ્યાતિ હજારો સ્ત્રી-પુરૂષ અને બાળકની જીભ ઉપર રમી રહી. સંગઠિત કલિંગ, ધર્મપરાયણ કલિંગ, બ્રાહ્મણ અને શ્રમણોની લીલાભૂમિ કલિંગ, ઉત્સવ ઉલ્લાસની મૂર્તિ સમું કલિંગ, શૌર્યવીર્યમાં સમેવડીયા સાથે અહોનિશ સ્પર્ધા કરતું કલિંગ અને એ કલિંગના ઉદ્ધારક મહારાજા ખારવેલ જાણે કે પ્રાતઃસ્મરણીય તીર્થ અનેતારક જેવા વધ બની ગયા.
ચક્રવર્તીત્વના પ્રતીકસ્વરૂપે રાજસૂયયજ્ઞની પણ ખારવેલે પરવા ન કરી. હિંસાત્મક યજ્ઞ-યાગમાં એને મુદ્દલ શ્રદ્ધા ન હતી. પ્રથાની ખાતર પણ એમણે યજ્ઞવિધિને અંગીકાર નથી કર્યો.
પણ કલિંગની આણ વર્તાવીને પાછા ફરેલા મહારાજા ખારવેલ કમનસીબે વધુ લાંબુ આયુષ ભોગવી શક્યા નહીં. એક તે બાર બાર વરસના પ્રવાસે-સતત યુદ્ધ અને સંધીની ચિંતાએ એમના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
[ ૯૨ ]
કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
શરીરનું સત્વ ચુસી લીધું હતું. બીજું, સિંહપથના કાવત્રાએ દેહની છેલ્લી શક્તિ ઘણેખરે અંશે ભરખી લીધી હતી. કલિંગમાં આવ્યા પછી પણ મહારાજા ખારવેલે પૂરેપૂરે આરામ લીધે હોય એમ નથી લાગતું.
જૈન શ્રમણની એક મોટી પરિષદ આ મહારાજા ખારવેલના સમયમાં કુમારી પર્વત ઉપર મળી હતી. એ પરિષદ, ખરી રીતે ખારવેલે જ મેળવી હતી. અપ્રતિબદ્ધભાવે વિહરતા અને ઠેર ઠેર ઉપદેશનો પ્રકાશ પાથરતા શ્રમણને આમંત્રવા-આમંત્રણના સંદેશ પહોંચાડવા એ, તે સમયમાં બહુ દુર્ઘટ કાર્ય ગણાતું. ઉપરાઉપરી દુકાળો અને રાજક્રાંતિઓને લીધે શ્રમના પરસ્પરના સંબંધ પણ સંભવિત છે, કે બહુ ક્ષીણ થઈ ગયા હોય. અવકાશ મેળવીને ખારવેલે, શ્રમણ સંઘના ધુરંધરને નમ્રભાવે કલિંગની ભૂમિમાં સત્કાર્યા.
આ પરિષદ્ માત્ર શ્રમણનાં દર્શન અર્થે મહારાજાએ બેલાવી હેત તો તે આટલી યાદગાર ન રહી જાત. પરિષદ બેલાવવામાં એનો ખાસ હેતુ હતો. અશકે પણ એના સમયમાં આવી બૌદ્ધશ્રમણની એક સભા ભરી હતી.
શ્રમણે જ એલાતા જતા જ્ઞાન–દીપકને મહામહેનતે જાળવી રહ્યા હતા. સ્થવિરે, શ્રમણે પોતે જ વિદ્યાપીઠે હતા. જુદી જુદી પરિસ્થિતિમાં મુકાયેલા આ શ્રમણના મૂળ સૂત્રપાઠ અને આચાર તથા અર્થમાં પણ ભેદ પડે એવો ભય રહેતો હતો. ખારવેલે આગેવાન, બહુશ્રત શ્રમનું સંમેલન બોલાવી એમને સંશોધન કરવાની તથા ભૂલાયેલા–ભૂલાતા સુત્રોની ખૂટતી કડીએ બેસાડવાની વિરલ તક આપી.
આ સંમેલનમાં, એમ કહેવાય છે કે આર્યમહાગિરિની પરંપરાના આર્ય બલિસહ, બેધિલિંગ, દેવાચાર્ય, ધર્મસેનાચાર્ય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
દ્વાદશાંગરક્ષક
[ ૯૩ ]
નક્ષત્રાચાર્ય, જેવા બસે જેટલા શ્રમ અને આર્ય સુસ્થિત, સુપ્રતિબદ્ધ તથા ઉમાસ્વાતી અને શ્યામાચાર્ય વગેરે ત્રણ સ્થવર કલ્પી સાધુઓ પધાર્યા હતા. આર્યો પણ આદિ ત્રણ સાધ્વીએ અને સાત સે શ્રાવક તથા સાતસો શ્રાવિકાઓને સમુદાય પણ આ સંમેલનમાં હાજર રહ્યો હોવાનું મનાય છે.
કલિંગાધિપતિ મહારાજા ખારવેલે આમંત્રેલા આ સંમેલને શ્રુતપરંપરાથી ઉતરી આવતા આગમનું માત્ર સંશોધન કર્યું કે આગમોને ભેજપત્ર ઉપર લિપિબધ્ધ કર્યા એને સંપૂર્ણ ખુલાસો મળી શકતો નથી. શ્રમણ-સંમેલન નિર્વિવાદપણે મળ્યું હતું અને તે પણ બાર વરસના ભયંકર દુકાળ પછી કલિંગાધિપતિના સહકારથી મળ્યું હતું એટલી વાત તે સ્વીકારવામાં આવી છે. પણ આ સંમેલનમાં આગમો લખાયા હોય એવો કોઈ વિશ્વાસપાત્ર પુરાવો મળી શક્યો નથી. પાટલીપુત્રની પ્રથમ વાચના અને મારી વાચના વચ્ચે આ સંમેલનને સમય હોવો જોઈએ. આ સંમેલને
ખારવેલને “ દ્વાદશાંગરક્ષક”નું બિરૂદ અપાવ્યું. મૌર્યકાળ પછી ૧૬૪ મા વર્ષની આસપાસની આ ઘટના છે.
સંમેલનનું કાર્ય પતી ગયા પછી ખારવેલે વિદ્વાન તથા તપરવી સાધુ-સાધ્વીઓને કલિંગની આસપાસના પ્રદેશમાં વિહરવાની અને કાને ધર્મને ઉપદેશ આપવાની પ્રાર્થના કરી. સાધુસાધ્વીઓએ તે પ્રાર્થના વધાવી લીધી. મગધ, મથુરા અને બંગ દેશમાં સન્માનિત સાધુ તથા સાધ્વીઓને સારે જેવો સંધ શ્રી વર્ધમાન તીર્થકરના સિદ્ધાંતને પ્રચાર કરવા મંડી ગયે.
ખારવેલે પ્રાર્થના ન કરી હતી તે પણ સાધુ-સાધ્વીઓ ધર્મપ્રચાર કર્યા વિના ન રહેત; કારણ કે એ જ એમના જીવનનું
ધ્યેય હોય છે. પરંતુ કલિંગપતિ ખારવેલની આ સ્પષ્ટ પ્રાર્થના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
[ ૯૪ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામેધવાહન મહારાજ ખારવેલ
ઉપરથી એમ લાગે છે કે એ સમયે મગધ, મથુરા અને બંગાળમાં નિમ્ર, શ્રમણ સંધને આહાર-વિહારની અથવા તો સંયમનિર્વાહની જેવી જોઇએ તેવી અનુકૂળતાએ નહિ મળી શકતી હોય. ખારવેલે એ અગવડા અને અંતરાયે। દૂર કર્યાં. શ્રમણા પ્રત્યેની પ્રાર્થનામાં એ એમ કહેવા માગે છેઃ “ આપ નિઃશંકપણે દેશેદેશમાં વિચરે. આપના રાહુ નિષ્કંટક અને અને આપના સંયમધનું સ`રક્ષણ થાય એ જવાબદારી મારા માથે છે.”
ખાર–બાર વર્ષના લાંબા અને ત્રાસદાયક દુકાળા પછી જૈન સાધુ તેમજ ખીજા ઉપદેશકેાએ આ સ્થાનના ત્યાગ કર્યાં હોવા જોઇએ. અને ખરૂ કહીએ તે જ્યાં લેાકેાને પેાતાને પેટ પૂરતુ ખાવાનું ન મળતું હોય ત્યાં સાધુએના સત્કાર સભવે જ શી રીતે? મગધ અને એની આસપાસના પ્રદેશામાં આવા દુષ્કાળેા વખતે વખત પડતા હેાવા જોઇએ. કલિંગાધિપતિ ભિખ્ખુરાજના સમયમાં જૈન શ્રમણાને કલિંગ તથા મગધમાં કરી સારા આશ્રય મળ્યો,
જૈન સાધુએ વિગેરેના નિવાસની અનુકૂળતા અર્થે ખારવેલે કુમાર–કુમારી પર્વતમાં કેટલીક શુક્રાએ પણ અનાવરાવી છે. નિ^થ શ્રમણા અને આજીવિક જેવા સંપ્રદાયના સાધુઓ માટે તેણે ખાસ આ ગુફાઓ બનાવી. શ્રમણા પેતે પણ એ વાત જાણતા. સામાન્યતઃ શ્રમણ પેાતાને માટે નિમેલા મકાનમાં રહી શકે નહીં, છતાં ખારવેલે બનાવેલી ગુફાઓમાં જૈન સાધુએએ રહેવાનું કેમ પસંદ કર્યુ હશે ? એને એક જ ઉત્તર સંભવે છે. થાડે! અપવાદ વેઠી લેવા સિવાય શ્રમણુસંધને સારૂ બીજો કોઇ મા નહીં રહ્યો હોય. કાં તે। સાવ ભૂંસાઈ જવું, અને નહીંતર નજીવા ચેડા અપવાદની મધ્યમાં થઈને ગમે તેમ કરીને ખચી રહેવું. કલિંગરાજના પ્રતાપે, ગુફાઓમાં વસતા સન્માનનીય શ્રમણાએ, એ રીતે ભારે કટાકટીના સમયમાંથી જૈન ધર્મને બચાવી લીધેા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
દ્વાદશાંગી રક્ષક
(
૫ ]
પોતે ચુસ્ત જૈન હોવા છતાં ખારવેલે બ્રાહ્મણે અને તે વખતના બીજા ધર્મોના અનુયાયીઓને પણ જોઈતી સહાય આપવામાં કદી સંકોચ નથી કર્યો. સુવર્ણનું એક મોટું કલ્પવૃક્ષ બનાવરાવી એણે બ્રાહ્મણને દાનમાં આપી દીધું હોવાની વાત, કલિંગમાં પ્રચલિત બની છે. તે ઉપરાંત હાથી, ઘેડા, રથ પણ મુકત હસ્તે એણે બ્રાહ્મણને આપેલ છે.
દેશભરમાં વિજય વર્તાવીને પાછી વળેલા ખારવેલે પિતાના ભંડારે ગરીબ, નિરાશ્રિતો અને સાધુ-સંન્યાસીઓને માટે ખુલ્લા જ મુકી દીધા હતા એમ કહીએ તો ચાલે. યુદ્ધવિજયને અંતે મેળવેલા દ્રવ્યાદિકને પણ એણે કીલ્લાઓ, નહેરે અને મંદિરેમાં જ મેટે ભાગે ઉપયોગ કર્યો હતે.
જીવનના છેલ્લા દિવસોમાં ભિખુરાજે પિતાના નામની સાર્થતા કરી હોય એમ જાય છે. રાજવૈભવ અને રાજસુખને ત્યાગ કરી એણે ભિક્ષના—સાધુના વ્રત અંગીકાર કર્યા હતા. ભિખુનું જીવન અંગીકાર કર્યા પછી પણ ખારવેલે કલિંગમાં જ સ્થિરતા કરી હોવી જોઈએ.
ભિખુરાજની પછી એનો પુત્ર વક્રરાય કલિંગની ગાદીએ બેઠ. એણે પણ “કલિંગાધિપતિ મહામેવવાહન”ની ઉપાધિ, પિતાની જેમ જ ચાલુ રાખી હોય એમ એક શિલાલેખ ઉપરથી જણાય છેઃ આ પંકિત નીચે પ્રમાણે છે:
"वेरस महाराजस कलिंगाधिपतिनो महामेघवाहन વાવ સિરિનો ––"
વકરાય પછી વિદુહરાય વિગેરેનાં નામે મળે છે, પણ ભીક્ષુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
[ ૯૬ ]
કલિડેંગનુ યુદ્ધ ચાને મહામેધવાહન મહારાજ ખારવેલ.
