________________
[ ૮૨ ]
કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાજ ખારવેલ
નંદવંશને છેલ્લો રાજવી આ મૂર્તિ, કલિંગમાંથી જ, કલિંગની ઇચ્છા વિરૂદ્ધ અહીં મગધમાં લઈ આવ્યો હતો. એ મૂર્તિ શ્રી આદિનાથ પ્રભુની હતી. સમ્રાટ ખારવેલે ફરી કલિંગમાં એની પ્રતિષ્ઠા કરી. એક ભવ્ય જિનમંદિર બનાવવાની અને ખૂબ સમારોહ સાથે પ્રતિષ્ઠા-ઉત્સવ કર્યાની વાત પણ એ શિલાલેખમાં છે.
અશોકના મારથી મૂછિત બનેલું કલિંગ મહામે વાહન સમ્રાટ ભિખુરાજની સારવારને લીધે ફરી એક વાર ઊભું થયું. સામ્રાજ્યના એક ખંડિયા રાજ્ય તરિકે ઓળખાતા કલિંગે, સમસ્ત ઉત્તરાપથ અને દક્ષિણ પ્રદેશ ઉપર પિતાની હકુમતની વિરાટ પાંખ છાઈ દીધી. ગ્લાનિ અને ઔદાસિન્ય દેઈ નાખીને સમ્રાટ ખારવેલે કલિંગને એક સમૃદ્ધ ઉદ્યાનના રૂપમાં પરિણમાવ્યું. લગભગ બાર વર્ષ જેટલો લાંબો વખત દિગ્વિજયમાં અને કલિંગની પુનર્ધટનામાં જ ખારવેલે ગાળે છે.
શ્રી કેશવ હ. ધ્રુવ આ સમ્રાટ ખારવેલના વિષયમાં કહે છેઃ “ એ યુવીર હતો તેમ દાનવીર અને ધર્મવીર
પણ હતો. તેણે અભુત અપૂર્વ હસ્તિદાનથી રાજગૃહમાં “રાષભદેવ ભગવાનની પ્રતિષ્ઠાને ઉત્સવ ઉજવ્યો હતો. “ગાદીએ આવ્યાને બીજે વરસે તેણે વિદર્ભ અને મહારાષ્ટ્રમાં “જૈન ધર્મ પ્રચારવા પ્રયત્ન કર્યા હતા. તેરમે વરસે સર્વ દિશાના જ્ઞાનવૃદ્ધ અને વૃદ્ધ નિગ્રંથ શ્રમણને કુમારિકા“પર્વત નોતર્યા હતા. (અર્થાત એક નિગ્રંથ-પરિષદ ભરી “હતી.) તે ત્રિવિધ સમ્યફવથી ભિખુરાજનું, સ્વધર્મના “રક્ષણથી ગુતચકનું અને સર્વસિદ્ધિથી મહાવિજયનું બિરૂદ “ધરાવતો હતો. કુશળ શિલ્પીઓને હાથે તેણે અનેક જિનાલયો “બંધાવ્યાં હતાં. પંડે ચુસ્ત જેન હોવા છતાં તેના પછી “થયેલા સ્થાણીશ્વરના ચક્રવર્તી હર્ષની પેઠે તે અન્ય ધર્મને પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com