________________
(૧૪) દ્વાદશાંગીરક્ષક સમસ્ત ભારતવર્ષમાં, અને ભારતવર્ષથી પણ દૂર દૂર રહેલા જાવા-સુમાત્રા અને બાલી જેવા દ્વીપમાં કલિંગની યશગાથા જુદા જુદા સ્વરૂપે પ્રચાર પામી. કલિંગની હતાશ અને શ્રદ્ધાન્ય બનેલી પ્રજાના અંતરમાં ઉલ્લાસ, રસિકતા અને આત્મવિશ્વાસની તિ જગાવનાર મહારાજા ખારવેલની ખ્યાતિ હજારો સ્ત્રી-પુરૂષ અને બાળકની જીભ ઉપર રમી રહી. સંગઠિત કલિંગ, ધર્મપરાયણ કલિંગ, બ્રાહ્મણ અને શ્રમણોની લીલાભૂમિ કલિંગ, ઉત્સવ ઉલ્લાસની મૂર્તિ સમું કલિંગ, શૌર્યવીર્યમાં સમેવડીયા સાથે અહોનિશ સ્પર્ધા કરતું કલિંગ અને એ કલિંગના ઉદ્ધારક મહારાજા ખારવેલ જાણે કે પ્રાતઃસ્મરણીય તીર્થ અનેતારક જેવા વધ બની ગયા.
ચક્રવર્તીત્વના પ્રતીકસ્વરૂપે રાજસૂયયજ્ઞની પણ ખારવેલે પરવા ન કરી. હિંસાત્મક યજ્ઞ-યાગમાં એને મુદ્દલ શ્રદ્ધા ન હતી. પ્રથાની ખાતર પણ એમણે યજ્ઞવિધિને અંગીકાર નથી કર્યો.
પણ કલિંગની આણ વર્તાવીને પાછા ફરેલા મહારાજા ખારવેલ કમનસીબે વધુ લાંબુ આયુષ ભોગવી શક્યા નહીં. એક તે બાર બાર વરસના પ્રવાસે-સતત યુદ્ધ અને સંધીની ચિંતાએ એમના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com