SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાજ ખારવેલ મૌર્યયુગ અને નંદયુગમાં પણ ઉત્સવ હતા. પણ એ ઉત્સ મોટે ભાગે તે સામ્રાજ્યવાદના તાંડવનૃત્યનું જ અનુકરણ કરતા. સમ્રાટ એક યા બીજે બહાને લક્ષ્મીની રેલ વહાવી પ્રજાની આંખમાં ઘેનનું આંજણ આંજી શકતા. મગધ-સામ્રાજ્યના ઉત્સવમાં કલિંગ જેવા પરાજિત દેશની પ્રજાને રસ પણ શું હોય? ગરીબનું સર્વસ્વ પડાવી લઇ, દીવાળી ઉજવનાર તાલેવંતના જેવા જ એ ઉત્સવ હતા. અશોકની પછી એ ઉત્સવોના પ્રાણ પરવારી ચૂક્યા હતા. ભિખુરાજે, કલિંગને પુરાણી મુચ્છમાંથી જગાડવા, આત્મશ્રદ્ધા આડે આવી ગએલાં આવરણો ફેડવાં ઉત્સવોને પુનરુદ્ધાર કર્યો. ભિખુરાજ પિતે જે આ સમારંભમાં સાચા દિલથી ભાગ ન લઈ શકતો હોત તો કદાચ કલિંગને હજી બીજે અર્થે સિકે ખર્ચ પડત. ભિખુરાજને શિરે, કલિંગને માત્ર જાગૃત કરવાની જ ફરજ નહોતી આવી પડી, કલિંગના લોહીમાં જે દાંભિક્તા અને તામસિકતાની અશુદ્ધિ ભરી હતી તે પણ વિવિધ પચ્ચેપચારવડે નિવારવાની હતી. પૂર્વના બીજા કોઈ સમ્રાટ કરતાં, ભિખુરાજ આ ઉત્સવને બહુ મૂલ્યમાન ગણે છે. બીજી ઘણું ઘણી વાતો શિલાલેખમાં કહેનાર અશેકને, નાચ ગાન નૃત્ય વિષે કંઈ ખાસ કહેવા જેવું નથી. ભિખુરાજ ખારવેલ તે રાજવહીવટનો અથવા તે કલિંગના પુનરુદ્ધારને એ એક અતિ આવશ્યક વિષય હોય તેમ એ ઉત્સવસમારંભને સંભારે છે. “તે ગંધર્વ વિદ્યામાં ઘણે નિપુણ હતે. નૃત્ય-ગીત તથા વાજીંત્રના સંદર્શને તમાસાએવડે ઉત્સવ–સભારંભ કરાવી નગરીને ખૂબ પ્રસન્ન કરી.” ખારવેલે કોતરાવેલા શિલાલેખોમાં એવી હકીકત સ્પષ્ટ આકારમાં મળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034531
Book TitleKaling Chakravarti Maharaja Kharwel
Original Sutra AuthorN/A
AuthorKashiprasad Jaiswal
PublisherZZZ Unknown
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy