________________
[ ૩૨ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
દીક્ષા અંગીકાર કરી હતી. દિગંબર જૈન સાહિત્યમાં એ વિષે ખૂબ ચર્ચા થઈ ગઈ છે. અશોકના પૌત્રનું નામ પણ ચંદ્રગુપ્ત હતું. આવા એક જ નામને લીધે ઈતિહાસમાં ઘણી સમસ્યાઓ ઊભી થવા પામી છે. પણ આપણે અહીં એ વિવાદમાં નહીં ઉતરીએ
ચંદ્રગુપ્તની પછી બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. પુરાણમાં એના અનેક નામે છેકોઈએ એને ભદ્રસાર કહ્યો છે તો કેઈએ એને અમિત્રઘાત કહ્યો છે. પરિશિષ્ટ પર્વમાં લખ્યું છે કે ચાણક્યને એમ લાગ્યું કે મહારાજા ચંદ્રગુપ્ત રોજ રોજ થોડું ઝેર પચાવવાને અભ્યાસ પાડવો જોઈએ, તેથી તેણે આહારમાં ઝેર મેળવીને ચંદ્રગુપ્તને ખવરાવવા માંડ્યું. એક દિવસે પટરાણુ પિતા મહારાજા સાથે જોજન કરવા બેઠી. એને ઝેરને મહાવરો હેત તેથી તેની ઉપર ઝેરની કાતીલ અસર થઈ. એ મરવા પડી. પટરાણી બેજવી હતી. ચાણકયે શસ્ત્રક્રિયાની સહાયથી ભરતી માતાના ઉદરમાંથી પુત્રને બચાવી લીધો. ઝેરનું એક ટીપું, બાળકના મસ્તક ઉપર ચેટયું હતું તેથી ચાણકયે તેનું નામ બિંદુસાર રાખ્યું.
બિંદુસારના સમયમાં કઈ પ્રસિદ્ધ ઘટના બનવા પામી હેય એમ નથી લાગતું. શાસનવ્યવસ્થાને, ચંદ્રગુપ્ત ચીલે પાડેલે રથ સ્વાભાવિક ગતિએ ચાલ્યો જતો હતો. તારાનાથ નામના ટીબેટી લેખક કહે છે કે બિંદુસારે ચાણક્યની મદદથી સોળ રાજ્ય જીત્યા હતા. અને એ રાજ્યના રાજવી તથા મંત્રીઓને મારી એણે મગધની સીમાઓ ઠેઠ દરિયા સુધી પહોંચાડી હતી. પરંતુ આ વિજયને કઈ ઐતિહાસિક આધાર નથી. ઉત્તર હિંદ તો મગધ-સામ્રાજ્યમાં કયારનું યે સમાઈ ગયું હતું. દક્ષિણને પ્રદેશ ઘણેખર બાકી હતો. બિંદુસારે દક્ષિણ ભારત તરફ મીટ માંડી. એમ કહેવાય છે કે બિંદુસાર દક્ષિણના દિગ્ગવિજયમાં વિજયશ્રી મેળવી શકો. આ વિજયમાં કયાંઈ પણ કલિંગનું નામ નથી આવતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com