________________
દેશની સ્વાધીનતા-એ જીવનવત
[
૯ ]
પી લેવા નથી
ભયંકર
છે ”
તે એની લાંબી-લોકચક્ષુથી અગેચર એવી સાધનામાં જ રહેલી છે.
પુણ્યની ખાતર, એ દાન નથી કરતા. ક્રય-વિક્રયામાં નિમિત્તરૂપ ગણાતી સુવર્ણ કે રૂપા જેવી ધાતુવડે એ પરલોકનાં સુખ ખરીદી લેવા નથી વાંછત : અઢળક દ્રવ્યનાં દાન કરી વસ્તુતઃ એ કંગાળ બની ગએલી-ભયંકર સંહાર પછી સર્વસ્વ ગુમાવી બેઠેલી પ્રજાની દિનતા જ દૂર કરવા માગે છે અને ખારવેલે શરૂ કરેલા દેશવ્યાપી ઉત્સવ–આમેદમાં પણ ક્ષણિક તૃપ્તિની કઈ માયામરીચિકા નથી દેખાતી. દીનતા અને ઔદાસિન્ય વિગેરે જાણે કે પસાર થતી વાદળીની સ્વાભાવિક છાયા હોય એવી તે પિતાની પ્રજાના દિલમાં પ્રતીતિ જન્માવવા માગે છે અને મહારાજા ખારવેલના સમયને કલિંગને ઇતિહાસ તપાસતાં, ભિખુરાજની એ સાધના ફળિભૂત બનતી દેખાય છે.
મહારાજા ખારવેલ સુધીની સમ્રાટોની આખી પરંપરામાં ખારેલ જેવી નૈષ્ટિક સાધના ભાગ્યે જ ક્યાંય દેખાય છે. ખારવેલ પછી પણ એમના જેવી સ્થિતિમાં કોઈએ પિતાના રાષ્ટ્રની આવી સર્વાગી સ્વાતંત્ર્યસાધના કરી હોય એવો કોઈ પ્રસંગ નથી લાધતે. અલબત્ત, બીજા સમ્રાટની જેમ, એ સમયની પ્રથા પ્રમાણે મહારાજા ખારવેલ દિવિજય કરે છે, કલિંગની સારાયે ભારતવર્ષ માં આણ પ્રવર્તાવે છે, પરંતુ નામમાત્રના રાજવીને કોઈ કુંવરે પિતાની સાધના અને પ્રશાંત પુરુષાર્થના બળે, પ્રજામાં સ્વમાન અને સ્વાવલંબનને આ ચમત્કાર કરી દેખાડ્યો હોય તે આ પ્રાયઃ પ્રથમ જ છે.
દક્ષિણના રાષ્ટ્રકૂટ અને ચૌલુક્યો, કલિંગના પાડોશી રાજવશ હતા અવારનવાર એમના હિંસક પંજા કલિંગઉપર પડતા. ખારવેલભિખુરાજની ત્રીજી, પેઢી ઉપર થઈ ગએલ ખેમરાજ અને એને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com