________________
બહસતિમિત્રના જેવા જ રૂપ અને એવાજ ઘાટના મળે છે. બહસતિમિત્રના સિકકા, અગ્નિમિત્રના સિક્કા પહેલાના ગણાય છે. બહસતિમિત્રને સગપણુ–સંબંધ અહિછત્ર રાજાઓ સાથે હતો. આ અહિછત્ર બ્રાહ્મણ હતા એમ કેસમ-પાસાને શિલાલેખ સાબિત કરે છે. મેં પુષ્યમિત્ર (જે શુંગવંશને બ્રાહ્મણ હત) અને બહસપતિમિત્રને એક જ માન્યા છે. પુષ્ય નક્ષત્રને સ્વામી બૃહસ્પતિ છે. મારી આ માનીનતા યુરેપના કેટલાક આગળ પડતા ઐતિહાસિકોને રૂચી છે.
બહસ્પતિમિત્ર મગધને રાજા હતે એ તે નક્કી છે. આ નામ પંડિત ભગવાનલાલ ઈંદ્રજી વિગેરેએ બહપતિ સાસિન વાંચેલું. એ પણ એક નામ છે એમ એમને ન્હોતું સમજાયું.
જૈન ગ્રંથમાં લખ્યું છે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમચમાં જૈન સાધુઓ અને પંડિતની એક પરિષદુ મળી હતી અને જે જૈન આગમ (અંગ) વિચ્છિન્ન થઈ ગયા હતા તેને પુનરૂદ્ધાર કર્યો. આ ઉદ્ધાર ઘણાખરા જૈન મંજુર નથી રાખતા. આ શિલાલેખમાં લખ્યું છે કે મૌર્યકાલમાં વિચ્છિન્ન થયેલા અંગ સિકના ચોથા ભાગને ખારવેલે પુનરૂદ્ધાર કર્યો.
જેનોની તપશ્ચર્યા સંબંધી વાત પણ આ લેખમાં છે. જીવ અને દેહ સંબંધી જૈન વિજ્ઞાનની વાતને પણ એમાં ઉલ્લેખ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com