________________
નિર્ણો એમણે સ્થાપી આપીને સર્વમાન્ય બનાવ્યા છે, તેટલા એમના સમયના કે એમના પછીના આ વિદ્યાઓને લગતા કોઈપણ વિદ્વાને કરેલા નથી.”
પંડિત ભગવાનલાલ ઈદ્રજીએ પિતાના જીવનને અમૂલ્ય ભાગ ઐતિહાસિક સંશોધન પાછળજ ગાળ્યો અને સાથે સાથે એ દિશામાં પ્રગતિ ચાલુ રહે એવો વારસે મૂકી ગયા; જેને પરિણામે ડે. બુલ્ડર, અને જેમ્સ કેમ્પબેલ, . કર્ન અને ડે. રામકૃષ્ણ ગોપાલ ભાઠારકર,ડો.બર્જેસ અને ડે. કકિંચન જેવા એમના શિષ્યોએ એ પ્રવૃત્તિ ચાલુ રાખી.
- ભારતવર્ષનું સૌભાગ્ય છે કે ૫. જ્યચંદ્ર વિદ્યાલંકાર, છે. સત્યકેતુ વેદાલંકાર, સ્વ. કાશીપ્રસાદ જાયસ્વાલ, સુનીતિકુમાર ચેટર્જી, કાશીનાથ પાઠક, રાજેન્દ્રલાલ મિત્ર, જદુનાથ સરકાર, એસ. કૃષ્ણસ્વામી આયંગર વગેરે ગહન અભ્યાસીઓ હિંદના શાસ્ત્રીય ઇતિહાસ પાછળ ઝહેમત ઉઠાવી રહ્યા છે.
પરંતુ ઇતિહાસ એટલે ભૂતકાળમાં બનેલા બનાવની ક્રમબદ્ધ સાલવાર નોંધ અને પ્રસંગેનું શ્રેષ્ઠ વર્ણન માત્ર નથી. પ્રસંગે અને બનાવો તે ઇતિહાસનું હાડપિંજર છે. ઈતિહાસના એ બાહ્ય દેહમાં જીવન અર્પતું પ્રાણ તત્ત્વ તે ઇતિહાસકારની વિશાળ કલાભાવના અને સૌંદર્યદષ્ટિ છે. ઈતિહાસમાં અનર્ગળ, નવું સત્ય જ હોય, બીજું કંઈ નહિ, એ વિચારસરણ સામે તે કેઈથી વિરોધ કરી શકાય નહિ. પરંતુ અતિહાસિક સત્યને જરાપણ આંચ આવવા દીધા વિના કાવ્યત્વ નીંગળતી રસપ્રચુર શૈલી જે ઈતિહાસકારને સુસાધ્ય ન હોય તે સાક્ષાત ઈશ્વરના રચેલા
એવા શુષ્ક ઇતિહાસની સામે કોઈ દષ્ટિ પણ ફેકે નહિ. અતિહાસિક : સાહિત્ય અન્ય સાહિત્યસ્વરૂપે કરતાં એ સર્જાય છે તેનું કારણ પણ તેના આલેખામાં રહેલી આ મર્યાદામાં જ મુખ્યત્વે રહ્યું છે.
એતિહાસિક સર્જનનાં આવશ્યક તો વિશે વિચાર કરતાં - રીક રીસને ચાર લક્ષણ પર ભાર મૂકેલ છે. પ્રથમ તે પ્રાપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com