________________
[ ૩૬ ]
કલિંગનું યુદ્ધ યાને મહામેઘવાહન મહારાજ ખારવેલ.
અને યુવરાજ અશોકના પગલાં થતાં જ એ ઉભરે શમી ગયે હતો. કલિંગમાં એવી કોઈ ઘટના બનવા જ નથી પામી. ચંદ્રગુપ્ત મૌર્ય જેવો વિજેતા અને વ્યવસ્થાપક પણ કલિંગની સ્વાધીનતા ઉપર ત્રાપ મારી શકો નથી. એક માત્ર અશોકને જ, કેણ જાણે કેમ, પણ એવી મતિ સૂઝી.
અશકે કલિંગ જીત્યું તે ખરું, પણ મૌર્ય સામ્રાજ્યનું અમંગળ તે જ ઘડીથી શરૂ થયું. કલિંગના વિજય સાથે જ ભગધ–સામ્રાજ્યના મૂળમાં સડે પેઠે. છેલ્લું તરણું ઉંટની કેડ ભાંગી નાંખે છે એ કહેવત પ્રમાણે મગધ સામ્રાજ્યની કેડ કલિંગના ભારથી ભાંગી ગઈ. કલિંગ, પ્રાચીન સામ્રાજ્યની ચડતી-પડતીનું એક સીમાચિનહ બની રહ્યું. અંગ-દેશ, એહી કર્યા પછી મગધની શક્તિને જે જુવાળ ચઢતો દેખાય છે તે કલિંગદેશના વિજય પછી પાછો વળે છે. અંગવિજય અને કલિંગવિજય વચ્ચેના કાળમાં શાંતિ તથા પ્રગતિના અંકુરો ફળતા–ફાલતા દેખાય છે. પણ અશોકે વર્તાવેલા કલિંગના કાળા કેર પછી મગધ–સામ્રાજ્ય જાણે વૃદ્ધ બની જાય છે. એની બધી શક્તિ અને ઉમંગ હણાઈ જાય છે. શ્રીયુત રાયચૌધરી કહે છે: મગધને, કલિંગવિજય પછી કંઈ કરવાપણું જ નથી રહેતું. દિવિજયને યુગ પૂરે થાય છે. ધર્મવિજયને જમાને, તે દિવસથી શરૂ થાય છે.
કલિંગયુદ્ધ, ભારતીય ઇતિહાસમાં એક સીમાસ્તંભ છે. એક તે કલિંગને પ્રદેશ પહાડે-નદી-નાળાઓ અને જંગલોથી ભરપૂર છે. હાથીઓ પણ બીજા કરતાં અહીં વધુ પ્રમાણમાં હોય છે. ખડતલ કલિંગવાસીઓ ટાઢતડકે વેઠવામાં પણ કેઈથી ગાંજ્યા જતા નથી. મગધની પાડોશમાં આવું એક બળવાન રાજ્ય હોય તો મગધને એની હુંફ રહે. એવી હુંફની ખાતર જ અશોકની પહેલાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com