________________
[ GF ]
કલિંગનું યુદ્ધ ચાને મહામેધવાહન મહારાજ ખારવેલ.
વખતે કાઇ પણ પ્રકારના સંગ્રામ માટે કટિબદ્દ હતું. કલિંગની તલ પછી જે જડતા-ઉદાસીનતા એક મહામારીની જેમ બધે અડ્ડો જમાવીને બેઠી હતી તે કત્યારનીયે વિદાયગીરી લઇ ચૂકી હતી. થોડા જ વખતમાં મહારાજા ખારવેલે કલિંગમાં નવચેતનનેા પ્રવાહ વહાવી દીધા હતા. સૈનિકોની હવે કલિંગને ખેાટ ન્હોતી. તેમ સગ્રામમાં આવશ્યક એવા હાથી ઘેાડા પણ પુષ્કળ પ્રમાણમાં હતા.
મૂષિકાને પાંસરા કરવા એ ખારવેલને માટે મુશ્કેલ ન્હોતુ. પણુ કાણુ જાણે કેમ, મૂષિકના સીધા રસ્તા મૂકીને એણે આંધ્રમાંથી પેાતાની ફાજ લઈ જવાને નિશ્ચય કર્યાં. આંધ્રનેા રાજા સાતકર્ણી એક શક્તિશાલી રાજા હતા. કલિંગની ભરતીમાં કદાચ પેાતે પણ તણાઈ જશે એવી એને ખીક લાગી. એણે અણુધારી રીતે ખારવેલના વિરોધ કર્યો–પેાતાની હદમાંથી સીધી રીતે નહિં જવા દેવાની મક્કમતા બતાવી.
પછી તા મૂષિકાની સાથે સ’ગ્રામ થાય તે પહેલાં જ ખારવેલને, આંધ્રના રાજા સાતકર્ણી સાથે ઝૂઝવુ પડયું. એ યુદ્ધમાં સાતકીના ગ ગળી ગયા. વિજયના મદથી ઉન્મત્ત બનેલી કલિંગની સેનાએ મૂષિકાને સરહદમાંથી હાંકી કાઢ્યા. મૂષિકાને પ્રદેશ કલિંગમાં ભળી ગયે'; મૂષિકા પણ માત્ર ઇતિહાસના પાને જ જીવી રહ્યા.
રાષ્ટિક અને ભાજક રાજાએની સાથે પણ ખારવેલને અથડામણુમાં આવવું પડયું હતું. આ બન્ને દેશો આંધ્રની પાસે પશ્ચિમ તથા ઉત્તર-પશ્ચિમમાં હતા. આજનું મહારાષ્ટ્ર એ વખતે રાષ્ટ્રિક તરીકે ઓળખાતુ હાય અને આજનું બિહાર ભેાજક-રાજ્ય હાય એવું અનુમાન કરવામાં આવ્યું છે. ખારવેલ જ્યારે સાતકી સાથે લડતા હતા ત્યારે એ અને દેશએ આંધ્રના સાતકર્ણીને સીધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com