________________
(૫) ચદ્રગુપ્ત માય
ન યુગને મગધ–સામ્રાજ્યના ઉધ્યયુગ કહી શકાય. મૌર્યયુગમાં મગધ–સામ્રાજ્યના સૂર્ય મધ્યાન્હ આવ્યેા. કૈાશલ, અવન્તિ, વત્સ, કાશી અને અંગ તે મગધના અધિકારમાં હતા જ, ચંદ્રગુપ્ત– મૌર્યે પશ્ચિમના ઘણાખરા પ્રદેશેા સામ્રાજ્યમાં મેળવી, મગધ–સામ્રા જ્યને અતુલ વ્યક્તિત્વ આપ્યું. એ સમય સંક્રાંતિના હતા. ઉત્તરમાંથી ધનલે લુપી–રાજ્યલે।ભી પરદેશીઓનાં ટાળાં ભારતની ધરતીને ખુંદવા ઉપડી ચૂકયા હતા. રાજા માત્ર રાજ્યને ભાગવી જ જાણતા. રાજ્યે। હતાં પણ શાસનને નામે તે। શૂન્યતા જ વર્તતી. શાસન જેવી કાષ્ઠ વસ્તુ ન હેાય ત્યાં સુશાસનની આશા કાણુ રાખે ?
સત્તામાં આવતા અને અદૃશ્ય બનતા રાજ્યવશેાની એક મેટી ચેાપાટ ખેલાઇ રહી હતી. અંદર–અંદરના વિગ્રહે અને ઉપરથી ઊતરી આવતા હુમલાખારાના અત્યાચારાથી પ્રજા ત્રાય ત્રાય પોકારી રહી હતી. ચંદ્રગુપ્ત મૌર્ય અને એના વિચક્ષણ મંત્રી ચાણકયે એ પરિસ્થિતિ જોઇ લીધી. મગધનું સિંહાસન હરતગત કરવામાં, નાના ઊંડે ઊંડે ઉતરી ગએલાં મૂળ ઉખેડવામાં ચંદ્રગુપ્તમૌયને અને ચાણાકયને પણ કંઇ એછી મહેનત ન્હોતી કરવી પડી. રાજ રાજ નવા કાવાદાવા ખેલાતા. નવી સાગઠીએ મંડાતી. ચાણકયને અને ચદ્રગુપ્તને ભાગ્યદેવીએ જ સહાય કરી. બન્ને બુદ્ધિશાલી અને ખળ શાલી હતા. ન દવંશના રાજકુવા અને એમના અમાત્યવર્ગ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com