________________
[ ૮૬ ]
કલિંગનું યુદ્ધ ચાને મહામેધવાહન મહારાજ ખારવેલ.
દૂતે કૃષકરાજને એ હકીકત જણાવી. કૃષકરાજ પેતે પણ એ જ મુંઝવણમાં હતા. ખારવેલની દિવિજયયાત્રાને એમણે ખરા હૃદયથી અભિનંદી હતી. સીકંદરના જે પરદેશી સેનાપતિએ આ દેશની ભૂમિને કબજો કરીને બેસી ગયા હતા તેમને પહેલી તકે નસાડવા જ જોઇએ એમ તે માનતા. આ પરદેશીએ શાસન કે રાજવ્યવસ્થા મૂળભૂત સિદ્ધાંતાથી પણ અજ્ઞાન હતા. પશુખલમાંથી જ રાજવ્યવસ્થાના જન્મવી જોઇએ એમ તે માનતા. રૈયતને ગમે તે પ્રકારે લૂટવી, અને જે કંઇ–ધન-ધાન્ય કે દાસ-દાસીએ મળે તે પરદેશમાં ધકેલી દેવાં એ સિવાય એમને બીજો કાઈ હેતુ ન હતા. આ જુલમને જલદી અંત આવતા હાય અને ખારવેલ જેવા વીર પુરુષને યશ મળતા હાય તે। તેએ પેાતાથી બનતી સર્વ પ્રકારની સહાય કરવાને કૃષકરાજ તૈયાર હતા.
સીના પિતા વિજિર–રાજ પણ એ પરદેશી ટાળાના જ અત્યાચારના ભાગ બન્યા હતા. સિંહપથ એ વિજિરનું રાજધાનીનુ શહેર હતુ. સિંહપથના રાજમહેલમાં સીએ બાલ્યાવસ્થાના ઘણા સુખી દીવસે। વીતાવ્યા હતા. અચાનક એક દિવસે પરદેશીએના ૫જો એ શહેર ઉપર પડ્યો. રાજા-રાણીને નિરૂપાયે નાસી જવાની ક્રૂજ પડી. ઘુસીને કૃષકરાજને આશ્રય લેવા પડ્યો.
કૃષકરાજને બહુ જ ચિતામગ્ન સ્થિતિમાં જોઇ ધુસી સ્હેજ આશ્ચય પામી. સીના આગ્રહથી કૃષકરાજે ખુલાસા કર્યાં: કલિંગપતિ મારવેલ દિગ્વિજય વર્તાવતા આજે એ દિવસથી આપણી ભૂમિમાં છાવણી નાખીને પડ્યો છે. પરદેશીઓને નસાડવા અને ભારતવર્ષના રાજવીઓને એકછત્ર નીચે આણુવા એ એના ઉદ્દેશ છે. આપણુ સૈન્ય તા એની સહાયમાં મેાકલીશું', પણ સારા સેનાપતિ તરિક કેાની નીમણુક કરવી એ એક મોટા પ્રશ્ન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com