________________
યુદ્ધવીર, ધમવીર ભિખુરાજ
[ ૭૯ ]
પિતાના આત્મીય જેવા વહાલા હાથીઓને, પાટલીપુત્રની પાસે થઈને વહેતી ગંગા નદીમાં ખૂબ જળક્રિડા કરાવી, કલિંગમાં પ્રત્યાગમન કરે છે.
ખારવેલ ખાલી હાથે પાછો વળે છે. પણ એનાં બળ-વીર્ય અને સાત્વિક વૃત્તિની કીર્તિકહાણું દેશભરમાં વ્યાપી જાય છે. એના હાથીઓની મોટી સંખ્યા જોઇને મગધવાસીઓ ગભરાય છે. કલિંગને આ ધીર-ઉદાર નરપતિ કઈ એક દિવસે મગધની પાસે હાર કબૂલાવશે એવી સૌ કોઈના દિલમાં બીક વ્યાપે છે.
પાટલીપુત્ર લુંટવું જોતું તે પછી ખારવેલે આટલો નકામો શ્રમ કાં લીધે હશે ? જીતવું અને લૂંટવું એ બન્ને શબ્દો એકજ અર્થમાં વપરાતા. લૂટફાટ વગરની છત નકામી ગણાતી. કલિંગ સમ્રાટ ખારવેલ પાટલીપુત્રના ઉધાડા દરવાજા આગળથી પાછો વળ્યો, ભય-ત્રાસથી ધ્રુજતા પાટલીપુત્રનાં અસંખ્ય નર-નારીઓને અભયદાન આપી, માત્ર ગંગાના પ્રવાહમાં પોતાના હાથીઓને ધમારી પાછો વળ્યો, તેથી પાટલીપુત્રમાં અને આસપાસ સર્વત્ર ભારે આશ્ચર્ય વ્યાપ્યું. કલિંગવાસીઓ તો પિતાના સમ્રાટની સાવિક વૃત્તિથી પરિચિત હતા.
કલિંગની સેનાને કોઇ સૈનિક, જીતના નિશાન ચડ્યા પછી પણ પરાજિત પ્રજાને ન સતાવે એવી ખારવેલે સાવચેતી રાખી હતી. દુશ્મનને દંડ દેવો પડે તો દેવો, પણ નિર્દોષની સતામણું એ સાંખી શકતો નહીં. કલિંગમાં અશકે એક દિવસે ચલાવેલી કતલ આવે વખતે એની આંખ આગળ ખડી થતી. ઉપરાઉપરી શબના ખડકાયેલા ઢગલા અને રાત્રીના અંધકારમાં ત્યાં નાચતી ભૂતાવળનાં દ્રષ્ય એના
અંતરમાં અનુકંપા ઉપજાવતાં. સંભવ છે કે મગધની રાજધાનીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com