________________
[ ૧૦૮ ].
કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
ઇને પણ બહુ પીડા આપી. એ યવનના વંશજેની સત્તા લગભગ ૧૪૪ વર્ષ સુધી ચાલી.” જેને યવન ગણવામાં આવ્યો છે તે
આંધ્ર દેશના રાજાનો કોઈ સેનાપતિ હોવો જોઈએ. આંધ્રમાં કાવીડિઓ રહેતા અને એમનામાં ઘણું બૌદ્ધ ધર્માવલંબી હતા તેથી કલિંગવાસીઓએ-બ્રાહ્મણોએ એને યવન માની લીધે હશે.
દંતપુરનો ઉલ્લેખ, આ પહેલાના પ્રકરણમાં થઈ ગયા છે. કલિંગની એક વખતની એ રાજધાની હોવી જોઈએ. દંતકથા એવી છે કે બુદ્ધદેવના દાંતની પૂજા થતી હોવાથી એ શહેરનું નામ દંતપુર પડી ગયું. બ્રહ્મદત્તના વંશમાં છેલ્લે છેલ્લે એક ગુહશિવ નામના રાજાને નામોલ્લેખ છે. પણ આ ગુહશિવ તથા બ્રહ્મદત્ત કોણ હતા અને બુદ્ધદેવના દાંતની પૂજાવાળી વાત કેટલે અંશે યથાર્થ છે તેનું કઈ પ્રમાણ મળી શકતું નથી.
કાળા-કાળા વાદળમાં તારકમાળ ચમકી જાય તેમ કોઈ કઈ વાર ઉત્કલના રાજાઓનો વિજય પ્રકાશની પાતળી રેખાઓ પાથરતો દેખાય છે. ઇ. સ. ના ત્રીજા સૈકામાં જલીરૂહ નામના ચંદ્રવંશી રાજાએ ભૂશચંદ્રને હરાવી એને કેટલાક મુલક પિતાના તાબામાં કર્યો હોય એમ કહેવાય છે. એ પછી નાગેશ નામના એક ઉત્કલકલિંગના રાજાએ બંગાળના કર્મચંદ્ર નામક રાજવીને પરાસ્ત કરી બંગાળને પોતાના કબજામાં રાખ્યું હોય એમ લાગે છે. આવા કેટલાક તારલાઓ ઊગતાં જ આથમી જતા જણાય છે. એ કયા વંશના હતા અને કેટલો વખત રહ્યા એને કંઈ પતો લાધ નથી.
આધસામ્રાજ્યના પતન પછી અને ગુપ્ત સામ્રાજ્યની જમ્બર ભરતી ચડી આવી તે પહેલાં કલિંગે થોડી વાર સ્વાધીનતાનું સુખ માણી લીધું હશે. ગુપ્ત સામ્રાજ્યકાળમાં સમ્રાટ સમુદ્રગુપ્તનું નામ
સૌથી વધુ ચિરસ્મરણીય બન્યું છે. દક્ષિણમાં એ દિગ્ગવિજય કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com