________________
(૧૭) કલિંગની રાજનૈતિક સ્થિતિ
સમ્રાટ ખારવેલ ચિત્ર વંશના હતા. ચૈત્ર વંશના અવસાન પછી કેસરી વંશના રાજઅમલ સુધીની ઘણીખરી રાજપ્રકરણી ઘટના અંધકારમાં રહી ગઇ છે. કલિંગને ઇતિહાસ, સમસ્ત ભારતવર્ષના ઈતિહાસની એક નાની-શી પ્રતિકૃતિ અથવા આવૃત્તિ જેવો જ છે. જે કાળને ભારતવર્ષને ઇતિહાસ અંધકાર–આછાદિત છે, તે સમયને કલિંગને ઇતિહાસ પણ મળી શકતું નથી. સમ્રાટ ખારવેલના શાસનકાળ, જાણે કે કલિંગના આકાશમાં વિજળીની ચમક પ્રકટાવીને અદૃશ્ય થઈ જાય છે. ખારવેલ પછી એના વંશજો, પૂર્વ પુરુષનાં પુણ્યબળે પોતાનાં અસ્તિત્વ જાળવી રહ્યાં હેય એમ જણાય છે.
ચિત્રવંશ પછી કલિંગમાં આધવંશનું પ્રાબલ્ય જામ્યું. પ્રસિદ્ધ બૌદ્ધ ભિખુ નાગાર્જુન, આંધ્રના સમયમાં અહીં આવ્યો હશે. એણે અહીં બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પ્રયત્ન કર્યો હતે. રાજાને પણ બૌદ્ધ ધર્મને પક્ષપાતી બનાવ્યો હતે.
કલિંગનું જગન્નાથ મંદિર આજે બહુ પ્રસિદ્ધ છે. ત્યાં એક “માદલાપંજિકા” માં લખ્યું છે કે “એ સમયમાં રક્તબાહુ નામને યવન દરિયામાર્ગે કલિંગમાં દાખલ થયો. તેણે જગન્નાથ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com