________________
[ ૧૨ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામે વાહન મહારાન ખારવેલ.
આજે જેને ઓરીસા અથવા ઉત્કલ કહેવામાં આવે છે તેટલા પૂરત જ ઉત્તર કલિંગ, જૂના કાળમાં નહોતું. આજના કરતાં ઘણે વિસ્તૃત હતા. રાજપ્રકરણ દૃષ્ટિએ કલિંગના ત્રણ ભૌગોલિક ભેદો પડી ગયા હતા. જેમકે, વંશધારા નદીના કિનારાથી માંડી, દક્ષિણમાં વહેતી ગોદાવરી નદી સુધીને પ્રદેશ દક્ષિણ કલિંગ યા મુખ્ય કલિંગ તરિકે ઓળખાતો. કલિંગપત્તન અથવા કલિંગ પાટણપુરી એ એની રાજધાની હતી. ઋષિકુલ્યા નદીથી, વંશધારા સુધીનો પ્રદેશ અધ્યકલિંગ ગણાતે અને એનું મુખ્ય શહેર સમાપપુરી-જેને આજે જૌગઢ કહેવામાં આવે છે તે હતું. કેટલાક આજના સમપૅઢાને એની જૂની રાજધાનીનું શહેર માને છે. ઋષિમુલ્યા નદીથી માંડી, ઉત્તરમાં ગંગા નદી સુધીને પ્રદેશ ઉત્તર કોલિંગ અથવા ઉત્કલ દેશ ગણતે. ગંગાના કિનારામાં વર્તમાન સિંહભૂમિ, મેદિનીપુર અને બાંકરા જીલ્લાને પણ સમાવેશ થઈ જ. વર્તમાન ભુવનેશ્વરની પાસે આવેલા ખંડગિરિ અને ધૌલીની વચ્ચે આવેલા “એક પસ્તર” યા તિસાલી” એનું મુખ્ય ધામ હતું. - રાજપ્રકરણ દષ્ટિએ કલિંગના આવા ત્રણ વિભાગો પડ્યા છતાં એ વિભાગે હમેશાં એકબીજાથી અલગ રહેતા એમ માનવાનું નથી. કોઈ કોઈ વાર એ જુદા પડી જતા અને પાછા એકત્ર પણ થઈ જતા. ઇતિહાસમાં આ ત્રણે ભાગેને કલિંગ અથવા ત્રિકલિંગનું જ નામ મળ્યું છે.
પિરાણિક કથા તે એવી છે કે સુદ્યુમ્ન રાજાને ત્રણ પુત્ર હતા. ગયા, ઉત્કલ અને વિનિતાશ્વઃ એ ત્રણે પુત્રો યથાક્રમે બિહાર, ઉત્કલ અને પશ્ચિમના ખંડમાં રાજ્ય કરતા. આ ઉપરથી ગયા અને ઉત્કલ બહુ નજીક-એક જ સીમાડે હોવા જોઈએ એમ લાગે છે. ગયાસુર નામના એક ઉપાખ્યાનમાં એવી હકીકત મળે છે કે ગયાસુર નામને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com