________________
[ ૨૬ ]
કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
ચોંટયું. એ કલંકની વેદના, સૈકાઓ વીતવા છતાં કલિંગ નહેતું ભૂલી શકયું.
નદયુગના આ પ્રથમ આક્રમણે કલિંગને માથે એક અપમાન લાદવા સિવાય બીજું કંઈ ખાસ નુકશાન કર્યું હોય એમ નથી. લાગતું. એ વખતે મગધ સામ્રાજ્યવિસ્તાર ચાલુ હતો. પણ એક રાજ્યને પરાભવ કર્યા પછી, તળીયાઝાટક રાજપલટો થવો જ જોઈએ એમ નહેતું મનાતું. કલિંગ, મગધની માત્ર નામની તાબેદારી સ્વીકારી લીધી હશે.
નંદ રાજાઓના સમયમાં કલિંગ નબળું બન્યું હતું. મૂર્તિનું અપહરણ, કલિંગની એ વખતની સામાન્ય નબળાઈ સૂચવે છે. રાષ્ટ્રધ્વજનું અપમાન જેમ કેઈ સ્વતંત્ર રાષ્ટ્ર સહન કરી શકતું નથી–એનો બદલે લે છે ત્યારે જ જંપે છે તેમ મૂર્તિનું અપહરણ કલિંગની પ્રજાના દિલમાં શલ્યની જેમ ખૂંચતું હોવું જોઈએ. વર્ષો વીતવા છતાં એ વેદના વિસારે ન પડી. ખારવેલના પ્રથમ આક્રમણની સાથે એ અપમાનને કલિંગ–રાષ્ટ્ર બદલો લીધે.
મહાપદ્મનંદે કલિંગથી આગળ વધી દક્ષિણમાં પિતાની સત્તા જમાવી હતી. એટલે કલિંગ તે માત્ર માર્ગમાં જ આવતું હતું. મગધ સામ્રાજ્યને નંદયુગમાં ખૂબ વિસ્તાર મળી ગયે. નંદના સૈનિકે, ઘોડેસ્વારે, હાથીઓ અને રથનાં, પરદેશી મુસાફરોએ જે વર્ણને આપ્યાં છે તે જોતાં પ્રથમ નંદરાજા ઘણે શક્તિશાલી હે જોઈએ. મગધ સામ્રાજ્ય એ માત્ર સ્વપ્નની વસ્તુ નથી, પણ વાસ્તવિકતા છે એમ મહાપદ્મનંદ બરાબર જોઈ શક્યો હતો. સૈન્યવૃદ્ધિ, સમાન માપ–લ અને દ્રવ્યસંગ્રહની દષ્ટિએ આ નંદવંશને મૂળ પુરુષ આજના યુગના કેાઈ સર–મુખત્યાર જેવો જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com