________________
(૯) સમ્રાટ સંમતિ
કલિંગ જે વખતે મગધની બેડીઓ તેડીને ફેંકી દેવા તલપાપડ થઈ રહ્યું હતું તે વખતે મગધને માથે માઠી દશાના ગ્રહ બેસી ચૂક્યા હતા. મગધ સામ્રાજ્યની શક્તિને પ્રત્યાઘાત શરૂ થઈ ગયો હતે.
મૌર્યસત્તાની નૌકા મધદરીએ ઝોલા ખાતી હતી. તે વખતે મહારાજા સંપ્રતિએ એનું સુકાન હાથમાં લીધું. જિન સાહિત્યે આ સંપ્રતિ રાજાને ઘણું ઉચ્ચ સ્થાન આપ્યું છે. મૂર્તિઓ અને મંદિરના એ યુગપ્રવર્તક હતા એમ કહીએ તે ચાલે. મહારાજા સંપ્રતિએ ઘણી જિનમૂર્તિઓ અને ઘણાં જિનમંદિર નિમ્યાં છે. સ્તૂપે અને શિલાલેખેને સ્થાને ભવ્ય પ્રાસાદે અને મનહર મૂર્તિઓને પ્રચાર મહારાજા સંપ્રતિના યુગમાં વધુ સરળ અને શક્ય બન્યું. પ્રાચીન જૈન સાહિત્યમાં મૌર્ય-મહારાજા સંપ્રતિની આ ધર્મપ્રભાવના અતિ ઉજવલ અક્ષરે આલેખાઈ છે. રાજકારણી કુશળતા એ ઉજવળ અક્ષરો પાસે સાવ ઝાંખી પડી જવા પામી છે.
અશોકના સંતાનોની સંખ્યા નિશ્ચિત નથી. પણ કુણાલ અને મહેક એ બે પુત્રોનાં નામ છે ઇતિહાસમાં આપણે ઘણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com