________________
ચંદ્રગુપ્ત મૌર્ય.
૩૧ ]
प्रजासुखे सुखं राज्यः प्रजानां च हिते हितम् । नात्मप्रियं हितं राज्ञः प्रजानां तु प्रियं हितम् ।।
પ્રજાના સુખમાં જ રાજ્યનું સુખ સમાયેલું છે. રાજાને ગમી જાય એટલે એ વસ્તુ હિતકારક જ હોય એમ નથી માની લેવાનું. પ્રજાને પ્રિય થાય એ જ હિતકારક હોઈ શકે. રાજશાસનનું એ ચેય ચંદ્રગુપ્ત મૌર્યે મંજૂર રાખ્યું અને મંત્રી, સેનાપતિ, દંડનાયક, દુર્ગપાળ વિગેરેની વ્યવસ્થિતજના કરી. એ યોજના એટલી વિસ્તૃત છે કે અહીં તેનું દિગદર્શન કરાવવા જતાં ઘણું લંબાણ કરવું પડે. ટૂંકામાં, ચંદ્રગુપ્ત મૌર્યનું શાસનવિધાન સુશાસન અને સ્વરાજ્યનું મધ્યવર્તી હતું એમ કહીએ તો ચાલે.
બાર વર્ષના ઉપરાઉપરી દુકાળની જે કથા આપણામાં બારદુકાળીના નામે પ્રચલિત છે તે ઘટના પણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં જ બનેલી હોવી જોઈએ. આવા દુકાળ વધતા-ઓછા પ્રમાણમાં પડતા હોવાથી ચંદ્રગુપ્ત ઠેકઠેકાણે મોટી નદીઓના પ્રવાહ આડે બંધ બાંધી તળાવ સરેવરે નિર્માણ કરવાની યોજના કરી હતી. શાસનવ્યવસ્થામાં એક સિંચનવિભાગને પણ સ્થાન હતું. ગિરનારનું સુદર્શન તળાવ એ જ વાતની સાક્ષી પૂરે છે. એ વખતે ચંગુદ્રાના પ્રતિનિધિ તરિકે પુષ્પગુપ્ત નામને શાસક સૌરાષ્ટ્રમાં રહેતે. ચંદ્રગુપ્તના આદેશ પ્રમાણે એણે આ તળાવ નિમેંલું. અશોકના સમયમાં, એમાંથી કેટલીક નહેરે કાઢવામાં આવી હતી. રાજશાસનમાં લોકહિતને કેટલું અગ્રગણ્ય સ્થાન મળતું તેનું એ એક ઉદાહરણ છે.
શ્રીયુત વિ. એ. સ્મિથ કહે છે કે પહેલાં ચંદ્રગુપ્ત મૌર્ય જનહોય એમ હું હેત માની શકતો, પણ હવે મને લાગે છે કે એમાં સત્યાંશ છે. ચંદ્રગુપ્ત છેલ્લે છેલ્લે રાજ્યનો ત્યાગ કરી મુનિપણની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com