રાજરૂપી સૂર્યના અસ્ત થતાં, એના વારસદારો તારાના તેજ જેવા ફીક્કો પ્રકાશ પાથરતા હોય એમ દેખાય છે. ભખ્ખુરાજની પાછળ એના વંશજોએ જૈનધમને સારે। આશ્રય આપ્યા હતા.
ભિખ્ખુરાજની પછી કલિંગ–સામ્રાજ્યના પરસ્પર સાંકળતા અંકોડા છૂટા પડવા માંડયા. આંધ્રવાસીઓ, કલિંગને સહેજ નબળું પડેલુ' જોવાને ટાંપી રહ્યા હતા. ચૈત્રવ'શના છેલ્લા રાજા સુરચના હાથમાંથી સરી ગએલી સામ્રાજ્ય સત્તા આંધ્રદેશના આગે વાન સાતવાહને ઝડપી લીધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
(૧૫) દેશની સ્વાધીનતા–એ જીવનવ્રત !
મહારાજા ખારવેલે ૩૮ વર્ષ કરતાં અધિક આયુષ નથી ભાગળ્યુ. ૧૫ વર્ષ બાળક્રીડામાં અને ૯ વર્ષે રીતસરના અભ્યાસમાં ગાળ્યા પછી મુખ્યત્વે એમણે કલિ ́ગની સ્વાધીનતાની જ અહેનિશ આરાધના કરી હોય એમ જણાય છે. ભિખ્ખુરાજ ખારવેલ, ખરી રીતે રાજ્ય કરવા–રાજ્યને વૈભવ માણવા ન્હાતા જન્મ્યા. ખેદાનમેદાન અનેલા કલિંગમાં જે છુપું વ્યક્તિત્ત્વ રહેલું હતું તેને વિકસાવવું એ જ જાણે કે એમનું જીવનવ્રત હતું.
એમના યુગના ખીજા સમ્રાટા અને મહારાજાએ કરતાં ભિમ્મુરાજતું જીવન અનેક રીતે જુદું પડી જાય છે. રીતિએ, રસમે, અને વંશપર ંપરાથી ઉતરી આવેલી રૂઢીઓના કિનારા પ્રથમથી જ એમને પસં ન્હાતા. વૃદ્ધ પિતાના એ એકલા અને લાડકવાયે પુત્ર હતેા. સ્વચ્છંદ વિલાસનું અહેાળું ક્ષેત્ર એની આગળ ખુલ્લુ પડયું હતું. પણ એમણે એ સ્વાભાવિક મા` પસંદ ન કર્યાં.
ભિખ્ખુરાજે જૈન તપસ્વીએને આશ્રય લીધેા. જૈન, બૌદ્ધ અને આવિક શ્રમણેા ઉપરાંત ખીજા બ્રાહ્મણ તપસ્વીએને! એ વખતે
9
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
[ ૯૮ ]
કલિંગનુ યુદ્ધ યાને મહામેધવાહન મહારાજ ખારવેલ
કલિંગમાં ખૂબ પ્રભાવ હતા. વિદ્યા, કળા અને ચે!ગ-અધ્યાત્મમાં પણ એ પૂરા પારંગત હતા. ભિ′રાજની નિમ`ળ પ્રગ્નુલ્લા મને— ભૂમિમાં શ્રમસંસ્કૃતિનાં બીજ પડયાં.
શિક્ષણુ અને સંસ્કારને માટે ખારવેલને નવ કરતાં અધિક વ મળી શકતા નથી. એણે શ્રમણેા પાસેથી જે વિદ્યા અને કળા મેળવી છે, જેને ઉલ્લેખ શિલાલિપિમાં એણે પાતે જ કર્યો છે તે જોતાં તેા ખારવેલ કળાકારને! આત્મા લઈને જ જન્મ્યા હતા. સંગીત, ચિત્ર, લેખન એવી લલિતકળાએ વિષેના એના ભક્તિભાવ એમાં ઉછાળા મારતા દેખાય છે. યુવિદ્યા, ખીજી સુકુમાર કળા પાસે નિસ્તેજ જેવી અની ગઇ છે.
પતિત રાષ્ટ્રને પાછું પગભર કરવુ એ સહજ વાત નથી. કલિંગની અસ્મિતા અને સવીતા અશેાકની છેલ્લી લડાઇ પછી, કચરાઇ ગઇ હતી. સૂકાયેલા વૃક્ષને કાઇ પણ રીતે પલ્લવિત કરવાની સાધના અત્યંત ધૈય અને શ્રદ્ધાની અપેક્ષા રાખે છે. તાત્કાલિક કૂળ મેળવવાની સ્વાભાવિક જંખનાને આવે પ્રસંગે ડગલે ને પગલે રાધ કરવા પડે છે. ભિષ્ણુરાજ એના નિત્યના વ્યવહારમાં સાધક અને ચાનુ બહુરંગી છતાં એકધારૂ જીવન જીવતા જણાય છે. એક તરફ્ એ શ્રદ્ધા અને શાંતિથી ઉદાસીન–અશ્રદ્ધાળુ કલિંગના આત્મામાં નવચેતન ભરતા તો બીજી તરk કલિંગને ઉપરાઉપરી વિજ્યેાની કલગીથી શણગારતા રહ્યો છે.
ખારવેલને બાર-બાર વર્ષોંને દિગ્વિજય, એની શાંત-નીરવ સાધનાની સરખામણીમાં બહુ અદ્ભુત નથી લાગતા. વિજય તા એક પ્રકારના મદ છે અને મદથી પ્રેરાયેલા સૈનિકાને એક પછી એક એમ અનેક યુદ્ધમાં ઉતારવા એ બધું તે કાળને માટે બહુ સ્વાભાવિક હશે; પરંતુ ભિખ્ખુરાજની કદી ન ઝંખવાય એવી પ્રતિષ્ઠા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
દેશની સ્વાધીનતા-એ જીવનવત
[
૯ ]
પી લેવા નથી
ભયંકર
છે ”
તે એની લાંબી-લોકચક્ષુથી અગેચર એવી સાધનામાં જ રહેલી છે.
પુણ્યની ખાતર, એ દાન નથી કરતા. ક્રય-વિક્રયામાં નિમિત્તરૂપ ગણાતી સુવર્ણ કે રૂપા જેવી ધાતુવડે એ પરલોકનાં સુખ ખરીદી લેવા નથી વાંછત : અઢળક દ્રવ્યનાં દાન કરી વસ્તુતઃ એ કંગાળ બની ગએલી-ભયંકર સંહાર પછી સર્વસ્વ ગુમાવી બેઠેલી પ્રજાની દિનતા જ દૂર કરવા માગે છે અને ખારવેલે શરૂ કરેલા દેશવ્યાપી ઉત્સવ–આમેદમાં પણ ક્ષણિક તૃપ્તિની કઈ માયામરીચિકા નથી દેખાતી. દીનતા અને ઔદાસિન્ય વિગેરે જાણે કે પસાર થતી વાદળીની સ્વાભાવિક છાયા હોય એવી તે પિતાની પ્રજાના દિલમાં પ્રતીતિ જન્માવવા માગે છે અને મહારાજા ખારવેલના સમયને કલિંગને ઇતિહાસ તપાસતાં, ભિખુરાજની એ સાધના ફળિભૂત બનતી દેખાય છે.
મહારાજા ખારવેલ સુધીની સમ્રાટોની આખી પરંપરામાં ખારેલ જેવી નૈષ્ટિક સાધના ભાગ્યે જ ક્યાંય દેખાય છે. ખારવેલ પછી પણ એમના જેવી સ્થિતિમાં કોઈએ પિતાના રાષ્ટ્રની આવી સર્વાગી સ્વાતંત્ર્યસાધના કરી હોય એવો કોઈ પ્રસંગ નથી લાધતે. અલબત્ત, બીજા સમ્રાટની જેમ, એ સમયની પ્રથા પ્રમાણે મહારાજા ખારવેલ દિવિજય કરે છે, કલિંગની સારાયે ભારતવર્ષ માં આણ પ્રવર્તાવે છે, પરંતુ નામમાત્રના રાજવીને કોઈ કુંવરે પિતાની સાધના અને પ્રશાંત પુરુષાર્થના બળે, પ્રજામાં સ્વમાન અને સ્વાવલંબનને આ ચમત્કાર કરી દેખાડ્યો હોય તે આ પ્રાયઃ પ્રથમ જ છે.
દક્ષિણના રાષ્ટ્રકૂટ અને ચૌલુક્યો, કલિંગના પાડોશી રાજવશ હતા અવારનવાર એમના હિંસક પંજા કલિંગઉપર પડતા. ખારવેલભિખુરાજની ત્રીજી, પેઢી ઉપર થઈ ગએલ ખેમરાજ અને એને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૦ ]
કલિંગનું યુદ્ધ ને મહામે વાહન મહારાજ ખારવેલ,
સંતાન બુધરાજના સમયની સ્થિતિ જોતાં કલિંગ, પાડોશી રાજ્યોને મન નધણુયાતું ખેતર થઈ પડયું હતું. ભિખુરાજને જે વારસો મળે હતો તે પણ કોઈ યુવરાજને ઈષ ઉપજાવે એવો નહતો.
કલિંગના દર્દ,ભિખુરાજ જેવા એક સહદય, જન્મથી જ કળાપ્રેમી યુવાનના અંતરમાં તોફાન જગાવ્યું. કમનસીબે એણે પિતાને વર્ષના અનુક્રમવાર જે સાધનાને ઇતિહાસ આપ્યો છે તે કેટલેક અંશે ક્ષીણ થઈ ગએલો હોવાથી બરાબર સમજાતો નથી; તોપણ એને જીવનક્રમ અને વેગ સમજવામાં એ બહુ સહાય કરે છે. ધ્યાનપૂર્વક વાંચનાર કોઈ પણ અભ્યાસી એમાંથી આટલું તે અવશ્ય સમજી શકે કે સમ્રાટ ખારવેલ, સમ્રાટે અને મહારાજાએની પરંપરામાં મહાન કલારસિક હતો. લલિતકળાઓની સહાયથી એણે પ્રજાને પિતાની શક્તિનું ભાન કરાવ્યું ઃ શિથિલ બની ગએલા પ્રજાના ગાત્રામાં ઉલ્લાસ અને ઉત્તેજનાની સ્વાભાવિક ઉષ્ણુતા વહાવી.
કલિંગની જીર્ણ ઈમારતો-કિલ્લાઓ, નહેરે વિગેરેને સમરાવતો, પ્રજાના આનંદ-ઉત્સવોમાં સામાન્ય પ્રજાજનની જેમ ભમતે અને મેટા સૈન્યને દ્વીપાંતરમાં ઉતારતે આ યુવાન ભિખ્ખરાજ, જાણે કે નામશેષ બનેલા વૈશાલીના બળવાન અને રસિક લિચ્છવી કુમારની જમાતને જ કોઈ સંદેશવાહક હેય એવું ચિત્ર આપણી આંખ આગળ રમી રહે છે.
ભ૦ મહાવીર અને ગૌતમબુદ્ધના સમયની વૈશાલી તથા ત્યાંના પ્રજાસત્તાક જેવા રાજ્યમાં સંપૂર્ણ સ્વાતંત્ર્ય તથા સમૃદ્ધિને ભોગપભોગ કરનારા લિચ્છવીઓ, પ્રાચીન ઇતિહાસના પાઠકથી અપરિચિત નથી. ગૌતમબુદ્ધે જ એક વાર આ કદાવર, કસરતી અને ભક્તિનમ્ર લિચ્છવી યુવાનોને જોઈને કહેલું કે “ આનંદ, દેવલોકના દેવબાળ ન જોયા હોય તો આ લિચ્છવી યુવાનને જોઈ લે! ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
દેશની સ્વાધીનતા–એ જીવનવ્રત
[ ૧૦૧ ]
સ’ગીત, સાહિત્ય, વ્યાયામ અને હિમ્મતમાં આ સ્વરાજ્ય ભાગવતા વૈશાલીવાસીઓ! ખૂબ નામના મૂકી ગયા છે. કલિંગના આછા અંધારા યુગમાં, પ્રજા વચ્ચે ઘૂમતે આ ભિખ્ખુરાજ, વૈશાલીના જીવંત અવશેષ જેવા જ લાગે છે.
