________________
[ ૮ ].
કલિંગનું યુદ્ધ ચાને મહામેધવાહન મહારાજ ખારવેલ.
આપે છે તથા સામ્રાજ્યમાં વસતા પ્રજાજનોને શાંતિ તથા અહિં. સાના સૂત્રો જણાવે છે ત્યારે અશકે આદરેલું કલિંગ યુદ્ધ ખરેખર આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી દે છે. આવા ધર્મી—નીતિપરાયણ, સંત-સાધુએ-શ્રમણે અને તપસ્વીઓને શ્રદ્ધાળુ અનુરાગી અશોક, મહાભારતના યુદ્ધનું સ્મરણ કરાવે એવું નિર્દય વર્તન કલિંગમાં કેમ ચલાવી શક્યો હશે ?
કલિંગના યુદ્ધ પછી તરત જ અશકનો હદય–પલટો થાય છે. શિલાલેખોમાં આ હદયપલટાને ઘણું મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. કલિંગના કરુણસંહારની વિગતે અશકે પોતે જ આ શિલાલેખમાં રજૂ કરી છે. આ વર્ણન વાંચતાં એમ લાગે કે સમ્રાટ અશોકની વતી સમ્રાટના કોઈ ખાસ પ્રતિનિધિએ જ જાણે અજાણતાં આ કર કતલ ચલાવી હોય અને એની જાણ થતાં જ સમ્રાટ અશે કે, શિલાલેખે કે તરાવી, સામ્રાજ્યની પ્રજાને સદાને માટે ગઈગુજરી ભૂલી જવાને આગ્રહ કર્યો હોય. કલિંગના ખૂનખાર યુદ્ધ પછી અશોકના અંતરમાંથી પશ્ચાત્તાપના ઉણ નિઃશ્વાસ નીકળી પડ્યા એમ કહેવા કરતાં, પશ્ચાત્તાપ જેવી કોઈ ભૂમિકાની શોધમાં ભમતા સમ્રાટને કલિંગના યુદ્ધનું એકાદ કરુણ, વાસ્તવિક નાટક ભજવી બતાવવાની અભિલાષા જાગી હશે એમ કહેવું વધુ સંગત લાગે છે.
ખરેખર તે એ હૃદય-પલટ જ નહોતા. કલિંગનું યુદ્ધ સમ્રાજ્યલિસાનું એક સ્મારક છે અને કલિંગના સંહાર માટેનો સમ્રાટનો પશ્ચાત્તાપ રાજપ્રકરણ મુસદ્દીગીરી છે. ધર્મવિજયની
ભાવનારી, ધર્મી જનને મૂચ્છિત બનાવનારી વાત જ એ વખતે સામ્રાજ્યને ટકાવી રાખનારી એક મુખ્ય તાકાત હતી. તેથી જ તો સમ્રાટ અશોકે કલિંગવિજય પછી ધર્મવિજય સિવાય બીજો કોઈ મંત્ર નથી ઉચ્ચાર્યો. તામીલ રાષ્ટ્ર, આ સમ્રાટની પકડમાં ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com