________________
: ૨૨ :
સામગ્રીમાં અવિશ્રાંત સંશોધન આવશ્યક છે. બીજું માનવજાતિની ઉત્ક્રાન્તિ અને વિકાસનું યથાતથ જ્ઞાન જોઈએ. ત્રીજું પ્રત્યેક કાળની વિભૂતિ અને પ્રધાન પ્રસંગે તથા એ યુગનાં વિવિધ બળે જાણી લેવા જેટલી વિચક્ષણ બુદ્ધિ જોઈએ. અને અંતમાં આ સર્વ સામગ્રી એકત્ર કર્યા પછી બહેશ ચિત્રકારની પેઠે તેનું વ્યવસ્થિત આલેખન જોઈએ.
હિંદનું અતિહાસિક મંડળ આ ઉંચા આદર્શને દૃષ્ટિ સમક્ષ રાખીને તપાસીએ તો બહુ નિરાશા થાય છે. મૌર્ય સમયના ભારતવર્ષની જાહેજલાલીનાં અદ્ભુત ચિત્રે ઇતિહાસમાં રજુ કરનાર વ્યક્તિઓ આપણે ત્યાં ગણીગાંઠી છે. એ યુગ વિશે જે અજ્ઞાન પ્રવર્તે છે એ ખરેખર શોકજનક પરિસ્થિતિ છે. “રેમન સામ્રાજ્યના પતન” નો આલેખક, ગિબન જેવો ઇતિહાસકાર ભારતમાતાને મળ્યો હોત તો લગભગ એક હજાર વર્ષ દરમિઆન પેનથી તુર્કસ્તાન અને સ્કોટલેંડથી સહરા સુધીના એતિહાસિક પ્રસંગે પિતાના વિશાળ માનસપટ પર કેન્દ્રિત કરીને, સાથે સાથે રેમના સામ્રાજ્યની અધોગતિ અને વિનાશનું આબેહુબ દર્શન કરાવનાર એ પ્રતિભાશીલ ઇતિહાસનવેશ મગધ સામ્રાજ્યનાં બીજ રેપનાર બિંબિસારથી શરૂઆત કરીને તે સામ્રાજ્યને સર્વાગ સંપૂર્ણ બનાવનાર અશોક સુધી અને તે પછી પણ એ સામ્રાજ્યના અંતકાળ સુધીમાં ભારતવર્ષનાં રાજકિય, ધાર્મિક અને સામાજિક જીવનમાં જે ભરતીઓટ આવેલ, તેની નોંધ લેતાં, એ સમભાવી ઈતિહાસકાર અદ્ભુત રોમાંચ અનુભવત.
સામ્રાજ્યવાદની જે લિસા આજે હિટલર કે મુસોલીની અથવા જાપાનના રાજ્યધૂરંધરની માનવતા ખૂંચવી રહી છે તેનું સંસ્કારી, સંયમી અને સુઘડ સ્વરૂપ પ્રાચીન હિંદના રાજવીઓની ચક્રવર્તી થવાની ભાવનામાં દૃષ્ટિગોચર થાય છે. આપણું પૌરાણિક સાહિત્યમાં જ માત્ર ચઠ-વર્તી રાજાઓને ઉલ્લેખ નથી. મૌર્ય સામ્રાજ્યની પહેલાં અને પછી પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com