વૈશાલીના, પ્રાચીન સમયના ગણતંત્રના એક આગેવાન ક્ષત્રિય ચેટક સાથે મહારાજા ખારવેલને રક્તસબંધ હાવાની ઇતિહાસ-ગવેષકાએ કલ્પના કરી છે. ખારવેલ ચૈત્રવશતા હતા. ચેટકના જ એ અપભ્રંશ કેમ ન હોય ? “ ઐર ” ભડામેધવાહનની ઉપાધિથી પણ ખારવેલ અલંકૃત છે. “ એર ” સૂર્ય વંશના અંમાં વ્યવહરાય છે. આય અને અનાય વચ્ચેની ભિન્નતા દર્શાવવા આયના અથ માં “ એર ''ને પ્રયે!ગ થયે! હાવાની કેટલાક અભ્યાસીઓએ યુક્તિએ રજૂ કરી છે.
91
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
( १६ ) करकंडू कलिंगेषु
ઉત્તરાધ્યયનમાં, જે ચાર પ્રત્યેકબુદ્ધના ચરિત્રા આપવામાં આવ્યા છે તેમાં કરકંડૂ પ્રાગૂ—ઐતિહાસિક યુગમાં કલિંગના નૃપતિ હાય એવી મતલબને નિર્દેશ કરવામાં આવ્યા છેઃ
करकंडू कलिंगेषु, पंचालेलु यदुम्महो नमीराया विदेहेषु गंधारेसुय निग्गइ
કલિંગમાં કરકડૂ, પાંચાલમાં–કાંપિપ નામના નગરમાં દ્વિમુખ, વિદેહમાં નમી રાજા, અને ગધારમાં-પાંડુવનમાં નગતિ એમ ચાર રાજવીઓ પ્રત્યેકબુદ થઇ ગયા.
પણ કલિંગના નરેશ કરકટૂ મૂળથી જ લિંગવાસી ન હતા. જે વખતે મગધની જેમ અંગ પણ એક સ્વતંત્ર રાષ્ટ્ર હતું. ત્યારે અંગની રાજધાની 'પાનગરીમાં દુષિવાહન રાજાનું શાસન ચાલતુ વૈશાલીના ગણનાયક-ક્ષત્રિય ચેટકે પેાતાની પુત્રી-પદ્માવતીનેાલગ્નસંબંધ હૃધિવાહન સાથે યેાજ્યેા હતેા. પદ્માવતી ગર્ભવતી બની ત્યારે રાજા દધિવાહન અને રાણી પદ્માવતી હાથી ઉપર બેસી ગામબહાર આરામમાં જવા નીકળ્યાં. સંતપ્ત અનેલી ધરતી ઉપર, વર્ષોંના ઘેાડાં છાટા પડતાં, જે એક પ્રકારની ગંધ નીકળે છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
કરકં કલિંગેષ
[ ૧૦૩ ]
ગંધ હાથીએાને મદોન્મત્ત બનાવી મૂકે છે. અહીં પણ એવું જ બન્યું. વર્ષાઋતુને પ્રારંભ થઈ ચૂકે હેવાથી પૃથ્વીના અંતરમાંથી છૂટતી માદક હવાએ, પટ્ટહસ્તીનું માનવંતુ બિરૂદ ધરાવતા રાજાના આ માનીતા હાથીને ગાંડાતૂર બનાવી દીધો. દધિવાહને તો, ઝાડની એક ડાળી પકડી પિતાને જીવ બચાવી લીધે. પણ અંતઃપુરમાં જ વસનારી રાણી પદ્માવતીને, પીઠ ઉપરના એકાદ ફુલની જેમ ઉછાળો એ હાથી દૂર-અતિ દૂર અરણ્યમાં નીકળી ગયો. તપાસ કરાવવા છતાં રાણીને કંઈ પત્તો ન લાગ્યો. દધિવાહન અને પદ્માવતી છુટા પડી ગયા.
એક સરોવર પાસે ઉન્મત્ત હાથી સહેજ નરમ પડે. પદ્માવતી પણ હાથીની પીઠ ઉપરથી નીચે ઉતરી. આસપાસ નજર કરી તો અરણ્ય સિવાય જનમાનવ જેવું કંઈ જ ન જણાયું. પગ લઈ જાય ત્યાં જવું એમ ધારી એ હિમ્મતથી આગળ ચાલી.
એટલામાં એક આશ્રમ આવ્યો. અહીં એક તપસ્વી રહે હતો. રાણીએ પિતાને વૃત્તાંત સંભળાવ્યા. તપસ્વી કોઈ એક વખતે ચેટકને મિત્ર હતો. ભૂખી-તરસી-થાકેલી પદ્માવતીનો સારો સત્કાર કરી, એણે પાસેના વસતી–સ્થાનને રસ્તો બતાવ્યો. થોડે દૂર સુધી એ રાણીની સાથે પણ ચાલે.
અરણ્યની બહાર આવી તપસ્વીએ કહ્યું : “ પુત્રી, હળથી ખેડેલી ભૂમિ ઉપર ચાલવાને અમારો આચારધર્મ નથી, તેથી હવે હું આટલેથી જ પાછો વળું છું. તું નિર્ભયપણે આ દંતપુર નામના દેશના માર્ગે ચાલી જા ! ત્યાં કઈ સારે આશ્રય તને મળી જશે.”
પદ્માવતી દંતપુરમાં પહોંચી તો ખરી, પણ અહીં ભરી વસતમાં કેને ત્યાં જઈને ઊભું રહેવું ? ફરતી ફરતી એ એક ઉપાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૦૪ ] કલિંગનું યુદ્ધ યાને મડામવાહન મહારાજ ખારવેલ. શ્રયમાં આવી પહોંચી. બીજી સાધ્વીઓ સાથે તે પણ ત્યાં જ રહેવા લાગી.
પરંતુ પદ્માવતી તે ગર્ભવતી હતી. સાધ્વીઓને પણ એણે એ વાત ન કહી. પૂરા દિવસો થતાં એણે એક પુત્રને જન્મ આપ્યો. પછી એ બાળકને એક વસ્ત્રમાં લપેટી, પિતાની નામમુદ્રા બાંધી, શહેરના એક સ્મશાનમાં મૂકી આવી. પોતે આ બાળકની શી સ્થિતિ થાય છે તે નિહાળવા, પાસેની ઝાડીમાં છૂપાઈ ગઈ
થોડી વારે સ્મશાનને સ્વામી ચંડાળ ત્યાં આવ્યો. તેણે આ તરતના જન્મેલા બાળને જોયો, અને પોતાને ઘેર લઈ ગયો. પદ્માવતી પણ, એ પછી, પિતાના સ્થાને પાછી આવી ગઈ.
પદ્માવતી એક સાધ્વીનું જીવન જીવે છે-સાવીના વ્રતનિયમ એણે અંગીકાર કર્યા છે, છતાં એનાથી, વખતે વખત પોતાના પુત્રની પાસે ગયા વિના રહેવાતું નથી. ભિક્ષામાં કંઈ સારી ખાદ્ય વસ્તુ પ્રાપ્ત થાય તે પહેલાં પોતાના પુત્રને ખવરાવવા ચંડાળાના વાસમાં જાય છે. કોઈને આ વાતનું ભીતરી રહસ્ય નથી સમજાતું.
નાનપણમાંથી જ આ બાળકને શરીરે બહુ ચળ આવતી. એથી કરીને એનું નામ પણ કરકંડુ પડી ગયું.
એક વાંસની લાકડીને અંગે, એક વાર કરકંડુ અને બીજા બ્રાહ્મણના છોકરા વચ્ચે વાદવિવાદ થયો. કરસંડુ કહેઃ “મારે એ વાંસ જોઈએ.” બ્રાહ્મણને પુત્ર કહેઃ “મને એ જોઈએ!” વાત વધી પડી. પુત્રને, બ્રાહ્મણે ભેગા થઈને પજવે નહીં એટલા સારૂ પેલો ચંડાળ, એ ગામને ત્યાગ કરી, કાંચનપુર નગરની બહાર આવીને રહ્યો.
અહીં, ભાગ્યયોગે કરકંડૂના મસ્તકે રાજલક્ષ્મીને કળશ ઢોળાયો. એમ કહેવાય છે કે પેલી વાંસની લાકડીમાં જ એ કંઈક ચમShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
કરકં કલિંગેષ
[ ૧૦૫]
ત્કારિક પ્રભાવ હતો. કરકંડૂ રાજા થયે. બ્રાહ્મણોએ આની સામે વિરોધ તે કર્યો, પણ એમનું કંઈ બળ ન ચાલ્યું. કરકંડૂએ, રાજસત્તા પ્રાપ્ત કર્યા પછી ચંડાળાને પણ બ્રાહ્મણ બનાવ્યાની વાત એ કથામાં આવે છે.
કરકે અને ચંપાના સ્વામી દધિવાહન વચ્ચે પ્રસંગોપાત યુદ્ધની નોબત વાગી. કરસંડુ અને દધિવાહન રાજાનાં સૈન્ય લડવા માટે સામસામાં આવી ઊભાં રહ્યાં. અકસ્માત, સાધ્વીઓના સંધમાં શાંતિથી દિવસે વિતાવતી પદ્માવતીને એ વાતની જાણ થઈ. એણે આવીને આ યુદ્ધ અટકાવ્યું: કરકંડુ અને દધિવાહન વચ્ચે પિતા - પુત્રને સંબંધ છે એ વાત પણ સમજાવી.
કરકંડુને એક વાછરડો બહુ પ્રિય હતું. વાછરડાને ગાયનું બધું જ દૂધ પાઈ દેવાને અને મોટે થાય ત્યારે બીજી ગાયને દઈ એનું પણ દૂધ પાવાને એણે ગોવાળને હુકમ કલે. આટઆટલી કાળજી રાખવા છતાં એ વાછરડો, વૃદ્ધાવસ્થાના યોગે બહુ જ દુર્બળ બની ગએલો કરકંડુના જોવામાં આવ્યો. કરસંડુના અંતરક્ષોભમાં આ ઘટના એક નિમિત્તરૂપ બની. પદાર્થ માત્રનું અનિત્યત્વ અને ક્ષણભંગુરપણું એને સમજાયું. એ પછી, એણે પણ કોઈના ઉપદેશ કે આગ્રહ વિના વૈરાગ્ય અને સંસારત્યાગને રાહ સ્વીકાર્યો.
એક રાષ્ટ્રના સંસ્કાર અકસ્માતના આશ્રયે બીજા રાષ્ટ્રમાં કેવી રીતે પહોંચી વળે છે તે આ કથા સૂચવે છે. પતંગ જેવા ઉડતા પ્રાણીઓ પરાગ અને રંગના પરમાણુઓ જેમ દિગદિગંતમાં પ્રચારે છે અને એ રીતે પુષ્પ તથા ફળસૃષ્ટિને રેજ રોજ અધિક સમૃદ્ધ બનાવે છે તેમ અકસ્માતે અને દુર્ઘટનાઓ રક્તસંસ્કાર અને સભ્યતાના અણુપરમાણુઓને દૂર-દૂરના દેશમાં લઈ
જાય છે. પિતૃકૂલ અને માતૃવંશના ધણુ સ્વાભાવિક સંસ્કારોનાં બીજ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૬ ].
કલિંગનું યુદ્ધ યાને મહામે વાહન મહારાજ ખારવેલ,
અંગ અને વૈશાલીની સીમાઓની બહાર, કલિંગ સુધી પ્રસર્યા હોય અને એ બીજ ફાલતા-કૂલતા સમ્રાટ ખારવેલના રૂપમાં એની સંપૂર્ણતાએ પહોંચ્યા હોય તે અસંભવિત નથી.
વર્ષની કાલગણનાની દૃષ્ટિએ જ ઈતિહાસનું અવલોકન પર્યાપ્ત નથી. ભાવ અથવા અંત:પ્રવાહનાં બળ પણ રાષ્ટ્રના ઘડતર, વિકાસ વિગેરેમાં ઘણું મહત્વને ભાગ ભજવે છે. કાળના હિસાબે, પેઢીના આંતરાની દૃષ્ટિએ એક બીજા વંશ વચ્ચે ગમે તેટલું અંતર હોય તો પણ ભાવષ્ટિ, ઘણી વાર બે પૃથક-ભિન્ન વસ્તુઓને પાસે પાસે લાવી મૂકે છે.
