________________
:
૭ :
“ કલિંગ–ચવ મહારાજા ખારવેલ” ને શિલાલેખ જે હાથી ગુફાલેખના નામથી પ્રસિદ્ધ છે તે વિશેના સ્વ. શ્રી કાશીપ્રસાદ જાય-- સ્વાલના વિસ્તૃત નિબંધ પરથી શ્રી સુશીલને આ ગ્રંથ લખવાની પ્રેરણા મળી હોય એમ લાગે છે. ગ્રંથકારે એ નિબંધને પણ આ પુસ્તકમાં મૂકેલ છે એ યોગ્ય જ છે.
ઓરીસાના ભુવનેશ્વર તીર્થ નજીક ખંડગિરિ, ઉદયગિરિ પર્વત ઉપરની એક પહોળી ગુફાને મથાળે હાથીગુફા લેખ કોતરાવેલ છે. આ શિલાલેખમાં પ્રથમ અહંન્ત તથા સિદ્ધોને નમસ્કાર કર્યો પછી સમ્રાટ ખારવેલના જન્મથી તેના મૃત્યુ સુધીમાં બનેલા ૩૮ વર્ષના બનાવોનું વર્ણન આપેલ છે. ૧૫ વર્ષ બાલ્યકાળમાં ગાળ્યાં પછી ૯ વર્ષ વિદ્યાભ્યાસ અને જૂદી જૂદી કળાઓનાં અધ્યયન પાછળ ખારવેલે પસાર કરેલ અને પછી ૨૪ વર્ષની ઉંમરે તે કલિંગની ગાદી પર બેઠે. પછીનાં ૧૩ વર્ષમાં તેણે કરેલાં કેપયોગી કામ વિશે વિસ્તારથી આ શિલાલેખમાં વર્ણન કરેલ છે. ગાદી પર બેઠા પછી બારમા વર્ષે ખારવેલે મગધપર ચડાઈ કરી પરંતુ મગધરાજ નાસી જવાથી, પ્રજાને હેરાન કર્યા વિના જ પાછો ફર્યો. ફરીથી બે ચડાઈ ખારવેલે મગધ પર કરીને પોતાની સત્તા ત્યાં સ્થાપી. વળી સકાઓ પૂર્વે કલિંગ–જિન નામની મૂર્તિ નંદરાજા રીસામાંથી ઉપાડી ગયો હતો તેજ મૂર્તિ મગધની ચડાઈ વખતે ખારવેલ કલિંગમાં પાછી લાવ્ય. એ પણ આ શિલાલેખ પરથી મળી આવતું હોવાથી જૈન ધર્મને ઉલ્લેખ કરતો સૌથી પ્રાચીન આ શિલાલેખ અગત્યને ગણાયો છે.
હાથીગુફાના આ શિલાલેખ અને તેની નજીકમાં જ પડેલા બીજા ત્રણ ટૂંકા લેખો વિશે વિસ્તૃત માહિતી આપતે એક ગ્રંથ આજથી બે દાયકા પહેલાં “પ્રાચીન જૈન લેખ સંગ્રહ” ને પ્રથમ ખંડ. સુપ્રસિદ્ધ પુરાતત્વવિદ મુનિ જિનવિજયજીએ સંપાદિત કરેલ, તેનું
વ્યવસ્થિત અને સંક્ષિપ્ત સ્વરૂપ તે આ ગ્રંથમાં જ પ્રથમ દેખા દે છે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com