SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ રાજશ્રયનું પરિણામ. [ ૫૩ ] શ્રદ્ધા કે પ્રીતિ ન હતી. એ હદયથી એમ ઈચ્છતો કે લકે જૂનવાણીને જે ભૂલી જાય અને હું જ ખરે શહેનશાહ છું–ઇતિહાસનો આરંભ જ મારા સમયથી થાય છે એમ આ બધા માણસે માનવા લાગે તે પછી ક્યાંય કોઈ પ્રકારની કઠણાઈ ન રહે. બબે હજાર વર્ષ થયાં રાજાઓની મોટી જમાત ઉતરી આવી છે એ વાત તેને સાંભળવી જ નહોતી ગમતી. એ જૂના રાજાઓનાં નામ સુદ્ધાં પણ કોઈ ન સંભારે, માત્ર પ્રથમ સમ્રાટ તરિકે પિતાનું નામ જ અહોનિશ ગુંજતું રહે એવી એની એક માત્ર અભિલાષા હતી. રાજાઓ અને સમ્રાટેની સાથે બીજા કોઈ મેટા પુરુષો થયા હોય તે એમનાં નામ અને ચિન્હ પણ ભૂંસી નાખવાની એણે કેડ બાંધી. તેણે ફરમાન છેડયું કે જે જે ગ્રંથમાં પ્રાચીન કાલની હકીકત હોય તે બધાં પુસ્તક ખાસ કરીને ઈતિહાસના પુસ્તકે બાળીને ભસ્મ કરી નાખવાં.” એ આજ્ઞાના અનુસંધાનમાં જ એણે એક બીજો એવો આદેશ છો કે “જૂના વખતની વાતે જે કઈ રસભરી વાણીમાં લલકારીને વર્ણવશે તે તેને શૂળીની સજા વેઠવી પડશે.” કહેવાય છે કે ઘણુ પંડિત, જૂનવાણું રીતરિવાજની વાત કરતા પકડાયા અને આ પ્રથમ સમ્રાટે તેમનાં શિરચ્છેદ પણ કર્યા. જૂનાં ગ્રંથે જેમણે જેમણે છુપાવવાના પ્રયત્નો કર્યા અને પ્રથમ સમ્રાટના ગુપ્તચરેથી પકડાયા તેમને એણે જીવતા દફનાવી દીધા. ઈતિહાસમાં માત્ર પિતાનું એકલાનું જ નામ ઝળકી ઉઠે એવી દુરાશા સેવનાર આ નૃપતિએ પ્રજા ઉપર ઘણા અત્યાચાર કર્યા. એનું પરિણામ એ આવ્યું કે પચાસ વરસની અંદર જ એ રાજવંશનું નિકંદન નીકળી ગયું. ચીનના સમ્રાટેમાં ઓછામાં ઓછા સમય જે કોઈએ રાજઅમલ કર્યો હોય તો તે આ વશે. જે રાજવંશ ચિરસ્થાયી સહિસલામત અને શાશ્વત બનવા માંગતો હતો તેના જ ફાળે આ મોટામાં મોટું દુર્દેવ આવ્યું ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034531
Book TitleKaling Chakravarti Maharaja Kharwel
Original Sutra AuthorN/A
AuthorKashiprasad Jaiswal
PublisherZZZ Unknown
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy