SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ દેશસ્થિતિ ( ૧૧૭] નંદ રાજાઓના યુગમાં તેમજ કેસરી વંશના સમયમાં કલિંગ પિતાના સામુદ્રિક વાણિજ્ય માટે પંકાયેલું છે. ઈ. સ. ના આરંભ પહેલાની બીજી–ત્રીજી સદીના કેટલાંક અનુશાસન ઉપરથી, કલિંગના રાજકુંવરેને માટે સમુદ્રયાત્રા અને વાણિજ્ય વિગેરે શિક્ષણના ખાસ અંગે હોય એમ લાગે છે. મતલબ કે સાગરના સામા કિનારે પહોંચવું, વહાણવટુ કેળવવું એ રાજાથી રંક સુધીના દરેક કલિંગવાસીને માટે અત્યાવશ્યક ગણતું. મેગસ્થનીએ, પોતાના ભારતીય વૃત્તાંતમાં એક સ્થળે કહ્યું છે કે તામ્રપણું-ટલે કે લંકા અને કલિંગ વચ્ચે હાથીઓનો ખૂબ વેપાર ચાલતે. કલિંગમાં પણ હાથીએ તે પુષ્કળ હતા, પણ લંકાના હાથીઓ જેટલા એ બળશાળી મહેતા ગણાતા. કલિંગના રાજાઓ, લંકાને હાથીઓ પોતાના લશ્કરમાં રાખતા અને એને યુદ્ધની તાલીમ પણ આપતા. આવા મોટા પ્રાણીઓને લંકા જેવા દુરના ટાપુમાંથી, દરિયામાગું-વહાણમાં પિતાના વતનમાં ઉતારવા અર્થે કલિંગવાસીઓએ, આજથી બે-અઢી હજાર વર્ષ પહેલાં કેવાં જબર વહાણે બનાવ્યાં હશે? આવાં મેટાં વહાણેને એ લોકો હાથી–જહાજ કહેતા. જરૂર પડે તો એમાં બીજી વેપારની વસ્તુઓ પણ તેઓ લાવતા–લઈ જતા. મહારાજા ખારવેલે, એક પાંડ્ય રાજા પાસેથી ઘણું હાથીજહાજ લડાઈમાં પડાવી લીધા હતા. આ હાથી-જહાજ ઘણું જ અદ્ભૂત હેવાનું કહેવાય છે. ઈ. સ. પૂર્વેની ચોથી સદીમાં જે આવા જંગી જહાજ બની શકતાં હોય તે એ પહેલાં નાનાં-નાનાં વહાણની સહાયથી એ કલિંગવાસીઓ પરદેશ પહોંચી જતા હોય એવું અનુમાન સહેજે નીકળી શકે. એટલે કે ઈ. સ. ના પ્રારંભ પહેલાં સાતમ-આઠમી સદીમાં કલિંગે દરિયો ખેડવાનો આરંભ કરેલો હોવો જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034531
Book TitleKaling Chakravarti Maharaja Kharwel
Original Sutra AuthorN/A
AuthorKashiprasad Jaiswal
PublisherZZZ Unknown
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy