________________
કલિંગ: કાચ પારે.
[ ૪૧ ]
કલિંગને સંહાર વિષેને સમ્રાટ અશોકને જ આ એકરાર છે. જે સમયમાં વસ્તીપત્રક હેતાં તેમ અંદાજ સિવાય મૃતદેહની સંખ્યા મુકરર કરવાનું કોઈ સારું સાધન ન હતું તે કાળની આ વાત છે. એટલે અશોકના પિતાના અંદાજ કરતાં પણ કલિંગને સંહાર ઘણે વધુ ભયંકર હોઈ શકે. યુદ્ધના કેદી તરિકે પકડાયેલા માણસની સંખ્યા પણ એ જ પ્રમાણે ઘણું વધારે સંભવે છે. બાધાભારે કહીએ તે કલિંગના આ અકારણુ યુદ્ધમાં કલિંગના પુષ્કળ સંતાને અને કુટુંબ નાશ પામ્યા. કલિંગને શિરે એ અણધારી આફત હતી. સબળ શ્રમણ-બ્રાહ્મણ ઉપરાંત વૃદ્ધો, અશકત, બાળકો અને અબળાઓએ પણ આ યુદ્ધને સંભારી અહોનિશ અસંખ્ય ઉષ્ણ ની:શ્વાસ નાખ્યા હશે.
કલિંગવાસીઓનાં સંતપ્ત હદય ડાં શાંત અને સ્થિર બને એ માટે સમ્રાટ અશોકે કલિંગમાં સમ્રાટના પ્રતિનિધિ તરિકે પિતાના એક કુમારની નીમણુક કરી. યુદ્ધ પછી પણ અશોક કલિંગને ભૂલી શક્યો નથી. કલિંગની ખુવારીના કરુણ ચિત્રો એની આંખ આગળ અહેનિશ તરવરી રહેતા હોય એમ જણાય છે. ઊંડે ઊંડે એના મનમાં એવો ભય અથવા એવી આશંકા પણ જરૂર રહેતી હશે કે કલિંગ એક દિવસે આ પાપનું પ્રાયશ્ચિત કરાવ્યા વિના નહિં જંપે. રખેને પિતાને કોઈ અધિકારી કલિંગની ભૂમિ ઉપર ન અત્યાચાર કરે—કલિંગના જખમ ઉપર ખાર ભૂસે, એવી સતત ચિંતા સમ્રાટને રહે છે. એટલે જ એ કલિંગને બની શકે તેટલું વ્યવસ્થિત, સુરક્ષિત અને શાંત રાખવા માગે છે. એક બીજા શિલાલેખમાં એ કહે છેઃ
“ તુષાલી નગરી(કલિંગની રાજધાની)ના નાના–મેટા સૂબાઓને–અમલદારને હું કહેવા માંગુ છું કે જે હજાર માણસો ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com