કરવું અને ખારવેલ-ભિખુરાજ વચ્ચે કાળનું ભલે મેટું આંતર રહ્યું, પણ ખારવેલમાં ગણતંત્રને જે વારસે ઊતર્યો છે તે તેની અનેકવિધ પ્રવૃત્તિઓમાં બરાબર ઝળકી રહે છે. વૈશાલીના માતૃવંશના સૂક્ષ્મ સંસ્કારોને એ સાક્ષાત્કાર ન હોય ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
(૧૭) કલિંગની રાજનૈતિક સ્થિતિ
સમ્રાટ ખારવેલ ચિત્ર વંશના હતા. ચૈત્ર વંશના અવસાન પછી કેસરી વંશના રાજઅમલ સુધીની ઘણીખરી રાજપ્રકરણી ઘટના અંધકારમાં રહી ગઇ છે. કલિંગને ઇતિહાસ, સમસ્ત ભારતવર્ષના ઈતિહાસની એક નાની-શી પ્રતિકૃતિ અથવા આવૃત્તિ જેવો જ છે. જે કાળને ભારતવર્ષને ઇતિહાસ અંધકાર–આછાદિત છે, તે સમયને કલિંગને ઇતિહાસ પણ મળી શકતું નથી. સમ્રાટ ખારવેલના શાસનકાળ, જાણે કે કલિંગના આકાશમાં વિજળીની ચમક પ્રકટાવીને અદૃશ્ય થઈ જાય છે. ખારવેલ પછી એના વંશજો, પૂર્વ પુરુષનાં પુણ્યબળે પોતાનાં અસ્તિત્વ જાળવી રહ્યાં હેય એમ જણાય છે.
ચિત્રવંશ પછી કલિંગમાં આધવંશનું પ્રાબલ્ય જામ્યું. પ્રસિદ્ધ બૌદ્ધ ભિખુ નાગાર્જુન, આંધ્રના સમયમાં અહીં આવ્યો હશે. એણે અહીં બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પ્રયત્ન કર્યો હતે. રાજાને પણ બૌદ્ધ ધર્મને પક્ષપાતી બનાવ્યો હતે.
કલિંગનું જગન્નાથ મંદિર આજે બહુ પ્રસિદ્ધ છે. ત્યાં એક “માદલાપંજિકા” માં લખ્યું છે કે “એ સમયમાં રક્તબાહુ નામને યવન દરિયામાર્ગે કલિંગમાં દાખલ થયો. તેણે જગન્નાથ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૮ ].
કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
ઇને પણ બહુ પીડા આપી. એ યવનના વંશજેની સત્તા લગભગ ૧૪૪ વર્ષ સુધી ચાલી.” જેને યવન ગણવામાં આવ્યો છે તે
આંધ્ર દેશના રાજાનો કોઈ સેનાપતિ હોવો જોઈએ. આંધ્રમાં કાવીડિઓ રહેતા અને એમનામાં ઘણું બૌદ્ધ ધર્માવલંબી હતા તેથી કલિંગવાસીઓએ-બ્રાહ્મણોએ એને યવન માની લીધે હશે.
દંતપુરનો ઉલ્લેખ, આ પહેલાના પ્રકરણમાં થઈ ગયા છે. કલિંગની એક વખતની એ રાજધાની હોવી જોઈએ. દંતકથા એવી છે કે બુદ્ધદેવના દાંતની પૂજા થતી હોવાથી એ શહેરનું નામ દંતપુર પડી ગયું. બ્રહ્મદત્તના વંશમાં છેલ્લે છેલ્લે એક ગુહશિવ નામના રાજાને નામોલ્લેખ છે. પણ આ ગુહશિવ તથા બ્રહ્મદત્ત કોણ હતા અને બુદ્ધદેવના દાંતની પૂજાવાળી વાત કેટલે અંશે યથાર્થ છે તેનું કઈ પ્રમાણ મળી શકતું નથી.
કાળા-કાળા વાદળમાં તારકમાળ ચમકી જાય તેમ કોઈ કઈ વાર ઉત્કલના રાજાઓનો વિજય પ્રકાશની પાતળી રેખાઓ પાથરતો દેખાય છે. ઇ. સ. ના ત્રીજા સૈકામાં જલીરૂહ નામના ચંદ્રવંશી રાજાએ ભૂશચંદ્રને હરાવી એને કેટલાક મુલક પિતાના તાબામાં કર્યો હોય એમ કહેવાય છે. એ પછી નાગેશ નામના એક ઉત્કલકલિંગના રાજાએ બંગાળના કર્મચંદ્ર નામક રાજવીને પરાસ્ત કરી બંગાળને પોતાના કબજામાં રાખ્યું હોય એમ લાગે છે. આવા કેટલાક તારલાઓ ઊગતાં જ આથમી જતા જણાય છે. એ કયા વંશના હતા અને કેટલો વખત રહ્યા એને કંઈ પતો લાધ નથી.
આધસામ્રાજ્યના પતન પછી અને ગુપ્ત સામ્રાજ્યની જમ્બર ભરતી ચડી આવી તે પહેલાં કલિંગે થોડી વાર સ્વાધીનતાનું સુખ માણી લીધું હશે. ગુપ્ત સામ્રાજ્યકાળમાં સમ્રાટ સમુદ્રગુપ્તનું નામ
સૌથી વધુ ચિરસ્મરણીય બન્યું છે. દક્ષિણમાં એ દિગ્ગવિજય કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
કલિંગની રાજનૈતિક સ્થિતિ
[ ૧૮ ]
નીકળ્યો ત્યારે મગધમાં થઈને, છટાનાગપુરના માર્ગે એણે કેશલ ઉપર છાપે માર્યો હતો. તે બાદ દક્ષિણમાં સહેજ આગળ જઈ કલિંગમાં પોતાનું બળ બતાવ્યું. આંધોને પણ સમ્રાટ સમુદ્રગુપ્ત પિતાને પંજો બતાવ્યો. આ બધા દેશે ગુપ્ત સામ્રાજ્યના પેટમાં સમાવા છતાં કલિંગે અને બીજા થડા રાજ્યોએ પિતાનું વ્યક્તિત્વ ગુમાવી દીધું હોય એમ નથી લાગતું. નામમાત્રની આધીનતા સ્વીકારી, ખંડણ ભરવાનું કબૂલી, પોતાનું પૂર્વસ્વરૂપ તે સૌએ જાળવી રાખ્યું હતું.
ઉત્કલની પશ્ચિમે કેશલ નામનું એક રાજ્ય હોવાની વાત, ઉપર કહેવાઈ ગઈ છે. કલિંગમાં જ્યારે મૌનું આધિપત્ય જાણ્યું ત્યારે કલિંગના રાજવંશને ન છૂટકે કોશલમાં આશ્રય લેવાની ફરજ પડી હતી. કેશલ રાજવંશી, મહામેઘવાહન નામની ઉપાધિને ઘણી વાર વહેવાર કરતા. ચૈત્રવંશીય રાજાઓ અહીં આવીને રહેલા હેવાથી એમણે પણ મહામેઘવાહનનું વિશેષણ પસંદ કરેલું હોવું જોઈએ એમ કેટલાક માને છે.
કેશલના પણ બે ભેદ છેઃ વર્તમાન સંબલપુર, કાળાડંડી, બસ્તર તથા રાયપુર વિગેરેથી બનેલું દક્ષિણ કોશલ અને કાશી, અયોધ્યા આદિથી બનેલું ઉત્તર કોશલ, એમ બન્ને રીતે કોશલ ઓળખાય છે. પહેલાં કોશલની રાજધાની વાછા (વધું) નદીના કિનારે હતી, પણ મધ્યપ્રાંતના વાકાતક જાતિના લોકોએ, કોશલના રાજવંશની એવી પજવણું કરવા માંડી કે એમને ત્યાંથી પિતાની રાજધાની બદલી, મહાનદીના કિનારે શ્રીપુર(રાજીમ)માં લઈ જવી પડી. એ પછી કોશલ છત્તીસગઢના નામે ઓળખાવા લાગ્યું. આ કેશલમાં સોમવંશી ગુપ્તવંશ નામને એક રાજવંશ રાજ્ય કરતો. ઉત્કલના કેશરી વંશને એ પૂર્વપુરૂષ હતો. કેશરી વંશની સ્થાપના થયા પહેલાં બાર ગુપ્તરાજાઓએ કોશલ દેશમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૦ ]
કલિંગનુ યુદ્ધ ચાને મહામેધવાહન મહારાજ ખારવેલ.
99
રાજ્ય કયું અને ઉદાયન આ ગુપ્તવંશના સસ્થાપક હતા. આ વશના બારમા રાજા શિવગુપ્તના પુત્ર જનમેજય મહાભવ ગુપ્તે ઉત્કલ ઉપર વિજય મેળવ્યેા અને એણે “ ત્રિકલિ’ગાધિપતિ ” તરિકેનું બિરુદ ધારણ કર્યું. હતુ. કાશલના સેામવંશી ગુપ્તરાજાઓની પછી કલચુરી રાજાના પ્રતાપ જામ્યા. આ કલચુરી રાજાઓએ જબલપુર પાસે ત્રિપુરીમાં પેાતાની રાજધાની સ્થાપી. હૈહય નામની એ જ વંશની એક શાખાએ વિલાસપુરમાં આવેલા રત્નપુરમાં પેાતાની સત્તા જમાવી હોય એમ જાય છે. આ બધી ગડમથલ દરમિયાન કાશલ અને કલિંગ અલગઅલગ પડી જતા દેખાય છે. ઘણી વાર આ રીતે કોશલ છૂટું પડી ગયુ છે, પણ એકદરે ઉત્કલનું જ એ અંગભૂત ગણાયુ` છે.
ચૈત્રવંશના અસ્ત સાથે કલિંગ ઘણા નાના નાના ભાગે માં વહેંચાઇ ગયું હતું. ઉપર જે કોશલનું વન કયું. તેની જેમ કૌગદ પણ કલિંગના એક વિભાગ તરીકે અલગ થઈ ગયું હતું. પહેલેથી જ કલિંગ ત્રણ ભાગમાં વહેંચાયેલુ હોવાથી ત્રિકલિંગના નામથી પ્રખ્યાત થયું છે. કલિંગના ઉત્તર ભાગને ઉત્કલ, દક્ષિણ ભાગને દક્ષિણ કલિંગ યા ગંગગઉડી-કલિંગ અને મધ્યભાગને મધ્ય કલિંગ કહેવાની રૂઢી છે. મૌય અને ચૈત્ર રાજ્યના શાસનકાળમાં આ ત્રિકલિંગ કૈાશલ રાજ્ય સાથે એક અભિન્ન દેશ ગણાતા પણ એ પછીના સમયમાં, ડૂબતા વહાણના પાટિયા છૂટા પડી જાય તેમ આ ત્રિકલિંગ અસ્તવ્યવસ્ત બની ગયું. મધ્યકલિંગ, એ રીતે કોંગદ રાજ્યમાં પરિણમ્યુ
આજના બાણુપુર, ખલ્લિકેટ, આઠગઢ, રણપુર, નવગઢ, ધુમસર વિગેરે ધ્રાંગદ રાજ્યની સીમામાં સામેલ હતા. એની રાજધાની પણ સાલિયા નદીના કિનારા ઉપર હતી. એવું અનુમાન કરવામાં આવે છે કે આજનું ખાણુપુર જ ઘણું કરીને જૂના વખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
કલિંગની રાજનૈતિક સ્થિતિ
[ ૧૧૧ ]
તની રાજધાની હશે, કારણ કે સાલિયા નદી બાણપુરની વચ્ચે થઈને વહેતી વહેતી, ચિકાની ખાડીમાં મળી જાય છે. કોંગદનિવાસી બહુ સાહસી તથા પરાક્રમી તરીકે ઓળખાઈ ગયા છે. સાતમી શતાબ્દિ સુધીમાં શિલભવ વંશના રાજાઓ કોંગદમાં રાજ્ય કરતા. આ જ વંશમાં માધવવમાં નામનો એક બહુ તાકાતવાન નરેશ થઈ ગયાનું કહેવાય છે. એણે એક રાજસૂય યજ્ઞ પણ કર્યો હતો. એ વંશના અંત પછી કરવંશીય રાજાનું રાજ્ય સ્થપાયું હશે. કોંગદની સ્વાધીનતા વિષે કોઈ ખાસ ઉલ્લેખ નથી મળતો. સાતમી કે આઠમી સદી પછી કોંગદ ફરીવાર કલિંગમાં સમાઈ ગયું હશે.
આજનો મેદિનીપુર જીલ્લો, તામ્રલિપ્ત-રાજ્યના નામથી ઇતિહાસના પાનામાં અંકિત થયો છે. બહુ પ્રાચીન કાળથી લઈને– અશોકના સમયથી માંડીને, મયરગંજના મયુરધ્વજવંશી બત્રીસ રાજાએની સાથે આ તામ્રલિપ્તને સંબંધ રહ્યો છે. તામ્રલિપ્ત પણ ઉત્કલ અથવા કલિંગને જ એક ભાગ ગણાય છે. સમ્રાટ અશોકે, તાગ્રલિપ્તઉપર અધિકાર સ્થાપ્યા પછી અહીં ૨૦૦ ફુટ જેટલો ઊંચા સ્તંભ રોપી લોકોને ધર્મને બેધ આપે હતા.
