SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાજ ખારવેલ. પળામાં એવી જ દુર્દશા થાય છે. કલિંગ, સમ્રાટ અશોકની છેલ્લી કતલ પછી એવી જ અવસ્થાને ભોગ થઈ પડ્યું હતું. ધન વૈભવ અને જન્મભૂમિની સ્વતંત્રતામાંથી સ્વતઃ જન્મતા ત્યાગ વિરાગને સ્થાને, છેલ્લા પચાસ-સાઠ વરસના ગાળામાં દાંભિકતા અને કૃત્રિમ ઉદાસીનતા ચોરની જેમ છુપે પગલે આવીને કલિંગવાસીઓના હૈયામાં બેસી ગઈ હતી. સામર્થ્ય અને ઉલ્લાસ હણાઈ ગયા હતા, અને કાયરતા તથા નિરાશાને ઉજળા નામથી ઓળખવાની પ્રથા પડી ગઈ હતી. વૈભવની સ્વાભાવિક મુખકાંતિ જેવો ત્યાગ-વિરાગ પરવારી બેઠો હતોઃ બેટ-દેખાવપૂરતો-શાસ્ત્રીય વાણીના પટમાં વીંટળાયેલો દંભ વધુ ને વધુ દમૂળ બનતો જતો હતો. આ પ્રકારનો દંભ કોઈ પણ પ્રજાના જીવનમાં છુપા જીવલેણ ઝેર જેવો જ વિધાતક થઈ પડે છે. કલિંગાધિપતિને એ વાત વખતસર સમજાઈ બાળવયમાં ભિખુરાજે સંગીતની તાલીમ લીધી હતી. તાલ, લય અને રસોલ્લાસની શક્તિ એ રાજકુંવરથી અજાણ હતી. પ્રજાજીવનમાં એ પ્રકારની તાકાત પ્રકટાવવા, ભિખુરાજે કલિંગના ઉદ્યાનમાં વાર-તહેવારે મેટા ઉત્સવો ઉજવવા માંડયા. કલિંગ પિતાની સ્વાધીનતા અને પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરવા માગતું હતું. દંભ કે વીરતાની કેવળ વાતોથી એ સિદ્ધ થઈ શકે એમ નહતું. વિરતા પ્રકટાવવા માટે, સૌ પહેલાં ઉલ્લાસ અને પ્રમોદભાવ કેળવાવા જોઈએ. સામુદાયિક ઉત્સવના ઉપક્રમ સિવાય એ લગભગ અસંભવિત હતું. ખાસ કરીને પૂર્ણિમાના દિવસે, કલિંગના મુખ્ય શહેરની નજીક એવા કૌમુદી ઉત્સવ ઉજવાતા. સ્ત્રી, પુરૂષ, પ્રૌઢ અને બાળકોનાં ટોળાં આ ઉદ્યાનેમાં જામતાં. ભિખુરાજ જેવ, ત્રિકલિંગાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034531
Book TitleKaling Chakravarti Maharaja Kharwel
Original Sutra AuthorN/A
AuthorKashiprasad Jaiswal
PublisherZZZ Unknown
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy