________________
[ ૭૦ ].
કલિંગનું યુદ્ધ ચાને મહામે વાહન મહારાજ ખારવેલ.
કીલ્લો નથી, પણ એક નવા બાહુબળ ધરાવતા સમર્થ સમ્રાટને દુર્ગ છે એવી પ્રતિષ્ઠા એને મળે એટલા સારુ જ આ આંધીને ઉદ્ભવ છે. હજી પણ તમારો મેહ જૂના કીલ્લા, જૂની નહેરો અને જૂના ખંડિયેરે ઉપરથી નથી ઉતર્યો. કલિંગ આજ નવસર્જન માગે છે. ભયંકર વાવંટોળ અને તોફાનમાં માત્ર વિનાશ નથી હેત-વિનાશને પગલે પગલે સર્જન જે ન આવી પહોંચે તે એના જેવી દીનતા અને દુર્ભાગ્ય આ જગતમાં બીજું કાઈ ન હોઈ શકે.”
પ્રકારાંતરે શ્રમણે યુવરાજ ભિખુને આવતી કાલના સ્વાધીન કલીંગનું સ્વરૂપ સમજાવ્યું. કલિંગે અધકચરા ઈલાજોને તીલાંજલી આપી નવેસરથી-મૂળમાંથી જ નવરચના આરંભવી જોઇએ. જીણું અવશેષો ઉપર અશ્રુપાત માત્ર કર્યા કરવાથી કે લળી લળીને એને પગે લાગવાથી કંઈ જ વળવાનું નથી, એમ એના મન ઉપર ઠસાવ્યું.
આંધીનું તેફાન થેડી વારે શમી ગયું. ભિખુરાજના અંતરમાં પણ એ દિવસે નો પ્રકાશ પડે. તોષાલીના દુર્ગને, વિધિપૂર્વકના રાજ્યાભિષેક સાથે જ એણે નવેસરથી ઉદ્ધાર કર્યો. કલિંગના આત્મરક્ષણ અર્થે જ્યાં જ્યાં નવાં બાંધકામ કરવાનાં હતાં ત્યાં ત્યાં તેણે અધિકારીઓ મકલી, લશ્કરી દષ્ટિએ બધી વ્યવસ્થા કરી વાળી. પૂરાઈ ગએલી ખાઈઓ અને નહેરેને પણ એક બે વર્ષની અંદર એણે સજીવ કરી દીધી. કરમાયેલા વૃક્ષને નવા અંકુર આવતાં હોય તેમ ભિખુરાજે, રાજ્યાભિષેક પછી કલિંગની રગે રગે નવજીવન સીંચું દીધું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com