________________
: ૪૨ :
પશુ પક્ષીઓને વિના સંકોચે સંહાર કરવામાં આવતો. આમ અશોકના પૂર્વ જીવનની આવી અંધકારમય રેખાઓ આપીને શ્રી સુશીલ એમ સ્થાપિત કરે છે કે કલિંગના યુદ્ધ પછી અશોકનો જીવન પલટો તે માત્ર પશ્ચાત્તાપથી નહિ પરંતુ કલિંગવિજય પછી અશોકની છત્રછાયા નીચે દક્ષિણના છેડા પ્રદેશ સિવાય સાથે ભારતવર્ષ હેવાથી, એ વિશાળ સામ્રાજ્યને ટકાવી રાખવા ધર્મવિજય અનિવાર્ય (Inevitable ) હતો. સમાન કાનુન, સમાન રાજવહીવટ અને એક રાષ્ટ્રીથતા જમાવવા માટે સમ્રાટ અશોક પાસે ધર્મ સિવાય બીજો કોઈ ઇલાજ ન હોતે. શ્રી સુશીલે પિતાની આ નૂતન દષ્ટિ રજુ કરતાં કહ્યું છે કે –
“ખરેખર તો આ હદયપલટે જ નહતો. કલિંગનું યુદ્ધ સામ્રાજ્ય લિસાનું એક સ્મારક છે અને કલિંગના સંહાર માટેને સમ્રાટનો પશ્ચાત્તાપ સજપ્રકરણ મુસદ્દીગીરી છે. ધર્મવિજયની ભાવનારી, ધર્મી જનોને મૂરિષ્ઠત બનાવનારી વાત જ એ વખતે સામ્રાજ્યને ટકાવી રાખનારી મુખ્ય તાકાત હતી. તેથી જ તે સમ્રાટ અશોકે કલિંગવિજય પછી ધર્મવિજય સિવાય બીજો કોઇ મંત્ર નથી ઉચ્ચાર્યો.”
ઇતિહાસના અભ્યાસીઓ સમક્ષ રજુ થતી શ્રી સુશીલની આ નવી દષ્ટિ માત્ર તેની નવીનતાને અંગે જ મહત્ત્વનું સ્થાન ધરાવતી નથી. પરંતુ અશોકકાલીન સામ્રાજ્યસ્થિરતા માટે, રાજનીતિનું ઉત્કૃષ્ટ સ્વરૂપ, સામ્રાજ્યને દીર્ધાયુઃ અર્પવામાં કેટલે અંશે સફળ થાય છે તેનું પ્રથમ વખત જ અહીં દર્શન કરાવવામાં આવે છે. જુદા જુદા ઇતિહાસકારોએ અશોકના ધર્મવિજયનું રહસ્ય માત્ર બે આકસ્મિક પ્રસંગોનાં સાજનથી જ શોધી કાઢેલ; પરંતુ પ્રસ્તુત ગ્રંથમાં શ્રી સુશીલ ન જ ઉકેલ આપે છે અને તે ખરેખર વિચારણીય છે.
રાજનીતિને અર્વાચીન યુગમાં અદ્દભુત આકર્ષણ ધરાવતી કળાઓમાં સૌથી વધુ શાસ્ત્રીય સ્વરૂપે ખીલાવવા માટે પશ્ચિમના રાજધુરં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com