________________
: 82:
અથાગ પરિશ્રમ લઇ રહ્યા છે. આ યુગમાં તા સાહિત્ય, કળા, કેળવણી, ધર્મ, અર્થશાસ્ત્ર ઉપરાંત જીવનના અનેકવિધ ક્ષેત્રામાં સજ કારણના રંગા બહુ ઉંડાણમાં પેસી ગયા છે. માનવસંસ્કૃતિનું પારણું કાઇ વખતે ધર્મભાવનાને હીંચાળે છે, તે ક્રાઇ વખત કળાના સર્વોચ્ચ સર્જનને ઝુલાવે ફુલાવે છે. આ યુગની માનવસંસ્કૃતિને સદેશ તે રાજપ્રકરણી મુસદ્દીગીરી. આજે વિશ્વના જુદા જુદા રાષ્ટ્રોના રાજનીતિમા પ્રજાકીય રાજ્ય, સામ્યવાદ, ફેસીઝમ, નાઝીઝમ વગેરે વિધવિધ પ્રયાગા કરીને સામ્રાજ્યવિસ્તારની સ્પૃહાને સંતાખવા અવનવા માર્ગો અખત્યાર કરે છે. પેાતાનું સામ્રાજ્ય વ્યવસ્થિત રહે, તેમાં શાંતિ જળવાય તે માટે દરેક સામ્રાજ્યવાદી પ્રજા આજે પાતાના આશ્રિત પ્રદેશામાં શામ, દામ, દંડ અને ભેદની ચતુર્વિધ નીતિ અખત્યાર કરવા પાછળ અથાગ ઝહેમત ઉઠાવે છે. છતાં આજે તા સામ્રાજ્યવાદ સામે દરેક દેશના પેટાળમાં જ્વાળામુખીના ધીકતા રસ ઉકળી રહ્યો છે. કારણકે અત્યારે એ સામ્રાજ્યવાદના સંચાલક વૈજ્ઞાનિક શેાધાના આશ્રયે પેાતાનું સામ્રાજ્ય ટકાવી રાખવામાં અને સાથે સાથે વિશ્વશાંતિની વાત કરવામાં જ પેાતાની સાણાયમુદ્ધિ પરાકાષ્ટાએ પહોંચી જતી માને છે. પેાતાની આશ્રિત પ્રજાને જંગલી ગણી, પેાતાની સંસ્કૃતિની ભૂરકીથી મુગ્ધ કરી, એ પ્રજાને સ`સ્કારી બનાવવાનાં એઠાં નીચે સામ્રાજ્યપિપાસાને સતાનવાના અનેક અખતરાં આજે થઇ રહ્યા છે. પરંતુ ઇટાલી અને જ નીની ચડતી પડતીને કડીબધ ઇતિહાસ તપાસતાં જણાશે કે વર્તમાન યુગમાં સામ્રાજ્યવાદીની ઇમારત ક્રાઇ ચિરંજીવ તત્ત્વ પર ખધાએલ નથી. પરંતુ સૈકા સુધી મગધ સામ્રાજ્યની ઝળહળતી જ્યેાત ભારત વમાં ટકાવી રાખીને વિશ્વના ઇતિહાસકારોને આંજી નાખનાર સૌય સામ્રાજ્યના સુવર્ણ યુગના સર્જક અશાક માત્ર હિંદના રાજનીતિનેામાં -નહિ પણ સમસ્ત વિશ્વના રાજધુર ધરામાં સૌથી મેખરે આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com