________________
: ૫ :
નારાઓના આત્મબલિમાંથી કેવી છુપી તાકાતને પ્રવાહ ધસે છે તે જે કે અશક પિતે તે જોવા ન રહ્યો પણ એના વંશજોએ મૌર્ય સામ્રાજ્યના ભાગે એને પર મેળવ્યા.
કલિંગરાજ ખારવેલ માત્ર ધાર્મિક કે યુદ્ધવીર જ નહતા–એ જેટલો રસ અને ઉત્સવને ઉપાસક હતિ તેટલે જ રાષ્ટ્રીયતાને પણ અનન્ય આરાધક હતા. જેમણે નવાં સામ્રાજ્ય સ્થાપ્યાં, સબળ ધર્મસંપ્રદાયોને આશ્રય આપ્યા અને વિશેષમાં ઉત્તરાપથ અને દ્વીપાંતરમાં દિગવિજય ફરકાવ્યા તે બધા સમ્રાટે કરતાં આ ભિખુરાજ ખારવેલનું જીવન અનેક અંશે જુદું તરી આવતું જણાય છે.
પહેલી વાત તો એ છે કે એને પિતાના કચરાયેલા-છુંદાયેલા ઉઘાન જેવા નિપ્રાણ બનેલા પ્રાંતને ઉદ્ધાર કરવાનું હતું. સાધનહીને વૃદ્ધ પિતાના એ પુત્ર પાસે અંતરની ધગશ સિવાય બીજી કોઈ સ્કૂલ સંપત્તિ નહતી. અશોકના કલિંગવિજય પછી કલિંગને ફરી જાગૃત કરવાનું કામ મૃતદેહમાં નવી સંછવિની પૂરવા જેવું કઠિન હતું. કળથી અને બળથી કલિંગરાજે કામ લીધું. કલિંગના શિખરે ઉપર સામ્રાજ્યસત્તાને વાવટો ફરકાવવાનું વ્રત એણે જીવના જોખમે પણ પાળ્યું અને ઉજવ્યું !
ખારવેલનું બીજું નામ ભિખુરાજ છે. અંતરથી તે એ ભિખુ અર્થાત ત્યાગી અને સંયમી હતો એના ત્યાગ અને અને સંયમની સપાટી નીચે રસોલ્લાસ લહેરાત, ત્યાગ અને ઉલ્લાસની તાકાતે કલિંગની પ્રજાને નવજીવન અયું.
એક રાષ્ટ્રવીર તરીકે, પાયમાલ બનેલા પ્રાંતના પુનરુદ્ધારક તરીકે અને રસ તથા સંયમને પ્રમાણસર સમન્વય કરી જાણનાર એક રાજાધિરાજ તરીકે પણ ખારવેલ સંસ્મરણીય અને વંદનીય બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com