________________
કરકં કલિંગેષ
[ ૧૦૫]
ત્કારિક પ્રભાવ હતો. કરકંડૂ રાજા થયે. બ્રાહ્મણોએ આની સામે વિરોધ તે કર્યો, પણ એમનું કંઈ બળ ન ચાલ્યું. કરકંડૂએ, રાજસત્તા પ્રાપ્ત કર્યા પછી ચંડાળાને પણ બ્રાહ્મણ બનાવ્યાની વાત એ કથામાં આવે છે.
કરકે અને ચંપાના સ્વામી દધિવાહન વચ્ચે પ્રસંગોપાત યુદ્ધની નોબત વાગી. કરસંડુ અને દધિવાહન રાજાનાં સૈન્ય લડવા માટે સામસામાં આવી ઊભાં રહ્યાં. અકસ્માત, સાધ્વીઓના સંધમાં શાંતિથી દિવસે વિતાવતી પદ્માવતીને એ વાતની જાણ થઈ. એણે આવીને આ યુદ્ધ અટકાવ્યું: કરકંડુ અને દધિવાહન વચ્ચે પિતા - પુત્રને સંબંધ છે એ વાત પણ સમજાવી.
કરકંડુને એક વાછરડો બહુ પ્રિય હતું. વાછરડાને ગાયનું બધું જ દૂધ પાઈ દેવાને અને મોટે થાય ત્યારે બીજી ગાયને દઈ એનું પણ દૂધ પાવાને એણે ગોવાળને હુકમ કલે. આટઆટલી કાળજી રાખવા છતાં એ વાછરડો, વૃદ્ધાવસ્થાના યોગે બહુ જ દુર્બળ બની ગએલો કરકંડુના જોવામાં આવ્યો. કરસંડુના અંતરક્ષોભમાં આ ઘટના એક નિમિત્તરૂપ બની. પદાર્થ માત્રનું અનિત્યત્વ અને ક્ષણભંગુરપણું એને સમજાયું. એ પછી, એણે પણ કોઈના ઉપદેશ કે આગ્રહ વિના વૈરાગ્ય અને સંસારત્યાગને રાહ સ્વીકાર્યો.
એક રાષ્ટ્રના સંસ્કાર અકસ્માતના આશ્રયે બીજા રાષ્ટ્રમાં કેવી રીતે પહોંચી વળે છે તે આ કથા સૂચવે છે. પતંગ જેવા ઉડતા પ્રાણીઓ પરાગ અને રંગના પરમાણુઓ જેમ દિગદિગંતમાં પ્રચારે છે અને એ રીતે પુષ્પ તથા ફળસૃષ્ટિને રેજ રોજ અધિક સમૃદ્ધ બનાવે છે તેમ અકસ્માતે અને દુર્ઘટનાઓ રક્તસંસ્કાર અને સભ્યતાના અણુપરમાણુઓને દૂર-દૂરના દેશમાં લઈ
જાય છે. પિતૃકૂલ અને માતૃવંશના ધણુ સ્વાભાવિક સંસ્કારોનાં બીજ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com