________________
ભેગેલિક પરિચય.
[ ૧૩ ]
એક રાક્ષસ હતો. એનું માથું ગયામાં અને રાજપુરમાં એનું પેટ અથવા નાભિ રહેતા. આ રૂપક ઉપરથી પણ ગયાથી માંડી ગોદાવરી સુધીને પ્રદેશ ઉત્કલ નામે ઓળખાતું હોય, જાપુર એને મધ્ય ભાગ હોય, અને ઉત્કલદેશ કઈ કઈ વાર કલિંગથી છૂટો પડી જતો હોય એમ જણાય છે. વખત જતાં કલિંગના રાજાઓ બળવાન બનતા ચાલ્યા. એમણે પોતાના બાહુબળથી કલિંગેકલ જેવું એક વિરાટ રાજ્ય ખડું કરી દીધું હોય એ સંભવ છે. પછી વખત જતાં ઉત્સલ રાજાઓના વધતા જતા પ્રતાપ પાસે કલિંગ નામ થોડા વખતને માટે ભૂંસાઈ ગયું હોય–ભૂલાઈ ગયું હોય અને આ દેશ ઉત્કલના નામથી ઓળખાતું હોય એમ બને. ઉત્કલના રાજાઓ પોતાને “ત્રિકલિંગાધિપતિ ” માનતા અને એ ઉપાધિમાં પિતાનું ગૌરવ ગણતા.
આ ઉત્કલ અથવા કલિંગ રાજ્યની સીમા ઉત્તરમાં ગંગા, તથા ગયાથી માંડી દક્ષિણમાં ગોદાવરી સુધી પહોંચતી; પૂર્વમાં બંગાળને સાગર અને પશ્ચિમમાં મહારાષ્ટ્રીઓથી વસેલે અસ્મક દેશ હતો. મેખલની ડુંગરમાળા, અમરકંટકની પર્વતશ્રેણુ, ગાંડવાના રાજ્ય અને મેખલ પ્રદેશ, જેની અંદર મધ્ય પ્રદેશમાં આવેલા સિંરગુજા, ચશપુર, ઉદયપુર વિગેરે સમાઈ જતા, એટલે કે મધ્ય પ્રદેશસ્થિત છત્તીસગઢની અંદરથી વહેતી મહા નદીનું ઉદ્ગમસ્થાન સિહાવા. સિંહપુર અને એની નિકટના શ્રીપુર (રાજિમ) અને શિવરીનારાયણ આદિ પ્રદેશ તથા સિંહભૂમિ, બાંકડા અને મેદનીપુર જીલ્લો, પ્રાચીન તામ્રલિપ્ત રાજ્યની સાથે કલિંગ અથવા ઉત્કલમાં સમાઈ જતા.
ઈતિહાસને એ પ્રારંભકાળ હતો. પ્રાથમિક જાતિઓ, સંસ્કૃતિના આઘાત–પ્રત્યાઘાત પામતી હજી તે ઘડાઈ રહી હતી.
એ વખતે, એટલે કે પ્રથમાવસ્થામાં ઉડૂ અથવા એરીસા જેવો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com