________________
રાજશ્રયનું પરિણામ.
[૫૧ ]
દેશભરમાં મેટી સંખ્યામાં વિહારે ખડા થઈ ગયા. જેમને ત્યાગ, વિરાગ કે લોકકલ્યાણની બહુ પરવા ન હતી એવાઓ પણ સારા રાજ્યાશ્રયથી લોભાઈ ભિખુઓની સંખ્યામાં વૃદ્ધિ કરી રહ્યા.
અશોકના અનુકરણમાં બીજાં નાનાં-મેટાં રાજાઓએ પણ આવા વિહારને ઉત્તેજન આપ્યું. પુરાણું ઉલ્લેખો તે એટલે સુધી કહે છે કે ૮૦ થી ૯૦ હજાર જેટલા વિહારે, અશોકના સમયમાં ઉભરાઈ નીકળ્યા.
ત્યાગપ્રધાન સંસ્કૃતિની પ્રથમની પ્રેરણું તો કયારની ય મંદ પડી ગઈ હતી. શ્રી ગૌતમ બુદ્ધના નિર્વાણ પછી એમના ભિમ્મુએમાં થોડી વધુ છૂટછાટ લેવાની શિથિલતા પ્રવેશી ચૂકી હતી. કેટલાકે તે છડેચોક કહેતા કે ગૌતમ બુદ્ધની હૈયાતીમાં આપણે કષ્ટ સહેવામાં બાકી નથી રાખી. હવે શા માટે એવાં નકામાં દુઃખ વેઠવાં? વકીલ કાયદાની બારીકીઓ શોધે તેમ આ ભિખુઓએ પણ સખ્ત નિયમ અને શિસ્તપાલનના દુર્ભેદ્ય દુર્ગમાં બારીઓ તેમજ બારણુઓ શોધીને ઉઘાડી નાખ્યાં. અશોકના આશ્રય–પ્રતાપે ભિમ્મુઓની સત્તા અને સ્વચ્છંદને અપૂર્વ અનુકૂળતા મળી ગઈ
અસંખ્ય વિહાર અસ્તિત્વમાં આવ્યા, તેમ ભિખ્ખઓમાં આગેવાની મેળવવાની લાલસા પણ જન્મી. એક જણ બીજાથી બહુ મહાન અને પ્રભાવશાળી છે, ચમત્કારિક છે એવી છાપ પાડવાના કેડ વૃદ્ધિ પામ્યા. આથી હરિફાઈ વધી પડે એ સ્વાભાવિક છે. પાછળથી ભિખુઓની એ સ્પર્ધા એમના અનુયાયીઓમાં પણ આવી હશે. ભિખુઓ મોટા જાગીરદાર જેવા બન્યા. ગમે તેમ કરીને રાજાઓની ખુશામત કરવી અને પોતાનાં વૈભવ–આરામ–પ્રભાવ જાળવી રાખવા એ પ્રકારની, ત્યાગી તપસ્વી અને લોકસેવકને ન છાજે એવી દૂષિત મનોવૃતિ ભિક્ષુસંઘમાં મહામારીની જેમ જ પ્રસરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com