________________
[ ૧૧૬ ]
કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
એાળખાતા એક જૈન તપસ્વીને વૃત્તાંત પણ જૈન સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. આ ધૌલી પર્વતમાં નાની નાની ઘણી ગુફાઓ છે. એને ત્રણ શિખરે હોવાથી તરશિંગડે પણ કહી શકાય. એના અશ્વત્થામા શિખર ઉપર સમ્રાટ અશોકનો એક શિલાથંભ છે. એમાં એણે ધમીનુશાસન સંબંધી વિગત આપી છે. કલિંગના નિવાસીઓને ઉદ્દેશીને સમ્રાટ અશોકને જે કંઈ કહેવાનું હતું તે તેણે આ સ્થંભમાં કહી નાખ્યું છે. બીજા પણ અનેક પ્રાચીન áસાવશેષો અહીં પ્રાપ્ત થાય છે.
વાણિજ્ય-વેપાર, એ સભ્યતાનું અનિવાર્ય લક્ષણ છે. ધીમે ધીમે વાણિજ્ય પણ એક કળા-ઉદ્યોગ બને છે. કલિંગ, વ્યાપારકળામાં બહુ જૂના વખતથી વિખ્યાત છે. કલિંગના વેપારીઓ, સ્થળમાર્ગે દૂર દૂર દેશમાં પહોંચી જતા એટલું જ નહીં પણ, સમુદ્રમાર્ગે વ્યાપાર ખેડવામાં તેઓ બીજી બધી પ્રાંતપ્રજાઓ કરતાં આગળ હતા. એમ કહેવાય છે કે સૌ પહેલાં ભારતવર્ષમાં કલિંગે જ સમુદ્રમાર્ગનું સાહસ ખેડ્યું હતું. એક તો વેપાર કરવો, અને તે પણ અતિ દૂરના અજાણ્યા ટાપુઓમાં-દરિયાના જોખમે ખેડીને વેપારી સાખ મેળવવી એ પૂરી બુદ્ધિમત્તા, નમ્રતા અને સવીયતા સિવાય બની શકે નહીં. કલિંગના કિનારે હંમેશા સાગરના મેજા અથડાય છે. કલિંગવાસીઓએ આ સાગરને તીરે આવી, દૂર દૂર દષ્ટિ કરી, દિગંતમાં વસતા પરદેશી માનવબંધુઓના સંબંધમાં કેણ જાણે કેવી ય કલ્પનાઓ કરી હશે ! સાગરના ઘૂઘવતા તરંગોએ એમના અંતરમાં કેટલી ય આશાઓ અને આકાંક્ષાઓ સંચારી હશે ! આખરે બે માનવસંધને વિખૂટા પાડતા સાગરજળના અંતરાય કલિંગે સાંધી દીધા. જાવાસુમાત્રા અને લંકાના ટાપુઓ સાથે એમણે સંબંધ બાંધ્યા. કલિંગના સાહસી વેપારીઓને સાર સાગર, પણ એક મિત્ર બની રહ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com