________________
આમુખ
ભારતીય સાહિત્યનાં વિવિધ સ્વરૂપનું યથાર્થ દર્શન કરતાં "જણાશે કે ઈતિહાસ અને પુરાતત્વ એ અલ્પફુણુ ક્ષેત્ર ભારતવર્ષની અન્ય કલંકકથાઓમાં વિશેષ સ્વરૂપે ઉમેરે કરે છે. આર્યાવર્તની સંસ્કૃતિને કડીબંધ ઈતિહાસ તપાસવામાં આવે તે લાગશે કે હિંદમાં પ્રાચીન સમયમાં ઐતિહાસિક દષ્ટિનાં દર્શન જ થતાં નથી. અન્ય યુરેપીય દેશમાં એ દષ્ટિનો ઉદય બહુ વહેલે થયું હતું જ્યારે આપણે ત્યાં તે ઐતિહાસિક દષ્ટિની આછી રેખાએ બ્રિટિશ યુગની શરૂઆત પછી જ દષ્ટિગોચર થાય છે. આપણા પૌરાણિક સાહિત્ય, મૌર્યયુગથી શરૂ થએલી વંશાવળીની પ્રથા, પ્રબંધાત્મક કથાઓ વગેરેમાં ઐતિહાસિક સામગ્રીને સંભાર મળી આવે છે, પરંતુ ઐતિહાસિક દષ્ટિને બદલે કીર્તિની લાલસા અને જનરંજન એ પ્રધાન હેતુ એવી સામગ્રીમાં રાખવામાં આવ્યું. હોય એમ લાગે છે. ઇતિહાસનું શાસ્ત્રીય સ્વરૂપ તે બ્રિટીશના સંપર્કથી જ આપણને મળ્યું એમ સ્વીકારવામાં નાનપ નથી.
પંડિત ભગવાનલાલ ઈદ્રજી આપણું પુરાવિમાં સૌથી મોખરે આવે છે. ગુજરાતી સાહિત્યમાં માનવંતુ સ્થાન ધરાવનાર શ્રી બ. ક. ઠાકોર ગુજરાતી સાહિત્ય પરિષદની ૧૯૨૦ માં મળેલી બેઠકમાં ઈતિહાસ વિભાગના અધ્યક્ષસ્થાનેથી સાચું જ કહે છે કે –
ઇતિહાસની ઇમારત ચણું શકાય તે માટે જમીન સાફ કરવાની, પાયો પૂરવાની, ઈટ પાડવાની અને બીજા સાહિત્ય ખપમાં લઈ શકાય. એવા રૂપમાં તૈયાર કરવાની આવી અને આને મળતી સિક્કાશાસ્ત્ર, મૂર્તિશાસ્ત્ર, ઈમારતશાસ્ત્ર, ઉપસ્કરશાસ્ત્ર આદિ અનેક વિદ્યાઓ છે. તેમાંની ઘણીખરી, હિંદના પ્રાચીનકાળને લગતું જેટલું કાર્ય, જેટલી શાસ્ત્રીયતા અને સર્ગશક્તિથી ભગવાનલાલે કરી આપ્યું છે અને જેટલા મહત્વના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com