________________
ધર્મ અને સંસ્કૃતિ
[ ૧૨૫ ]
મહાવીરનું નહી, પણ પાર્શ્વનાથ પ્રભુનું ધર્મશાસન પ્રવર્તતું હતું.” ભવદેવસૂરિન પાર્શ્વનાથ ચરિત્ર ઉપરથી એમણે એવું અનુમાન કાઢ્યું છે કે “પાર્શ્વનાથ જ્યારે યુવાવસ્થામાં હતા અને કન્નોજના રાજાની કુંવરી-પદ્માવતીનું પાણિગ્રહણ કરવા ગયા ત્યારે કલિંગના એ સમયના એક રાજાએ કનેજ ઉપર આક્રમણ કરેલું. એને હેતુ પદ્માવતીનું હરણ કરી જવાને હતો. પણ પાર્શ્વનાથે યુદ્ધમાં કલિંગના નરેશને હરાવ્યું, પ્રભાવતીને પોતે પરણ્યા. ત્યારબાદ એમણે જ્યારે ધર્મચક્ર પ્રવર્તાવ્યું ત્યારે કલિંગમાં એમનો ખૂબ પ્રભાવ પડ્યો હતો. ઉદયગિરિમા-રાણ હંસપુર ગુફામાં પાર્શ્વનાથના જીવનચરિત્રની સંપૂર્ણ ઘટનાઓનું આલેખન છે તેમ ગણેશગુફામાં પણ છૂટક છૂટક જીવનઘટનાએ અંકાઈ છે તે ઉપરથી ભગવાન પાર્શ્વનાથના શાસનના મુનિઓએ કલિંગમાં જૈન ધર્મપ્રચારનું પુષ્કળ કાર્ય કરેલું હોવું જોઈએ. એ મુનિઓએ રાજધાની પાસે ખંડગિરિમાં એક પીઠ સ્થાપી હતી. આજે પણ એ પીઠ હૈયાત છે. ખંડગિરિમાં પાર્શ્વનાથની પ્રતિમા આજે પણ પૂજાય છે. દર વર્ષે માધ મહિનાની સાતમે ખંડગિરિમાં એક મોટે મેળો ભરાય છે. ઘણા માણસો ઉત્સાહપૂર્વક આ મેળામાં ભાગ લે છે.” કલિંગના ધર્મ તેમ જ સંસ્કાર ઉપર શ્રી પાર્શ્વ પ્રભુના ઉપદેશ તથા પ્રચારની સુરેખ છાપ દેખાય છે. મુનિસંધની બે શાખાઓ-તાગ્રલિસિકા અને પોંડ વર્ષનીયાની સાથે શ્રી પાર્શ્વનાથના શિષ્યોના પ્રચારકાર્યને વિશિષ્ટ સંબંધ હોય એમ પણ તેઓ માને છે.
અશોકના હાથમાં કલિંગની રાજસત્તા આવી તેની સાથે કલિંગમાં બોદ્ધ ધર્મના બીજ વવાયાં. એ પહેલાં કલિંગમાં બૌદ્ધ ધર્મનું કયાં નામનિશાન સરખું પણ નથી જણાયું. ઘણું કરીને બૌદ્ધ ધર્મ, અશક પહેલાં, બુદ્ધદેવના જન્મસ્થાન કપિલવસ્તુ અને તેની આસપાસના પ્રદેશમાં સીમાબહ બનીને રહ્યો હો. કલિંગના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com