પ્રાચીન સમયમાં તામ્રલિત યા તુમલુક વ્યાપારને માટે બહુ પ્રસિદ્ધ નગરી હતી. દેશ-વિદેશના ઘણું વેપારીઓ અહીં આવી વિવિધ પ્રકારનાં વસ્ત્ર, રત્ન તથા અન્ન આદિને વેપાર ચલાવતા. સાતમા સૈકાની આસપાસ, અહીં કૈવર્ત–વંશના રાજાઓને રાજઅમલ ચાલતો. મયુરધ્વજની પછી કૈવર્ત વંશના રાજવીઓએ એ અધિકાર પડાવી લીધે લાગે છે. તામ્રલિપ્ત પોતે સ્વતંત્ર હતું કે ખંડિયા રાજ્ય તરિકે પિતાની સત્તા જાળવી રહ્યું હતું તે વિષે જે જોઈએ તે પ્રકાશ હજી મળી શક્યો નથી. બાકી, ઉત્કલ
અથવા કલિંગના એક અંગરૂપ હતું, તે સંબધે મતભેદ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
(૧૮) દેશ સ્થિતિ. રાજા જે વખતે કાળને ઘડતો હેય-રાજાનાં શૌર્ય, વીર્ય કે ઔદાર્ય ઉપર દેશની સ્થિતિને મેટે ભાગે આધાર રહેતું હોય તે વખતે રાજાઓનાં ઉત્થાન, પતન અને જ્ય-પરાજયને ઇતિહાસમાં કાળા મેટા અક્ષરે ઉલ્લેખ થાય અને એ જ ઇતિહાસને આત્મા મનાય એમાં કાંઈ આશ્ચર્ય નથી. રાજાને બાદ કરીને પ્રજાની સ્થિતિને યથાર્થ આંક કાઢ એ તે વખતના સંજોગે જતાં બહુ દુર્ધટે કાર્ય ગણાયું છે. રાજા મેટાં સૈન્ય ભેગાં કરે, સૈન્યને જય કે પરાજય અપાવે, તે ઉપરાંત રાજા જ મેટા કિલ્લાઓ, મંદિર, મહેલ બંધાવે, યજ્ઞ-યાગ કે દાન આદિ ધાર્મિક વિધિઓ દ્વારા પિતાની કીર્તિ ફેલાવેઃ એ બધામાં પ્રજાની પ્રતિષ્ઠા પણ સમાઈ જવી જોઈએ એમ મનાતું.
નંદ રાજાઓના શાસનકાળથી કેશરી રાજાઓના શાસન સુધીના લગભગ એક હજાર જેટલા વર્ષોમાં કલિંગની પ્રજાસ્થિતિ કેવી હતી તેમાં કેટલાંક પ્રમાણે લાધે છે. શિલાલેખોમાં, શિલ્પકળામાં, પ્રાચીન ગ્રંથોમાં અને વિદેશી લેખકોના વર્ણને તથા લોકકથાઓમાં પણ થોડે-વધતે અંશે દેશસ્થિતિનાં ચિત્ર આલેખાયાં છે. શિલ્પ, વાણિજ્ય અને બીજી લલિતકળાઓમાં કલિંગની પ્રજા પારંગત હોય એમ જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
દેશસ્થિતિ
[ ૧૧૩ ]
. સ. પૂર્વે પાંચમા સૈકામાં કલિંગ શિલ્પકળામાં ખૂબ પ્રગતિ કરી ચૂકયું હતું. ભુવનેશ્વરની પાસે ખંડગિરિ, ઉદયગિરિ, નીલગિરિ નામના અભ્યાધિક ઉંચા પહાડે છે. આ પહાડોમાં જૂના સમયમાં કોતરાવેલી ઘણી ગુફાઓ છે. સામાન્ય રીતે ઉદયગિરિમાં ૪૮, ખંડગિરિમાં ૧૯ તથા નીલગિરિમાં ૩ ગુફાઓ છે. એ સ્થાન ઘણા નિર્જન પ્રદેશમાં આવેલું હોવાથી ત્યાંની શાંતિ પણ અહેનિશ એક સરખી જ રહે છે. પહાડોની શોભા અને આજુબાજુના મનરમ અરણ્યની અસર કોઈ પણ માનવ-હૃદય ઉપર થયા વિના ન રહે. તોષાલી નગરીની પાસે જ આ ગુફાઓ આવેલી હોવાથી પૂર્વકાળમાં રાજ્ય તરફથી રક્ષા પામેલા ઘણું સાધુ મુનિઓ આ ગુફાઓમાં વસતા હોવા જોઈએ. એમની ખાતર જ આ ગુફાઓ કે તરાવી કાઢી હોય એ પણ બનવાજોગ છે. એમ કહેવાય છે કે મહારાજા ખારવેલે, જીવનના છેલ્લા દિવસે ધર્મધ્યાનમાં વીતાવવા આ ગુફાને જ આશ્રય લીધો હતો. એ પહેલાં ખારવેલ વખતોવખત શ્રમણનાં દર્શન તેમ જ ઉપદેશશ્રવણ માટે આ ગુફાઓમાં આવતો.
રાણું હંસપુરની ગુફા બહુ મોટી તથા ઘણું કળાયુક્ત ગણાય છે. ખારવેલની કળાભક્તિની એમાં ખુલ્લી અસર દેખાય છે. એ સિવાય ગણેશ ગુફા, અલકાપુરી ગુફા, સ્વર્ગપુરી ગુફા, પાતાલપુરી ગુફા, મંચપુરી ગુફા, વ્યાઘગુફા, સર્પગુફા, જયવિજય ગુફા, હાથીગુફા વિગેરે પણ પ્રસિદ્ધ છે. ખંડગિરિની ગુફાઓમાં, તત્વ ગુફા, નવમુનિ ગુફા, બડભુજ ગુફા, લલાટેન્દુ ગુફા મુખ્ય છે. કલિંગમાં જે વખતે જૈનશાસનને પ્રભાવ હતો તે વખતે ઉપરોક્ત પૈકીની ઘણીખરી ગુફાઓ ખોદાઈ હશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૪ ].
કલિંગનું યુદ્ધ ચાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
મહારાજા ખારવેલના સમયમાં હાથી ગુફા, સ્વર્ગપુરી ગુફા, મંચપુરી ગુફા, સર્પ ગુફા, વ્યાધ્ર ગુફા, જળેશ્વર ગુફા, અને હરિદાસ ગુફાનું નિર્માણકાર્ય ચાલેલું હોવું જોઈએ. ખારવેલની પહેલાં પણું ઘણું ગુફાઓ હતી. નંદ-રાજાઓના સમય પહેલાં અહીં કેટલીક ગુફાઓ હોવાના પુરાવા મળે છે. નંદ સમય પહેલાની એક જૈન ગુફામાં કેટલાક મુનિઓ રહેતા. સામાન્ય રીતે એવું અનુમાન કાઢવામાં આવ્યું છે કે ઈ. સ. પૂર્વે ત્રીજા-ચોથા સિકામાં ખંડગિરિ તથા ઉદયગિરિની ગુફાઓથી આરંભ થયો હશે. ઇ. સ. પૂર્વેના પહેલા-બીજા સૈકામાં આવી શરૂઆત થઈ હોય એમ પણ કેટલાકે માને છે.
પાછળના કેસરી રાજાઓએ થેડી ગુફાઓ છેદાવી છે, પણ ભુવનેશ્વર અને કેષાર્કના જેવી સુક્ષ્મ કળા એમાં ઊતરી શકી નથી. એટલું છતાં આ બધી ગુફાઓનું અવલોકન કરવાથી, કલિંગને ગળથુથીમાંથી જ શિલ્પકૌશલ્ય મળ્યું હોય એવી પ્રતીતિ જન્મ છે. કૂશળ કારીગરેએ સર્જેલી આકૃતિઓ, માનવ હૃદયના સુંદર સૂક્ષ્મ ભાવ પ્રકટ કરે છે. આશા, નિરાશા, આવેગ, ઉત્સાહ અને ધ્યાનપરાયણતા જેવા દૈવી ભાવોને પણ આ કારીગરોએ સ્થાયી આકાર આપવામાં અજબ સફળતા બતાવી આપી છે. પશુસૃષ્ટિ તેમ જ વનસ્પતિની લીલાને પણ એમણે અવગણું નથી. આત્માને સ્વાભાવિક ઉલ્લાસ અને જીવમાત્ર પ્રત્યેની સહાનુભૂતિ અહીં આકૃતિઓમાં તરવરે છે.
બહુ પ્રાચીન સમયના જીવનનાં પ્રતિબિંબ પણ આ ગુફાઓના શિપમાં મૂર્તિમાન બન્યાં છે. આજના વસ્ત્ર-પરિધાનમાં અને જૂના કાળના વસ્ત્રવિન્યાસમાં બહુ લાંબો ફરક નથી જણાતું. એ વખતે પણ પુરૂષો ઘુંટણ સુધીની છેતી અને સ્ત્રીઓ પાતળી સાડીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
દેશસ્થિતિ
[ ૧૧૫]
પહેરતી. અલંકારના વિષયમાં કેટલું મોટું પરિવર્તન થયું છે તેની તુલના કરવામાં કેટલીક મૂર્તિઓ મદદ કરે છે. ધર્મજીવનના તેમજ રેજના વ્યવહારજીવનનાં ઘણું દશ્ય અહીં અંકાયેલાં છે. ભક્તજનના નૃત્ય-કીર્તન તથા ધ્યાન-સમાધિ સાથે મોટા વરઘોડાએના દેખા પણ અહીં રેખાઓની અંદર ઊતર્યા છે.
ઉદયગિરિની રાણી હંસપુરવાળી ગુફામાં બીજા તીર્થકરોની જીવનધટનાઓ સાથે ભગવાન પાર્શ્વનાથના કેટલાક જીવનપ્રસંગો આલેખાયા છે. ગણેશગુફા પણ મોટે ભાગે જૈન ઘટનાઓથી ભરપૂર છે.
બાબુ મનમેહન ગાંગુલી નામના એક વિદ્વાને આ બધા ! પ્રાચીન અવશેષ-ગુફાઓ વિગેરેના સંબંધમાં એક સરસ પુસ્તક લખ્યું છે. એમણે ગુફાના આકાર વર્ણવવા ઉપરાંત કઈ કઈ ગુફામાં કેટલી ઊંચી મૂર્તિઓ આવેલી છે અને તે કેની કોની હવા ગ્ય છે તે વિગતવાર સમજાવ્યું છે. મુનિશ્રી જિનવિજયજીએ પિતાના પ્રાચીન જૈન લેખ સંગ્રહના પ્રથમ ભાગમાં એનું અવતરણ આપેલું હોવાથી એ વિષે અહીં પુનરૂક્તિ કરવાનું યોગ્ય નથી ધાર્યું. ઉદયગિરિનું મૂળ નામ કુમારપર્વત હોય અને ખંડગિરિનું નામ કુમારી પર્વત હોય એમ પણ એક વિદ્વાને પુરવાર કર્યું છે. ૧ભા-૧૧મા સૈકા સુધી આ બને પર્વતે કુમાર-કુમારી પર્વતના નામે જ ઓળખાતા. ખારવેલે શ્રમણની જે પરિષદ્ ભર્યાનું કહેવાય છે તે આ ખંડગિરિ જ હો જોઈએ.
ભુવનેશ્વરની દક્ષિણે, દયા નદીને કિનારા ઉપર ધૌલી ગિરિ આવેલ છે. કલિંગની પ્રાચીન રાજધાની તેષાલીને અપભ્રંશ ધૌલીરૂપમાં પરિણત થયો હોય એવું કેટલાક વિદ્વાનોએ અનુમાન ઉપજાવ્યું છે. તેષાલી ઈતિહાસપ્રસિદ્ધ છે. તોષાલીપુત્રના નામથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૬ ]
કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
એાળખાતા એક જૈન તપસ્વીને વૃત્તાંત પણ જૈન સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. આ ધૌલી પર્વતમાં નાની નાની ઘણી ગુફાઓ છે. એને ત્રણ શિખરે હોવાથી તરશિંગડે પણ કહી શકાય. એના અશ્વત્થામા શિખર ઉપર સમ્રાટ અશોકનો એક શિલાથંભ છે. એમાં એણે ધમીનુશાસન સંબંધી વિગત આપી છે. કલિંગના નિવાસીઓને ઉદ્દેશીને સમ્રાટ અશોકને જે કંઈ કહેવાનું હતું તે તેણે આ સ્થંભમાં કહી નાખ્યું છે. બીજા પણ અનેક પ્રાચીન áસાવશેષો અહીં પ્રાપ્ત થાય છે.
