________________
દ્વાદશાંગી રક્ષક
(
૫ ]
પોતે ચુસ્ત જૈન હોવા છતાં ખારવેલે બ્રાહ્મણે અને તે વખતના બીજા ધર્મોના અનુયાયીઓને પણ જોઈતી સહાય આપવામાં કદી સંકોચ નથી કર્યો. સુવર્ણનું એક મોટું કલ્પવૃક્ષ બનાવરાવી એણે બ્રાહ્મણને દાનમાં આપી દીધું હોવાની વાત, કલિંગમાં પ્રચલિત બની છે. તે ઉપરાંત હાથી, ઘેડા, રથ પણ મુકત હસ્તે એણે બ્રાહ્મણને આપેલ છે.
દેશભરમાં વિજય વર્તાવીને પાછી વળેલા ખારવેલે પિતાના ભંડારે ગરીબ, નિરાશ્રિતો અને સાધુ-સંન્યાસીઓને માટે ખુલ્લા જ મુકી દીધા હતા એમ કહીએ તો ચાલે. યુદ્ધવિજયને અંતે મેળવેલા દ્રવ્યાદિકને પણ એણે કીલ્લાઓ, નહેરે અને મંદિરેમાં જ મેટે ભાગે ઉપયોગ કર્યો હતે.
જીવનના છેલ્લા દિવસોમાં ભિખુરાજે પિતાના નામની સાર્થતા કરી હોય એમ જાય છે. રાજવૈભવ અને રાજસુખને ત્યાગ કરી એણે ભિક્ષના—સાધુના વ્રત અંગીકાર કર્યા હતા. ભિખુનું જીવન અંગીકાર કર્યા પછી પણ ખારવેલે કલિંગમાં જ સ્થિરતા કરી હોવી જોઈએ.
ભિખુરાજની પછી એનો પુત્ર વક્રરાય કલિંગની ગાદીએ બેઠ. એણે પણ “કલિંગાધિપતિ મહામેવવાહન”ની ઉપાધિ, પિતાની જેમ જ ચાલુ રાખી હોય એમ એક શિલાલેખ ઉપરથી જણાય છેઃ આ પંકિત નીચે પ્રમાણે છે:
"वेरस महाराजस कलिंगाधिपतिनो महामेघवाहन વાવ સિરિનો ––"
વકરાય પછી વિદુહરાય વિગેરેનાં નામે મળે છે, પણ ભીક્ષુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com