________________
[૬]
કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
પડયું હતું. અચાનક શ્રેણિકના હાથ સળવળ્યા. જેટલી સીફતથી, ચાકડે ચડેલો માટીને પીંડે કુંભાર-કારીગર ઉતારી લે તેટલી જ સફતથી શ્રેણિકે અંગને ઉતારી લીધું તો ખરું, પણ શરૂ થએલી સામ્રાજ્યવાદના ચક્રની ગતિને રોધ એ કરી શક્યો નહિ.
સામ્રાજ્ય–ચક્ર જેસર ચાલી રહ્યું. શિશુનાગ ગયા, નંદો ગયા, મૌર્યે આવ્યા. વચ્ચે ઘણું ઘણું આસમાની-સુલતાનીઓ થઈ ગઈ. પણ સામ્રાજ્યવાદનું ચક્ર તો ન ન વેગ મેળવી વીંઝાતું જ રહ્યું. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં, મગધ–સામ્રાજ્યની છેલી સીમાઓ અંકાઈ ચૂકી હતી. સમ્રાટ અશોક, એક સુવ્યવસ્થિત સામ્રાજ્યને વારસદાર બનીને જ જન્મ્યો હતો. ચંદ્રગુપ્ત પછી બિંદુસાર અને બિંદુસાર પછી અશોક મગધ સામ્રાજ્યને ભાગ્યવિધાતા બન્યો. ચંદ્રગુપ્ત બાહુબળથી મેળવેલું સામ્રાજ્ય હજી તો થાળે પડતું હતું. બિંદુસારના સમયમાં છૂટાછવાયા કેટલાક બળવાઓ થયેલા. તક્ષશીલાના એક તોફાનમાં બિંદુસારની હૈયાતી વખતે, કુમાર અશોકને ઠેઠ ઉત્તર હિંદના સીમાડા સુધી જવું પડયું હતું. યુવાન અશકને તક્ષશીલાને વિદ્રોહ શમાવવામાં કંઈ વધુ શ્રમ કરવાની જરૂર હતી પડી.
રાજદંડ હાથમાં લીધા પછી અશોકે કલિંગ-યુદ્ધનું રણશીંગુ $યું. કલિંગમાં, કલિંગની પ્રજાએ કંઈ વિદ્રોહ જગાવ્યો હતો ? કલિંગ કદિકને મગધ ઉપર ચડી આવશે એવી અશકને બીક રહેતી હતી? કલિંગે એવો તે શું અપરાધ કર્યો હતો ? ઉત્તરમાં વૈતરણું, દક્ષિણમાં મહેદ્રગિરિ, પશ્ચિમમાં અમરકંટક વીંધીને જતા સામ્રાજ્યના સીમાડાઓ અશોકને નાના લાગતા હતા? અને કલિંગ તે પ્રમાણે, બ્રાહ્મણ, તપસ્વીઓ અને અસંખ્ય તપોવનોથી ઉભરાતો પ્રદેશ હતો ! અશોકને એવી તે કેવી સુધા લાગી, એવી તે કેવી તૃષ્ણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com