________________
કલિંગની રાજનૈતિક સ્થિતિ
[ ૧૮ ]
નીકળ્યો ત્યારે મગધમાં થઈને, છટાનાગપુરના માર્ગે એણે કેશલ ઉપર છાપે માર્યો હતો. તે બાદ દક્ષિણમાં સહેજ આગળ જઈ કલિંગમાં પોતાનું બળ બતાવ્યું. આંધોને પણ સમ્રાટ સમુદ્રગુપ્ત પિતાને પંજો બતાવ્યો. આ બધા દેશે ગુપ્ત સામ્રાજ્યના પેટમાં સમાવા છતાં કલિંગે અને બીજા થડા રાજ્યોએ પિતાનું વ્યક્તિત્વ ગુમાવી દીધું હોય એમ નથી લાગતું. નામમાત્રની આધીનતા સ્વીકારી, ખંડણ ભરવાનું કબૂલી, પોતાનું પૂર્વસ્વરૂપ તે સૌએ જાળવી રાખ્યું હતું.
ઉત્કલની પશ્ચિમે કેશલ નામનું એક રાજ્ય હોવાની વાત, ઉપર કહેવાઈ ગઈ છે. કલિંગમાં જ્યારે મૌનું આધિપત્ય જાણ્યું ત્યારે કલિંગના રાજવંશને ન છૂટકે કોશલમાં આશ્રય લેવાની ફરજ પડી હતી. કેશલ રાજવંશી, મહામેઘવાહન નામની ઉપાધિને ઘણી વાર વહેવાર કરતા. ચૈત્રવંશીય રાજાઓ અહીં આવીને રહેલા હેવાથી એમણે પણ મહામેઘવાહનનું વિશેષણ પસંદ કરેલું હોવું જોઈએ એમ કેટલાક માને છે.
કેશલના પણ બે ભેદ છેઃ વર્તમાન સંબલપુર, કાળાડંડી, બસ્તર તથા રાયપુર વિગેરેથી બનેલું દક્ષિણ કોશલ અને કાશી, અયોધ્યા આદિથી બનેલું ઉત્તર કોશલ, એમ બન્ને રીતે કોશલ ઓળખાય છે. પહેલાં કોશલની રાજધાની વાછા (વધું) નદીના કિનારે હતી, પણ મધ્યપ્રાંતના વાકાતક જાતિના લોકોએ, કોશલના રાજવંશની એવી પજવણું કરવા માંડી કે એમને ત્યાંથી પિતાની રાજધાની બદલી, મહાનદીના કિનારે શ્રીપુર(રાજીમ)માં લઈ જવી પડી. એ પછી કોશલ છત્તીસગઢના નામે ઓળખાવા લાગ્યું. આ કેશલમાં સોમવંશી ગુપ્તવંશ નામને એક રાજવંશ રાજ્ય કરતો. ઉત્કલના કેશરી વંશને એ પૂર્વપુરૂષ હતો. કેશરી વંશની સ્થાપના થયા પહેલાં બાર ગુપ્તરાજાઓએ કોશલ દેશમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com