________________
[ ૧૨૪ ]
કલિંગનું યુદ્ધ યાને મહામે વાહન મહારાજ ખારવેલ.
ધર્મસંપ્રદાયે દુર્બળ સંપ્રદાય ઉપર જેમ આક્રમણ નથી કર્યું તેમ વિલુપ્ત થતા કોઈ સંપ્રદાયે બીજા સંપ્રદાયને શાપ પણ નથી આપ્યા. કેટલાય મતે ઉત્પન્ન થઈ પિતાનું કાર્ય સમાપ્ત થયે પાછા વિદાય થઈ ગયા છે. ઉત્પન્ન થતા, ટકતા અને વિદાય લેતા વિવિધ સંપ્રદાયો કાળની પીઠ ઉપર નાચતા જતા નાવડા જેવા રમણીય અને બોધક લાગે છે.
કલિંગમાં આર્યો આવ્યા અને સંસ્થાનો સ્થાપ્યાં ત્યારે પાડેથી પ્રાંત પ્રજાઓએ-ખાસ કરીને બ્રાહ્મણએ આ નિવાસીઓને અસભ્ય માનવાની આહલેક પકારી. પણ કલિગે જેવું પિતાનું પાણી બતાવ્યું કે તરત જ કલિંગ-ઉત્કલને એ જ બ્રાહ્મણોએ સભ્યતાની પંક્તિમાં મૂકી દીધું. એક વખતની અનાર્ય કે અસભ્ય પ્રજા હંમેશા અનાર્ય થા અસભ્ય જ રહેવી જોઈએ એવું એ વખતે ધેરણ નહોતું. કલિંગની એક વખતે અસભ્ય-અસંસ્કારી ગણાતી પ્રજાએ પોતાનાં બળપરાક્રમવડે વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું. આર્ય પ્રદેશની સીમા બ્રાહ્મણધુરંધરને વિસ્તારવી પડી. વખત જતાં કલિંગમાં અનેક મંદિરે અને તીર્થો ઊગી નીકળ્યાં. વિદ્યા-કળાની ચર્ચાનું એ એક મહાધામ બન્યું. કલિંગની ગણતરી, પછી તે, પુણ્યપ્રદેશમાં થવા લાગી.
નંદ રાજાઓના શાસનકાળમાં-ઇ. સ. પૂર્વેના પાંચમા - છઠ્ઠા સંકામાં બ્રાહ્મણધર્મ અને જૈન ધર્મના બે મહાન પ્રવાહ કલિંગની ભૂમિને તરબોળ કરતા વહી નીકળ્યા. નંદ રાજાએ પોતે બને ધર્મોને સારે જેવો આશ્રય આપતા. એક નંદ રાજા કલિંગમાંથી જિનદેવની મૂર્તિ ઉપાડી ગએલા એ વાત પૂર્વે કહેવાઈ છે. નંદ પહેલાં કલિંગમાં જેને સંસ્કૃતિના વટવૃક્ષની અનેક શાખાઓ પલ્લવિત બની ચૂકી હતી.
આ જૈન ધર્મનું મૂળ સ્વરૂપ કેવું હતું ? પંડિત ગંગાધર સામંતશમાં “પ્રાચીન કલિંગ” માં લખે છે કે “કલિંગમાં ભગવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com