________________
: ૨૦ :
આ ગ્રંથમાંથી નથી મળતું. અહીં તો લેખક એમ પણ ઇતિહાસ દ્વારા પૂરવાર કરતા હોય એવું લાગે છે કે ત્યાગપ્રધાન શ્રમણ સંસ્કૃતિને રાજ્યાશ્રય મળતાં ધર્મને તેમજ રાજ્યનો વિનાશ પરસ્પરની શિથિલતાને અંગે થયે; જ્યારે બીજી તરફથી કલિંગને યુવરાજ યુગદ્રષ્ટા જૈન સ્થવિરની પ્રેરણાબળે સાચો રાજવી બને. જૈનધર્મીઓ ગૌરવ લઈ શકે એવી એક કથની સમ્રાટ ખારવેલની મગધ પરની પહેલી ચઢાઇનું વર્ણન કરતી વખતે શ્રી સુશીલે મને રંજક ઢબે મૂકી છે. મગધને ભીરૂ રાજવી ખારવેલના આગમનના સમાચાર સાંભળીને નાસી જાય છે તે વખતે જૈનધર્મી સમ્રાટ ખારવેલની સંસ્કારિતા અને સંયમી સુઘડતા અન્ય રાજાઓની પેઠે અઢળક ધન અને ભાલમિલ્કત મગધમાંથી લઈ જવાને બદલે રક્ષણહીન પ્રજાને પિતાને કોઈપણ સૈનિક નો સતાવે તે માટે ખૂબ સાવચેત બને છે અને સમ્રાટ ખારવેલ ગંગાના પુનિત પ્રવાહમાં પિતાના હાથીઓને માત્ર સ્નાન કરાવીને ચાલ્યો જાય છે.
સમ્રાટ ખારવેલની આ ઉદાત્ત રાજનીતિ પ્રત્યેક જૈનધર્મીને તેમજ અન્ય સંસ્કૃતિ પ્રેમીઓને રોમાંચ અનુભવાવે એવી છે. શ્રી સુશીલની સતત અધ્યયનશીલતા વર્ષોથી ગુજરાતને બંગાળી સાહિત્યને રસાસ્વાદ અર્પણ કરતી આવી છે. એવા જ ચિટ્વટભર્યા ઉંડા અભ્યાસને પરિણામે એમણે આ ગ્રંથદ્વારા ભારતવર્ષની તવારીખનું ભૂંસાઈ જતું એક ઉજજવળ પ્રકરણ પિતાની જ ઢબે, રોચક શૈલીમાં ગુજરાતી જનતા સમક્ષ મૂકીને આપણું અલ્પષ્ણુણ ઇતિહાસ ક્ષેત્રમાં એક પ્રાણવાન કૃતિને ઉમેરો કર્યો છે. તાઃ ૨૮-૨-૩૮
રતિલાલ ઉકાભાઈ પટેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com