________________
તામસિક્તાનું છેદન
[ ૭૩ ]
ધિપતિના નામથી ઓળખાતે, પ્રજાના પિતા જે લેખાતે પતિ પિતે પણ આ ઉત્સવ સમારંભમાં સૌની સાથે એક મામુલી માણસની જેમ ભળી જતે. સમાન શીલવાળી મંડળીઓના ઉછળતા આનંદ-કલ્લોલ જોઈ એ ખૂબ રાચતો. રાજવી ભિખુરાજ પોતે પિતાના સાથીઓની વચ્ચે બેસી, માથા ઉપરના મુકુટને ભાર અળગે કરી, વિવિધ તંતુવાદ્યની સાથે સુરમાં સુર મીલાવી રાગ રાગિણી આલાપતે ત્યારે કલિંગવાસીઓ સંસારની વાસ્તવિકતા ભૂલી જઈ, જાણે કોઈ કીન્નરે કે ગાંધર્વોના નગર ઉદ્યાનમાં આવી ચડ્યા હોય એવો આનંદાતિરેક અનુભવતા. રાજા અને રૈયત વચ્ચેના ભેદ એ પળે ભુંસાઈ જતા. કલિંગનું ઉદ્યાન, સાક્ષાત નંદનવનની સ્પર્ધા કરતું.
સંગીતની સાથે ચિત્ર અને બીજી કળા-કારીગરીના સરસ નમૂનાઓ અહીં જોવા મળતા. યુવક અને યુવતીઓ પિતાના ચિત્રો, ગાન અને નૃત્યનાં સ્વછંદ છતાં નિર્મળ રસઝરણુ મુક્તભાવે અહીં વહાવતાં. ભિખુરાજ પિતે કવચિત છદ્મવેષ લઈ, ઉત્સવની માદક્તા માણવા પ્રજાજની અંદર ભળી એમની આકાંક્ષાઓ અને અભિલાષાઓ કાનોકાન સાંભળતા. વિરાગ અને ત્યાગની વાતાએ જે દંભ, નિરાશા અને ઉદાસીનતાનો પરિવાર પેદા કર્યો હતો તેને બદલે આવા ઉત્સવને લીધે રસની મસ્તી અને પ્રાણને ધસમસતો વેગ આવતો એણે જે.
અરધી સદીના તામસિકતાના થર, સતત આનંદેત્સવના તાપમાં પીગળીને પાણી પાણી થઈ ગયા. ઉત્સના રસ પી-પીને કલિંગની અસ્મિતા પણ વધુ વ્યાપક અને તેજસ્વી બની. દેશના ઉત્સવમાં ચકચૂર બનનારી પ્રજા જ એક દિવસે કલિંગની આબરૂને ખાતર પિતાનાં લીલાં મસ્તક ધરી દઈ શકશે એવી ભિખુરાજને
હવે પૂરી શ્રદ્ધા બંધાઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com