SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪ ] કલિંગનું યુદ્ધ ચાને મહામે વાહન મહારાજ ખારવેલ. કોઈ એક દેશ હેત–માત્ર ઉડૂ નામની એક જાતિ હતી, કલિંગના પશ્ચિમ ભાગમાં એ રહેતી. એ પહેલી આર્ય ટોળી હતી. પણ પછી, કલિંગના આદિ નિવાસીઓની અંદર તેઓ ભળી ગયા. દક્ષિણ દ્રાવિડીઓ પણ એમની અંદર સેળભેળ થઈ ગયા. બીજા આર્યોની સરખામણીમાં આ ટેળીઓ ઉતરતી ગણાઈ ગઈ, કારણ કે એમણે આદિ નિવાસીઓની સાથે લોહીનો સંબંધ બાંધી લીધો હતો. એટલા સારૂ જ મનુ મહારાજાએ આ ઉદ્ર જાતિને પતિત ક્ષત્રિય જાતિ માની લીધી હશે. આર્યોના નવા સમૂહો આવતા ગયા તેમ તેમ આ જૂના ઉોને ખસી જવાની-નવી જાતિને જગ્યા કરી આપવાની ફરજ પડી. એ લેકે ખસતાં હસતાં પહાડી પ્રદેશોની અંદર ભરાઈ ગયા. પછી બહુ કાળાંતરે આ આખો યે પ્રદેશ ઉડ્રદેશના નામથી ઓળખાવા લાગ્યો. પતિત ગણવા છતાં આ ઉડૂ લોકો રૂરૂંવે ક્ષાત્રતેજવાળા હતા. યુદ્ધવિદ્યા એમને ગળથુથીમાં જ ઉતરતી. આજે પણ કેટલાક દેશી રજવાડાઓમાં આ લેકે જ સીપાઈગીરીને ધધો કરે છે. આર્યો કરતાં અનાર્યોમાં સામ્રાજ્ય ઊભું કરવાની કંઈક વધુ યોગ્યતા તેમ જ ઉત્કંઠા દેખાઈ આવી છે. મગધ–સામ્રાજ્ય એ ભારતવર્ષનું આદિ– જૂનામાં જૂનું સામ્રાજ્ય હતું. અહીં પણ અનાર્યોની જ વિશેષતા હતી. જરાસંધ અને કૃષ્ણ વચ્ચેને વિરોધ મહાભારતમાં સ્પષ્ટપણે વર્ણવ્યો છે. જરાસંધ, આ અનાર્ય જાતિઓને જ અગ્રણું હતો. એણે ઘણા રાજાઓને કારાગારમાં પૂરી દીધા હતા અને પ્રજાની ઇચ્છાથી ચાલતા સંઘત ઉપર પણ પિતાને પંજે વિસ્તાર્યો હતે. વૃષ્ણિયોનું રાજતંત્ર, એ વખતે સૌથી અધિક શક્તિશાળી ગણતું. શ્રી કૃષ્ણ એ વૃષ્ણુિના સંચાલક હતા. જરાસંધે એમને એાછા નથી પજવ્યા. અનાર્ય કહીને આર્યોએ જેમની મશ્કરી કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034531
Book TitleKaling Chakravarti Maharaja Kharwel
Original Sutra AuthorN/A
AuthorKashiprasad Jaiswal
PublisherZZZ Unknown
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy