________________
અશાકનું પૂર્વજીવન.
[ ૪૫ ]
દર્શનીયા', “પ્રાસાદિકા’ અને ‘જનપદકલ્યાણું' હતી, તેથી એને પિતાએ બિંદુસારના અંતઃપુરમાં મેકલી. બીજી રાણુઓ આ કન્યાનું રૂપ-લાવણ્ય જોઈ લેવાઈ ગઈ. એમને એમ થયું કે જે રાજા
આ બ્રાહ્મણ—કન્યાને એક વાર જોઈ જશે તે પછી બીજી રાણીઓનાં માન ઘટી જશે. રાજાની નજરે ન ચડે એટલા માટે એને એવું કામ સોંપ્યું કે રાજા સૂતા હોય ત્યારે માત્ર માથા પાસે બેસી, રાજાના વાળ એળે. અચાનક એક દિવસે રાજાજી જાગ્યા અને
આ દર્શનીયા, પ્રાસાદિકા અને જનપદકલ્યાણ યુવતીને જોઈ મેહ પામ્યા. પણ એ હંમેશાં વાળ ઓળતી હોવાથી, રખેને હજામની પુત્રી હોય એવી રાજાને શંકા થઈ. બ્રાહ્મણ પુત્રીએ પોતે જ એ શંકાનું સમાધાન કર્યું.”
એનાથી બિંદુસારને જે પુત્ર થયે તેનું નામ અશક.
અશોક ઉપર એના પિતાને બહુ પ્રેમ હતો. એ “દુસ્પર્શગાત્ર હતિ. સામ્રાજ્યમાં ક્યાંઈ બળવો થાય તે બિંદુસાર બનતાં સુધી અશોકને જ ધકેલતો. સુસીમ નામના સૌથી મોટા પુત્ર વિષે રાજાને પક્ષપાત હત–મગધને મુકુટ સુસીમને સાથે જ મૂકાવાને હતે. અશોક એ રમત સમજી ગયો. તેણે યુક્તિપ્રયુક્તિ કરીને સુસીમને કાટે ઉખેડીને ફેંકી દીધે.
અશોકને ૯૮–૯૯ જેટલા ભાઈઓ હતા એ વાતમાં અલબત્ત અતિશયોકિત હોઈ શકે. પણ એને બીજા ભાઈઓ હતા અને ભાઈઓના પ્રેત ઉપર પગ માંડીને જ મગધના સિંહાસન સુધી પહોંચ્યો હતો એ વિષે શંકાને સ્થાન નથી. રાજની લગામ હાથમાં લેવા છતાં અશાકને વિધિપૂર્વક રાજ્યાભિષેક થઈ શક નથીરાજ્યાભિષેક થતાં ચાર વરસ નીકળી જાય છે. એ જ બતાવે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com