________________
( ૪૧ ]
કલિંગનું યુદ્ધ યાને મહામેધવાહન મહારાજ ખારવેલ.
કે અશોકને રાજસત્તા મેળવતાં ઘણું ઊંડી ખટપટમાંથી પસાર થવું પડયું હતું–પિતાના ભાઈઓના ભેગે એણે સામ્રાજ્યને મુકુટ મેળવ્યો હતો.
પ્રસિદ્ધ ચીની મુસાફર હ્યુનસેંગે, અશેકે નિમેલા એક નરકાગારનું વર્ણન આપ્યું છે. માણસને પીડા આપવાની– રીબાવી રીબાવીને મારવાની બધી તરકીબ અહીં શેાધાતી અને તેને અમલ પણ થતું. ચીભડા ને તરબૂચની જેમ જ માનવ દેહ અહીં શેકાતા –તળાતા અને રહેસાતા. ધાતુઓના ધગધગતા રસ અહીં હંમેશ તૈયાર રહેતા. ભૂલેચૂકે પણ જે કઈ આ નરકાગારમાં આવી ચડે તે જીવતા દેજખની આ યંત્રણમાંથી એ કઈ કાળે પણ બચી શકે નહીં. પહેલાં તે અશોક પિતે જીવતા મનુષ્યોના દેહની સાથે કર રમત કરતા પણ પછી જ્યારે એને કહેવામાં આવ્યું કે રાજાએ પતે ઊઠીને આવા હલકા ધંધા નહી કરવા જોઈએ ત્યારે તેણે ચંડગિરિક નામના એક કસાઈની આ નરકાગારના અધ્યક્ષ તરીકે નીમણૂક કરી. આ ચંડગિરિક પશુ- પ્રાણુઓને અને માણસોને રીબાતા-તરફડતા જોઈ ખૂબ જ અનુભવતે. બીજાના ત્રાસ એ જ એને ખરે આનંદ હતો. એણે પિતાના માતાપિતાને વધ કરતાં પણ પાછું વાળીને નહોતું જોયું.
અશોકની એક આજ્ઞા ન માની તેથી ૫૦૦ જેટલા મંત્રીઓને એક જ વખતે-એક જ સ્થાને તરવારના ઝાટકાથી ઉડાડી મુક્યા એવી મતલબની એક વાત દિવ્યાવદાનમાં છે. તેમ જ એક પરિચારિકાએ અશક-વૃક્ષના થડાં પાન તેડ્યાં તેથી જીવતી બાળી મૂકી. કારણ એટલું જ કે પોતાનું નામ પણ અશોક અને વૃક્ષનું નામ પણ
અશકઃ અશોક સામે કોઈથી પણ આંગળી ઊંચી કેમ કરાય? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com