વાણિજ્ય-વેપાર, એ સભ્યતાનું અનિવાર્ય લક્ષણ છે. ધીમે ધીમે વાણિજ્ય પણ એક કળા-ઉદ્યોગ બને છે. કલિંગ, વ્યાપારકળામાં બહુ જૂના વખતથી વિખ્યાત છે. કલિંગના વેપારીઓ, સ્થળમાર્ગે દૂર દૂર દેશમાં પહોંચી જતા એટલું જ નહીં પણ, સમુદ્રમાર્ગે વ્યાપાર ખેડવામાં તેઓ બીજી બધી પ્રાંતપ્રજાઓ કરતાં આગળ હતા. એમ કહેવાય છે કે સૌ પહેલાં ભારતવર્ષમાં કલિંગે જ સમુદ્રમાર્ગનું સાહસ ખેડ્યું હતું. એક તો વેપાર કરવો, અને તે પણ અતિ દૂરના અજાણ્યા ટાપુઓમાં-દરિયાના જોખમે ખેડીને વેપારી સાખ મેળવવી એ પૂરી બુદ્ધિમત્તા, નમ્રતા અને સવીયતા સિવાય બની શકે નહીં. કલિંગના કિનારે હંમેશા સાગરના મેજા અથડાય છે. કલિંગવાસીઓએ આ સાગરને તીરે આવી, દૂર દૂર દષ્ટિ કરી, દિગંતમાં વસતા પરદેશી માનવબંધુઓના સંબંધમાં કેણ જાણે કેવી ય કલ્પનાઓ કરી હશે ! સાગરના ઘૂઘવતા તરંગોએ એમના અંતરમાં કેટલી ય આશાઓ અને આકાંક્ષાઓ સંચારી હશે ! આખરે બે માનવસંધને વિખૂટા પાડતા સાગરજળના અંતરાય કલિંગે સાંધી દીધા. જાવાસુમાત્રા અને લંકાના ટાપુઓ સાથે એમણે સંબંધ બાંધ્યા. કલિંગના સાહસી વેપારીઓને સાર સાગર, પણ એક મિત્ર બની રહ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
દેશસ્થિતિ
( ૧૧૭]
નંદ રાજાઓના યુગમાં તેમજ કેસરી વંશના સમયમાં કલિંગ પિતાના સામુદ્રિક વાણિજ્ય માટે પંકાયેલું છે. ઈ. સ. ના આરંભ પહેલાની બીજી–ત્રીજી સદીના કેટલાંક અનુશાસન ઉપરથી, કલિંગના રાજકુંવરેને માટે સમુદ્રયાત્રા અને વાણિજ્ય વિગેરે શિક્ષણના ખાસ અંગે હોય એમ લાગે છે. મતલબ કે સાગરના સામા કિનારે પહોંચવું, વહાણવટુ કેળવવું એ રાજાથી રંક સુધીના દરેક કલિંગવાસીને માટે અત્યાવશ્યક ગણતું.
મેગસ્થનીએ, પોતાના ભારતીય વૃત્તાંતમાં એક સ્થળે કહ્યું છે કે તામ્રપણું-ટલે કે લંકા અને કલિંગ વચ્ચે હાથીઓનો ખૂબ વેપાર ચાલતે. કલિંગમાં પણ હાથીએ તે પુષ્કળ હતા, પણ લંકાના હાથીઓ જેટલા એ બળશાળી મહેતા ગણાતા. કલિંગના રાજાઓ, લંકાને હાથીઓ પોતાના લશ્કરમાં રાખતા અને એને યુદ્ધની તાલીમ પણ આપતા. આવા મોટા પ્રાણીઓને લંકા જેવા દુરના ટાપુમાંથી, દરિયામાગું-વહાણમાં પિતાના વતનમાં ઉતારવા અર્થે કલિંગવાસીઓએ, આજથી બે-અઢી હજાર વર્ષ પહેલાં કેવાં જબર વહાણે બનાવ્યાં હશે? આવાં મેટાં વહાણેને એ લોકો હાથી–જહાજ કહેતા. જરૂર પડે તો એમાં બીજી વેપારની વસ્તુઓ પણ તેઓ લાવતા–લઈ જતા.
મહારાજા ખારવેલે, એક પાંડ્ય રાજા પાસેથી ઘણું હાથીજહાજ લડાઈમાં પડાવી લીધા હતા. આ હાથી-જહાજ ઘણું જ અદ્ભૂત હેવાનું કહેવાય છે. ઈ. સ. પૂર્વેની ચોથી સદીમાં જે આવા જંગી જહાજ બની શકતાં હોય તે એ પહેલાં નાનાં-નાનાં વહાણની સહાયથી એ કલિંગવાસીઓ પરદેશ પહોંચી જતા હોય એવું અનુમાન સહેજે નીકળી શકે. એટલે કે ઈ. સ. ના પ્રારંભ પહેલાં સાતમ-આઠમી સદીમાં કલિંગે દરિયો ખેડવાનો આરંભ
કરેલો હોવો જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૮ ].
કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
જે પ્રજા દરિયે ખેડે તેની પાસે વાણિજ્યની વસ્તુઓ પણ ભેડાઘણું પ્રમાણમાં જરૂર હોય. દેશની જરૂરિયાતોને પહોંચી વળવા ઉપરાંત જે વરતુઓ વધે તેને જ નીકાશ પરદેશમાં થાય એવું પ્રથમ આપણે ત્યાં ધોરણ હતું. વળી, હલકી વસ્તુઓ હોય તે બહારના બજારમાં એને સારે ભાવ ન નીપજે. એ ઉપરથી કલિંગમાં પુષ્કળ વેપારની વસ્તુઓ ઘણા સારા સ્વરૂપમાં પેદા થતી હોવી જોઈએ. આ વસ્તુઓના પ્રકાર હજી સુધી નિશ્ચિત થઈ શકયા નથી. સામાન્યતઃ કલિંગમાં વસ્ત્રો મોટા પ્રમાણમાં અને સુંદર બનતાં હોવાં જોઈએ. હીરા, સુવર્ણ, લોઢું આદિ ખનિજ પદાર્થો પણ કલિંગમાં મળી આવતાં હશે.
રેશમી વસ્ત્રને સંસ્કૃતમાં “ચીનાંશુક કહેવામાં આવે છે, કારણ કે પ્રથમ રેશમ ચીનમાંથી જ આવેલું. એ પ્રમાણે આંધ્રમાં વસ્ત્ર “કલિંગ” ના નામથી ઓળખાતું. કલિંગનો બીજો અર્થ આંધ્રમાં વસ્ત્ર થતા. આંધ્રનું હાથકંતામણ તથા વણાટ બહુ સૂક્ષ્મ ગણાય છે. એ વિદ્યા મૂળ તો કલિંગમાંથી જ આંધ્રમાં ગઈ હશે. કલિંગના રાજાએ પોતાના દેશમાં બનેલાં વર, બીજા મિત્ર-રાજાઓને ઉપહાર બદલ મોકલતા. એક કલિંગરાજે, અાધ્યાના રાજદરબારમાં આવું એક વસ્ત્ર મેકલેલું.
કલિંગના સૂક્ષ્મ વસ્ત્ર વિષે એક એવી લોકકથા ચાલે છે કે એક પુરોહિત, બહુ જ પાતળું વસ્ત્ર પહેરીને રાજસભામાં આવ્યો. રાજાએ એ વસ્ત્રને સભ્યતાવિરુદ્ધ ગણું પુરોહિતને સભામાંથી પાછા ઘેર મોકલ્યો. એ પછી જ્યારે જાડું વસ્ત્ર પહેરીને આવ્યો ત્યારે એને એગ્ય સ્થાન મળ્યું. કલિંગમાં બહુ જૂના સમયમાં રૂ કાંતવાની તથા વણવાની વિદ્યા-કળા કેટલી પરાકાષ્ઠાએ પહોંચી હશે?
કલિંગના વેપારી મહાજનોએ દૂરના ટાપુઓમાં પિતાનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
દેશસ્થિતિ
[ ૧૧૯ ]
સરથાને પણ જમાવ્યાં હતાં, જે જાવાને માટે પહેલાં એમ કહેવાતું કે જાવા ગયેલા નર પેઢી–દર પેઢી ખાય છતાં ન ખૂટે એવું ધન મેળવી આવતા તે દેશમાં સંસ્થાન વસાવવાનુ પહેલવહેલુ માન કલિંગને ખાતે જાય છે. ઇ. સ. પૂર્વે લગભગ ૭૫ વર્ષે, જાવામાં આવું આ સંસ્થાન વસ્યું હતું અને ઘણા સૈકાઓ સુધી કલિ’ગીઓએ સુખ તથા સહિસલામતી સાથે હિ ંદને વેપારી સંબંધ ચાલુ રાખ્યા હતા.
આ સસ્થાના અને પાશ્ચાત્ય સસ્થાના વચ્ચે એક મેટા ભેદ રહેલા છે. આર્યોએ કોઇ દિવસે મૂળ-આદિ નિવાસી પ્રજાને કચડી નાખી નથી–પાશ્ચાત્ય પ્રજાની જેમ એનું અસ્તિત્વ ભુંસી નાખ્યું નથી. આર્યાં પેાતાના સંસ્થાનામાં મૂળ પ્રજા સાથે હળીમળાને રહ્યા છે. ધીમે ધીમે આર્યાંની સભ્યતા અને સંસ્કારિતાની એવી સરસ છાપ પડતી કે ટાપુવાસીએ આર્યને દેવદૂત જેવા માનવા પ્રેરાતા. જાવામાં કલિ ગવાસીઓએ મૂળ પ્રજાનાં મન જીતી લીધાં. આર્યાંના સંસ્થાનની સ્મૃતિ જાળવી રાખવા જાવામાં એક નવા જ સંવત ચાલુ કર્યાંની હકીકત મળે છે. આ દેવ-દેવીઓનાં દિશ આજે પણ જાવામાં હૈયાત છે. એમની ભાષામાં પણ આય ભાષાના સંસ્કારા એવી રીતે વણાઇ ગયા છે કે એમને છૂટા પાડવાતુ લગભગ અશકય બન્યુ છે. આજે પણ જાવામાં, ધાર્મિક ક્રિયાકાંડની ભાષામાં સસ્કૃતે મહત્ત્વનું સ્થાન લીધું છે.
કલિંગને પગલે ગુજરાતના વેપારીએ જાવામાં દાખલ થયા અને તેમણે પણ ત્યાં પોતાનાં સંસ્થાન ઊભા કરી દીધા. એ પછી બીજી પ્રાંત પ્રજાએ જાવામાં આવી. હિંદીઓને આળખવા માટે એ વખતે “ કલિંગ એ એક જ શબ્દ છૂટથી વપરાતા. એ ઉપરથી કલિંગના સરકારે કેટલા ઊંડા મૂળ નાખ્યા હશે તેની કલ્પના થઇ શકશે.
99
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૦ ]
કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
ચીની મુસાફર ફાહિયાન ઇ. સ. ના ચોથા સૈકામાં કલિંગના મુખ્ય બંદર તામ્રલિપ્તથી નીકળી દરિયાઈ રસ્તે લંકા ગયો હતો. લંકાથી તે જોવા અને જાવાથી બાલીને ટાપુઓમાં થઈ તે પાછો ચીન પહોંચ્યું હતું. એ લખે છે કે દરિયાઈ મુસાફરીમાં કલિંગના જહાજે જ મુખ્યત્વે કામ આવે છે. બધા જહાજોમાં બ્રાહ્મણ-સુકાનીઓ હોય છે. જાવાને પણ એણે તે હિંદુઓનું વસ્તીસ્થાન લેપ્યું છે.
જાવાની જેમ બાલીના ટાપુઓમાં કલિંગવાસીઓએ પોતાનાં થાણાં થાપી દીધાં હતાં. બાલીમાંથી કેટલાંક સંસ્કૃત પુસ્તકે મળી આવ્યાં છે. લો. ટીળકને, ત્યાંથી એક ભગવદ્ગીતા મળી આવી હતી અને તે વિષે એમણે એક આલોચના પણ લખી હતી. બાલીમાં ચાતુર્વણ્યની વ્યવસ્થાપદ્ધતિ હજી પણ પ્રચલિત છે. આર્યો સાથેના ગાઢ નિવાસ અને સંપર્કની એ અચૂક સાબિતીઓ પુરી પાડે છે. અહીં પણ હિંદીઓ કલિંગીના નામથી ઓળખાય છે.
