SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ તે યથાર્થ છે. કલિંગ પ્રાંતની અસ્મિતા એ વખતે એની છેલ્લી સીમાએ પહોંચી ચૂકી હતી. ખારવેલની રાણીએ “કલિંગના સાધુઓ” માટે એક પ્રાસાદ કેતરાવી કાઢો હતે. પિતાના પતિને વખતેવખત એ “કલિંગચકવર્તી” જ કહે છે. પોતાની જિનમૂત્તિને પણ એ “કલિંગ-જિન” કહે છે. આશ્ચર્યની વાત છે કે જૈન ગ્રંથમાં ચેદીરાજ ખારવેલના નામને ઈશારે સરખે પણ નથી. પુરાણોમાં કેશલના જે “મેઘ” ઉપાધિધારીઓની વાત આવે છે તે કદાચ આ “મહામેઘવાહન ” ઉપાધિવાળા ખારવેલના વંશની હોય તે ના નહિ. હિંદુ રાજાઓના સમયમાં આજના કરતાં પણ ઘણી સારી વસતી-ગણતરી થઈ શકતી. પશુ, ગોધન, પેદાશ વિગેરેના આંકડા પણ તૈયાર જ રહેતા એમ કોટિલીય અર્થશાસ્ત્રના આધારે સમજાય છે. મેગાસ્થનીસે પણ પ્રજાના જન્મ-મરણના આંકડા, મૌના સમયમાં તૈયાર રહેતા હોવાનું જણાવ્યું છે. પંડિત ભગવાનલાલ ઇંદ્રજી એ હકીકત હેતા જાણતા; તેથી ખારવેલના પ્રથમ રાજ્યવર્ષના અહેવાલમાં જે વસતીગણતરી આપી છે તેને અર્થ ઊકેલી શક્યા નહીં. આજના રીસા કરતાં, કલિંગ ઘણું મોટુ હતું? આંધ્ર દેશ-તેલ નદી સુધી એના સીમાડા પહોંચતા હતા. કલિંગની વસતી, ખારવેલના પહેલા વર્ષમાં ૩૫ લાખની હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034531
Book TitleKaling Chakravarti Maharaja Kharwel
Original Sutra AuthorN/A
AuthorKashiprasad Jaiswal
PublisherZZZ Unknown
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy