________________
૧૦૪ ] કલિંગનું યુદ્ધ યાને મડામવાહન મહારાજ ખારવેલ. શ્રયમાં આવી પહોંચી. બીજી સાધ્વીઓ સાથે તે પણ ત્યાં જ રહેવા લાગી.
પરંતુ પદ્માવતી તે ગર્ભવતી હતી. સાધ્વીઓને પણ એણે એ વાત ન કહી. પૂરા દિવસો થતાં એણે એક પુત્રને જન્મ આપ્યો. પછી એ બાળકને એક વસ્ત્રમાં લપેટી, પિતાની નામમુદ્રા બાંધી, શહેરના એક સ્મશાનમાં મૂકી આવી. પોતે આ બાળકની શી સ્થિતિ થાય છે તે નિહાળવા, પાસેની ઝાડીમાં છૂપાઈ ગઈ
થોડી વારે સ્મશાનને સ્વામી ચંડાળ ત્યાં આવ્યો. તેણે આ તરતના જન્મેલા બાળને જોયો, અને પોતાને ઘેર લઈ ગયો. પદ્માવતી પણ, એ પછી, પિતાના સ્થાને પાછી આવી ગઈ.
પદ્માવતી એક સાધ્વીનું જીવન જીવે છે-સાવીના વ્રતનિયમ એણે અંગીકાર કર્યા છે, છતાં એનાથી, વખતે વખત પોતાના પુત્રની પાસે ગયા વિના રહેવાતું નથી. ભિક્ષામાં કંઈ સારી ખાદ્ય વસ્તુ પ્રાપ્ત થાય તે પહેલાં પોતાના પુત્રને ખવરાવવા ચંડાળાના વાસમાં જાય છે. કોઈને આ વાતનું ભીતરી રહસ્ય નથી સમજાતું.
નાનપણમાંથી જ આ બાળકને શરીરે બહુ ચળ આવતી. એથી કરીને એનું નામ પણ કરકંડુ પડી ગયું.
એક વાંસની લાકડીને અંગે, એક વાર કરકંડુ અને બીજા બ્રાહ્મણના છોકરા વચ્ચે વાદવિવાદ થયો. કરસંડુ કહેઃ “મારે એ વાંસ જોઈએ.” બ્રાહ્મણને પુત્ર કહેઃ “મને એ જોઈએ!” વાત વધી પડી. પુત્રને, બ્રાહ્મણે ભેગા થઈને પજવે નહીં એટલા સારૂ પેલો ચંડાળ, એ ગામને ત્યાગ કરી, કાંચનપુર નગરની બહાર આવીને રહ્યો.
અહીં, ભાગ્યયોગે કરકંડૂના મસ્તકે રાજલક્ષ્મીને કળશ ઢોળાયો. એમ કહેવાય છે કે પેલી વાંસની લાકડીમાં જ એ કંઈક ચમShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com