જાવા અને બાલીની જેમ સુમાત્રા, સિંગાપુર, માલકસ, પિગુ તથા કંડીયા વિગેરેમાં કલિંગવાસીઓએ આર્યસંસ્થાને વસાવ્યાં હતાં. બર્મામાં પણ અશકના શાસનકાળ પહેલાં કલિંગના મહાજને પ્રવેશ કરી ચૂકયા હતા. વેપારીઓએ જે ચીલો પાડ્યો હતો તે જ ચીલે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચારકો બર્મામાં મોકલ્યા હતા.
બર્મામાં, પ્રેમ નજીકના થારાક્ષેત્રમાં, કલિંગનું એક જબ્બર સંસ્થાન હતું. પહેલાં વેપાર અને પછી વાવટો એવી મતલબની અંગ્રેજીમાં એક કહેવત છે. અર્થાત કોઈપણ દેશમાં રાજસત્તા જમાવવી હોય તે પહેલાં વેપારીઓને મેકલવા–એમને પગલે પગલે ધર્મોપદેશકોને જવા દેવા અને વેપાર તથા ધર્મના રક્ષણ માટે સૈન્યની સ્થાપના કરી, રાજસત્તાનો વાવટો ફરકાવી દેવો. કલિંગShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
દેશસ્થિતિ
[ ૧૨૧ ]
વાસીએ જાણ્યે-અજાણ્યે એ જ સૂત્રને અનુસર્યાં હેાય એમ બાઁના ઇતિહાસનું એક પ્રકરણ ઉચ્ચારે છે.
થારાક્ષેત્રમાં-કલિંગવાસીએના સંસ્થાનમાં એમની વેપારી લાગવગ એટલી બધી જામી ગઇ કે પ્રેામનું રાજસિંહાસન પણ કલિંગવાસીઓએ હસ્તગત કરી લીધું-કલિંગને વાવટા અર્મીમાં, લેાહીનુ ટીપુ પાડ્યા વિના ફરકતા કરી દીધા. ધણા લાંબા વખત સુધી આ રાજસત્તા કલિંગના હાથમાં રહી શકી હતી. મેટન કિંવા સહમ નગરમાં પણ કલિંગની ધર્મ સંસ્કૃતિની બહુ ઊંડી છાપ પડી હતી. વેપારની સાથે સભ્યતા અને રાજપ્રકરણી કુશલતાનાં ખીજ પણ કલિ ગવાસીઓએ અતિ દૂરના દેશામાં વાવ્યાં હતાં એમ આ બધી ઘટના ઉપરથી કૂલિત થાય છે. પેડુમાંથી મળી આવતા પ્રાચીન સીક્કાએ આ સંસ્કૃતિના વિકાસ અને વિસ્તારની સાક્ષી પૂરે છે. ચીન અને જાપાનની ભૂમિ પણ આ કલિંગવાસીએથી અજાણી ન્હાતી રહી.
એ તા થઇ પૂર્વ પ્રદેશાની વાત. પશ્ચિમ-સાગરનાં પાણી પણ કલિંગના જહાજોએ ખળભળાવ્યાં હતાં. સ્વ. ભંડારકર એક ઠેકાણે કહે છે કે આરખી સમુદ્ર માના વેપારી અંદર કલિંગે હાથ કર્યાં હતાં. કકિંગવાસીએ આરબી સમુદ્ર વીંધી આફ્રિકા અને ભાડાગાસ્કર જેવા વિકટ ટાપુએસમાં પણ પહાંચી ગયા હતા, જે પ્રજાઆટલી ક્રૂત્તેહમંદીથી આવે સમૃધ્ વેપાર ચલાવી શકતી હૈાય તે કેટલી સાહસિક અને બળવાન હાવી જોઇએ તેમ જ વેપારની કેટલી અધી સામગ્રીએ ધરાવતી હાવી જોઇએ તે સમજાવવાની જરૂર નથી. લિગના વેપારને સરક્ષવા તથા ઉત્તેજવા લિગના રાજ વીએ હુ'મેશા ઉત્સુક રહ્યા છે. કલિંગના કાઇ વેપારીને પરદેશમાં પજવણી થાય કે તરત જ કલિગના રાજવીતું રક્ત ઉકળી આવતું. મહારાજા ખારવેલના જીવનમાં, એક-બે વાર, વેપાર અને વેપારીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
( ૧૨૨]
કલિંગનું યુદ્ધ યાને મહામેધવાહન મહારાજ ખારવેલ
ખાતર લડવાના પ્રસંગે આવેલા. કલિંગના વેપારીને ક્યાંઈ પણ, કોઈ પ્રકારની નકામી કનગડત ન થવી જોઈએ, એમ કલિંગનરેશ માનતા.
કલિંગના, એ વખતના, ક્યા ક્યા બંદરે વેપારી જહાજોના મથકે હતાં તે વિષે પૂરી હકીકત મળી શકતી નથી. સામાન્યતઃ મછલીપટન, અને કણકનગર એ બે મુખ્ય બંદરેએ ખૂબ નામના મેળવેલી હશે. ગ્રીક લેખક ટેલેમીએ જે ભૌગોલિક વિગત આપી છે તેમાંથી વિદ્વાનોએ એ પ્રકારનું અનુમાન કાઢયુ છે. બમના વેપારીઓએ હિંદના બંદર તરિકે ઘણીવાર એડજિટાનું નામ વાપર્યું છે, પણ એનું અસલ સ્થાન નિશ્ચિત થઈ શકયું નથી. એ સિવાય, કલિંગ પત્તન, ચિલ્કાપુરી, ચિત્રાત્પલા-ચરિત્ર બંદર, હરીશપુર, સુવર્ણરેખા, હિજિલી, તામ્રલિપ્ત વિગેરે કલિંગના બંદરે તે જગજાહેર જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
( ૧૯) ધર્મ અને સંસ્કૃતિ
ધર્માંના કલેશ-કંકાસ, સંસ્કૃતિનાં ધણા ભારતવર્ષના ઇતિહાસમાં તે। બહુ પાછળની પેદાશ છે. પરપરિવરધી જેવા લાગતા ખે ધર્માંની મૈત્રી, આય તેમજ શ્રમણ સ'સ્કૃતિના સનાતન અને પ્રધાન સૂર છે. ધર્મ અને સસ્કૃતિ પ્રકાશપુંજો છેઃ પ્રકાશની રેખાએમાં અથડામણ કે વિરોધ કાષ્ટ દિવસ સંભવે ?
કલિંગમાં–કલિંગના પ્રાચીન ઇતિહાસમાં એક સાથે અનેક ધર્મો ઉદ્ભવતા અને પાંગરતા દેખાય છે. એક તરફ વૈદિકા, ખીજી તરફ બૌદ્ધો, ત્રીજી તરફ્ નૈના તો ચોથી તરફ્ આછિવા પેાતાની માનીનતાના આલાપો જાણે કે છેડી રહ્યા છે ! પાસે-પાસે વસવા છતાં કયાં કલેશ–કકાસ કે કડવાસ નથી. ભિન્નતા છે પણ ભેદની ગગનસ્પર્શી દીવાલે ત્યાં નથી. વિરોધ છે . પણ સમન્વયના સાગરમાં એ ભળી જતા દેખાય છે. એ ધર્માં પડખે પડખે પાંગરે એટલે વિપ્લવ કે બળવા થયા વિના ન રહે એમ જે માનતા હાય તેમને પ્રાચીન કલિંગના ધર્મ તથા સંસ્કૃતિ સંબધી ઇતિહાસ નવુ' આંજણ આંજે છે, રાજ્યાશ્રિત ધર્મોની વિવિધતા છતાં ધર્માં ચા કે ધર્મોનુયાયીઓ વચ્ચે કાંઇ ધમાલ થઈ હોય એવુ એકે ચિન્હ પ્રાચીન કલિંગના ઇતિહાસમાંથી નથી મળતું. સખળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૪ ]
કલિંગનું યુદ્ધ યાને મહામે વાહન મહારાજ ખારવેલ.
ધર્મસંપ્રદાયે દુર્બળ સંપ્રદાય ઉપર જેમ આક્રમણ નથી કર્યું તેમ વિલુપ્ત થતા કોઈ સંપ્રદાયે બીજા સંપ્રદાયને શાપ પણ નથી આપ્યા. કેટલાય મતે ઉત્પન્ન થઈ પિતાનું કાર્ય સમાપ્ત થયે પાછા વિદાય થઈ ગયા છે. ઉત્પન્ન થતા, ટકતા અને વિદાય લેતા વિવિધ સંપ્રદાયો કાળની પીઠ ઉપર નાચતા જતા નાવડા જેવા રમણીય અને બોધક લાગે છે.
કલિંગમાં આર્યો આવ્યા અને સંસ્થાનો સ્થાપ્યાં ત્યારે પાડેથી પ્રાંત પ્રજાઓએ-ખાસ કરીને બ્રાહ્મણએ આ નિવાસીઓને અસભ્ય માનવાની આહલેક પકારી. પણ કલિગે જેવું પિતાનું પાણી બતાવ્યું કે તરત જ કલિંગ-ઉત્કલને એ જ બ્રાહ્મણોએ સભ્યતાની પંક્તિમાં મૂકી દીધું. એક વખતની અનાર્ય કે અસભ્ય પ્રજા હંમેશા અનાર્ય થા અસભ્ય જ રહેવી જોઈએ એવું એ વખતે ધેરણ નહોતું. કલિંગની એક વખતે અસભ્ય-અસંસ્કારી ગણાતી પ્રજાએ પોતાનાં બળપરાક્રમવડે વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું. આર્ય પ્રદેશની સીમા બ્રાહ્મણધુરંધરને વિસ્તારવી પડી. વખત જતાં કલિંગમાં અનેક મંદિરે અને તીર્થો ઊગી નીકળ્યાં. વિદ્યા-કળાની ચર્ચાનું એ એક મહાધામ બન્યું. કલિંગની ગણતરી, પછી તે, પુણ્યપ્રદેશમાં થવા લાગી.
નંદ રાજાઓના શાસનકાળમાં-ઇ. સ. પૂર્વેના પાંચમા - છઠ્ઠા સંકામાં બ્રાહ્મણધર્મ અને જૈન ધર્મના બે મહાન પ્રવાહ કલિંગની ભૂમિને તરબોળ કરતા વહી નીકળ્યા. નંદ રાજાએ પોતે બને ધર્મોને સારે જેવો આશ્રય આપતા. એક નંદ રાજા કલિંગમાંથી જિનદેવની મૂર્તિ ઉપાડી ગએલા એ વાત પૂર્વે કહેવાઈ છે. નંદ પહેલાં કલિંગમાં જેને સંસ્કૃતિના વટવૃક્ષની અનેક શાખાઓ પલ્લવિત બની ચૂકી હતી.
આ જૈન ધર્મનું મૂળ સ્વરૂપ કેવું હતું ? પંડિત ગંગાધર સામંતશમાં “પ્રાચીન કલિંગ” માં લખે છે કે “કલિંગમાં ભગવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને સંસ્કૃતિ
[ ૧૨૫ ]
મહાવીરનું નહી, પણ પાર્શ્વનાથ પ્રભુનું ધર્મશાસન પ્રવર્તતું હતું.” ભવદેવસૂરિન પાર્શ્વનાથ ચરિત્ર ઉપરથી એમણે એવું અનુમાન કાઢ્યું છે કે “પાર્શ્વનાથ જ્યારે યુવાવસ્થામાં હતા અને કન્નોજના રાજાની કુંવરી-પદ્માવતીનું પાણિગ્રહણ કરવા ગયા ત્યારે કલિંગના એ સમયના એક રાજાએ કનેજ ઉપર આક્રમણ કરેલું. એને હેતુ પદ્માવતીનું હરણ કરી જવાને હતો. પણ પાર્શ્વનાથે યુદ્ધમાં કલિંગના નરેશને હરાવ્યું, પ્રભાવતીને પોતે પરણ્યા. ત્યારબાદ એમણે જ્યારે ધર્મચક્ર પ્રવર્તાવ્યું ત્યારે કલિંગમાં એમનો ખૂબ પ્રભાવ પડ્યો હતો. ઉદયગિરિમા-રાણ હંસપુર ગુફામાં પાર્શ્વનાથના જીવનચરિત્રની સંપૂર્ણ ઘટનાઓનું આલેખન છે તેમ ગણેશગુફામાં પણ છૂટક છૂટક જીવનઘટનાએ અંકાઈ છે તે ઉપરથી ભગવાન પાર્શ્વનાથના શાસનના મુનિઓએ કલિંગમાં જૈન ધર્મપ્રચારનું પુષ્કળ કાર્ય કરેલું હોવું જોઈએ. એ મુનિઓએ રાજધાની પાસે ખંડગિરિમાં એક પીઠ સ્થાપી હતી. આજે પણ એ પીઠ હૈયાત છે. ખંડગિરિમાં પાર્શ્વનાથની પ્રતિમા આજે પણ પૂજાય છે. દર વર્ષે માધ મહિનાની સાતમે ખંડગિરિમાં એક મોટે મેળો ભરાય છે. ઘણા માણસો ઉત્સાહપૂર્વક આ મેળામાં ભાગ લે છે.” કલિંગના ધર્મ તેમ જ સંસ્કાર ઉપર શ્રી પાર્શ્વ પ્રભુના ઉપદેશ તથા પ્રચારની સુરેખ છાપ દેખાય છે. મુનિસંધની બે શાખાઓ-તાગ્રલિસિકા અને પોંડ વર્ષનીયાની સાથે શ્રી પાર્શ્વનાથના શિષ્યોના પ્રચારકાર્યને વિશિષ્ટ સંબંધ હોય એમ પણ તેઓ માને છે.
અશોકના હાથમાં કલિંગની રાજસત્તા આવી તેની સાથે કલિંગમાં બોદ્ધ ધર્મના બીજ વવાયાં. એ પહેલાં કલિંગમાં બૌદ્ધ ધર્મનું કયાં નામનિશાન સરખું પણ નથી જણાયું. ઘણું કરીને બૌદ્ધ ધર્મ, અશક પહેલાં, બુદ્ધદેવના જન્મસ્થાન કપિલવસ્તુ અને તેની આસપાસના પ્રદેશમાં સીમાબહ બનીને રહ્યો હો. કલિંગના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
( ૧૨૬ ].
કલિંગનું યુદ્ધ યાને મહામેધવાહન મહારાજ ખારવેલ.
યુદ્ધ પછી કલિંગમાં બૌદ્ધ ધર્મને ખૂબ વેગ મળી ગયા.
ખંડગિરિ તથા ઉદયગિરિની જૈન ગુફાઓના અનુકરણમાં અશોકે કટક જિલ્લાના આસિયા પહાડ તથા બાલેશ્વર જીલ્લાના કુમારી પર્વતમાં બોદ્ધ ભિક્ષુઓના આશ્રય માટે ઘણીખરી ગુફાઓ બનાવરાવી. કલિંગની રાજધાની લેવાલી પાસે ધૌલીગિરિ તથા દક્ષિણ કલિંગની રાજધાની બૈગઢમાં અશકે અગીઆર આજ્ઞાઓ શિલાલિપિના આકારમાં કોતરાવી છે.
બૌદ્ધ ધર્મને જ્યારે રાજાશ્રય હતા અને એને પ્રતાપ ચડતા સૂર્યની જેમ તપી રહ્યો હતો ત્યારે પણ બૌદ્ધ ધર્મ અને શ્રમણ સંસ્કૃતિને કેઈની સાથે અથડામણ થઈ હેય એવી એક ઘટના નથી બની. મહારાજા અશોકના સમયમાં બૌદ્ધ ધર્મને જુવાળ હિંદની દશે દિશાઓમાં ફરી વળ્યું હતું, પરંતુ પ્રતિસ્પધી ધર્મ સંપ્રદાયોને એણે કંઈ હાનિ કરી હોય એમ નથી લાગતું. સંસ્કૃતિઓ જે શાંતિ, ઔદાર્ય અને જનકલ્યાણની ભાવનામાંથી પોતાનું પોષણ મેળવે છે તેને જ એ બધું આભારી છે એમ કહીએ તો ચાલે.
સમ્રાટ અશોકના અવસાન સાથે બૌદ્ધ ધર્મનું તેજ પણ ઝાંખુ પડતું જણાય છે. જાણે કે મૂળ પ્રકાશ મળતા બંધ પડતો હેય અને પરાવલંબી નક્ષત્રો નિસ્તેજ બનતા હોય એવું દશ્ય ખડું થાય છે. અશોકના અવસાન પછી કલિંગમાં જૈન ધર્મને એક મહાન જ્યોતિર્ધર ખારવેલના રૂપમાં પ્રકટે છે. લાંબા અને ભયંકર દુકાળની અસરથી દુર્બળ બનેલા જૈન ધર્મને એથી નવું બળ મળે છે. કલિંગ જૈન શ્રમણનું એક પુનિત આરામધાન બને છે. ખારવેલ પિતે જીવનના છેલ્લા દિવસોમાં ઉદયગિરિના જૈન શ્રમણે પાસે રહેવા એક ગુફામાં આશ્રય લે છે. ખારવેલના અવસાન સાથે ચિત્ર વંશને અને જૈન શાસનને ઝળહળતો સૂર્ય અસ્તાચળે ઉતરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
ધમ અને સંસ્કૃતિ
[ ૧૨૭ ]
ચૈત્ર વંશને છેલ્લા રાજા–સુરથ, જૈન શ્રમણાના અનુરાગી રહ્યો હેય એમ નથી લાગતું. વૈદિક સ`સ્કૃતિના કરમાયેલા વૃક્ષમાં નવચેતન સ’ચરતું દેખાય છે. સુરથ ઘણું કરીને શાક્ત હતા.
ચૈત્ર વશની પછી આંધ્રાના અધિકાર જામ્યા. પણ આંધ્રાના સમયમાં બોદ્દો તથા જૈનેને કંઇ હેરાનગતી ભાગવવી પડી નથી . એ અને ધર્મીની જીવનશક્તિની કસાટી થઇ રહી હતી. રાજાશ્રયથી જ જીવતા રહેવાની એમનામાં ચેાગ્યતા હોત તે! બીજા ધર્માંની સાથે જૈન અને બૌદ્ધો પણુ કયારના યુ નામશેષ બની ગયા ાત. આંધ્રાના કાળમાં રાજાશ્રય ન મળ્યા છતાં જૈન અને બૌદ્દો પેાતાની પ્રાણશક્તિના બળે અસ્તિત્વ ટકાવી શકયા.
ૌદ્ધ ધર્મ આઠમા સૈકા સુધી કલિંગમાં રહી શકયો હોય એમ ઉત્કલ દેશના એક રાજાએ, ચીન–સમ્રાટને મેાકલેલા એક બૌદ્ધ ગ્રંથ ઉપરથી જણાય છે. ટકી રહેવા છતાં એના પગલાં તે મૃત્યુની દિશા ભણી જ વળતાં હતાં.
જૈન ધર્મની પણ એવી જ ક્ષીણુ અવસ્થા હતી. ચૈત્ર વશના અવસાન પછી એને કોઇ સ્થાયી રાજાશ્રય કે બીજો કાઈ આધાર મળી શકયો હેાય એમ નથી લાગતું, એટલુ છતાં ઇ.સ. ૧૨૦૦૧૩૦૦ સુધી જૈન ધર્મી, કલિંગના એક પ્રચલિત ધર્મ તરીકે પેાતાની નામના જાળવી શકયો હતા એવાં પ્રમાણેા મળે છે. રાજાશ્રય વિના આટલેા લાંખે। વખત એ ધમ નભી રહ્યો તે ઘણેખરે અશે કલિંગની સ્વાભાવિક વિચાર-સ્વતંત્રતાને અને ઉદારતાને આભારી છે. સ`ભવ છે કે ખીજા દેશ કે પ્રાંતમાં એ આટલી શાંતિ અને સ્વત ંત્રતાથી કદાચ ન જીવી શકયો હાત.
જૈન તેમજ બૌદ્ધ ધર્મ ઉપર છેલ્લા પ્રહાર ગુપ્ત-સમ્રાટા તર – કુથી પડ્યા. દીવેલ જેનુ' ખૂટી ગયું છે–વાટ જેની ખતમ થયું ગઈ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૮ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામેઘવાહન મહારાજા ખારવેલ
એવા દીપકને પવનની એક-બે ઝાપટો ઓલવી નાખે છે. બૌદ્ધ તેમજ જૈન ધર્મમાં વચ્ચે વચ્ચે સમર્થ પ્રભાવ અને તપસ્વીઓ નવું તેલ પુરતા રહ્યા, પરંતુ એનું મૂળ જેમ તે કે’ દિવસનું ક્ષીણ બન્યું હતું. બ્રાહ્મણ ધર્મના પ્રબળ મજામાં કલિંગના બૌદ્ધો તથા નો ઘસડાઈ ગયાઃ અથવા તે વૈદિક સંસ્કૃતિમાં શ્રમણ સંસ્કૃતિની સ્વતંત્ર ધારાઓ પણ સમાઈ ગઈ.
પુરીનું જગન્નાથ મંદિર, કલિંગની ત્રણે પ્રાચીન સંસ્કૃતિઓના સમુચ્ચયનું-સમન્વયનું સ્મારક બની ગયું છે. વૈદિક સંસ્કૃતિના અહીં ભેદભાવ નાશ પામ્યા છે. કેઈ કાઈ કહે છે કે જગન્નાથની પ્રતિમારૂપે વસ્તુતઃ બૌદ્ધ અથવા જૈન મૂર્તિઓ જ ત્યાં પૂજઈ રહી છે. એનો ઈતિહાસ પણ આજે ઉપલબ્ધ નથી. માળવાના ઈન્દ્રધુમ્ન નામના રાજાએ આ જગન્નાથની પ્રતિષ્ઠા કરી દેવાનું કહેવાય છે. પણ એ ઇન્દ્રદ્યુમ્ન કેણુ અને અહીં શા માટે આવ્યો તેનું સૂચન સરખું પણ ક્યાંય મળી શકતું નથી. બાકી જગન્નાથપુરીના મંદિરમાં વૈદિક તથા શ્રમણ સંસ્કૃતિના પ્રકટ-અપ્રકટ અનેક ચિન્હો હેવાનું અનેક અન્વેષકોએ જાહેર કર્યું છે. કલિંગના આજના અભાગ્યમાં જગન્નાથની એક માત્ર સૌભાગ્યરેખા ચમકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________ * શ્રી આત્માનંદ પ્રકાશ' માસિકે આ 6 inata વર્ષ નામ વર્ષ નાર 1-2 શ્રી નવતત્ત્વને સુંદર બાધ 19 શ્રી સુબોધ 3 શ્રી જીવવિચાર વૃત્તિ. 20 શ્રી સુમુખ તૃપકા 4 શ્રી જેનલમ" વિષયક પ્રશ્નોત્તર પ્રભાવકાની કથા શ્રી દંડક વિચાર વૃત્તિ 21-22 શ્રી આદર્શ જૈન સ્ત્રીરત્ના શ્રી નયમાર્ગદર્શક 23-24 શ્રી ધર્મ રત્ન પ્રકરણ 7 શ્રી મોક્ષપદ સોપાન 25-26 શ્રી જૈન નરરત્ન ભામાશા 8 શ્રી જેન તવસાર (સચિત્ર) - 9 શ્રી શ્રાવક ક૯પતરૂ 27-28 શ્રી સૂકતસાગર યાને માંડવ 10 શ્રી ધ્યાનવિચાર ગઢના મહામંત્રીશ્વર, 11 શ્રી જબુસ્વામી ચરિત્ર 29-30 શ્રી ધર્મપરીક્ષા 31-32 જૈન ધર્મ-વિજ્ઞાન અને તને 12 શ્રી જેનગ્રંથ ગાઈડ જ્ઞાનની દ્રષ્ટિએ | 13 શ્રી ચંપકમાળા ચરિત્ર 33-34 બહ્મચર્ય-ચારિત્ર પૂજાદિત્રય . 14 શ્રી અનુગદ્વાર સૂત્ર 15. શ્રી ગુરૂગુણુમાળા અને સમય- શત્રુંજય તીર્થના (વર્તમાન સાર પ્રકરણું ઉદ્ધારનું વર્ણન યાને કર્માશા 16 શ્રી જ્ઞાનામૃત કાવ્યકુ જ નવસ્મરણાદિ સ્તોત્રસન્દો.. 17 શ્રી દેવભક્તિમાળા 35-36 મહામેધવાહન જૈન રાતે 18 શ્રી ઉપદેશ સપ્તતિકા ખારવેલ યાને કલિંગનું યુ. | સંગ્રહ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com